Papio nu pisach panu Prev Next Index

-:પાપીઓનુ પિશાચપણું:-      આ સ્થાનના જંદ્રાણા મુસલમાનો કૃર અને ઘાતકી વૃતિના હોવાથી ત્યાંના પટેલો ખુબજ ત્રાસી ગયા હતા, જ્યાં આતંકવાદ જ ચાલતો હોય ત્યાં શાન્તી પ્રિય અને સજ્જનોને કઇરીતે જીવવું? આવા ત્રાસદાયક ઝંઝાવાતી જીવનનો કોઇ સરળ માર્ગ છે? પ્રલયકાળની અગ્નિમાંથી કોઇ કાઢનાર અને શીતળતા આપનાર વિરડી ક્યાંક હશે? ઉમાપુરીની ચારે બાજુ ત્રાસ દાયક વાતાવરણમાં પર્વત સમાન ધીરજ રાખી અડગ મનથી આરાધના કરનાર પરમ પૂજ્ય શ્રી વિરમગિરિજી મહારાજ મઢિ બાંધી તેમાં પૂર્ણતઃ સાધનામય ધ્યાનસ્થ મુદ્રામાં રહેતા, ત્યાં જંદ્રાણાઓથી ત્રાસેલા પટેલોને એક માત્ર આશ્રયસ્થાન દેખાણુ. અને પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારાજશ્રીની મઢીમાં જઈ નમસ્કાર કર્યા, અને આજીજીપૂર્વક પ્રાર્થના કરીને તેમના ઉપર થતા ત્રાસ બાબતે રજુઆત કરી. અને નમ્રભાવથી શરણ ગ્રહણ કરી આપતિમાંથી ઉગારવા વિનંતિ કરી, દિનભાવથી કરવામાં આવેલી પ્રાર્થનાથી પરમ કૃપાળુ સંત એવા પરમ વંદનીય ગુરૂદેવ શ્રી ધ્યાનાવસ્થામાંથી જાગૃત થયા ભારતીય પૂજ્ય સંત મહાપુરૂષો ગમે તેટલા ધ્યાનસ્થ અવસ્થામાં હોય પરંતુ કોઈ સજ્જન ભક્તો નુ દુઃખ જોઈ શકતા નથી એમનુ ધ્યાન પણ કેવું? આંખો અને નાક બંધ કરીને સૂઈ જવુ? કોઈના દુઃખનો પોકાર ના સાંભળવો? ના એવુ નહિ. પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીના ધ્યાનમાં તો દિન દુઃખિયાના આંસુ લુછવાની પૂર્ણ ભાવના હોય છે. ભક્તોના કલ્યાણની ચિંતા હોય છે. પરમ પૂજ્ય બાપુશ્રી સદ્દગુરૂદેવશ્રીનુ ધ્યાન ચેતનવંતુ દિવ્ય અને શ્રેષ્ઠ હતું. સંતો જેમણે દિવ્ય અનુભૂતિ કરી છે. તેમનું પળવારનું ધ્યાન પણ સર્વોતમ જ્ઞાન આપનારુ હોય છે. પયગમ્બર સાહેબના જીવનનો એક સુંદર પ્રસંગ છે. એ પાક ઓલિયા પોતાની સ્ત્રીથી ખુબ જ દુઃખી હતા. કર્કશા પત્નિ તેમને ઠરવા દેતી ન હતી. એકવાર બપોરે ખુબ થાકીને લોથપોથ થઈને ખેતરેથી ઘેર આવ્યા પણ હજુ ઘરમાં પ્રવેશતાં જ તેમની પત્નિએ ભયંકર ઝઘડો કર્યો. પયગમ્બર સાહેબ ખુબ થાકેલા હતા. એમને આરામની ખુબજ જરૂર હતી, પ્રભુના એ પાક ઓલિયા વિવાદ કર્યા વગર ગામ બહાર પહાડની એકાન્ત ગુફામાં પ્રભુનું ધ્યાન કરવા ચાલ્યા ગયા. ગુફાના પ્રવેશ દ્રારનું બારણું ધક્કો મારીને ખોલ્યુ અને દ્રારનું હાલતુ કડુ હાલતુ જ રહેવા દઈ પોતે પ્રભુના ધ્યાનમાં બેસી ગયા, પ્રભુએ એવો દિવ્ય અનુભવ કરાવ્યો, એ ધ્યાનમાં પ્રભુએ ખુબ સુખ આપ્યુ, પ્રભુના ધામની એ શાસ્વત સુખની એમને અનુભૂતિ થઈ. પણ એમણે જ્યાં ચક્ષુ ખોલ્યાં. ત્યાં ગુફાના દ્રારનુ એ કડું તો હાલતુ જ હતું. કેટલી પળોનું એ ધ્યાન? પ્રભુના આવા અવર્ણનિય સુખના લેશમાત્રની પરવા ના હોય , જેમ આંખ પ્રકાશ ગ્રહણ કરીને પોતેજ પ્રકશિત થઈ જાય છે. તેમ દિન દુઃખિયાની વાત સાંભળીને પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી નાં રૂંવાટા ઉભા થઈ ગયા. શરણે આવેલા મંલ્લોત શાખના પટેલો ને શિષ્ય બનાવી અભય-વચન આપ્યું. આ શિષ્યો રોજ સત્સંગ-દર્શન અને ભજન માટે મઢીમાં એકત્ર થતા. સત્સંગ, ભજન,જપ,તપ યજ્ઞ દ્રાર મઢી પવિત્ર અને ધર્મ મય બની હતી, ભક્તિરસથી આધ્યાત્મિક આનંદોત્સવથી મઢી વિસ્તાર શાંત, રમ્ય,દિવ્ય લગતો હતો. આવા ભક્તિમય વાતાવરણને ડહોળવા વિધર્મી જંદ્રાણાઓ તત્પર બન્યા રાક્ષસી વૃતિવાળા આ લોકોએ એક રાત્રે ભજન-સત્સંગ ચાલતો હતો તેવા સમયે ભક્તિરસમાં ભંગ પાડવા એકત્ર બની મઢીમાં તોફાન કરવાના હેતુથી આવ્યા, સિધ્ધભૂમિમાં ભજન કિર્તનંમાં મસ્ત સૌ ભક્તો મારવા અને હેરાન કરવા આવેલા હથિયારધારી જંદ્રાણાઓને પરમ પૂજ્યશ્રી વિરમગિરિજીએ પોતાની સાધના દ્રારા ભજન કિર્તનમાં બઠેલો તમામ ભક્તોને ભગવાવેશ ધારી અને ભયંકર લાગતા મહાત્માઓના રૂપે દર્શન કરાવ્યા, અસ્ખંય ભગવા વેશધારી મહાત્માઓને નિહાળીને જંદ્રાણાઓ ગભરાઈ ગયા પરમ પૂજ્ય બાપુશ્રીને પગે પડી માફી માગી જંદ્રાણાઓ ત્યાંથી ભાગી ગયા, ભક્તોની શ્રધ્ધા દ્રઢ થઈને તેમને જંદ્રાણાઓના ત્રાસમાંથી પરમ પૂજ્ય બાપુ છોડાવશે અવી આશાઅ બંધાઈ, જેના એક જ સંકલ્પ માત્રથી નિશાચરોની વૃતિઓની વિલાસની પૂર્ણાહુતિ થઈ, જેના એકજ સકલ્પની પાપીઓના મન ભાંગીને ભૂક્કો કરી દીધા, જેના એક જ સકલ્પની પાપીઓનુ પાપીપણું ભાગવા માંડ્યું, જેના એક જ સકલ્પથી પાપીઓ ભાગવા માંડ્યા, જેના એક જ સંકલ્પથી જડ જે પારકુ પોતાનુ કરવા વાળા ત્રાસવાદી ત્યાંથી જીવ લઈને નાડા, જે સમગ્ર ઉમાપુરીને ઘેરો ઘાલીને બેઠેલા જંદ્રાણાઓ આ ભયંકર રાક્ષસો જે પોતેય ઝેર પીએ અને બીજાને પણ ઝેર પાવાવાળા રાક્ષસો એટલે દાંતવાળા, લાંબા નખવાળા ભયંકર મોઢાવાળા હોય એવું નથી અરે એ તો તો ખુબ સુંદર પણ હોય છે. આવા રક્ષસોનો સંહાર કરવા માટે ખુદ પરમાત્મા પણ ન સાંખી શકે એવા કૃર ચારિત્રહિન હિરણ્યા કશ્યપુને નૃસિંહ અવતાર ધારણ કરીને ભગવાને ઉંબરા વ્ચ્ચે ચીર્યો તેમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રી એ પટેલો અને ઉમાપુરીના ભક્તજનો અને ભારતની સન્નારીઓનો આંતરનાદ સાંભળીને ભયંકર ભૃકુટી ભભુકી ઉઠી. જેમ રામે લંકાના મેદાનમાં દશાનન રાવણને રગદોળી નાખ્યો તેમ પોતાની તેજોગ્નીથી જ્યાં જંદ્રાણાઓને વધ કર્યો બાકીના પાપીઓ રહ્યા તેમને તેમની સેનાએ પહેલેથીજ ગોઠવણી કરી રાખ્યા મુજબ નાશ કરી નાખ્યા પછી પાપઓની કુટીલતા પરવાઈ ગઈ. ઉમાપુરી મંગલમય બની સૌ ઉમાપુરી(ઉંઝા) માં મલોત શાખના પટેલો હતા તેમા ભગવતી ઉમા તથા પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રીનો બહુજ આભાર માન્યો. પરમ પૂજ્ય શ્રી સદ્દગુરૂદેવની આશિષથી એસમગ્ર પટેલ સમાજ હાલ પણ ઉમાપુરીમાં(ઉંઝા) વધારે ને વધારે વર્ચસ્વ અને વિકાસ ધરાવે છે. હાલમાં ઉંઝામાં જંદ્રાણાઓની હવેલી નામથી મહોલ્લો મોજુદ છે. મા ભગવતી ઉમિયાની અસિમ કૃપાથી પટેલ સમાજે મા ઉમિયાની સેવા પુજા અને દિન દુઃખિયાની સેવા કાજે એકસો કરોડ રૂપિયાનું દાન એકત્ર કરીને સમગ્ર સમાજની ઉતમ સેવાનો આદર્શ પ્રસ્થાઓઇત કર્યો છે તેના મૂળમાં પરમ કૃપાળુ પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીના આશીર્વાદ છે ઉમા ભકિત અને સંત સેવાના આશીર્વાદ રૂપે સમગ્ર વિશ્ર્વમાં મા ઉમિયાના ભક્તોએ નામ રોશન કર્યુ છે.
      જેમાં આ અવની વિષે પરમાત્મા શુભ સંકલ્પ કરી માનવો અને સાચા સંતોની ધર્મની રક્ષા કાજે પધારે છે. પરંતુ જ્યારે કાર્ય પુરૂ થાય પછી ત્યાં રોકાતા નથી. જેમ શ્રી રામચંદ્ર પ્રભુજીએ લંકાના મેદાનમાં રાક્ષસોનો સંહાર કરી વધુ રોકાણ ના કર્યુ. તેમ પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી મા ભગવતીની મઢી છોડીને ત્યાંથી વિદાય થવાની તૈયારી કરે છે. પણ ત્યાંનો સંત સમાજ ભક્તજનો ગોપીભાવથી રાચતા હતા પૂજ્ય ગુરૂદેવશ્રીને છોડવા માટે તૈયાર ન હતા. જે જે માનવો પૂજ્ય શ્રી ગુરૂદેવના વિદયની વાત સાંભળતાં જ ભાગી પડતાં અને આજીજી કરતો કે હે નોધારોના આધાર જગત નિયંતા અમારા તારણહાર પ્રભુજી અહીંથી આપની વિદય વસમી લાગશે, એકજ અવાજે જેમ સમગ્ર અયોધ્યાના લોકો રામ માટે બલિદન આપવા તૈયાર થાય છે તેમ સમગ્ર ઉમાપુરીના ભક્તજનો નાના મોટા અબાલ વૃધ્ધ નર નારી પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીને ના જવ દેવા અધીરા બન્યા ત્યારે પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રીએ લાગણી વશ થઈને કહ્યુકે હુ આપના પ્રેમને વશ થઈને આપનાજ મા ભગવતી ઉમાપુરીના સીમાડેજ વાસ કરીશ,પરમ પૂજ્ય બાપુએ કહ્યું કે ભક્તો હુ તો માનવ જીવનના અરણ્યમાં ગંગાનો અસ્ખલિત પ્રવાહ(જ્ઞાનભક્તિરૂપી પ્રવાહ)વહેતો કરવા માટે આ સંસારના વિશે ભ્રમણ કરી રહ્યો છુ.