Santo nu sant panu Prev Next Index

-:સંતોનું સંતપણું(સંતત્વ):-      કોઈ સંપતિ માટે સંતો સંસારમાં વિચરતા નથી અને સંસારની સંપતિ તો સંસારના લોકોને પણ ક્યાં સુખ આપે છે. પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી ભક્તોને સાંત્વના આપતાં ઉપદેશ આપતાં સંતોને કહે છે. કે જો સંસારિક સુવિધા મનુષ્યને સુખ આપતી હોય તો રાજ્યની લાખોની આવક ધરાવતા કુબેર ભડારી સમાન સંપતિ ધરાવતા કુવૈતના રાજા પોતાના જન્મદિને અમેરિકામાં એક જહેર સન્માન સમારંભમાં પોતાના પ્રવચનમાં પોતે આ દુનિયાનું સૌથી વધું દયાજનક પ્રાણી છે. એવુ જણાવે છે. સમૃધ્ધિના સુખ સુખસાગરમાં મહાલવા છતાં પોતાની જાતને માનવી અને પ્રણીઓથી પ નાણાં અને ભૌતિક સુખોની રેલમછેલ છતાંય હૈયામાં કોક ખૂણે બેઠેલા દર્દભર્યા દુઃખે અમનુ કાળજુ કોરી ખાધુ હશે ને? અને ત્યારે દુઃખ શબ્દનું રૂપ ધરીને જહેરમાં પ્રસ્તુત થતુ હશે ને? પોતાના જન્મદિવસે પોતાના જ સન્માન સમારંભમાં વિશ્ર્વના અનેક લ્બ્ધ પ્રતિષ્ઠિત મહાભાવોની હાજરીમાં એથી એવધુ આગળ એમણે પોતાના શબ્દો દ્રારા જણાવ્યુ કે મારા સાઈઠ જેટલા એરકન્ડીશન અધ્યતન બંગલાઓ, લ્કઝુરીજ મોટરો વગેરે પણ મને શાન્તિ આપી શકતા નથી, પણ જો મહાપુરૂષો સંતો જેવા પરમાત્માના નિર્મળ દૂતો જો માનવી ઉપર કૃપા કરે તો જીવનમાં અપાર શાન્તિ જે દુર્લભ છે તે સુલભ બને, સંતોના સહવાસ સત્સંગથી હ્રદયમાં પ્રજવલિત દાવાનળ શાન્ત થશે, અને સંતોની જ્ઞાન રૂપી ગંગા તેમાં ઠંડક કરશે, ઘણા માંધાતાઓના મુખેથી અશાન્તિના નિશાસા નિકળે છે. માગે તે મળે તે મળે ને શોધો તે જડ એવુ સર્વ આધુનિક સુખ સગવડો ચરણમાં આળૉટતી હોય છે. છતાંય કોક ભયંકર કરૂણતા કોક શોક ગ્લાની કે ભયપૂર્ણ વ્યથા તેમના જીવનને કોરી ખાતા હશે ને? આવા લોકોને શાન્તિ માટે સંતોના શરણે જવુ જોઈએ અને શાન્તિ આપે એજ સંત.
      અબજો રૂપિયાની ગુપ્ત દોલત જ્યાંની બેંકોમાં કાયમના માટે જમા પડી એ. અને પરદેશની એ જંગી મૂડીના પ્રતાપે જે દેશે અપ્રતિમ વૈજ્ઞાનિક અને ઔધોગિક વિકાસ સિધ્ધ કર્યો છે જ્યાંની સમૃધ્ધિને લીધે વિશ્ર્વને સૌથી મોંઘી ધાતુ પ્લેતિનમમાંથી જ્યાં રસોડા શણગારવામાં આવે છે. એવા સમૃધ્ધ દેશમાં(સ્વિઝરલેન્ડમાં) પણ ગાંડાની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આપણા દેશ ભારત તો સંતો મહાપુરૂષોની પ્રવિત્ર ભૂમિ છે અને સંતોની શરણાગતિ વિના આપણો ઉધ્ધાર નથી, પરમ પૂજ્ય ગુરુદેવશ્રી અને પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી મહારજશ્રી જેવા મહાન સંતોની ખરેખરી ઓળખાળ હોય તો જીવનમાં નાતિલા, જાતિલા, સબંધી, ઇન્દ્રિઓ,અંતઃકરણ જેવા આઠેય ગઢિની કોઈ તાકાત નથી કે આપણને આપણા માર્ગથી સંતોની આજ્ઞાથી વિચલિત કરે.સમ્તને પ્રસંન્ન કરવામાં કોઈ વ્યક્તિ,પદાર્થ,પ્રસંગ,સ્વભાવ સત્ય કે પોતાની માનવતા આડે આવે નહી સંતમાં જો આત્મિયભાવ હોય,સતના વચનને પ્રથમ સ્થાન આપી, સંતને પોતાના શ્રેયકર માનીને તેમની આજ્ઞા અનુસાર વર્તન કરે. પોતાના અંતરમાં અંદર કે બહાર આજુબાજુ જે કંઈ થઈ રહ્યુ છે તેના કરતાં હરતાં સદ્દગુરૂદેવશ્રી જ છે. એવી એવી ઉતમ સદભાવના હોય, દ્રઢ વિશ્ર્વાસથી ગમે તેવા પ્રસગમાં આનંદ કે મીઠાશ છોડે નહિ સદ્દગુરૂશ્રીના અભિપ્રાય પ્રમાણેની જ ભક્તિ જ કર્યા કરે, વર્ષો પૂર્વે તરભ ગામના ત્રિભોવન રબારીએ ભક્તિ કરી પૂ. શ્રી સ્વામી જીવારામગિરિબાપુએ ભક્તિ કરી. શ્રી નાથબાઈએ કરી શ્રી માલબાઈએ ભક્તિ કરી,એમ આક્ષેત્રના અનેક મહપુરૂષોએ ભક્તિ કરી,શ્રી ગુરૂદેવશ્રીના ચિંધવેલા માર્ગે સૌ કોઈ ચાલ્યા અને અમર નામકીર્તિ કયમ કરી. અને આર્નત પ્રદેશની પવિત્રતાને પુણ્યશ્ર્લોકી બનાવી. અને આવી પરમ પવિત્ર તીર્થભૂમિ ઉપર લાખો વર્ષ પૂર્વે પણ મહાપુરૂષોનો પવિત્ર સહવાસ હોય છે. અને એમના અને આ મા ભોમના યોગથી જાગૃત બનેલી ભોમકામાં કોઈ મુમુક્ષજ્ઞો વાસ કરે છે. ઉતમ વિચારો અને ભક્તિના પરમાણુઓ વાતાવરણમાં હોય છે. અને એટલે જ ભારતીય પરંપરામાં ભક્તિપૂર્ણ અસર ફેલાયેલી હોવાથી દરેક ક્ષેત્રમાં મહાપુરૂષો પ્રગટ થતા રહે છે. અને એજ પરંપરાની ફળશ્રૃતિ રૂપે પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી થી માંડીને વર્તમાન સમયમાંના મહાપુરૂષોએ ભ્ક્તિની જ્યોતને દિવ્યરીતે પ્રકશિત રાખી છે. આમ એવા આગવા પ્રભાવથી સો સો ગાઉ સુધી વસતા તમામ મુમુક્ષો શ્રધ્ધાપૂર્વક કહી શકે છે કે અમારો ભગવાનશ્રી વાળીનાથજીના સાનિધ્યમાં વાસ થયો. અમને અહીં અવતાર મળ્યો છે. અને આવા ગૌરવશાળી અસ્મિતાવાળા સંતો જ પોતાના દિલમાં ખરેખરૂ સંતોનુ સ્થાન જાળવી શકે એમને કોઈપણ પ્રકારનું સમ્પ્રદય કે નાતિ જાતિનું બંધન વળગી શકે નહિ. જે આવા સંતો આજ્ઞા કરે અને એ આજ્ઞા ભક્તો ઉઠાવી લે તેવા મુમુક્ષોએ જ પૂ. સદ્દગુરૂદેવશ્રી નું સાચું સેવન કર્યુ કહેવાય, પરમ પૂ. સદ્દગુરૂશ્રીના વચનમાં નિઃસતર્કપણે આપણે સંપૂર્ણ વિશ્ર્વાસ રાખીએ તો આપણું હિત પૂર્વકનું રક્ષણ કરવાની જવાબદારી અને ફરજ એજ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રીની છે. એવા શરણાર્થી સેવકની સર્વ પ્રકારે ચિંતા શ્રી સદ્દગુરૂદેવશ્રી જ કરતા હોય છે. એકવાર ભક્તરાજ શ્રી તરભોવન મોયડાવ પ્રાતઃકાળે દૂધ લઈને પૂજ્ય ગુરૂદેવની સેવામાં હાજર થયા. વર્ષા ઋતુ હતી, ચારે બાજુ વરસાદનું વાતાવરણ જામ્યુ હતું. પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી દ્યાનસ્થ અવસ્થામાં પ્રભુમય હતા. શ્રી તરભોવન મોયડાવ દૂધને ગરમ કરવા અગ્નિ પ્રગટાવવાના પ્રયત્નો કરતા હતા, વરસાદના ભેજના લીધે અગ્નિ પ્રગટતો ના હોવાથી મુઝવણ અનુભવી રહ્યા હતા. તે સમયે ગુરૂદેવશ્રી ધ્યાનમાંથી મુક્ત થયા, અને ચીપીઓ ઉઠાવીને રાણ નીચે જે અખંડ પ્રગટરૂપે અગ્નિ હતો. તે પ્રગટ કર્યો અને ભક્તરાજને અખંડ ધૂણીનાં દર્શન કરાવ્યાં. વાલ્મીકી ઋષિએ હજારો વર્ષો પહેલાં યજ્ઞો કરી આ જગ્યાએ મોટી અગ્નિવેદી પ્રગટાવેલી અને યજ્ઞ-દેવતાને અખંડ રૂપે પ્રગટાવેલ ત્યાં વર્ષો સુધી યજ્ઞોના અનુષ્ઠાનો કરવામાં આવેલા. આ યજ્ઞ-વેદી ધૂણી ભુમીમાં અદ્શ્ય હતી. પરમ પૂ. બાપુએ દિવ્ય તપથી ધુણીને પ્રગટ કરી. જે હાલમાં પણ સંસ્થામાં એ પુરાતન રાપણના ઝાડ નીચે દર્શનીય રૂપે ઐતિહાસિક સાક્ષી પુરે છે.આ ધુણી ભક્તોની શ્રધ્ધાને પુષ્ઠ કરે છે અને દરેક સાચા મુમુક્ષજનોએ એજ વિચાર અને વિશ્ર્વાસને જીવનમાં દ્રઢ બનાવવાનો હોય છે.
      જ્યાં સુધી કોઇ વ્યકિત-પદાર્થ કે પ્રસંગ કે શક્તિ આપણને શ્રી સદ્દગુરૂદેવ વિષે મનુષ્યભાવ જન્માવે છે. ત્યાં સુધી આપણા સંતસમાગમમાં ક્યાશ છે. એ દુર કરવા માટે પરમ સદ્દગુરૂદેવશ્રીને અહોભાવથી જ જોતા રહેવાનું છેમ એમનો પ્રેમ લાગણી-નિસ્વાર્થ ભાવના એમનું તેજોમય જ્ઞાન કેવું વિશિષ્ઠ છેમ આવા સદ્દગુરૂદેવશ્રીના મહિમાના વિચારમાં ગરકાવ રહીશુ તો સહે જે બળ મળશે અને આધ્યાત્મિક જ્ઞાન ચક્ષુ ખુલશે જ.
      ઉછળતા ઘોડાપુરની માફક ઇન્દ્રીઓ અંતઃકરણના બેફામ બનેલા ભયંકર દુર્ગુણો પોતાની દૈહિક પવિત્રતાના પાયા હચમચાવી પોતાની સાધનાને જમીનદોસ્ત કરી નાખશે એવી એક નિરૂપાય અને નિરાધાર સ્થિતિની કલ્પનાથી પોતાની આંતરિક મુઝવણોના વમળમાં હતાશ થઈ ગયેલા એક ઉચ્ચ કક્ષાના સાધકનો પરમ પૂ. શ્રી બળદેવગિરિજી બાપુશ્રી અને પરમ પૂ. સ્વામી શ્રી ગોવિન્દગિરિજી મહારાજ સાથેનો સ્નેહપૂર્ણ નાતો છે. તો આવા સધકને સાચા માર્ગથી વિચલિત ના થવાં દેતાં, તેને સાધનાક્ષેત્રમાં સ્થિરતાનું પ્રદાન કરે છે. અરે એ પરમ પુ. શ્રી સદગુરૂદેવશ્રીના સમયના ભક્તરાજ શ્રી ત્રિભોવન રબારી અને શ્રી જીવારામગિરિજી અને નાથબાઈ માલબાઈ વગેરે મહાન સંતો આપણને શું શીખવે છે? દરેકના જીવનમાં ભલા-ભુંડા પ્રસંગો તો આવશે જ કોઈ ઉદાસિનતા તરફ જશે, તો કોઈ સંતોનો સહવાસ છોડવાની વાત કરશે કોઈ અભાવ લઈને ગુરૂના સમાગમથી દુર જવાની વાત કરશે, તો કોઇ આપઘાત કરી દેહ છોડવાની વાત કરશે પણ જો મુમુક્ષે સદ્દગુરૂદેવશ્રી સાથે ખરેખર ઓળખાણ કરી હશે, જેવી પરમ પૂ. ગુરૂવર્ય બળદેવગિરિજી બાપુ અને પરમ પૂ. સ્વામીશ્રી ગોવિન્દગિરિજી બાપુએ કરી છે. તેવી તો એના જીવનમાં પરમ કૃપાળુ શ્રી વાળીનાથજી ભગવાનની અમીકૃપા ઉતારવાની જ , શ્રી વાળીનાથ ભગવાનના ધામના ઇતિહાસમાં પરમ પૂ. શ્રી સદ્દગુરૂદેવશ્રીના ઇતિહાસમાં ઘણા જ પરિશ્રમપૂર્વકની સંતોની સેવા દ્રારા હવે તો સો સો ગાઉના વિસ્તારે મધુરી સાકરના શ્રધ્ધારૂપી પાથરણાં પાથર્યા છે આપણે તો હવે એના ફળરૂપે મીઠાશ જ માણવાની છે. મહાપુરૂષોએ સમગ્ર ભારતને નંદનવન બનાવી દીધુ છે. અને એજ પ્રણાલિકાગત પરમ પૂ. સદગુરૂદેવશ્રી વિરમગિરિજી બાપુએ આ વાલ્મીકી ક્ષેત્રમાં હજારો વર્ષો પહેલા મહર્ષિ વાલ્મીકીજીએ વાસ કરેલો ગુર્જર ભૂમિના ઘણા ક્ષેત્રમાં મહાઋષિઓએ તપસ્યા કરેલી છે. એમનું આ એક સ્થાન જ્યાં શ્રી વાલ્મીકી ઋષિએ પોતાના તપ દ્રાર ભૂમિને પવિત્ર બનાવેલી છે. તેમના નામ ઉપરથી જ વાલમ ગામનું નામ મહર્ષિઓના તપના પ્રભાવે ઘણા ક્ષેત્રમાં તેમના નામ ઉપરથી ગામકે વિભાગનૂં નામ પાડવામાં આવેલુ છે. ભરત દેશનુ નામ પણ આવા મહા તપસ્વી મહાપુરૂષોના નામ પરથી જ છે. ચંદ્ર પણ ઋષિઓના પ્રભાવે કરીને એ નામથી ઓળખાય છે. શ્રી મહર્ષિ અત્રી અને મહાસતી અનસૂયાના પુત્ર ચંદ્ર તેમજ રોહિણીએ પ્રભાતક્ષેત્રમાં ઘણા વર્ષો સુધી ત કરીને સ્વયંભૂવ શ્રી સદાશિવ સોમનાથ મહાદેવને પ્રગટ કર્યા હતા. એવી જ રીતે પરમ પૂ. ગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારજશ્રીએ વર્ષો સુધી શ્રી વાળીનાથજી ભગવાનની જે ધૂણી હતી તેનૅ તપ અને ભક્તિ દ્રારા ઘણી જ તેજસ્વી બનાવી અને ત્યાં બહુજ તેજસ્વી સંતોની પ્રણાલિકાની સ્થાપના કરી, અને એજ પ્રણાલિકાના પરંપરાગત સંતોએ ખુબજ કષ્ટદાયક તપ અને પરિશ્રમ કરી સુંદર વ્યવસ્થાસાચવી રાખી છે એના મૂળમાં એક સુંદર ઇતિહાસ રેમી ઘોડી અને લાકડી ગાયનો છે. એકવાર પરમપૂજ્ય ગુરૂદેવશ્રીની આજ્ઞા લઈને પરમ પૂ. સ્વામીરી પ્રેમગિરિજી મહારાજ સૌરાષ્ટ્રની યાત્રાએ પધાર્યા, પગપાળા પ્રવાસ કરતા કરતા સિધ્ધસંતોનો જ્યાં વાસ છે. એવાઅ ગિરનાર દર્શન કરી એક કાઠી દરબારોના ગામમાં ગયા, ત્યાંના કાઠી દરબારોએ પરમ પૂ. મહારજશ્રીનું ભાવપૂર્વક સ્વાગત કર્યુ દરેક કાઠી ભક્તોએ પૂજ્ય મહારાજશ્રીના પાવન પગલાં પોતાના ઘરે કરાવ્યાં, ખુબ ભાવથી પ્રેમથી ભક્તિપૂર્વક પૂજ્ય બાપુને ઘણો સમય રોક્યા, ભક્તો સત્સંગ ભક્તિ,ભજનનો લાભ લેતા, થોડા સમય પછી પૂજ્ય બાપુએ તે ગામથી ભક્તોની વિદાય લીધી, વિદાય સમયે ભક્તોએ ઘણી ભેટો, ઘરી પૂજ્ય બાપુએ વિવેક-પુર્વક ભેટોનો અસ્વીકાર કર્યો, ત્યારે એક કાઠી દરબારે પૂજ્ય મહારાજશ્રીને પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીને માટે આપેલી રેમી-ઘોડીની ભેટ સ્વીકારી અને તેના ઉપર સ્વાર થઈ યાત્રા કરતા કરતા શ્રી વાળીનાથ ધામમાં પધાર્યા. અને પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીને નમસ્કાર કરી પ્રવાસની સઘળી વાત કરી અને કાઠી દરબારે તેઓશ્રી માટે ભેટ આપેલી રેમી-ઘોડીની વાત કરી. પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીએ રેમી-ઘોડી ઉપર હાથ ફેરવીને કહ્યું કે આ રેમી ઘોડી શ્રીવાળીનાથ ધામની શોભા હશે. અને તે આજ્ગ્યાની પ્રગતિનું પ્રતિક હશે. તેનું સૌએ પ્રેમ પૂર્વક જતન કરવાનું રહેશે. એમ કહી રેમી-ઘોડીને મંદિરમાં શોભાનું સ્થાન આપ્યું.
      એકવાર એક રબારી ભક્ત એક અંધ ગાયની વાછડી લઈને શ્રી વાળીનાથમાં આવ્યા અને પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીને નમસ્કાર કરીને કહ્યું કે બાપુ આ વાછડી મને ઘણી વહાલી છે. પરંતુ અંધ છે. અને તેથી સાચવી શકાતી નથી. કૃપા કરીને આ વાછડી આપની પાસે રાખો, પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીએ વાછડી ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો, વાછડી દેખતી થઈ એનું નામ પરમપૂજ્ય બાપુએ લાડકી રાખ્યું. તેનું પ્રેમપૂર્વક જતન કર્યુ. પૂજ્ય ગુરૂદેવશ્રીએ લાડકી ગાયને આશીર્વાદ આપ્યા, અને શ્રી વાળીનાથના સંતોને કહ્યું કે આ લાડકી ગાય અને રેમી ઘોડી તેમજ અખંડ ધૂણીની કાયમી સેવા કરજો, અને તે સેવાથી આ ધામનો ઘણો વિકાસ થશે. આજે પણ આ અખંડ ધૂણી-લાડકી ગાય અને રેમી ઘોડી શ્રી વાળીનાથ ધામમાં દર્શનીય અને પૂજનીય છે. પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી એ આદેશ આપેલો કે આ રેમી ઘોડી અને આ લાડકી ગાયની પરંપરાગત આ ધામને વિશે સેવા થશે ત્યાં સુધી આ ધામની ભવ્ય ઉજવળતા ઝળહળત રહેશે. તેથી જ તો ઘણાં વર્ષોથી રેમી ઘોડી અને લાડકી ગાય આ ધામમાં દર્શનીય અને શોભામાં અભિવૃધ્ધિ કરે છે. આ ગાયોનું દૂધ વેચવામાં કે મેળવણ કરવામાં આવતુ નથી, હજારો ભક્તો અહીં ભોજનમાં દૂધને પ્રસાદ રૂપે લઈ ધન્યતા અનુભવે છે.જ્યાં જ્યાં મહાપુરૂષોનાં આવા નિવાસ સ્થાનો બને છે. ત્યાં ત્યાં મહાપુરૂષો પણ મળી જ રહે છે. અને આ ક્ષેત્રમાં પણ એમજ બન્યુ છે. પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીની સેવામાં ઉમાપુરી ક્ષેત્રમાંથી ઘણા સંતો ઉપસ્થિત રહેવા લાગ્યા છે. પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી સર્વને આધ્યાત્મિક સંદેશો આપતા. આવા મહાઋષિઓએ આ વિશ્ર્વમાં કોઈ ઓછુ કામ નથી કર્યુ. એમની ભક્તિથી અને નિષ્ઠાથી હજારો વર્ષથી શ્રી ભોળાશંભુ વાળીનાથજી ક્ષેત્રમાં હજારો માણસોને આજ પણ આશ્રય મળી રહે છે. એશું સૂચવે છે? હાલપણ મહાઋષિઓની ભવ્ય ભક્તિથી અને નિર્મળતાથી નિર્ભય અને ઉતમ કાર્ય ચાલી રહ્યું છે. વિશ્ર્વના મહાઋષિઓના આપણે શું ગાન ગાઇ શકીએ? ધરતી જેવડો મોટા કાગળ હોય અને ધરતીના તમામ વૃક્ષોની કલમો બનાવી અને સાગર જેટલી શાહી લઈને ખુદ શ્રી ગણપતિજી અને મા સરસ્વતી સદાકાળ લખવા બેસે તો પણ હરિગુણ અને સંતોના ગુણ લખી શકાય તેમ નથી. તો પામર મનુષ્યની શુ વિસાત? પણ કબી સાહેબે કહ્યું છે કે મનુષ્ય માંથી જ સંત ઉદ્દભવે છે અને "સંત સાહેબ કછુ અંતર નાહિ"