Agatsya muni Prev Next Index

-:અગત્સ્ય મુનિ:-      પ્રાચીનકાળની વાત કરતા પરમ પૂ. દાદાશ્રી આઠવલેજી કહે છે કે પૃથ્વી પાસે અઢળક રત્નો હતા. પૂર્વ દિશામાં સૂર્યોદય થયો અને પૃથ્વી પરના રત્નજડીત શિખરો સૂર્યના પ્રકાશથી ઝગમગવા લ્લ્ગ્યા એને જોઈને ધીરગંભીર સાગરના અંતઃકરણમાં પણ ખળભળાટ શરૂ થયો. સાગરે મનમાં વિચાર્યુ કે પૃથ્વી પાસે અખુટ રત્નો છે. અને આપણી પાસે કેવળ છીપો? અરે આ તો કોઈ જીવન છે? અને તેજ વખતે સાગરે મનમાં નિશ્ર્વય કર્યો કે કોઇપણ ભોગે આ રત્નો આપણે મેળવવા.
      એક દિવસ પશ્ર્વિમમાં સંધ્ધા ખીલી હતી. પૃથ્વી માતા આનંદથી મધુર ગાન ગાતા હતા. ત્યાં જ સાગરે આવીને પૃથ્વીને નમસ્કાર કર્યા, પૃથ્વી કહે કેમ બેટા અત્યારે મજામાં તો છે ને? સાગર કહે મા તારા આશીર્વાદથી આનંદમાં છું. આખો દિવસ પરિભ્રમણ કરીને તુ થાકી ગઈ હોઈશ તેથી વિચાર આવ્યો કે માની થોડી સેવા કરૂ. સાગર નીચો નમીને માના પગ દાબતા કહે મા તારોજ થઈને રહીશ. તારૂજ કામ કરીશ, તુ કહીશ તેમ કરીશ, પૃથ્વી દીકરા સાગરનો પ્રેમ જોઈને ગળગળી થઈ ગઈ. માના નિષ્પાપ અંતઃકરણમાં દિકરાની મુરાદ ધ્યાનમાં ક્યાંથી આવે પૃથ્વી કહે બેટા તારે જે જોઈએ તે માગી લે, ત્યારે સાગર કહે મા મારે કંઈ જ જોઈતુ નથી, મારી પાસે ઘણું જ છે પૃથ્વી કહે ના ના બેટા કંઈક તો માગ તું જે માગીશ તે આપીશ, સાગર કહે મા તારો ખુબ આગ્રહ છે. તો આટલુ માગુ છું કે તારી સેવા કરૂ તારી પ્રદક્ષિણા કરૂ, અને તારૂ તિર્થ અને તારૂ ચરણામૃત મને મળતુ રહે એમ કર, પૃથ્વી આ સેવાભાવી અને નમ્ર દિકરા સાગરના શબ્દોથી આનંદિત થઈને કહ્યું કે બેટા આમાં તે શું માગ્યું? તારી સેવા પરાયણતા જોઈ મને બહુજ આનંદ થયો છે. તથાસ્તુ તે દિવસથી પૃથ્વી ઉપર વરસાદ પડે અને તીર્થ પૃથ્વીનું ચરણામૃત સાગરમાં જાય, પૃથ્વી કંગાળ થઈ અને સાગર રત્નાકર થયો, રત્નજડિત ડુંગરના રત્નો તિર્થ સાથે સાગરમાં ગયા, અને સુદર દેખાતા ડુંગરના શિખરો કાળમીઢ પથ્થરના ભયાનક દેખાવા લાગ્યા, થોડા જ સમયમાં પૃથ્વીને ખબર પડી કે આ તો સાગરનું કાવતરુ હતુ. સાગરદાદ નહિ આપે તેથી પૃથ્વી વિચાર કરવા લાગી કે ફરિયાદ કોને કરવી? એટલામાં પૃથ્વીની નજર ચંદ્ર તરફ ગઈ પૃથ્વી તેની પાસે ગઈ ચંદ્રે નમસ્કાર કરીને કહ્યું કે મા તારી શું સેવા કરૂ પૃથ્વી કહે તુ મારી રોજ પ્રદક્ષિણા કરે તો મારો દિકરો છે. મારી સેવા કરે છે. તો હુ તને કહુકે આ સાગરે મને ભોળવી છે. મને છેતરીને માર બધા રત્નો સાગર લઈ ગયો છે. માર ઉપર અન્યાય થયો છે. તે તુ દૂર કર, ચંદ્ર મનમાં વિચાર કરે છે. કે માર દર્શન માત્રથી સાગર કેટલો બધો ઉછળે છે? તેતો નિષ્પાપી છે. પાછા સગર પાસે રત્નો પણ દેખાતા નથી. આમ વિચારી ચંદ્રે કહ્યું કે મને જોઈને ઉછળતો રહેલો સાગર આટલો નીચ હોઈજ ના શકે. મા તારી વાત માનવામાં આવતી નથી. આમ તું જ ખોટી લાગે છે. પૃથ્વી નિરાશ થઈને મોટા ભાઈ સુર્ય પાસે જાય છે. અને કહે છે કે વડીલ બંધુ સુર્યદેવ મારા ઉપર અન્યાય થાય છે તમારા તાપ અને તેજથી કપટી સાગરને તમે સજા કરો અને મારા રત્નો મેળવી આપો. પરંતુ સાગરનુ પાણી પીને મસ્ત થયેલો સુર્ય પણ શરર્મીદો બને છે. સુર્ય કહે બહેન તારી વાત કદાચ ખરી હશે, પરંતુ જેનુ ખાઉ છું તેને હુ શું કરુ મને શરમાવશો નહિ. આમ સુર્ય પણ કંઇ કરી શક્યો નહિ.કોઇ પૃથ્વીને દાદ દેતુ નથી.વર્ષો વિત્યા પૃથ્વી વધુ કંગાળ બની હવે સાગરે જાણી લીધુ કે પૃથ્વીની શક્તિ ક્ષણ થઈ છે તે ઉન્મત થઈ આગળ વધવા લાગ્યો એટલુ જ નહિ પણ સાગર પૃથ્વીની મશ્કરી કરવા લાગ્યો. આ તરફ કંગાળ અને નિરાશ બની ગયેલી પૃથ્વી પોતાના બીજા દિકરઓ તરફ જોવા લાગી, સાગરની હિલચાલ જોઈને પૃથ્વીને લાગ્યુ કે સાગર રોજ આગળ વધે છે. મારા રત્નો સાગર ચોરી ગયો હવે એ મને ખાઇ જવા માગે છે. સાગરની આવી દાઅનત જાણી પૃથ્વીને ખુબ દુઃખ થયુ. અને તેને પૃથ્વી પરના મોટા મોટા પંડિતો અને ગૃહસ્પતિઓ પાસે જઈને વાત કરી પંડિતો કહે મા તુ ફીકર ના કરીશ હમણાં જ તારા રત્નપાછા લાવી આપીએ. આમ કહીને બધા પંડિતો સગર પાસે ગયા ઉપદેશ કરવા લાગ્યા, સાગર તારા જેવાને આ શોભતુ નથી. આ બહુજ ખોટુ કહેવાય તારા જેવા મહાન આમ કરે તે કેમ ચાલે. સાગર ગાલમાં હસ્યો અને વિચાર્યુ કે આ બધા કિનારે ઉભા રહીને મને ઉપદેશ કરવા આવ્યા છે. સાગર કહે તમને કોઇને રત્નો સાચવતા આવડ્યા નહિ. તેથી મે મારી પાસે રાખ્યા છે. તેમાં ખોટુ શું છે? આપણે બધા ભાઈઓ જ છીએ. તમે તમારી ચર્ચા, શાસ્ત્રાર્થ અને ઉપદેશ કરો મારી પાસે શક્તિ છે તેથી હુ રત્નો સાચવીશ અને તમારે જોઈશે ત્યારે હુ પાસા આપીશ, સાગરના વચનો સાંભળી પંડિતો પાછા ફર્યા અને પૃથ્વીને જઈને કહ્યું તુ નકામી ચિંતા કરે છે મા રત્નો જોઇશે એટલે સાગર પાછા આપશે.આ સાંભળી પૃથ્વી માતા નિરાશ થઈ ગયા. તેમને લાગ્યુ કે સાગરે મને છેતરી તેમ પડિતોને પણ છેતર્યા. ત્યારે પૃથ્વી તેના શૂરવીર ક્ષત્રિઓ પાસે ગઈ અને કહ્યું કે દિકરાઓ મારી સાથે અન્યાય થયો છે. અન્યાયી સાગરને સજા કરીને માર રત્નો મને મેળવી આપો, પૃથ્વીના વચનો સાંભળી ઉન્મત થયેલા ક્ષત્રિઓ પોતાના શસ્ત્રો લઈને સાગર સામે ધસી ગયા, તેમાંના કેટલાક કિનારા ઉપર ઉભા રહીને સાગરને દમ આપવા લાગ્યા. કેટલાક વગર વિચારે સાગરમાં કૂદી પડ્યા એક મોટુ મોજુ આવ્યુ અને શૂરવીરોને સાગર ગળી ગયો. કિનારા ઉપર ઉભેલા શૂરવીરોને થયું કે જેમને ભૂસકા માર્યા તે તો બહાર જ નીક્ળાજ નથી, આ તો કળિયુગ છે. પૃથ્વી મનમાં બહુજ દુઃખજ થયું આશા ભરી દષ્ટિથી તે જોતી રહી છે કે કોણ મને ન્યાય અપાવે? છેલ્લા પૃથ્વી એના લાડીલા દિકરા વૈભવ સંપન્ન લોકો પાસે જાય છે. અને વાત કરે છે કે દિકરાઓ તમારી પાસે ખુબ સંપતિ છે. આ સાગરે અન્યાય કરીને મારા રત્નો ઝૂટવી લીધા છે તેમને પાછા અપાવો વૈભવ સંપન્ન લોકો વિચારવા લાગ્યા કે આ સાગર કેટલો મોટો છે આપણી બધી જ સંપતિ અંદર ઠાલવીશું તો પણ સાગર માનવાનો નથી આવા મોટા સાગરમાં સાકરની એક ગુણ ઠાલવીએ તો શું થવાનુ છે? વૈભવ સંપન્નો કહે મા જડવાદ નો પવન વાય છે. સાગર ઉન્મત થયો છે.તેમાં અમ શું કરી શકવાના છીએ. કરી શકવાના છીએ. આજનો કાળ બગડી ગયો છે. નિયતિની ઇરછા જ આવી હશે! તેની ઇરછા મુજબ જ બધુ ચાલતુ રહ્યું છે. મા તમારે કોઇ દાન જોઇએ તો લઈ જાઓ. પૃથ્વીથી આસહન થયુ નહિ. નબળા-દુબળા જીવોથી શુ. થાય? આ બધાની વાતો સાંભળી બહુજ નિશાસો નાખે છે. પ્રુથ્વીમાંનુ રૂદન સાંભળીને શરીરમાં સુદામાં જેવો પણ તેજસ્વી આંખોવાળો એક ઋષિ કુમાર દોડતો દોડતો આવે છે. બૂમ પાડે છે કે મા શું થયુ? હું જીવતો બેઠો છું અને તારી આંખમાં આંસુ છે? મા મને આશીર્વાદ આપો પ્રુથ્વી માતાએ તેના શરીર સામુ જોઈને વિચાર કર્યો કે જે કામ પંડીતો શુરવીરો અને વૈભવસંપન્નો ના કરી શક્યા તે કામ આટલો નાનો બાળક કેવી રીતે કરશે. પણ તેનો પ્રેમ તેનો જોઈ પ્રુથ્વી બોલી શકતી નથી. પ્રુથ્વી બોલતી નથી પેલો બાળક મુંઝાય છે તે કહે છે મા તુ કેમ બોલતી નથી? મા મને જે હોય તે કહી દે હું આકાશને પણ બાંધી શકુ છું. હિમાલયને ચૂર્ણ કરી શકુ છું તુ મને આશીર્વાદ આપ પ્રુથ્વી કંઈ બોલી શકી નહિ. પણ અંતરથી આશીર્વાદ આપે છે. ઋશિકુમાર ઉઠ્યો નિર્ભયતાથી સાગર તરફ આગળ વધ્યો. સાગર સામે જોઈને હસે છે. તેને લાગ્યુ કે પંડિતોને મે બનાવ્યા, વૈભવ સંપન્નોને મેં બેસાડી દીધા શુરવીરોને મેં પેટમાં સમાવ્યા, તો આ સામાન્ય બાળક મને શું કરી શકશે?
      ઉન્માદ થઈને સાગર ઘુઘવાટા કરવા માંડ્યો. ત્યાં તો ગગનને ભેદતો અવાજ આવ્યો સાગર... સાગર... તું મારી માને અન્યાય કરે છે. યાદ રાખ.. સાગર એક ક્ષણ થંભી ગયો પણ બીજી જ ક્ષણે સ્વસ્થ થઈને તે ઋષિકુમારને કહેવા લાગ્યો તુ નાનો બાળક છે. પંડિતો, શુરવીરો, વૈભવ સંપન્નો દુર ઉભા કરી શરીર સાંભળતાં પ્રુથ્વી માતાની બે આબરૂ જોતા ઉભા રહ્યા તો તું શું કરી શકવાનો છે? તારી મને દયા આવે છે. તુ મારો પ્રભાવ તો જો તું જા અને પ્રાર્થના કરવા બેસી જા બહુ એમ હોય તો કથા પુરાણની કથા કર, તપસ્યા કરીને તારો આવતો જન્મ સુધાર આ સાંભળતાં જ ઋષિકુમાર આગળ આવ્યા, અને બોલ્યા કે હે સાગર તુ પાછળ હઠે છે કે નહિ? આજે દક્ષિણા લેવા પરતુ દંડ આપવા આવ્યો છું. ઉપદેશ સાંભળવા નહિ. પણ પાઠ ભણાવા આવ્યો છુ. તુ દુર હઠ મારી સામે શું જોઈ રહ્યો છે? આમ કહી તે તેજસ્વી ઋષિકુમારે સાગરના ઉંડા પાણીમાં સંચાર કર્યો. સાગરે ઘુઘવાટ કર્યો. પણ ત્યાં તો ઋષિકુમારે સિંહ ગર્જના કરી. મેઘ સમાન અવાજ કર્યો અને હાથમાં સાગરના પાણીની અંજલિ ભરી, સાગર સુકાવવા લાગ્યો. તે ઋષિકુમારનો ક્રોધ જોઈ થરથર કંપવા લાગ્યો. સાગર ઋષિકુમારના પગમાં પડી કરગરવા લાગ્યો અને ગદગદીત થઈ કહેવા લાગ્યો કે હે ઋષિકુમાર મારી ભુલ થઈ ગયી મને ક્ષમા કરો, ઋષિકુમારે આજ્ઞાકારી અવાજથી કહ્યુ કે પ્રુથ્વી માતાને રત્નો પાછા ધરી દે. સાગરે નમસ્કાર કર્યા અને રત્નોનો ભંડાર લઈને આગળ ઋષિકુમાર અને પાછળ પરાજિત થઈ શરણે આવેલા સાગર પ્રુથ્વી માતા પાસે આવ્યા. સાગરે રત્નો પ્રુથ્વી માતાના ચરણે ધર્યા, ઋષિકુમારને જોઈ પ્રુથ્વી માતાનુ હ્ર્દય થંભી જાય છે. દીકરાને ખોળે લઈને આંસુથી નવરાવે છે. છાતી સરખો ચોપે છે. અને પૂછે કે તુ કોણ છે? ઋષિકુમાર કહે મારુ નામ અગત્સય છે. મા મારી પાસે પંડીતાઈ નથી, શુરવીરતા કે વૈભવ પણ નથી, પણ મા મારી પાસે તારી ભક્તિ છે એ ભક્તિએ જ આ કાર્ય થયુ છે. મારી પાસે નિષ્ઠા ,શ્રધ્ધા અને પ્રેમપૂર્વકની તારી ભક્તિની શક્તિ છ બીજુ કંઈ નથી,મહાપુરૂષોએ વિશ્ર્વમાં અશક્ય વસ્તુને પણ શક્ય બનાવી છે.