Guru shisyano athak parishram - tapashadhana Prev Next Index

-:શ્રી ગુરૂ-શિષ્યનો અથાક પરિશ્રમ-તપસાધના:-      પરમ પૂ. સદગુરૂદેવશ્રીએ પણ ઉમાપુરીના આ ક્ષેત્રમાં રહીને અનેક માનવોના જીવનમાં જે અંધારુ હતુ તે ઉલેચીને પ્રકાશ પાથરી દીધો. એમાં શ્રી તરભોવનભાઈના પરમ પૂ. ગુરૂદેવશ્રીની સેવામાં હાજર રહેતાં. પૂજ્ય ગુરૂદેવશ્રીની પ્રસંશા અને ઉતમ ભક્તિના પ્રતાપે ઘણા મુમુક્ષો અને ઉમાપુરીની આજુબાજુથી ઘણાં સંતો-ભક્તો ત્યાં દર્શનાર્થે આવવા લાગ્યાં. પરમ પૂ. ગુરૂદેવશ્રીએ વાળીનાથજી ભગવાનને બાજુમાંથી શ્રી ભગવતી ચામુંડા અને વિઘ્નહર્તા શ્રી ગણેશજીનુ સ્થાન નિહાળ્યું. જેમ નરસિંહમહેતાએ ભગવાન શંકર પ્રસંન્ન થઈને સહ દેહે પ્રગટ થઈ વૈકુટમાં ભગવાનશ્રી ક્રુષ્ણની રાસલીલાનાં દર્શન કરાવ્યાં, તેમ પરમ પૂ. સદગુરૂશ્રીના સાનિધ્યમાં મા ભગવતી ચામુંડા અને વિઘ્નહર્તા ગણપતિજી સ્વયંભૂવ પ્રગટ થઈને પરમ પૂ. ગુરૂદેવશ્રીને દર્શન આપ્યાં, અને એમના ભક્તશ્રી ત્રૈભોવન ભાઈને પણ દર્શન આપ્યાં. કારણકે વિશ્ર્વમાં હિન્દુ સંસ્કૃતિમાં ગમે તે દેવ સ્થાનોમાં વિઘ્નેશ્ર્વહરાય ગણપતિજી અને પવનપુત્ર શ્રી હનુમાનજી અને આધશક્તિ મા ભગવતી તો હાજર હોય છે. પરમ પૂ. ગુરૂદેવશ્રીએ આ દેવોની સ્થાપના બાજુમાં કરી છે. અને આવા રળિયામણા સ્થાનમાં અને પરમ પૂ. ગુરૂદેવશ્રીની નિશ્રામાં એ વખતનો માલધારી સમાજ આજુબાજુથી આવીને ડેરા-તંબુ વસાવી દીધા. કારણ કે જ્યાં સંતપુરૂષોનો વાસ હોય ત્યાં જંગલી જાનવરો કે જંગલી વ્રુતિના માણસો હેરાન કરી શકતા નથી, માટેજ માલધારીઓના નેસડા ત્યાં વસ્યા છે અને મા ભગવતી ચામુંડા અને વાળીનાથ ભગવાનની તેમના કુળ દેવતા માની ત્યાં રહેવા લાગ્યાં, કુળદેવતા એટલે કુળમાં સુખશાંતિ સુલેહ સ્થાપે, અને પોતાની શ્રધ્ધા ભક્તિથી અને મહાપુરૂષોના વચનથી વંશમાં પણ વ્રુધ્ધિ થવાથી શ્રી વાળીનાથ ભગવાન અને મા ભગવતી ચામુંડાના સ્થાને આવા ઉમાક્ષેત્રમાં ઘણા માણસો આવી વસવાટ કરવા લાગ્યાં.