Shri tarabhovan moyadav ni shardhdha bhakti Prev Next Index

-:" શ્રી તરભોવન મોયવડાવની શ્રધ્ધાભક્તિ ":-      શ્રી ત્રિભોવનભાઈ માલધારી શાખે મોયડાવ હતા શ્રી ત્રિભોવન(તરભોવન)મોયડાવ શ્રી ગુરૂદેવના મહાન ભક્ત હતા તેમના નામથી એ ગામનુ નામ તરભ પડ્યું. સંત સેવાના પ્રતાપે નામ અમર બન્યું છે. તેમના કુળદેવ શ્રી ચામુંડા માતા છે, વર્ષો પછી પણ હાલના સંજોગોમાં રબારી સમાજ કુળદેવી શ્રી ચામુંડા અને કુદેવતા(ઇષ્ટદેવતા) શ્રી વાળીનાથ ભગવાનને શ્રધ્ધાપૂર્વક માને છે. ભક્તરાજ શ્રી તરભોવન મોયડાવ શ્રી ચામુંડા માતના પરમ ભક્ત અને ચામુંડા માતા તેમના કુળદેવી હોવાથી તેમના દર્શાનાર્થે રાજસ્થાનમાં આવેલ સુંધામાતાના શરણે અવારનવાર જતાં, ઘણા સમય નિયમ રાખ્યા પછી જ્યારે શરીર વૃધ્ધાવસ્થાએ પહોંચ્યું ત્યારે,માતાજીને વિનંતિ કરી કે હે મા મે ઘણીવાર આપના દર્શન કર્યા છે. અને તે અર્થે અહીં સુધી આવ્યો પરંતુ હવે આપ મારી સાથે પધારો કારણ કે હુ આવી શકુ તેમ નથી, ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમાર ગુરૂદેવ શ્રી જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે. અને તે વાત તમાર ગુરૂદેવશ્રી જાણે છે. તેઓ સમર્થ યોગી પુરૂષ છે. ભક્તરાજ તેમના સ્થાને પધાર્યા અને પૂજ્ય ગુરૂદેવશ્રીના દર્શન કરવા ગયા, તે પહેલાં પરમ પૂ. વિરમગિરિજી મહારાજશ્રીને સમાધી અવસ્થામાં ભગવાનશ્રી વાળીનાથ શ્રી ચામુંડા માતા શ્રી ગણેશનાં દર્શન થયાં. મોયડાવ ભક્તે આવી પૂજ્ય બાપુને વાત કરી, બાપુશ્રીએ એ પુરાતન ભૂમિમાંથી મૂર્તિઓ બહાર કઢાવી અને સ્થાપના કરી આજે પણ આ સમાજ આ પવિત્ર સ્થાને આવી શ્રધ્ધાપૂર્વક-દર્શન માનતા વગેરે કરે છે. અને શ્રધ્ધા ભક્તિ અને નિષ્ઠાથી સેવા કરે છે. તેમજ આ સ્થાનને ગુરૂગાદી તરીકે પરંપરાથી માને છે.ગુરૂગાદી એટલે શિષ્ય અને ગુરૂદેવ(મહાપુરૂષ)નો આત્મિય સબંધી ભાવનાનુ આદર્શ સ્થાન, શિષ્ય સેવક ગણ પરમાત્માને સાકાર સ્વરૂપે શ્રી સદ્દગુરૂ તરીકે શ્રધ્ધાપૂર્વક માને, તેમની આજ્ઞા પરમાત્માની પવિત્ર વાણી સમજીને જીવનમાં ઉતારે, પોતાનુ શ્રેય શુભસ્થાન તેજ શ્રી ગુરૂગાદી(ગુરૂદ્રાર) આ સબંધ દ્રઢ થાય ત્યારે જીવ ઉતમ ગતિને પામે છે. અને આત્માનંદમાં સમૃધ્ધ બને. એક માલધારી છોકરો સમ્રાટનો પુત્ર બની જાય છે. આ વાતને જાણી એના સબંધે કરીને આપણો પ્રકૃતિ પુરૂષથી પરબેઠા છીએ. ભક્તરાજ શ્રી ત્રિભોવનભાઈ, રબારી પૂજ્ય શ્રી જીવરામગિરિજી સતી શ્રી નાથબાઈ સતી શ્રી માલબાઈ એમને પરમ વંદનીય સદ્દગુરૂશ્રીએ કેવા શ્રેષ્ઠ અનુભવો કરાવી વૃતિઓને આત્માનંદમાં મસ્ત અને દ્રઢ બનાવી શ્રધ્ધા અને ભક્તિના રંગે રંગાઈને ભવ્ય સ્થાનને ઉજવળ કિર્તિવાન બનાવવા પરવા કર્યા સિવાય રાત દિવસ સેવા અને ભક્તિમાં લાગ્યા રહ્યા, જ્યાં સ્વરૂપ અને સેવક વચ્ચે અરસપરસ આપોઆપ ભાવનુ નિરંતર દર્શન થાય તે પણ સબંધયોગની એક પુનિત ભુમિકા છે. તે શ્રી ગુરૂસેવક ઉપર હક કરે, પોતાનો માની અભિપ્રાય સમજાવે. તેના હિત માટે તેના દેહ ઉપર સંપૂએણ અધિકાર દાખવે. જેમ હાલમાં પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી અને પરમ પૂજ્ય શ્રી ગોવિન્દગિરિજી મહારજશ્રી વચ્ચેનો જે સબંધ છે. આવા આત્મીય શ્રેષ્ઠ સબંધોવાળા મહાપુરૂષો હતા. એવા પરમ પૂ. વંદનીય શ્રી સંતોકગિરિજી મહારાજશ્રી તેમજ પરમ પૂ. શ્રી પ્રેમગિરિજી મહારાજશ્રીનું આત્મિય મીલન હોઈ પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી ની સતત સેવાકાર્યમાં પ્રવૃત રહેતા. પરમ પૂજ્ય સદ્દગુરૂશ્રી ને ખબર હોય છે કે આ સેવક પ્રકૃતિ પુરૂષના સંબંધમાંથી છૂટવા અનને કેવો સાથ આપે છે. આવા સેવકો ઉપર એમની અખંડ અમી દ્રષ્ટિ છે જ. શ્રી વાળીનાથ ધામ પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીની તપ ભક્તિથી દિવ્ય અને દર્શનીય બની રહ્યું છે.દર્શને આવનાર ભક્તોના મનોરથો પૂર્ણ થાય, અને આધ્યાત્મિક શાન્તિનો દિવ્ય અનુભવ થાય છે.તરભની બાજુનું ગામ વાલમ, આ ગામના ભૂલાભાઇ નામના દરજી શ્રી વાળીનાથ અને પૂજ્ય, ગુરૂદેવનાં દર્શન કરવા આવ્યા દરજી ભક્તના મનોરથો પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી જાણી ગયા અને ભક્તને આશીર્વાદ આપ્યા, તે ભક્તને ત્યાં પુત્ર જન્મ્યો,તેનુ વાંઝીયા મેણું ટળી ગયું.પુત્રને લઇને ભક્ત પરિવાર દર્શનાર્થે આવ્યા, દર્શનાર્થે આવેલા ભક્તનો તરભ ગામે વસવાટ કરવા કહ્યું, ગુરૂદેવશ્રી આજ્ઞાને શિરોમાન્ય ગણી ભૂલાભાઇ દરજી પરિવાર સાથે તરભ ગામે આવીને વસવાટ કર્યો પૂજય ગુરૂદેવશ્રી બેસતા વર્ષના પવિત્ર દિવસે દરજી ભક્તોના ઘેર પધાર્યા અને આશીર્વાદ આપ્યા આમ ભક્તો ઉપર પૂજ્ય બાપુશ્રી ભક્તો સેવકો ઉપર અપાર કૃપા દતિ રાખતા, ભક્તો શ્રધ્ધા પૂર્વક મનની મુઝવણો દુર કરતા, આમ મુઝવણ એ પણ એક શ્રધ્ધામાં વધારો કરી પરમાત્મા તરફ ભાવના વધારનાર એક પરિબળ છે જ શ્રી વાળીનાથની જગ્યામાં દિન પ્રતિદિન સેવકો વધારેને વધારે દર્શનાર્થે આવે છે અને લ્ગ્ન્ન-પ્રસંગે નવીન મકાનના વાસ્તુ પ્રસંગે કે મરણ પ્રસંગે શ્રી વાળીનાથ મહાત્માઓની પધરામણી કરાવે છે. શુભ પ્રસંગમાં શ્રી નકળંકની પાટપૂજા થાય છે. અને મરણ પ્રસંગે માળ-પાટ થાય છે. આમશ્રી ન કળંકના પાટનો મહિમા વધ્યો છે. શ્રી નકળંગની પાટપૂજામાં જ્યોત પ્રગટાવી આખી રાત ભજન ગવાય છે. શાસ્ત્રોકત ભજનો થાય છે. સત્સંગ થાય છે. આમ જીવનમાં રબારી સમાજ સત્ંગ- ભજન-ભક્તિથી મુઝવણને દુર કરી આનણ્દમય શ્રધ્ધાપૂર્ણ જીવન ઇવે છે. તે ાઅપણે ચોક્કસ પૂર્ માનીએ કે મનની મુઝવણ એ ભગવાન તરફની એક શ્રેષ્ઠ તમ ભક્તિ ભાવનામાં દ્રઢ બની છે. કરૂણાનિધિ શ્રી વાળીનાથજીએ એવી એક ઉતમ તક આપી છે. એજ આપણી સારી સાધનાની એક શરૂઆત છે. ભગવાનની દયા અને મહાપુરૂષોના તપના પ્રભાવનો ખ્યાલ તો વર્તમાનમાં આવી રહ્યો છે. એ તો દર્શન માત્રના અનુભવ્થી જાણી શકાય છે. જ્યાં સ્થાનમાં ચાર ઇંટૉ જ પડી હોય ત્યાં મંદિરની ભવ્ય પ્રતીભા પ્રસ્થાપિત થાય અને લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય. અને પ્રસાદ તથા ઉપદેશના અમૃતનું પાન કરતા હોય, જ્યાં સાંસારી વ્યાધીઓમાંથી મુક્ત થવાના શુભ ધ્યેયથી હજારો દિન દુઃખીયાની ભીડ જામતી હોય એવા મા ઉમિયા અને કૃપાળુ શ્રી વાળીનાથજી ભગવાનના ધામ નિર્માણ થયા છે. તે પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી તેમજ પરમ પૂજ્ય સ્વામીશ્રી ગોવિન્દગિરિજી મહારાજ સુધીના અનેક દિવ્ય આત્માઓએ રબારી સમાજ ઉપર અપાર કૃપા વરસાવી છે. અને આ સમાજના સેવા, આતિથ્યધર્મ,ૌદારતા, શુરવીરતા જેવા ઉતમ સંસ્કારોને ભલી પ્રકારે જાળવી રાખ્યા છે. મહાપુરૂષોના જીવનમાં દ્રષ્ટિ કરીએ તો લાગે છે કે એમને મા ભગવતી અને પરમ કૃપાળુથી વાળીનાથજી પ્રત્યે કેવો ભાવપૂર્ણ ઉતમ યોગ હશે?
      "ય યથા મામ પ્રયદ્રન્તે તાંસ્ત થૈવ ભજામ્યાહમ."
      જે મને જેવા ભાવથી ભજે છે તેવા ભાવથી હુ પણ તેનુ ભજન કરૂ છું. એ પંક્તિ જાણે અહી સાર્થક થાય છે. આપણે ખુબજ ખુબ અહો ભાગી છીએ. આવા સંત મહાપુરૂષો ના સહવાસમાં આપણે આવી શક્યા. આ મહાપુરૂષો એક અનોખા શિલ્પી છે. એટલે કે કોઇ ખરેખરો એમનો થઈને રહે તો આવા સંતો મહાપુરૂષો તેને નિર્દોષ પાપ મુક્ત બનાવે છે. તો સૂર્ય ઉગ્યા પછી દીવો લઈને બહાર આવવાની શી જરૂર? આપણાથી શું સાધના થઈ શકશે? પણ શ્રી વાળીનાથ ભગવાને સબંધ યોગ મૂક્યો છે અને તે પણ પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રી વિરમગિરિજી બાપુશ્રી તેમજ તેમના દ્રાર નિર્માણ યોગ તેનાથી આપણે સહુને સબંધયોગની પરાકાષ્ટાએ પહોંચવું છે અન્યથા કોઇ અપમાન કરે એ તો સહ્ય છે. પણ સેવાને અર્થેસમાજને અર્થે કુરબાની આપી હોમાઈ ગયા, સર્વે પ્રકારે પોતે જેને સમર્પિત બન્યા અને ગમે તેવા પ્રસંગમાં ઉપેક્ષાનો ભોગ બન્યા હોય તોય એમના હ્રદયનો પ્રેમ કે વાણીની મીઠાશ મુખારવિન્દનો ઉલ્લાસ કે સેવાનો થનગનાટ કોઇ સંજોગોમાં ઓસર્યા નથી પણ પણ વધતાં જ ગયાં છે. આવા નિર્દોષ બુધિના મુલ્યવાન સત્વથી શોભતુ મહાસંત મહાપુરૂષોનું ચૈતન્ય મંદિરના મંગલમય રહસ્યને આપણે સમજીએ તો જ આપણે સાચા ભક્ત કહેવાઇએ, સાધકના જાગૃત સ્વરૂપનું જોડાણ એ સબંધ એ વ્યવહારિક,માસિક, આધ્યાત્મિક, આત્મબુધ્ધિની પ્રીતીએ કરીને મહાપુરૂષોનો સબંધ યોગ દ્રઢ થાય છે. અનંત બ્રહ્માડોના બધીજ જીવકોટિ અને ઇશ્ર્વરકોટીના પરમ તત્વ એક સદ્દગુરૂ છે. ખરેખર પરમ સર્હદય સ્નેહી કહેવડાવવાનો અધિકાર એક પરમ પૂજ્ય શ્રી સદ્દગુરૂદેવશ્રીને જ છે.જેનો પ્રેમ નિસ્વાર્થ છે. જેનું વાત્સલ્ય અનુપમ છે. જેની કરૂણા નિરપેક્ષીત છે. જેનું સુખ અબાધિત છે. જેની શાન્તિ ચિદાકાશની છે. જેનો આનંદ અવર્ણનીય છે. અને જાત કજાત ગુણી અવગુણી વિવેકી કે ભ્રષ્ટાચારી સદાચારી એ સર્વના પ્રત્યે એકધારી પ્રેમની ધારા જ વહાવે એને પરમમિત્ર જાણવા એની દ્રષ્ટિમાં કેવળ એક દિવ્યતા છે. નિર્ભેળ સુંદરતા છે. સામસામો વ્યક્ત થતો ભાવ ભગવાન ભગવાનને નિહાળી ર્હ્યા છે. કેવી પરમ સુખદાયક એ અવસ્થા?
      કોઇ વ્યકિતએ માથા ઉપર વજન ઉપાડ્યું હોય ત્યારે તેનો તેને ભાર લાગે છે. ધર્મ,વૈરાગ્ય,જ્ઞાન,ભક્તિ આદિ અનંત કલ્યાણકારી ગુણો ધારણ કરવા છતાં મને તેનો કિંચિત ભાર લાગતો નથી, મારી ઇન્દ્રિઓની વૃતિઓ પંચ વિષયમાંથી પાછી વળી જાય છે. પંચ વિષયનો કોઈ સંકલ્પ થતો નથી. આવી શ્રેષ્ઠ ઉપાસનામાં દ્રઢ મનોવૃતીવાળા મહાપુરૂષો ચિદાકાશમાં રહેલી ભગવાનની મૃર્તિના દર્શન અનુભવનું ઉતમ સુખ લઈ રહ્યા છે.
      એકવાર પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારાજ તરભ ગામમાં પધાર્યા અને એક ચૌધરી શાખે ચોડ હતા, શ્રધ્ધાવાન અને ભક્ત હતા તેમજ પૂજ્ય ગુરૂદેવશ્રી પ્રત્યે ઉતમ સેવકભાવ રાખતા હતા. તેમના ઘેર પધાર્યા, ચૌધરીએ ખૂબજ ભક્તિભાવે સ્વાગત પૂજન કર્યુ. જતાં સમયે ગુરૂદેવશ્રીએ પોતાની ઝોળી અને દંડો મને આપ્યો અને કહ્યું કે જ્યારે હું ફરિવાર જન્મ લઈને આવુ અને માગુ ત્યારે જ આ ઝોળી અને દંડો મને આપજે ત્યાં સુધી સાચવજે આમ આજ્ઞા કરી આશીર્વાદ આપી શ્રી વાળીનાથજીના સ્થાનમાં પધાર્યા, તેમને સ્વધામ જવાનો સમય થયો એ સમયે પરમ પૂજ્ય પ્રેમગિરિજી તેમ જ પરમ પૂજ્ય સંતોકગિરિજી અને અન્ય ભક્તોને ઉપદેશ આપતાં દિવ્ય વાણીથી કહેવા, આ ઉમાપુરી નગરી, આ શ્રી વાળીનાથજીનો દરબાર કે આ માલધારીઓના નેસડા તે મને કંઇ જ દેખાતુ નથી પણ ચિદાકાશમાં જ્યાં તેજ છે. ત્યાં જ હું બિરાજુ છું. મારા દિવ્ય સ્વરૂપ દ્રાર તમને સૌ ભક્તોને એવા દિવ્ય પ્રકાશયુક્ત તમે સૌ દિવ્ય છો એવા ભાળુ છું. આ ઘોડાઓ, ગાયમાતાઓ, વસ્ત્રો,આવાસો સૌ સેવકો ભક્તો બધા જ નિર્ગુણ અને દિવ્ય છે.એટલે હું પોતે ભગવાન શ્રી વાળીનાથજીનો છું અને તમે સૌ શ્રી વાળીનાથના જ છો. એટલે સૌ એક સદ્દગુરૂશ્રીના પરિવારનાજ છો, એવુ કોણ સમજી શકે.? જે વિશ્ર્વના હિતમાં એકાકાર છે. એવા પરમ પૂજ્ય શ્રી સદ્દગુરૂદેવશ્રી જ હોઇ શકે.
      ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી અર્જુનને આજ રહસ્ય સમજાવે છે.
      ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેષ્ર્વરમ"
      સૃહદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાન્તિમૂરછતિ"૨૯" (અધ્યાય-૫, કર્મ સન્યાસયોગ, શ્રીમદ્દ ભગવતદ્દગીતા.)
      ભાવાર્થઃ (એ મનુષ્ય) યજ્ઞો અને તપના ભોક્તાઓ એવા સર્વલોકના મહેશ્ર્વર અને સર્વ પ્રાણીઓના મિત્ર એવા મને જાણી શાન્તી પામે છે એટલે જ પ્રશાંત બ્રહ્મ સિવાય બીજુ કાંઇ નજરમાં આવતુ નથી કેવળ એક વાસુદેવ જ દ્રષ્ટિ ગોચર થાય છે સંત શ્રી કબીર સાહેબ કહે છે કે સંતો પરમાત્માની જ મૂર્તિઓ છે સ્વામી સહજાનંદની સભામાં વિધ વિધ પ્રકારની મૂર્તિઓ હતી અને વિવિધ પ્રકૃતિ પણ હતી, છતાંય શીજી મહારજે સર્વને એક બ્રહ્મની મૂર્તિઓ છે,એમ કહ્યું. આમ અહીં કોઇ ભેદની દ્રષ્ટિ રહી નહિ. ભગવાન મહાવીર સ્વામીએ એમના ભક્તિસુત્રમાં છત્રીસ હજાર પ્રશ્ર્નો પૂછ્યા છેવટે સ્વામીએ કહ્યું કે તમે પ્રતિક્રમણ કોને કહો છો? મહાવીર સ્વામીએ જવાબ આપ્યો કે પ્રતિક્રમણ એટલે આત્માની ઓળખાણ.જેને જેને પરમ તત્વની ચૈતન્યની પુરેપુરી ઓળખાણ થઈ હોય એવા પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય મહાપુરૂષોનો ઇતિહાસ છે.
      સમર્પિત સેવકનુ સર્વોપરી સાધન ફક્ત ભગવાનની સદાય હરપળ સ્મૃતિ છે. કોઇ પણ વિપરીત પરિસ્થિતિ કે પ્રસંગે એ જપયજ્ઞના બળનો સહકાર લે છે. પ્રભુ સ્મરણણી શક્તિનો સહારો લે છે. એ મિઠાસ કદાપી જવા દેશે નહિં ખરેખરા સમર્પિત સેવકને બીજુ કશું નજરમાં આવતું નથી. એની દ્રષ્ટિમાં એક પ્રભુની કરૂણા જ વર્ષી રહી હોય છે. પોતે ચોવીસ કલાક પ્રભુમય રહે છે. સૌ સુખી થાઓ. એવી મંગલમય કામના કાયમ રાખે છે. પરમ પૂ. શ્રી વિરમગિરિજી મહારાજશ્રી, પરમ પૂ. પ્રેમગિરિજી, પરમ પૂ. સંતોકગિરિજી, પરમ પૂ. શ્રી ગુલાબગિરિજી, પરમ પૂ. નાથગિરિજી, પરમ પૂ.જગમાલગિરિજી, પરમ પૂ. ભગવાનગિરિજી, પરમ પૂ. મોતીગિરિજી, પરમ પૂ.શંભુગિરિજી, પરમ પુજ્ય હ્રિગિરિજી,પરમ પૂજ્ય સૂરજગિરિજી, પરમ પૂજ્ય બળદેવગિરિજી વગેરે સંતોએ પરમાત્માની પ્રાપ્તીના માર્ગનાં દર્શન કરાવ્યાં છે. સમર્પિત ભાવ કેવળ સ્વરૂપને આધીન હોય છે. જેટલો સ્વરૂપ મહિમા, સબંધનો મહિમા તેટલો જ સમર્પિત ભાવ દિન પ્રતિદિન વધતો જ રહે છે. જેટલી મહાપુરૂષ તરફ શ્રધ્ધા વધારે. એમની ઉતમ રહેણી કરણીને જેટલી ભાવથી નીહાળીને જેટલા એમના લીલા ચરિત્રોના ગુણગાન ગાઇએ, એટલો સમર્પિત ભાવ દ્રઢ રહેવાનો જ જગતમાં જે લૌકિક સમર્પિત ભાવ દેખાય છે. એવોજ એક સ્નેહભાવ કે સમર્પિતભાવ મહાપુરૂષોની સાથે આત્મિયભાવ રાખીશું તો જ પ્રત્યક્ષ જે સ્વરૂપ છે. એનો ખરેખરો આનંદ આવશે.
      એના સ્વરૂપને નિર્દોષ જાણવું, કામ, ક્રોધાદિ દોષ ટળી જાય રે.....
      કપટ રહિત થઈ જીવ સોંપે, એ તો જીવનો શિવ બની જાય રે......
      ધન્ય ધન્ય આવા સંતને રે ......
      એમ આપણા જીવનો શિવ બને એ ખરેખરો મહાપુરૂષોનો સંગ કર્યો કહેવાય કે ખરેખરૂ સેવન કર્યું કહેવાય પણ મહાપુરૂષો આપણા જ કોઇ દોષનું પ્રકૃતિનું સ્વભાવનું અહંમનું કે પ્રાણની ભૂખનું દર્શન કરાવવા આપણી મનીનતાનું ખંડન કરાવવા કંઈક ચરિત્ર કરે કે ત્યારે એમના વિષે મનુષ્યભાવ કે માઈકાભાવ પરખીએ અને ધમ-પછાડા કરીએ તો આપણે એ પ્રસંગને ગુમાવી બેસીએ છીએ. પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રી ના એ પુનિત સમયમાં પરમ પૂજ્ય ભક્તરાજ શ્રી મોયડાવ ત્રિભોવનભાઇ રબારી પ્રાતઃ સ્મરણીય શ્રી જીવારામગિરિજી પરમ વંદનીય માલભાઇ પરમ વંદનીય નાથબાઇ આ સર્વ વર્ષો સુધી સેવા સાધના તપ અને ગુરૂ ભક્તિ દ્રારા સત્સંગથી હઠ, માન, ઇર્ષાને તજીને શ્રી વિધ વિધ પ્રકારે ઘણી સેવાઓ કરીને જીવનને ઉજવળ બનાવી દીધુ એ તો આપણે જાણીએ છીએ, માટે જેવો સમાગમ એવું જ સેવન અને શ્રેય હોય છે.
      આધ્યાત્મિક માર્ગમાં સર્વ રોગની એક જ દવા છે. સંત સમાગમ અને સેવન, જેના વિષે આ ગ્રંથમાં વર્ણન કર્યું છે. તેવા સાચા સંતનો મહિમા અવર્ણનિય છે. અમુલ્ય છે. મહા-પુરૂષો તો કહે છે કે ગિરનાર ઉપર જેટલા ઝાડ છે. તેટલા કલ્પવૃક્ષ હોય જેટલા પથ્થરો હોય એટલી પારસમણી હોય ધરતી ઉપર જેટલા મકાનો હોય તેટલા સોનાના મહેલ તો તે સર્વને બાળીને પણ આવા સંતોનો સમાગમ કરી લેવા જેવો છે. અને તેવુ જ એક અનુભવીએ કહ્યું કે...
      પારસ ઔર સંતમે બડો અંતરો જાણ,
      એક લોહાકો સોના કરે, એક કરે આપ સમાન,
      એક પારસથી પારસ બને એક પારસથી હોય હેમ... સમાગમ સંતનો... મીરાંબાઈ સામાની ગમને પારખવી એટલે સમાગમ સામાને સમયની સાથે સબંધ છે.આ સમયે આ પળે આ ઘટનામાં મને ગમ પડી જ જવી જોઇએ. મને જે હાલ મળ્યા છે. એ સદા દિવ્ય પ્રત્યક્ષ મૂર્તિઓ ભગવાનનું સ્વરૂપ છે. મોક્ષના દાતા છે તો સંત પાસે સંકલ્પ રહિત થઈને એમાં જોડાઇ જવાય એ કહેવાય સાચો સમાગમ પણ એ નથી સમજાતુ એટલે જ ધમાધમ થાય છે.
      પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારજશ્રીએ પોતાન શિષ્યો અને ભક્તોને બોલાવી પાસે બેસાડીને કહ્યું કે હવે મારો સમય પૂરો થતો હોવાથી પરમાત્માના ધામમાં મારે જવાનું છે. મારો તેમનો આખરી ઉપદેશ છે. તેનું તેમ પૂર્ણ રીતે પાલન કરજો. રેમી-ઘોડી લાડકી ગાયને સાચવજો, પ્રેમ પૂર્વક પ્રભુ ઉપાસના કરજો, ભક્તો-સેવકોને આદર પૂર્વક આવકારજો, સંતો સૌ ભાઇચારાથી રહેજો, એકબીજાને માન-સન્માન આપજો. વડીલ સંતોની પૂજ્ય ભાવે સેવા કરજો, આમ દિવ્ય વાણીથી ઉપદેશ આપી ધૂણીની ઉતર દિશામાં ગયા અને ઓમકારના ઉચ્ચાર સાથે એક ચિતથી સ્થિર ઉભા ર્હ્યા, ભક્તો સંતો પૂર્ણ ભાવુકતાથી બે હાથ જોડીને સ્થિરતાથી આ દષ્યનાં દર્શન કરી રહ્યા છે. મંદમંદ સુગંધિત વાયુ પ્રસરવા લાગે છે. આકાશમાં દેવો દ્રારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી રહી છે. જય જયકારના નાદ સંભળાય છે. તે સમયે પૃથ્વીમાતા પૂજ્ય ગુરૂદેવશ્રીને પોતાના પુનીત સાનિધ્યમાં સમાવી લે છે. આકાશમાંથી ધીમા સ્વરે ઓમકારનો નાદ સંભળાય છે.