-:"પરમ પૂજ્ય મહંતશ્રી સંતોકગિરિજી બાપુ"૨":-
આ પવિત્ર ગામ તરભની ભોમકાને મહાન પ્રયાગરાજ સમાન ધાર્મિક
બનાવીને પરમ પૂજ્ય સદ્દગુરૂદેવ શ્રી ઘણા વર્ષો સુધી સતસંગ દ્રારા મુમુક્ષોને આનંદ આપીને
જે રેમી ઘોડી અને લાડકી ગાયની પણ ભેટ આપી આવો ત્રિવેણી સંગમનો યોગ કરાવીને પરમ પૂજ્ય
સદ્દગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારાજશ્રીએ જીવત સમાધિ લીલી, તેઓશ્રીની પ્રગટાવેલી અખંડ-ધૂણી,
રેમી ઘોડી, લાડકી, ગાય તપવૃક્ષ રાયણ, અને શ્રી વાળીનાથજી ભગવાનનું સ્થાન પૂજ્યભાવે
સ્થાપિત કરીને ભક્ત સમાજને સમર્પિત કર્યું. જે સમાજના કલ્યાણ માટે સમર્થ અને સજાગ છે.
પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રીના શુભાશીર્વચનથી શ્રી વાળીનાથ ક્ષેત્ર ભવ્ય ઉજ્જવળ કિર્તીવાન
રીતે દે દિવ્યમાન છે. એ આપણી નજર સમક્ષ પ્રત્યક્ષ પૂરાવા રૂપેશોભે છે જ. વર્તમાન સમયમાં
પણ અનેક ભક્તોની કઠીન મનોકામનાઓ પૂર્ણ કરનાર શ્રી વાળીનાથજી ભગવાન બીરાજમાન છે તે આવા
મહાસમર્થ મહાપુરૂષોના કરૂણારૂપી આશીર્વાદનો પ્રતાપ છે જે ભક્તોની શ્રધ્ધા અને નિષ્ઠાને
પૂષ્ઠ કરે છે. આ પવિત્ર શુંભ સ્થાન વિષે બે મહાપુરૂષો દિવ્ય સાધનાની અમર જ્યોતને દેદિપ્યમાન
રાખનાર પરમ પૂજ્ય શ્રી પ્રેમગિરિજી મહારજશ્રી અને પરમ પૂજ્ય શ્રી સંતોકગિરિજી મહારાજશ્રીને
બિરાજમાન હતા. પરમ પૂજ્ય પ્રેમગિરિજી બાપુશ્રી તેમના પરમ પરમ પ્રિય શિષ્ય શ્રી પરમ
પૂજ્ય શ્રી સંતોગિરિજી મહારાજશ્રી મહંતશ્રી તરીકે જવાબદારી સોંપીને દેશ પ્રેદેશમાં
પરિભ્રમણ કરતા રહેતા હતા. પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રી વિરમગિરિજી મહારાજશ્રીની સાનિધ્યમાં
હતા. ત્યારે પણ તેઓએ પણ તેઓશ્રી ગુરૂશ્રી આજ્ઞાથી ભક્તોના હિતાર્થે સૌરાષ્ટ્રના પ્રવાસ
દરમ્યાન પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રેમગિરિજી મહારાજને કાઠી દરબાર ભક્તે રેમી ઓલાદની ઘોડી
ભેટ આપેલી, જેના વંશની ઘોડીઓ વર્તમાનમાં પણ ગુરૂસ્થાનની શોભા છે.
પરમ કૃપાળુ ભગવાનશ્રી વાળીનાથજી દયા અને કરૂણાના સાગર
છે. જેમ સુર્ય સહુને એક સરખો પ્રકાશ આપે છે. એમ ભગવાન વાળીનાથ ક્ષેત્રમાં એવોજ પ્રકાશ
સહુને સરખો મળે છે. પ્રભુની કરૂણા અને દ્યાદ્રષ્ટિમાં ભેદ ક્યાંથી સંભવી શકે? પ્રાણીમાત્રના
સનાતન માવતર ભગવાન અને સંતો છે. એમની અસીમ કરૂણા સૌ ઉપર એક સરખી જ વર્ષી રહી છે. એમને
મન કોઇ ભેદ નથી, પણ વણ ખેડેલી ધરતી કરતાં ખેડેલી ધરતી જેમ ધાર્યા ફળ આપે છે. અને ધાર્યા
ફળ આપે છે. તેમજ ભગવાનના નિર્મળ સંતના યોગમાં હોવા છતાં પણ જેવી અને જેટલી સાધકની ઉત્કૃટ
ભાવના રૂચિ તેવી અને તેટલી જ એને પ્રાપ્તી થતી હોય છે. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટનો એક
વખતનો પ્રથમ વક્તા એડમંડ બર્ક આમતો શિશુકાળથી જ તોતળો હતો, એના સહાધ્યાયીઓ એની મશ્કરી
કરતા અને કટાક્ષમાં કહેતા પણ ખરા કે વકૃત્વ સ્પર્ધામાં તું પ્રથમ ઇનામ મેળવવાનો એ સમયે
તો એડમંડ શરમથી માથું ઝુકાવી દેતા... પણ એ ભાવનાશીલ હતો. એના દેહ ઇન્દ્રીઓ ભલે પાગળાં
હોય પણ એની ભાવનાઓ ઉત્કૃષ્ટ હતી. એની રૂચી બળવાન હતી. એણૅ મનોમન નિર્યણ કરી લીધો કે
મારે ઇંગ્લેન્ડના સર્વોત્કૃષ્ટ વક્તા બનીને પાર્લામેન્ટને ચોક્કસ ગજાવીશ. આ સરૂચિનો
નિરધાર કરીને હતાશા અને નિર્માલ્યતાની લાગણીને ખંખેરી એ કટિબધ્ધ થયો. પોતાના રૂમમાં
એક મોટો અરિસો મુકાવ્યો અને એકાન્તમાં એ અરીસા સામે ઉભા રહીને એણે થોથરતી જીભે કલાકોના
કલાકો સુધી વકતૃત્વ કળાની આરાધના શરૂ કરી, શરૂઆતમાં એની જીભ ખેંચાતી પણ એ હિંમત હાર્યા
નહિ. એણે એ સાધના ચાલુ જ રાખી. અને ધીરે ધીરેએની જીભ થોથવાતી બંધ થઇ, હાવભાવ સાથેની
વાકપટુતા એને સિધ્ધ થવા માંદી આવી સુંદર શરૂઆતથી એની હિંમત ખુબજ વધી ગઈ,એ સુંદર વક્તા
બની ગયો. અને એક વખતનો મશ્કરીને પાત્ર હાસ્યાપદ એવો એડમંડબર્ક પાર્લામેન્ટના સભ્ય તરીકે
ચૂટૈ પણ આવ્યો, પાર્લામેન્ટમાં પ્રથમ વક્તા તરીકેની તેની ગણના થતી. જ્યારે પાર્લામેન્ટમાં
તે પ્રવચન કરવાના હોય ત્યારે તેને સાંભળવા લોકોનાણ ટોળાં ઉમટતાં ઉત્કૃષ્ટ રૂચિ અને
મક્કમ મનોબળ કેવુ ઉતમ ફળઆપી શકે છે એનું એડબંડબર્ક ઉદાહરણ છે.ભાવના અને રૂચિ ઉતમ રાખી
એડમંડે જો સ્વપ્રયત્ને આ સિધ્ધી હાંસલ કરી શકે તો પછી સગુણ નિગુણ ઐશ્ર્વર્યના ધારક
સંતો શુ ના કરી શકે? દુર્લભમાં દુર્લભ એવા આ સંત સમાગમના બળે સંતો પણ જેવું ધારે તેવું
કરી શકે છે. આવા સંતોએ સુખ શાન્તી અને આનંદના માર્ગે લઇ જવા આપણા માટે ખુબજ મહેનત કરી
છે તો આપણે પણ આવા સંતો સાથે વિપરીત સંજોગોમાં પણ સરૂચિ કોઇ દિવસ છોડવી નહિ. આપણે ગમે
તેટલો પ્રયત્ન કરી એને દેશકાળે કરીને કદાચ નિષ્ફળ જઈએ. છતાંય એ ભાવનાને અને ખેવનાને
અંતિમ ધ્યેય પ્રાપ્તિ સુધી છોડીએ નહિ. આ પ્રકારની સરૂચિને સાકાર કરવા ભગવાનશ્રી કૃષ્ણે
શ્રી અર્જુનને બહુજ બોધ આપ્યો છે. અને અર્જુને પણ ભયંકર પરિસ્થિતિમાં પણ પરમાત્મા પ્રત્યે
પોતાની સરૂચિ છોડી નથી. આવી ગુરૂ-શિષ્યની શુરવીરતા હોય છે આ સરૂચિ અને શુરવીરતાનો અવિભાજ્ય
સબંધ હોય છે. સરૂચિ વિનાની શુરવીરતા જડ છે. અને શુરવીરતા વિનાની સરૂચિ પાંગળી હોય છે.
પણ શિષ્ય સદ્દગુરૂદેવનું શરણ લે અને પ્રાર્થના કરે અને સદ્દગુરૂજીની આજ્ઞામાં વર્તે
તો પંગુ પણ પર્વત ચડી જાય. એ વાત નિશંક છે. કોઇપણ ક્ષેત્રમાં જેમણે સાધનામાં કંઇ પણ
મેળવ્યું છે. એવા પુરૂષોએ સદ્દગુરૂને અર્થે અવિરત પુરૂષાર્થ કર્યો છે. શ્રી મહાપુરૂષોએ
એમની રીતે, વૈજ્ઞાનીકોએ એમની રીતે, રાજકીય પુરૂષોએ એમની રીતે અવિરત પ્રયત્ન કરીને કુરબાની
આપી છે.
વ્યર્થ અને અધૂરા તત્વોના પાયા ઉપર રચાયેલું આ જગત
એટલે સંસાર, વૃતિઓનો વિલાસ એટલે સંસાર, સદા સુખી થવા ની એ કરામતની કોઇને ખબર નથી. સુખની
શોધમાં, લોકેશણામાં, પુત્રેશણામાં અને વિતેશણામાંથી પ્રેરાઈને સ્ત્રીધન અને માનની પાછળ
સૌની રીતે સંસારના પ્રવાહમાં દોટ મૂકી રહ્યા છે. અને એને પરિણામે પૂર્ણવિરામને બદલે
પ્રશ્ર્નો ઉભા થતા રહ્યા છે. સમાજમાં તો અત્યારે હતાશા,નિરાશા,ઉદાસિનતા,મુઝવણ કે ઉદ્દવેગ
વગર કંઇ દેખાતુ નથી, બીજી બાજું ગામે ગામ રામાયણ,મહાભારત અને ભાગવતની કથાઓ વંચાય છે.
મક્કા અને મદિનામાં હજયાત્રીઓનાં ટોળે ટોળાં ઠલવાય છે. કુભં મેળામાં શ્ર્વાસ લેવાની
પણ જ્ગ્યા મળે એટલી ભીડ થતી હોય છે. વિશ્ર્વના સર્વ પુસ્તકાલયમાં ધાર્મિક ગ્રંથોનો
ભંડાર ભર્યો છે. અને વર્ષો સુધી ઘણા વાંચન પણ કરે છે. પણ સુખી થવાની સાચી કરામતની ખબર
ના હોવાના કારણે જીવો બિચારા દુઃખીઆ જ રહ્યા કરે છે. પ્રયત્નો ખુબ છે. પણ પોકળ છે.
સુખી થવાની રૂચિ સુંદર છે. પણ પાંગળી છે. આપણું જીવન સંતો કરતાં ભિન્ન છે. આપણા યુવા
સમાજ તરફ જોઇએ છીએ ત્યારે લાગે છે કે હતાશા અને ઉદ્દવેગની વ્ચ્ચે એનું જીવન પસાર થઇ
રહ્યું છે. યુવકોની જીવન રીતી જોઇને દુઃખ થાય તેવી છે. ભાવનાઓ અને સંસ્કારો અદ્ર્શ્ય
થઈ ગયા છે. સારા વિચારો કે સંસ્કારિક પ્રણાલિકાઓનો એમને ખ્યાલ જ નથી. પશું થી પણ નીચી
કક્ષાએ આજે યુવક માનસ જઈ રહ્યું છે. સમાજ તરફ જોઇએ છીએ ત્યારે એમને જ લાગ્યા કરે કે
કરૂણ કહાનીઓનું દર્શન હવે વર્તમાન પત્રોના પાને પાને જોઇ શકાય છે. કોઇ ધ્યેયલક્ષી જીવન
હોવું જોઇએ. ધન્ય છે. આવા સંત મહાપુરૂષોને કે આવી કરૂણ હાલતમાંથી સમગ્ર માનવ સમાજને
સદાને માટે ઉગારવા એમણે સંત સમાગમને સેવાનો અદ્દભુત માર્ગ ચિંધ્યો એના બદલામાં આવા
મહાપુરૂષોએ આપણી પાસે શી અપેક્ષા રાખી એમનો વારસો રાખનાર અને પ્રકૃતિ પુરૂષ સુધીનું
જગતમાં એમને મન રાખનાર પડીકાં જ છે. એમને આપણે શું આપી શકવાના છીએ તપ કરી શકીએ એવા
આપણા દેહ રહ્યાં નથી ધ્યાન કરી શકીએ એવું આપણું મન રહ્યું નથી. યોગ કરી શકીએ એવી આપણી
ધીરજ રહિ નથી. સ્મરણ કરવા લાયક સ્થિરતા નથી. આપને વામન છીએ સંતો વિરાટ છે. સંતો આપણી
પાસે એટલી અપેક્ષા જરૂર રાખે છે કે આપણે એમના યોગમાં રહી માત્ર રૂચિ સારી રાખીએ. શ્રી
કૃષ્ણ પરમાત્માએ અર્જુન પાસે પણ એટલી જ અપેક્ષા રાખી હતી, અને કહ્યું હતું કે...
કલૈબ્યમ મા સ્મ ગમઃપાર્થ નૈતત્વચ્યુપ પધતે"
ક્ષુદ્ર હ્રદય દૌર્બલ્યં, ત્યકત્વોતિષ્ઠ પરંતપ"૩" ગીતા અધ્યાય-૨ સાંખ્યયોગ.
ભાવાર્થઃ-હે પાર્થ તુ કાયર ના થા તને આ ઘ ટતું નથી, હે પરમ તપ હ્રદયની આ તુરછ દુર્બળતા ત્યજી દઈ તું ઉભો થા(શ્રીમદ્ ભગવદ્દગીતા અધ્યાય બીજો)
પરમ પૂજ્ય મહંતશ્રી સંતોકગિરિજી મહારાજશ્રીએ પરમ પૂજ્ય
ગુરૂદેવશ્રીની સમાધી બનાવી. ગિરનારની યાત્રા કરી, શ્રી વાળીનાથ ધામનો મહિમા અખંડ બનાવ્યો,
પરમ પૂજ્ય શ્રી પ્રેમગિરિજી બાપુશ્રીએ અને પરમ પૂજ્ય શ્રી સંતોકગિરિજી બાપુશ્રીએ સ્થાન
માટે ભવ્ય પરિશ્રમ કર્યો સાધકો અને મુમુક્ષોની સારી સેવા કરી એમણે સમગ્ર ભારત ભોમની
યાત્રા કરી ઘણાં સંતોનો સંપર્ક કરી શ્રી વાળીનાથજી ભગવાનના આ પવિત્ર ક્ષેત્રમાં સૌ
સંતોને આવતા કર્યા, અને સૌની સારી સેવા કરીને પોતાનો દેહ પંચ મહાભૂતનો દેહ છોડી બ્રહ્મલીન
થયા.
|