Param pujya mahantshri gulabgiriji bapu Prev Next Index

-:"પરમ પૂજ્ય મહંતશ્રી ગુલાબગિરિજી બાપુ "૩":-



      પરમ ધામમાં પરમ પદને પામ્યા, એ પછી ભવ્ય અને દેદિપ્યમાન પામેલા શુભ સ્થાનમાં મહંતશ્રી પૂજ્ય મહંતશ્રી ગુલાબગિરિજી બાપુ મહારાજશ્રીએ સ્થાનને શોભાવ્યું. અને સ્વામી માનગિરિજી ગુરૂશ્રી શ્યામગિરિજીએ કામભારી તરીકેની જવાબદારી સંભાળી,કોઠારીશ્રી પરમ પૂજ્ય સ્વામીશ્રી મહંતબાપુશ્રી તથા પરમ પૂજ્ય કોઠારીશ્રી વગેરે સંતો સાધકો, ભક્તો, ગાય માતાઓ અને ઘોડીઓ વગેરેની સારી સંભાળ રાખતા, રબારી ભક્તો પણ સંસ્થા સથે સારો સંબધ નિભાવતા,સેવા કરતા કરતા સૌ સદ્દગુરૂદેવશ્રીએ ચિંધેલા માર્ગને વફાદાર રહેતા, પૂજ્ય સંતોની ભાષામાં સેવા એટલે ધર્મ પૂજ્ય સંતો સેવાનો મહિમા સેવા દ્રારા વધારતા હોય છે સંતો મા સમાન સ્નેહ આપે છે મા માનવદેહને જ્ન્મ આપે છે.એ દેહમાં માનવતાનો જન્મ સંતો દ્રારા થાય છે.દવાખાનામાંનર્સ સારી સેવા આપે છે. સમયસર દર્દીને દવા આપે છે.એના આરોગ્યની સારી સંભાળ રાખવી પ્રેમથી હસીને તેનું દર્દ દૂર કરવા પ્રયત્ન કરવો.એ એની ફરજ છે.એ વ્યવસાયથી પ્રેરાઇને સેવા કરે છે. પણ મા અભણ હોય કાલીઘેલી વાણી હોય છતાં તેની મામતા ઉતમ છે. તેથી વહાલભર્યો તેનો હાથ ઘણી દવાઓનું કામ કરે છે.એના સ્પર્શથી જે શાન્તિનો આનંદ થાય એ પેલી પધ્ધતિસરની સેવા કરનાર નર્સ દ્રારા નહિ થાય શું ખૂટે છે? ખૂટે છે માત્ર અંતરનો પોતપણાનો ભાવ, સેવા એ કોઇ વ્યવસાય નથી, ઉતમ ભાવના છે. સંતો સેવા કરે છે. આપણીમા જેવી એટલે આપણે ગમે તેવા વિપરિત સંજોગોમાં હોઇએ આપણું મન ભલે ના માનતુ હોય પ્રલયનો અગ્નિ આપણા દિલમાં સળગતો હોય સંતોના સાથે આત્મિય ભાવ રાખવાથી અંતરને ટાઢક મળશે. જરૂર છે. સમર્પણ ભાવનાની,