Samarpan Prev Next Index

-:સમર્પણ:-      પરમ પૂજ્ય મહંતશ્રી ગુલાબગિરિજી બાપુ બહુજ ઉતમ કોટીના મહાપુરૂષ હતા અને પરમ પૂજ્ય શ્રી સદ્દગુરૂદેવશ્રી તેમજ ભગવાનશ્રી વાળીનાથજીને સમર્પિત હતા. સમર્પણ એક ઉતમ અને શ્રેષ્ઠ વ્યવહાર છે, કુટુંબ, સમાજ, દેશ,ધર્મ, દ્યેય માટે પોતાની પવિત્ર ફરજ સમજીને એક યા બીજી રીતે દરેક વ્યકિતએ પોતાની શક્તિ કે કક્ષા પ્રમાણે સમર્પિત થવુ જ જોઇએ, જુનાગઢના એક નવાબે પોતાના કુતરાના લગ્ન માટે મીજબાની આપી તેમાં ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થયો. આણંદમાં પોતાની દિકરીના લગ્ન પ્રસંગે એના પિતાએ લાખો રૂપિયાની નોટોથી મંડપ શણગાર્યા, વરપક્ષે સહેજ માગણી કરી તો એ બધી જ નોટો જમાઇને આપી દીધી. જ્યાં જેમને હેત છે. આસક્તિ છે કે વૃતિનું પોષણ છે. ત્યાં સહુ યોગ્ય કે અયોગ્ય પણ સમર્પણ તો કરવાના જ છે. પરંતુ સારાસારનો વિવેક સંતો-મહા પુરૂષો જ શીખવે છે. આજે વૃતિનો વિલાસ અને એનું નામ જ સંસાર એટલે?
      પૈસો મારો પરમેશ્ર્વરને, પત્નિ મારો ગુરૂ, છોકરાં છૈયાં સંતસમાગમ કોની સેવા કરૂ. પણ જીવના આત્યંતિક કલ્યાણ કે મોક્ષની અપેક્ષાએ જોતાં શ્રી વાળીનાથજી ભગવાનનો સંત સમાજ અને આ પ્રણાલિકામાં જોડાયેલા સંતોએ તેમજ વર્તમાન સંતોએ આ સઘળા સમર્પણને એક જ વાક્યથી નિરથક બનાવી દીધું છે. પૂજ્ય સંતોએ કહ્યું કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો કદાચ કદાચ કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ(મોત) બગ્ડ્યુ તો તેમાં શું દળદર ફિટ્યું? એથી એ આગળ સંતો કહે છે કે આ જીવોઅ વળો છે. જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે તેના અર્થે કેવો ઉધમ પરિશ્રમ કરે છે, અને જ્યાં કાયમ રહેવાનું છે, એવા મોક્ષધામ અર્થે કોઇ ઉતમ ઉધમ પરિશ્રમ કરતો નથી. આમ જીવન મોક્ષ આંત્યંતિક કલ્યાણની દ્રષ્ટિએ સર્વ સમર્પણ વ્યર્થ બની જાય છે. સાથી? સંતોએ એનું સમાધાન આપતાં કહ્યું છે કે આ જીવને આ દેહરૂપ જે ડગલો ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે.અને ક્યારેક તો અન્ય જાતિમાંથી ઉત્પન્ન થાય છે. તથા ચોર્યાસી લાખ યોનીમાં પણ દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિષે પોતાપણું માને છે. અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને છે તે મુર્ખ જીવને પશુ જાણવો. ચોર્યાસી લાખ જાતિમાં જે પોતે પોતાનાં મા બાપ, ભાઇ-બહેન દિકરા-દિકરીઓ, પતિ-પત્નિ છે.છતાં તેઓ સગપણ સ્નેહ વ્રતનો ધર્મ એકેય પાળતાં નથી તેવા અહમ મમત્વનો ઘાટ કેમ કરીને ટળશે? અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે. ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે. આમ અહીં લૌકિક સમર્પણ તો સર્વથા ખોટુ ઠરે ને? જીવના કલ્યાણને અર્થે કરેલુ સમર્પણ એજ સાચુ સમજ પૂર્વકનું સમર્પણ છે. મહાપુરૂષો સ્પષ્ટ સમજાવે છે. અને તે સ્વરૂપને તો તમે પણ જૂઓ છો. પણ તમારામાં સમજવા પરિપૂર્ણ આવતુ નથી. સંતો કહે છે કે અમે બોલીએ છીએ ભગવાનના ઘેર બેઠા બેઠા જ બોલીએ છીએ. તમે પણ ત્યાંજ બેઠા છો. અમે તો એમજ માનીએ છીએ. આ વાતને દ્રઢ કરાવતાં સંતો કહે છે કે જેવી શ્ર્વેતદીપમાં સભા છે. તે જેવી ગોલોક-વૈકુઠલોકને વિષે સભા છે. તેથી પણ અમે તો સત્સંગીઓનીસભાને અધિક જાણીએ છીએ. અને સર્વ સંતોને અતિશય પ્રકાશયુક્ત દેખીએ છીએ. કહેવાનો અર્થ એવો છે કે પ્રગટ સંતો છે. એમના સબંધે સહ ભગવાનના ઘરના જ છીએ. આપણે સૌ ચૈતન્ય સ્વરૂપ છીએ દેહ અને દેહની સૃષ્ટિ એ આપણું સાચુ સ્વરૂપ નથી, ચૈતન્ય સ્વરૂપ કે આત્માના આકારે વર્તવુ એજ આપણૉ સાચો સ્વધર્મ બની રહે છે. આમ દેહ અને દેહસંબધી સર્વે વાતો વૃથા છે. ત્યાં સાચા સંતોની શબ્દપોથીમાંથી સમર્પણ શબ્દ કાયમના માટે વિદાય લઈ લે છે.
      આપણે સૌ ભગવાના સેવક છીએ. આ દેહ, મન, બુધ્ધિ-ચિત અને અહંકાર એ સૌ ભગવાનનાં છે. ભગવાનનું ભગવાનને અર્પણ થાય એ તો સહજ વ્યવહારીક બાબત છે. જે જેનું તે તેના માટે જ વપરાય, તેમાં આપણે શુ સમર્પણ કર્યુ કહેવાય? એટ્લે શ્રી વાળીનાથ ભગવાનના સેવકગણ અને પૂજ્ય સંતોના જીવનમાં સમર્પણ શબ્દ સ્થાન નથી, સાચા સંતનું જગત કેવળ પ્રભુમય જ હોય છે. ભગવાનના પારદર્શક સ્વરૂપ સમાન સંતોનો યોગ થયા પછી સેવકના માટેતો મૂળવૃતિના પોષણને બદલે ભગવાનના સંતોના અર્થે સમર્પણ ભક્તિથી કરાયેલી સેવા એ જ એના જીવનનો સહજ પ્રભાવ બની જાય છે. પણ સેવકે પોતે કંઈક સમર્પણ કર્યૂં છે. એવું એને ભાન હોય તો કંઈક બદલાની અપેક્ષાની ગણતરી હોય તો હીરામાં પીળી છાંટ(દાઘ) રહી જાય એમ એની સેવામાં મૂલ્યમાં પણ ખામી રહી જાય છે. કરૂણાનિધી ભગવાનશ્રી વાળીનાથજી તો કાંઇ કોઇ પ્રદાર્થથી રાજી થતા નથી, પ્રકૃતિ પુરૂષ સુધીના પ્રદાર્થો અને ક્રિયાયોગો જેને મન ઢુંઢાના વેપાર સમાન છે. એમને આપણે શું અર્પણ કરી શકીશું? તેથી એક ભજનમાં કહ્યું છે કે..
      શું છે. મારી કને જે સમર્પુ તમને.
      તોય તમે સર્વસ્વ તમારૂ સોંપી દઈ કર્યું છે. અમારૂ.
      રાંક બની રતન જાળવવુ છેમ પ્રભુ..
      આમ આપણું શું છે. તે પ્રભુને આપીએ? છતાંય દિલની સાચી ભાવના અને વફાદારીપૂર્વકના ભક્તિભાવથી ભગવાનનું સર્વસ્વ માનીને યત્તકિંચિત પણે આપણે અર્પણ કરીએ એજ આપણા સમર્પણની શરૂઆત છે.