Param pujya shri jivaramgiriji Prev Next Index

-:।। પરમ પૂજ્ય શ્રી જીવારામગિરિજી ।।:-



      પરમ પૂજ્ય મહંતશ્રી ગુલાબગિરિજી મહારાજનાં પુનીત સમયે વિસનગરમાં લલુતરા શાખના રબારીને ઘેર એક દિવ્ય આત્માએ જ્ન્મ લીધેલો હતો, આ માનવ દેહધારી પુણ્યાત્મા પરમ પૂજ્ય જીવારામ ભગતના નામથી ઓળખતા હતા, પૂજ્ય જીવારામ બાપુનો જન્મ થયો તે સમયથી માના ધાવણનો ત્યાગ કર્યો હતો, પરમ પૂજ્ય જીવારામ ભગત નાનપણથી જ ગૌમાતાની સેવા કરતા અને કાયમ સમાધિભાવમાં રહેતા, સદા આનંદી એવા પરમ પૂજ્ય જીવારામ ભાગવત, વેદો, ઉપનીષદો, પુરાણો, રામાયણ, ગીતા, વગેરેનું સારૂ જ્ઞાન ધરાવતા પૂજ્ય ભગત ગૃહસ્થાશ્રમમાં રહિને એક મહર્ષિ સમાન દિવ્ય જીવન જીવતા, તેમને સંતાનો પણ હતા, સંતાનો મોટા થયા, ત્યારે તેમને એક મહાન દિવ્ય સદ્દગુરૂદેવનાં દર્શન થયાં. આ ઔલૌકિક એવા મહાન સંતને ગુરૂપદે સ્થાપી વિધિસરના સન્યાસી બન્યા. અને કુટુંબની રજા લઈને શ્રી વાળીનાથ ધામમાં આવી, અન્નનો ત્યાગ કરી, મહંતશ્રીની અનુમતિ લઈ જપતમાં લીન બન્યા, અને સ્વામીશ્રી જીવારામગિરિ એવુ નામ ધારણ કર્યું, પરમ પૂજ્ય, જીવરામગિરિજી મહારાજશ્રી પરમ પૂજ્ય મહંતશ્રી ગુલાબગિરિજી બાપુશ્રી સાથે શાસ્ત્રોની ચર્ચા અને સ્તસંગ કરતા, દિવ્ય ધુણીની ભસ્મ લગાવતા મંદિરના તમામ સંતો તેમને પૂજ્ય ભાવે માનતા, તેમનું ઋષિ-મુનિ સમાન જીવનકર્મ અનુસરવા યોગ્ય હતું, એકવાર પરમ પૂજ્ય જીવરામગિરિજીબાપુ તરભ ગામમાં ગયા અને ચોડ શાખના ચૌધરી પટેલના ઘરમાં પધાર્યા, ચૌધરી પટેલ પૂર્ણ ભાવે સ્વાગત કર્યૂમ અને આનંદ સાથે કંઈક માગવા આગ્રહ કર્યો, ત્યારે બાપુશ્રીએ કહ્યુંકે મારા જોળી-દંડો આપો, ચૌધરી ભક્ત બાપાને ઓળખી ગયા, અને તરત જ ભાવા વેશે જોળી-દંડો આપ્યા,બાપાએ આશીર્વાદ આપ્યા, લોકોને ચારેબાજુ ખબર પડી ગઈકે પરમ પૂજ્ય વંદનીય જીવરામ પૂ.શ્રી વિરમગિરિજી બાપાના બીજા અવતાર છે. લોકો તેમના દર્શને ઉમટ્યા,આવા મહાન તપસ્વી દિવ્ય પુરૂષ પરમ પૂજ્ય બાપાએ વાળીનાથ ધામમાં જીવતા સમાધી લીધી, જે હાલમાં પણ દર્શનીય છે. શ્રી પરમ વંદનીય પૂજ્ય મહંત શ્રી ગુલાબગિરિજી બાપુ અને પરમ પૂ. સ્વામીશ્રી શ્યામગિરિજી બાપુશ્રી વાળીનાથજી ભગવાનની અને મઠની અને સંતો તેમજ ગૌમાતા સારી સેવા કરી દેહને પંચ મહાભૂતમાં વિલિન કરી સમાધિષ્ઠ થયા.