Param pujya mahan shri nathgiriji bapu Prev Next Index

-:।। પરમ પૂજ્ય મહંતશ્રી નાથગિરિજી બાપુ ।।૪।।:-



      પછી પરમ પૂજ્ય મહંતશ્રી નાથગિરિજી બાપુશ્રી ગાદીએ બિરાજ્યા. અને પરંપરાગતમાં મઠની ધુરા સંભાળી લીધી. સંત પરંપરા પ્રમાણે જે સંત મહંત તરીકે ગાદીએ બિરાજે એ બહુ વિવેકી અને ઉપર જણાવ્યા પ્રમાણે સમર્પણ ભાવથી જગમાંજીવો સાથે બહુ જ કળથી કામ લેનાર હોવા જોઇએ. એજ રીતે પરમ પૂજ્ય શ્રી નાથગિરિજી બાપુશ્રી એ પણ આવી સુંદર કળામાંથી કામ લીધું જે કક્ષામાં જે સ્થિમાં જીવ વર્તતો હોય એ જીવ પાસે એ જ રીતે એટલી જ સેવા એવી સેવા એ આપે કે ના આપે કોઇ સમર્પણ કરે કે ના કરે પણ પોતાના સાથે હેત રહે આ એકજ ભાવના, ભગવાન અને સંતોજ આવી અખંડ ભાવના રાખતા હોય છે. તેથી તો સાચા સંતો જીવની કક્ષામાં પોતે જઈને, કોઇને માન આપીને, કોઇને જ્ઞાન આપીને, કોઇને જમાડીને, કોઇના મનોરથો પૂરા કરીને એની સાથે હેત પૂર્વકનો વ્યવહાર કરતા હોય છે.
      સંતોએ જગતને બોધ આપ્યો છે કે પોતાની આવકનો દસમો,વીસમો ભગવાનને અને સંતો તેમજ ગરીબો અને અન્ય પ્રાણીઓને અર્થે વપરાય તો જ લક્ષ્મી પ્રવિત્ર થાય, ભૂડાં પ્રારબ્ધના મેલ ધોવાય અને નિર્મળ સંતો સાથે હેત થાય, એજ માટે જ ભગવાનને અને પૂજ્ય સંતોએ આવી સેવા લેવાનો ઠરાવ કર્યો છે. આજે સ્થૂળ સમર્પણ અને પોતાને શ્રેયાર્થે દરેક ગૃહસ્થ સેવકની આ પરમ પવિત્ર ફરજ છે. અરે સંતો તો ત્યાં સુધી કહે છે કે ગૃહસ્થ દસમો,વીસમો ધર્માદાનો કાઢે તો એને દવાખાનું અને કોર્ટના ચક્કર મટિ જાય છે ભગવાન તેની લક્ષ્મીને ખોટી વેડફાવા નહી દે વ્યવહારના દુઃખ દુર કરવા માટે સંતના આશીર્વાદ માગવાની જરૂર નહી પડે આપ મેળે જ આશીર્વાદ પ્રાપ્ત થશે.
      જીવ માત્ર અપેક્ષાનું મૂર્તિમાન સ્વરૂપ છે જ પણ જીવદશા જ એવી છે કે સેવકો ભગવાનના પરમ સંતો પાસે અપેક્ષા રાખવાના જ છે.એ કરશે થોડું પણ વધારે બદલાની આશા રાખશે જ. પરંતુ એવા કપરા સંજોગોમાં પણ પરમ પૂજ્ય મહંતશ્રી ગુલાબગિરિજી બાપુશ્રીએ જે આધ્યાત્મિક બોધ કર્યો હશે તેના ફળશ્રુતિરૂપે પરમ પૂજ્ય નાથગિરિજી બાપુશ્રીને જે આધ્યાત્મિક બોધ કર્યો હશે,અને તેથી કરીને પરમ પૂજ્ય નાથગિરિજી બાપુશ્રીનો પુનિત સમય ધન્ય છે. રબારી સમાજને એવખતના જમાનામાં રૂપિયો તો મોટા ગાડાના પૈડા જેવો ગણાતો છતાં અને એ વખતે માલધારી સમાજ જંગલમાં પડી રહેનારો વર્ગ છતાંય શ્રી વાળીનાથજી ભગવાનની અવિરત સેવા પરાયણતાના કારણે મઠમાં મકાનોનું બાંધકામ શરૂ કરી મઠને સુંદર બનાવવામાં સારો ફાળો આપ્યો. અને નવું બાંધકામ કરીને લોકોના હૈયે પ્રેમસંપાદન કર્યો અને એ કામ લગભગ વિક્રમ સંવત ૧૯૦૦ ના સમય ગાળામાં કરેલું.