Musalaman bai shri nathbai Prev Next Index

-:।। મુસલમાન બાઇ શ્રી નાથબાઇ ।।:-      પરમ પૂજ્ય શ્રી નાથગિરિજી બાપુને મઠની સેવામાં સહકાર આપનાર મહાન સંતોમાં પરમ પૂજ્ય શ્રી જગમાલગિરિજી મહારાજશ્રી અને પરમ પૂજ્ય સ્વામીશ્રી રેવાગિરિજી બાપુશ્રી મહાન સંત પુરૂષો હતા. અમણે પરમ પૂજ્ય મહંતશ્રી નાથગિરિજી બાપુશ્રીને ખુબજ સાથ સહકાર આપીને સંસ્થાની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. અને એજ સમયમાં પૂજ્ય નાથબાઇ એ ભાલક ગામે મુસલમાનના ઘરે જન્મ લીધો હતો. પૂર્વ જન્મની યોગી અવસ્થાએ પહોંચેલ શ્રી નાથબાઇને ભાલક ગામે પાટના ભજનમાં લીન એવા પરમ પૂજ્ય સંતશ્રીના આધારે પૂર્વ જન્મની ઓળખાણ કરાવી, શ્રીવાળીનાથજીના ધામના પુનિત સંત એવા શ્રી રેવાગિરિજી મહારાજશ્રી પવિત્ર વાણીએ પરમાત્માની ઓળાખ આપી અને પૂજ્ય સાધ્વી નાથબાઇનો સમર્પિત ભાવ જાગૃત થયો. બાર વર્ષની નાની ઉંમરમાં પૂર્ણ ભક્તિ ભાવ , વૈરાગ્ય ભાવ જાગ્યો અને શ્રી વાળીનાથજીના ચરણોમાં નાથ્બાઇએ જીવન સમર્પણ કરવાનો નિશ્ર્વય કર્યો, ખાઇ પીને ઉંમર થાય ત્યારે તો સૌ ભગવાનનો ઓટ્લો અને આશરો શોધે ત્યારે એની સાધના કેટલી સાચી? એ તો ભગવાન જાણે પરંતુ બાળપણમાં વૈરાગ્યના વાવેતર જેના અંતરમાં થયા છે. એવા નાથબાઇનો ઇતિહાસ ભવ્ય વંદનીય છે.
      એકવાર માળપાટ માટે પરમ પૂજ્ય સ્વામી શ્રી રેવાગિરિજી મહારાજ શ્રી ભાલક ગામે પધાર્યા રાત્રી દરમ્યાન નકળંગનો પાટ માંડ્યો, રબારી ભક્તના ઘેર ભક્તોની ભીડ હતી. આખી રાત ભજનની રમઝતા જામી. આ સમયે ભાલક ગામની ૧૨ વર્ષની મુસ્લિમ બાળા દૂરથી જ્યોતનાં દર્ષન કરીને પરમ પૂજ્ય બાપુની અમૃતમય વાણીથી ગવાતા ભજનો સાંભળી રહી હતી. તેનો અંતરાઅત્મા જાગી ગયો હતો. તેની પૂર્વ જન્મની ભક્તિ જાગ્રત બની. વૈરાગ્ય ભાવના પ્રબળ બની, મહારાજશ્રી પાટપૂજામાં અને ભજનમાં મસ્ત હતા, તેમના એક એક શબ્દને નાથબાઇ ગ્રહણ કરતા હતા. સંસારની માયામાં વ્યસ્ત થતાં પહેલાં જ આત્મા જાગી ગયો. મુસલમાન કોમમાં જન્મ લેનાર બાઇ હિન્દુ ધર્મના સંસ્કાર મુજબ પ્રભુ ભજનમાં લીન બન્યા, આખી રાત ભજન સાંભળ્યા, રાત્રીનો ચોથો પ્રહર થયો, પ્રભાતના પ્રહોરમાં જ્યોતને વધાવી પાટ-પૂજાની પૂર્ણાહુતિ કરી, યજમાન ભક્તને તેમજ પાટમાં પધારેલા બધા ભક્તોને આશીર્વાદ આપી મહારાજશ્રીએ વાળીનાથ જવા વિદાય લીધી, ઘોડેશ્ર્વાર થઈ મહારાજશ્રીએ વાળીનાથનો માર્ગ પકડ્યો. શ્રી વાળીનાથનું સ્મરણ કરતા કરતા પૂજ્ય મહારાજશ્રી વાળીનાથ ધામે પહોંચ્યા અને પોતાના નિવાસ સ્થાનમાં સ્નાનાદિથી પરવારીને પૂજાના નિત્યક્રમમાં બેઠા, આ બાજુ ભાલકથી પૂજ્ય મહારાજશ્રીની વિદાય પછી મુસ્લિમબાઇ નાથીબાઇએ શ્રી વાળીનાથની વાટ પકડી, હરિ સ્મરણ કરતાં કરતાં વાળીનાથ આવી પહોંચ્યા, ભાલક ગામમાં લોકોને જાણ થઈ કે મહારાજશ્રી પાછળ શ્રી નાથબાઇ ચાલી નીકળ્યા છે. તેથી લોકો એકત્ર થઈ વાળીનાથ આવી પહોંચ્યા, શ્રી વાળીનાથના ધામે આવતાંજ ભમરા છૂટ્યા, લોકોએ ભાગા ભાગા કરી મૂકી, અને પરમ પૂજ્ય મહંતશ્રીના શરણે ભાગીને આવ્યા, અને મહારાજને પગે લાગી બચાવવા વિનંતી કરી, પૂજ્ય મહંત બાપુએ બધાને આવવાનું કારણ પૂછયુ અને વાળીનાથને પ્રાર્થના કરતાં ભમરા શાન્ત થયા, ભાલકના લોકોએ કહ્યું કે બાપુ તમારી જગ્યાના બાપજી સાથે અમારી એક કન્યા આવી છે. ત્યારે પૂજ્ય મહંતશ્રી બાપુએ ભાલક ગયેલા મહારાજશ્રીને બોલાવી પૂછ્યુ, મહારાજશ્રીએ કહ્યું કે હું તો પ્રભુ સ્મરણ કરતો આવ્યો છું. મને કોઇ ખબર નથી, ત્યારે મંદિરના દરવાજાની બાજુંમાંથી નાથબાઇ બહાર આવીને પૂજ્ય મહારાજશ્રીને નમસ્કાર કરે છે. અને ભાલકથી આવેલા લોકોને કહે છે કે હું તો પ્રભુ ભક્તિથી રંગાઇને આવી છું માટે તમે બધા પાછા જાઓ. હવેથી હું અહીંજ ભક્તિ કરીશ, ત્યારે મહંત બાપુશ્રીએ ખ્યું કે અહી કોઇ પણ સ્ત્રીથી રહી શકાય નહિ. માટે તમે ભાલક પાછા જાઓ અને ત્યાં ભક્તિ કરજો, ત્યારે નાથબાઇ ચમત્કારીક રીતે ભૂમિમાં સમાવા લાગે છે તેમના નામનો જય જયકાર થાય છે. ભક્તિમય વાતાવરણમાં પરમ પૂજ્ય સાધ્વીશ્રી નાથબાઇ જીવતાં સમાધી લે છે. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે. ઓમકારનો દિવ્ય ધ્વનિ સંભળાય છે. આવી વિરલ ઘટનાના દર્શન કરી સૌ ભક્તો વિદાય લે છે. આવા નાથબાઇની સમાધી શ્રી વાળીનાથ ધામમાં સમાધિ ક્ષેત્રમાં પૂજાય છે. એવાં પરમ પૂજ્ય નાથબાઇ માનવ સમાજ માટે વિરલ વંદનીય છે જ. ભગવાનથી બીજો કોઇ પ્દાર્થ અધિક ન જાણતો હોય, તે ભગવાન વિના બીજા સર્વને તુરછ ગણતો હોય, તથા તેની જે પ્રકૃતિ હોય તેને ભગવાન કે સંતો મરોડ આપે, અને પોતાની પ્રમાણે ના ચાલવા દે ને, પ્રકૃતિ હોય તેની વિરૂધ્ધ વર્તન કરાવે અને તે જણ મુઝાય નહિ અને પ્રકૃતિ મરોડે તેમાં કચવાય નહિ ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મુકીને જેમ ભગવા અને સંતો ખે તેમજ વર્તન કરે એવી બે પ્રકારે જેની સમજણ હોય તેની ગમે તવો આપ્તકાળ હોય કુટુંબકે સમાજ એક તરફી હોય પણ ભગવાન કે સંતોનો આશ્રય ના ટળે આવો સેવક જ સંતોને શ્રેષ્ઠ પ્રકારનું સમર્પણ કરી શકે છે. ભગવાન જ્યારે આપણું બધુ જ ઉંધુ પાડતા હોય અને સમગ્ર લાગણી તત્વ હચમચી ઉઠ્યુ હોય એવા વિપરિત અને નિરાધાર અવસ્થાના પ્રસંગોમાં આખા કુટુંબ કે સમાજની વિરૂધ્ધમાં રહી સંતોના સાથે ચાલી નિકળવું એ અતિ વિકટ સમસ્યા હલ કરવી એ નાના છોકરાંના ખેલ નથી. અને એ રૂઢિચુસ્ત જમાનામાં? ઉંડું વિચારીએ ત્યારે એવા સેવકની ઉતમ સમજણનો ખ્યાલ આવે છે કે જેમ આગળ કહ્યું તેમ સેવકના જીવનમાંથી સમર્પણ શબ્દ જ ઉડી જાય છે. સંતો જેટલુ આપણી પાસે લે છે. તેનાથી અંનત ઘણું આપે છે. સંતો પાસે લેના બેન્ક નહિ દેના બેન્ક છે એમને તો અંનતઘણું આપણને આપવું છે અને વર્ષોથી આપ્યું જ છે. પણ આપણને ખ્યાલ નથી તેથી તો દુઃખી છીએ. સંતોને હાથ જોડવા અને પગે પડવું ખુબજ સહેલુ છે. પણ એ કહે તેમ કરવું ઘનૂમ જ કઠણ છે. સંતો કહે તેમ કરનાર સેવક ધન,ધામ,દેહ કુટુંબ એ બધાયનું સમર્પણ કરીદે માથુ આપવાનુ હોય તોય આપી દે અને કહેતો પરમહંસ પણ બની જાય, એથીએ આગળ આ સમર્પણ કે સેવામાં જે કામ નાઆવે કે આડરૂપ હોય તેનો ત્યાગ પણ કરી દે એજ સાચો સમર્પિત સેવક કહેવાય, એને નાતિ જાતિની અવગણના કરીને ફક્ત ભગવાન અને ભગવાનના વહાલા એવા પરમ સંતો શિવાય બીજુ ના ગણકારે જેને ધર્મસિધ્ધ કરવો હોય તેણે પોતાના સર્વસ્વનું સંપૂર્ણ સમર્પણ કરવું પડે. આવા સમર્પણમાં કોઇ શરત હોતી નથી. પોતાના અસ્તિવ કે સ્વમાનનું અહીં રજ માત્ર જાણ પણ રહી શકતુ નથી. આવા જ એક ઉતમ ભાવથી પરમ પૂજ્ય નાથબાઇએ સંતોની સાથે આવી આખો રબારી માલધારી સમાજ અનાદર કરે, એમનું કુટુંબ એક તરફી વિરોધ કરે તોય નાથબાઇ સંતોના સાનિધ્યમાં આવીને જીવત સમાધી લે છે. શ્રી વાળીનાથ ધામ વિષે આજે પણ શ્રી નાથબાઇની સમાધિ દર્શનીય વિધમાન છે. પૂજ્ય નાથબા સમાધિષ્ઠ થયા. ત્યારે હિન્દુ અને મુસલમાનોમાં પરમ પૂજ્ય મહંતશ્રી નાથગિરિજી મહારાજશ્રીનો મહિમા વ્ધ્યો. સેવકો ખુબજ દુર દુરથી પગપાળા દર્શનાર્થે ઉમટવા લાગ્યા, પરમ પૂજ્ય મહંતશ્રી નાથગિરિજી બાપુશ્રીએ સંતો, ગાયો અને ભક્તોની કાળજી રાખી, ભગવાનશ્રી વાળિનાથજીની ઉપાસના કરતાં કરતાં સ્વધામ જવાનો પુનિત સમય થતાં પોતાના લાડીલા શિષ્ય પરમ પૂજ્ય શ્રી જગમાલગિરિજી ને મહંતશ્રી તરીકે ની જવાબદારી આપી. અને પરમ પૂજ્ય રેવાગિરિજી વગેરે સંતોને સદ્ુપદેશ અને આશિષ આપી અમરધામમાં સ્થિર થયા, પૂજ્યશ્રીની સમાધી દર્શનીય છે. શ્રી વાળીનાથ ધામમાં પૂ. સંતો મહંતોની સમાધિઓમાં બિરાજમાન છે.