Param pujya mahant shri jagamalgiriji bapu Prev Next Index

-:।। પરમ પૂજ્ય મહંતશ્રી જગમાલગિરિજી બાપુ ।।:-



      પરમ ાઅદર્શ ગુરૂ પરમ પૂજ્ય મહંતશ્રી જગમાલગિરિજી મહારાજ સમર્પણ ભવનાવાળા આધ્યાત્મિક મહાપુરૂષ દર્શનીય શ્રધ્ધાના સ્થાને બિરાજમાન છે. આધ્યાત્મિક રીતે સમર્પણનો અર્થ સુક્ષ્મતમ અર્થ સ્વ. અર્પણ છે. એ સ્વ. અર્પણનો અર્થ અ-હિતાર્થ છે. ખરેખર આવા મહાપુરૂષોએ ભગવાનનું માનીને ભગવાનના ભાવથી કોઇ પણ અપેક્ષા વગર સબંધવાળા સંતોની સેવા કરી છે. આ ગુણ કેવળ ભગવાન વાળીનાથજીનીને પ્રાણાધાર માનીને સર્વસ્વનું સહજભાવે સમર્પણ કરનાર આ પુરૂષોનું જ આ લક્ષણ છે. ભગવાનશ્રી વાળીનાથજીની પણાલિકાનો છે. અને આવા અનાદિ પુરૂષોનું જ આ લક્ષણ છે. ભગવાનશ્રી વાળીનાથજીને પ્રાણાધાર માનીને સર્વસ્વનું સહજભાવે સમર્પણ કરનાર આ પુરૂષોને આપણે આપણાં મૂલ્યાંકનોથી શૂં મૂલવી શકીએ પણ સેવકનો માર્ગ સરળ બને તે માટે આ પુરૂષો નિમિત બન્યા છે. અને સમાજ માટે એમની એ કેવળ કૃપા જ છે. સમરપણની ભાવના સમજાવતાં સંતોએ કહ્યું છે કે જેના કલ્યાણની ઇરછા હોય તેણે પોતાનાં દેહ,ધન,ધામ,કુટુંબને એ સર્વને ભગવાનની સેવામાં જોડી દેવાં અને ભગવાનની સેવામાં જે પ્રદાર્થ કામ ના આવે તેનો ત્યાગ કરી દેવો એવી રીતે જે ભગવાન પરાયણ વર્તે તે ગૃહસ્થાશ્રમી હોય તો પણ મરે ત્યારે ભગવાનના ધામમાં નારદ સનકાદિકની પંક્તિમાં ભળે અને પરમ મોક્ષને પામે ભગવાનની તો સેવા તો સહું કોઇ કરે પણ એમના ભક્તો માટે આ પ્રકારે એક આત્મિયતાની ભાવનાથી પોતાનું બધું જ સાંયી દઈ જાતે દઉઃખ વેઠીને ભક્તિ ભાવપૂર્વક લાંબા સમય સુધી અહો ભાવથી સેવા કરવી એ સ્વ-અર્પણની સર્વોત્કૃષ્ટ ભાવના વગર શક્ય નથી. મહાપુરૂષો તો પરમ સત્ય જ છે. અને એમને અર્થે જીવવું એજ પરાભક્તિ છે. સાચું સમર્પણ છે. આ સત્યનિષ્ઠાથી જ એમણે ભગવાનને ધન પણ સાંપ્યું મન પણ સોપ્યું અને દેહ પણ સોપ્યો અને કોઇ ચીજ વહાલી ન રાખી તો ભયંકર દેશ કાળમાંય એમણે મીઠાશ જ દરેક અવતાર પુરૂષે અને સંતોએ ભગવાનને પ્રેમ પૂર્વક સમર્પિત થવુ એજ સાચી ભક્તિ કહી છે. આપણો માર્ગ તપશ્ર્વર્યાનો નથી, સાધનાનો નથી. સાધના અને તપશ્ર્વર્યા ઉપર પ્રમાણે જેની કથા ચાલે છે એવા સંતોનો છે. આપણો માર્ગ તો ફક્ત સમર્પણનો છે. વાંદરીના બચ્ચા જેવો નથી, બિલાડીના બચ્ચા જેવા છે. પરમ પૂજ્ય મહંતશ્રી જગમાલગિરિજી મહારાજશ્રીના ગુરૂભાઇ એવા શ્રી વજેગિરિજી અને શ્રી જીનાગિરિજી નામે બે મહાન સંતો સિધ્ધપુર પાસેના બ્રાહ્મણવાડા ગામે પધાર્યા, ભક્તોની ભાવનાથી થોડા સમય માટે ગામમાં રોકાઇ ગયા અને ગામના ભક્તોના સહકારથી સ્વયભૂ શ્રી નિલકંઠેશ્ર્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરી મહોત્સવ કર્યો શ્રી વજેગિરિજી મહારાજે ગામના લોકોને ધર્મ-ભાવના સાથે ઉતમ સંસ્કારો આપ્યા.
      પરમ પૂજ્ય મહંતશ્રી જગમાલગિરિજી મહારાજશ્રીના ગુરૂભાઇ એવા શ્રી વજેગિરિજી અને શ્રી જીનાગિરિજી નામે બે મહાન સંતો સિધ્ધપુર પાસેના બ્રાહ્મણવાડા ગામે પધાર્યા, ભક્તોની ભાવનાથી થોડા સમય માટે ગામમાં રોકાઇ ગયા અને ગામના ભક્તોના સહકારથી સ્વયભૂ શ્રી નિલકંઠેશ્ર્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરી મહોત્સવ કર્યો શ્રી વજેગિરિજી મહારાજે ગામના લોકોને ધર્મ-ભાવના સાથે ઉતમ સંસ્કારો આપ્યા.