Param pujya mahant shri jagamalgiriji bapu Prev Next Index

-:।। પરમ પૂજ્ય મહંતશ્રી ભગવાનગિરિજી બાપુ ।।૬।।:-      પરમ પૂજ્ય મહંતશ્રી જગમાલગિરિજીએ વિક્રમ સંવત ૧૯૧૮માં શ્રી જાળેશ્ર્વર મહાદેવજીનું સુંદર શિવાલય બનાવી પ્રતિષ્ઠા મહોત્સવની ઉતમ ઉજવણી કરી, તેમાં સર્વ સંતોએ અને માલધારી સમાજે મોટા પ્રમાણમાં હાજરી આપી સારી સેવા કરી. સંતોના ઉતારા માટે સંત નિવાસ તેમજ આવનાર ભક્તો માટે અતિથિ નિવાસનું નિર્માણ પણ કર્યુ. એ સમયના પ્રમાણમાં ઘણો સારો વિકાસ કર્યો. રેમી ઘોડી, લાડકી, ગાય,સંતો ભક્તોની સારી સેવા તેમજ સત્સંગ-ભક્તિનું સુંદર વાતાવરણ ઉભુ કરનાર પરમ પૂજ્ય મહંતશ્રી જગમાલગિરિજી મહારાજશ્રી સ્વધામ પધાર્યા, તપ અને શ્રમથી શ્રી વાળીનાથ ધામની પુનિત પ્રણાલિકાને ઉજ્જવળ બનાવનાર મહાપુરૂષની સમાધિસ્થાનમાં સમાધિ દર્શનીય અને શોભાયમાન છે તેઓશ્રી પછી પરમ મહાપુરૂષ પરમ પૂજ્ય મહંતશ્રી ભગવાનગિરિજી ગાદીએ બિરાજમાન થયા, તેઓશ્રીએ પણ મઠ, આશ્રમ,ગૌમાતાઓ સાધુ સમાજને અને પ્રભુને પરાયણ રહીને ખુબજ ઉતમ સેવા કરી.