Athank seva - dharm - kary Prev Next Index

-:અથાક સેવા-ધર્મ-કાર્ય:-      સેવાધર્મ; પરમ ગહનો યોગીનામ પ્યગમ્ય
      અધ્યાત્મિક વિકાસના માર્ગે પામર વિષયી મુમુક્ષ અને મુક્ત એ ચારેય પ્રકારના શ્ર્વ્યાર્થી સાધકો માટે સેવા એક સરળ,સુગમ અને સર્વજન્ય સુલભ માર્ગ છે. પણ એની ભીતરમાં છુપાયેલા અમુલ્ય ચંદ્રમણીના બહુફળદાયીપણાની કિંમત હજુ કોઇ આંકી શક્યું નથી કે સેવાના મૂળભૂત રહસ્યને સાકાર કર્યું. સર્વ શાસ્ત્રોના નિચોડરૂપે એક સુંદર ભાવના વ્યકત કરી. ભગવાનનો ખરો ભક્ત ભગવાનના ભક્તી ભક્તિ કરે છે. સેવા રૂપે ભક્તિ કરવી. એજ સંતોની પરંપરા છે. સંતોએ એક અનુપમ રહસ્યથી ભક્તિરૂપી સેવાનો એક સાચો આદર્શ બતાવ્યો, પ્રભુનાં દર્શન,પૂજા,સેવા,પ્રાર્થના અને સંતોની સુંદર સરભરા એ પરમ ભક્તિ છે. હું પણું છોડીનેસંતો આગળ પોતાનં અસ્તીવ ભૂલી જવું. એમની સેવામય બની જવું. સેવા-ધર્મને સંતોએ ઉતમ માર્ગ તરીકે ઓળખાવી સેવાને ઘણુ મહત્વ આપ્યું છે. સંતોના જીવન તરફ કે તેમના વર્તન તરફ જ્યારે ઉંડાણથી ધ્યાનપૂર્વક જોવામાં આવે ત્યારે જ તેમના ઉતમ ભક્તિભાવને નીરખી શકીએ. એવા શબ્દમાં વિશાળતા, રમણીયતા, માધુર્ય અને પ્રભુત્વ સમાયેલું છે. એમાં અપેક્ષા કે સ્વાર્થનો કોઇ ભાવ રહી શક્તો નથી. સંતોના બતાવ્યા મુજબ સેવા ધર્મથી કરેલી સેવામાં મીઠાશ અને ભક્તિ-ભાવ દેખાશે. જે સેવામાં ભક્તિભાવ નહિ હોય. તે તો માત્ર વ્યવહાર જ ગણાય. લેવડ- દેવડની એક સ્વાર્થી પ્રક્રિયા કહેવાય, આમ સેવાના ખરેખરા અર્થમાં સેવા ના થાય તો સ્થુળભાવ આવી જશે. તો પછી ચૈતન્યભાવમાં વિરામ પામવાની વાત જ ક્યાં રહી?
      ખરેખરીસેવા થાય તો અનંત કાળનાં જે પાપ જીવને વળગ્યાં છે. તેનો નાશ થઈ જાય, અને આ જીવ સર્વ પ્રકારે સુખી થઈ જાય. સેવાથી ચૈતન્યમાં બળ આપે એટલે મનનો અને જીવાત્માનો વિચાર એક થઈ જાય. જડા અને ચૈતન્યની મર્યાદા અને અમર્યાદા વચ્ચેના રહસ્યને જાણી શકાય, એટલે કે વિવેક દ્રઢ થાય અને એના ફળ સ્વરૂપે હૈયુ શુધ્ધ થાય તો ઇન્દ્રીઓ અંતઃકરણ સહજ ભગવાનમય વર્તે, નિર્વિકલ્પ સમાધિનું સુખ અખંડ મળે, ગુરૂ-શિષ્ય જેવું સેવાનુ વ્યસન હોય તો સેવક નિવ્ર્યસની અને ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બની જાય સ્વભાવ રહિત બની જાય, દરેક ચૈત્ય આત્માને પરમાત્મા સાથેના મિલન, સબંધ કે ઐક્યમાં વાસના અને સ્વભાવ મોટો અંતરાય છે. નાત, જાત,વર્ણ આશ્રમ,સગાં સબધીને છોડવાં બહુ રહેલાં છે. ઘણા સાધકો આ બધુ છોડીને હિમાલયમાં તપ કરે છે. પણ એમને ત્યાં હિમાલયમાં પણ વાસના અને સ્વભાવથી છૂટવું અશક્ય છે. એ વાસના અને સ્વભાવ વ્રજસાર છે. સંતો કહે છે કે મહા પ્રલયકાળમાં પણ એમનો વિનાશ નથી થતો સાધનાના અંત પછી પણ એ પુલકિત બની છે. વાસના રહિત બનવું અને સ્વભાવનું પરિવર્તન એતો માત્ર સંતોની કૃપાને આધીન છે. અને સંતોની એવી કૃપા,સેવા-ધર્મને અને એના રહસ્યને સમજીએ ત્યારે જ શક્ય છે. આ સેવા-ધર્મ પ્રણાલિકાના મહાપુરૂષોએ આવું રહસ્ય બતાવ્યું છે. સેવા પાછળ જે ભાવના રહેવી જોઇએ એના આ સંતોએ અહીં સુંદર નિર્દેશ કર્યો છે.
      ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી કે આવા વિરલ સંતોએ કરૂણા કરી અમને આ સેવા આપી છે. એવા અહો ભાવથી સેવા થવી જોઇએ. ખુબ વિચાર કરીશુ તો ખ્યાલ આવશે કે હાડકાં અને ચામડાની કોથળીવાળા માનવ દેહદારી એવા આપણને સનાતન,ચૈતન્ય સ્વરૂપોની સેવા ક્યાંથી મળે. આગીયો જેમ સૂર્ય નારાયણની કલ્પના કરી શકે નહિ. તેમ દેહની માયામાં એક રૂપ થઈ ગયેલા જીવાત્માને ચૈતન્ય રાશિના ધારક એવા ભગવાન શ્રી વાળીનાથજી અને આવા સંતમહાપુરૂષોની સેવાનો અધિકાર ક્યાંથી મળે. સંતોના ઉપદેશ પ્રમાણે કોઇપણ સંજોગોમાં સેવામાં ઉદાશીનતા, બેચેની,કે પરાણે શબ્દો ના જ આવવા જોઇએ. માંદા હોઇએ, શરીર અસ્વથ હોય, ખુબ થાક્યા હોઇએ. અને મનના માનતુ હોઉઅ એવા પ્રસંગે કદાચ સેવા કરવાની આવે છતાંય અંતરભાવ ના જવો જોઇએ. આવા પ્રસંગોએ ભગવાનની પ્રસન્નતાના અર્થે સેવામાં લાગેલા સેવક પોતાના મનને સમજાવે કે સંતોએ જે સેવા આપી છે. અને મારી ફરજ છે. મારે તેવી સેવા કરવી જોઇએ. દિનદયાળ એવા મહાસંતોની સેવા કરવી તૌ સૌને ગમે છે. પરંતુ આશ્રમમાં રહેલ અશક્ત, અપંગ,દિનઃદુખીયાની સણ્તોના સબંધવાળાની સેવા પણ તેટલી જ મધુર લાગવી જોઇએ. તો જ તે સેવા અંતરની સેવા ગણાય, સાચા ભક્તો તો સામેથી મંદિરની અને એમાં બિરાજેલા સંતો અને એમના સબંધવાળા મુમુક્ષની થાળીઓ સાફ કરવાની તક જતી કરતા નથી. પૈસા ખર્ચીને પણ એવી સેવા મેળવી લેવા ઉત્સુક હોય છે.
      નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો.
      વળી બીજા ભજનમાં કહ્યું છે કે
      સંતો કેવળ બ્રહ્મની મૂર્તિ એ સમજણ દ્રઢ થાએ જો
      દેહ દેહાદિક પદાર્થ સર્વ એની સેવામાં ધન્ય થાએ જો જીવનભર એ માગુ, નિષ્કામ ભાવે સેવા કરવાની હોય છે. માત્ર ભગવાનની કૃપાના અર્થે સેવા કરવાનો ભાવ રાખવો સહેલો નથી. કારણ કે વર્ષોથી ચૈતન્યો અહંમ અને મમત્વ ભાવથી જીવતા હોવાના લીધે અહંબુધ્ધિ હોવાને લીધે મમત્વ બુધ્ધિથી ઘેરાયેલા છે માટે એવા માણસો સેવા કરશે પરંતુ કંઈક અંશે અપેક્ષા રાખશે, કોઇ માનની ઇઋઅછા રાખશે તો કોઇ વળી છીછરાપણાથી છલકાઇ જશે. પણ આવા ચૈતન્યને કયાલ નથી કે તે પોતે કોની સેવા કરી રહ્યો છે? ભગવાન રાજી થાય એ એક ભાવનાથી જ અને સંતો રાજી થાય તો એ સેવા ભગવાનશ્રી વાળીનાથજી અંગીકાર કરે છે. આ શ્રેષ્ઠ ભાવના સિવાય કરેલી સેવા ઇન્દ્રીઓ અને અંતઃકરણના દેવતા ઓજ લઈ જતા હોય છે. માટે સેવા આંતરિક દેવતાને રાજી કરવા ના થાય, જો માનવી કુલાઇ જઈને કહે કે અમારે આટલુ સરસ મંડળ છે. અમે સારા માણસો છીએ. અમે આટલી સેવા કરી, આ વાત વારંવાર કરે. આટલા વખતતો અમોએ સંતોની પધરામણી કરાવી, આટાલા રૂપિયા દાન આપ્યું. એવા ખ્યાલમાં અજ્ઞાનમાં જ રાચવુ એ સાચી સેવા નથી, ધન્ય છે. માલધારી સમાજને કે બધુ ભગવાન અર્થે જ કરે છે. આપણે સેવા કરી હોય ને ઉપેક્ષા થાય ને યશ બીજાને મળે, આપણે સેવા કરતા હોઇએ ને બીજા બેસી રહે કે ટીકાઓ કરતા રહે, ત્યારે જો એ સેવાથી દુર ભાગવાની પ્રસન્ન અર્થે થઈ જાણવી, શાસ્ત્રોની આ એક ઉતમ સમજણ છે. આવુ સ્પષ્ટી કરણ સંતોએ કર્યુ છે. શ્રી વાળીનાથ અખાડાના તપસ્વી સંતોએ અંતઃકરણના સીમાડા જોઇને તે પ્રમાણે ભક્તોને સેવાનો મહિમા સમજાવ્યો છે શ્રી વાળીનાથજી સાનિધ્યમાં જે મહાન સંતો થયા છે. એમનાં દર્શન અને એમની સેવા માટે જન્મોજન્મ સુધી કોટિ તપ કોટિ જળ, કોટીયજ્ઞ, કોટીદાન,કોટીવ્રત કરવાં પડે, શ્રી વાળીનાથજીની કૃપા હોય ત્યારે જ આવા મહાન સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. કૃપા સાધ્ય એવા ભગવાનની પ્રાપ્તિ અર્થે આપણાં સાધન શુ કામમાં આવે? આપણા સાધનોમાંથી એક પણ સાધન ઉતમ પ્રસંગો માટે કામનાં નથી. સાધનોનો અંત આવી જાય ત્યાં સુધી દેહભાવ ભૂલાતો નથી. પરંતુ મહાપુરૂષોની પ્રાપ્તિઅને એમણે બતાવેલ સેવા જ દેહભાવને ઓગાળવા સમર્થ છે. સંતોએ બતાવેલ સેવાનો માર્ગ શ્રેષ્ઠ છે. એ માર્ગથી બીજો માર્ગ ન પકડાય એનો જ ખ્યાલ રાખવાનો છે. કદાચ પ્રસન્નતા અર્થેની ભાવનાથી સેવા ના થાય પણ આપણને એટલી તો ખબર પડે જ કે આ અમારી ભૂલ છે. ગમે ત્યાં કોઇક દૈવ મને સાથ નથી આપતા ત્યારે સુસુપ્તિના ભજન રૂપે રાત્રે અંતઃકરણથી પ્રભુને પ્રાર્થના કરવી જોઇએ કે હે પ્રભુ તારી શક્તિથી તુ મને જેમ જે ભાવમાં રાખીશ તેજ ભાવથી હું મારૂ ધાર્યુ કરી શકવાનો નથી. જેથી તુ મને કાયમ ઉતમ ભાવથી તારા ભજનમાં અને સંતોની સેવામાં કાયમ રાખજે. અને છતાં એ સેવાના એ ભાવથી મને જુદો રાખજે. સેવા કે ભક્તિ જે કંઈ હું કરૂ છું તેનું વિસ્મરણ કાયમ રાખજે ઉતમ કાર્યો કરાવજે. જે તને પસંદ હોય, તારી શક્તિ અપાર છે. પરંતુ હુ ં તને કાયમ ભજતો રહું એના માટે જ તારી શક્તિ મારા ઉપર વાપરજે. તારાથી વિખુટોના પાડતો, હું પામર જીવ છું તું પરમ પ્રકાશમાન પરમાત્મા છે. તેવી સમજણ મારા અંતઃકરણ વિષે કાયમ રાખજે.
      ઘોર અંધકાર હોય પણ સૂર્યનો ઉદય થતાં જ અંધકાર રહી શકે નહિ. એ વાત જૅટલી સત્ય છે. એટલુ જસચોટ અને સઘન આપણુ આ જ્ઞાન છે. ખરેખર અલ્દાબાદની ગટરને ગંગાના પ્રવાહમાં ભળતાં જ ગંગા સ્વરૂપ મળતાં વાર લાગતી નથી તો આવા આ મહાપુરૂષોની સેવાના ફળથી આપણા હૈયાની ગંદી ગટરો ધોતાં ક્યાં વાર લાગવાની? આવા મહાપુરૂષો માટે એક રહસ્ય સમજી રાખવા જેવું છે કે આખુ બ્રહ્માંડ રાજી થાય પણ મહાન સંતો જો રાજી નહિ હોય તો એનો કોઇ અર્થ નથી કદાચ બ્રહ્માડ રાજી નહિ થાય પણ આવા મહાપુરૂષો જો રાજી રાખવા સેવા કરતો નથી, લોકોને રિઝવવાના ભાવથી કથાય ના કરી શકાય, જે લોકોને રીઝવે તે ભગવાનને ના રિઝવી શકે. કારણકે અહીં પણ આપણા અહણ્મનું જ પોષણ થાય છે. સંતો એ ભગવાનનું ગૌરવ છે. સંતો કોઇવાર ગુસ્સે થશે, પરંતુ તેમાં સેવકનું જ કલ્યાણ હશે તેથી ભૂલને તાત્કાલીક બુલ કરીને સંતને શરણે થઈ જવાથી સંતો આશીર્વાદ સાથે શક્તિ આપશે. અને તેથી આ જીવ વહેલો સુખી થઈ જાય, સંતો આપણિ કસોટી કરવા ગમે તે પ્રસંગ ઉભો કરે, પણ સાચો સેવક એ છે કે પ્રકૃતિ પુરૂષ સુધીની સારપ કે માટપને અતિ તુરછ ગણે છે. સાચા સેવકને કોઇ માન આપે કે હાર પહેરાવે કે તેની કોઇ સેવા કરે કે વખાણ કરે તે તેને ગમતુ નથી. તેનો નિર્ણયતો કેવળ એકજ હોય છે કે મારે તો માત્ર આવા મહાન સંતોના આદેશ પ્રમાણે સેવામાં રહીને બધાની સેવામાં જીવન વિતાવવું છે. અને તેથી તેવો સેવક કોઇ સમૃધ્ધિમાં કે માન-મોટપમાં ફસાતો નથી, તેને કોઇનો અભાવ આવતો નથી. જેમ કોઇપણ હરિફાઇમાં ઉતરનારનું એકમાત્ર લક્ષ્ય ધ્યેયની વિજયની રેખાને આંબી જવામાં લીન હોય છે. તમે આવા ખરેખરા સેવક સંતોની પ્રસંસા મેળવીને વહેલી તકે પોતાની નિષ્ઠાથી સેવાનો મહિમા સમજી જીવનમાં ઉતારીને જીવનને ધન્ય બનાવે છે. કોઇ અન્ય સેવકને સંતોએ કંઈ કામ સોપ્યુ, અને તે કામ તેનાથી ના થાય, એવા સમયે એ કામની જવાબદારી પોતે ઉપાડી લે અને કોઇને જાણ પણ ના થાય તે રીતે એ કામ પૂર્ણ કરનાર સેવક સંતોની કૃપા,પ્રસન્નતા,આષિશ મેળવી શકે છે સંતોનો ઇસારો સમજી જાય તે સાચો સેવક કહેવાય, મહાપુરૂષોની પ્રેરણા પ્રમાણે સેવા કર્યે જ જાય છે. સેવા તો દરેક અનેક પ્રકારે કરતા હોય છે. કોઇ પરમાત્માને રાજી રાખવા કોઇ પોતાના સ્વાર્થહેતુને સિધ્ધ કરવા દરેક માણસ કોઇને કોઇ સબંધમાં વણાયેલો હોય છે. તેથી સારપ-મોટપ કે સ્નેહમાં ખેંચાઇને જ સહુ સેવા કર્યે જ જાય છે. ગૃહસ્થને લોભ છોડવોએ મરવા કરતાં પણ કઠણ લાગે માટે ભગવાનની પ્રસન્નતા મેળવવા અર્થેજ સેવા કરે જવી, એજ સજાગ સેવકનું શ્રેય છે.
      પરમ પૂજ્ય મહંતશ્રી ભગવાનગિરિજી મહારાજશ્રીએ એ જ પ્રણાલિકામાં સજાગ રહીને અખાડામાં મહાયજ્ઞની શરૂઆત કરી. ઘણાં સંત મહાત્માઓ અને ભક્તોને યજ્ઞમાં આમંત્રણ આપીને પાવન સંતોના સાનિધ્યમાં મોટો મહામેળો કર્યો હતો એવા પવિત્ર સમયમાં પરમ પૂજ્ય શ્રી રેવાગિરિજી બાપુ સ્વધામ પધાર્યા, એમના એક શિષ્ય શ્રીક્ષ્મણગિરિજી મહારાજ અને બીજા શિષ્યશ્રી ગોકુળગિરિજી હતા.
      આ પવિત્ર મહાયજ્ઞ વિક્રમ સંવત ૧૯૩૦માં કરવામાં આવ્યો આ મહાયજ્ઞમાં વિશાળ ભક્ત સમુદાયે ભાગ લીધો. માલધારી સમાજની શ્રધ્ધા ભક્તિનાં દર્શન અનેરા અને દિવ્ય હતા સૌ ભક્તોએ પ્રસાદ અને યજ્ઞ દર્શન, સંતદર્શન, દેવદર્શનનો અણમોલ લ્હાવો લીધો અને સૌએ પોતાનું જીવન ધન્ય બનાવ્યું આવા મહાન અધ્યાત્મિક મહાપુરૂષ એવા પરમ પૂજ્ય મહંતશ્રી ભગવાનગિરિજી બાપુએ મઠની ઉતમસેવા અને વિકાસ સાથે પોતાના નામને અમર બનાવીને પોતાની જીવન લીલા સંકેલી સમાધિષ્ઠ બનાવ્યા. મહાયજ્ઞની પૂર્ણાહૂતિ પછી જ પોતાના જીવનદીપની પૂર્ણાહૂતિ કરનાર એવા પરમ પૂજ્ય વંદનીય મહંતશ્રી ભગવાનગિરિજી મહારાજશ્રીનો સ્વર્ગવાસ થયો, પવિત્ર સમય સાથે પવિત્ર સેવા કાર્યથી ઉતમ સમય મેળવી લીધો, ધન્ય હો આવા મહાસંતોને કે જેમણે પોતાના જીવનને તો ધન્ય કર્યું સાથે સાથે શિષ્ય-સેવક ગણને પણ ધન્ બનાવ્યા.