-:।। મા સરસ્વતીના ઉપાસક પંડિત હરિ અને હર્ષ ।।:-
આપણા ભારત વર્ષમાં હરિ નામના પંડિત થઈ ગયા,એમને હર્ષ
નામનો મહાન પુત્ર હતો, હિર પંડિત એક દિવસ પોતાના પુત્રને પાસે બેસાડી સમજાવે છે કે
બેટા એટલુ યાદ રાખ્જે કે બાપના નામને દિપાવે તે દિકરો, પિતાના ધ્યેયને વિસ્તારે છે.
એ ઉતમ સંતાન, પોતાના ગુરૂના જ્ઞાનને ઉજ્જવળ કરે તે શિષ્ય, જન્મીને જીવડાની જેમ જીવે
અને મરે પણતેવુ જીવન નિર્થક છે. માટે બેટા હું તો મરવા પડ્યો છું. માટે તારે શું કરવું.
એ જરા સમજી લે. બેટા મારી પાસે ધન-દોલતનો કોઇ વારસો નથી. સચ્ચાઇની મુડી રાખી મૂકી છે.
સંસ્કારનું જે સિંચન કર્યુ છે. તેજ મારી ધન-દોલત છે. આ મનુષ્ય દેહ જે તને મળ્યો છે.
તેને સદ્ુપયોગ દ્રારા સાર્થક કરજે, હું સહી માનવ જન્મ લઈને લોકોને ઇશ્ર્વરાભિમુખ બનાવવા
સુસંસ્કૃત બનાવવાના, ભક્તિ કરી પોતાનો વિકાસ કરવાના પ્રયત્નો કરતો રહ્યો. અને એના ફળ
સ્વરૂપે તારા જેવો પુત્ર-દિકરારૂપે પ્રાપ્ત થયો, મારા ઉતમ કાર્યોની તુ પ્રસાદી છે.
માટે બે વાત ધ્યાનમાં રાખજે.(૧) તુ જે કંઈ બોલે તેને જીવનમાં ઉતારવા અને આચરણ કરવાનો
પ્રમાણિક પણે પ્રયત્ન કરજે. (૨) અને શ્રેષ્ઠ પંડિત બનવા ઉંડાણ પૂર્વકનો અભ્યાસ કરજે.
હું પંડિતના હોવાથી યોગ્ય રજુઆત ના કરી શકવાથી રાજાના દરબારમાં પંડિતો દ્રારા અપમાનિત
થવું પડ્યું એ વાતનું મને દુઃખ નથી, પરંતુ ઇશ્ર્વરના સંદેશાને એના જ્ઞાનને, પ્રભુની
ભક્તિને લોકો આગળ યોગ્ય રીતે રજુ કરી સમજાવી ના શક્યો. તેથી લોક કલ્યાણના કાર્યને હાની
પહોંચી આ ઉણપને તારે પૂરી કરવાની છે. આટલુ કહીને હરિ પંડિત દેહ છોડ્યો. આ હરિ પંડિત
બહુ ભણેલા નબ હતા, લોકો સદાચારથી જીવે અને ભગવાનને ભૂલે નહિ એ માટે લોકોમાં બેસીને
જીવનનું મૂલ્ય સમજાવતા, સર્વ સામાન્ય લોકોને જીવનના આદર્શોની ખબર હોતી નથી, ભારત દેશમાં
અનેક માણસો ભવ્ય અને તેજસ્વી જીવન જીવી ગયા છતાં, એવા લાખો લોકો છે કે આવા મહાપુરૂષોના
જીવન વિષે કશુ જ જાણતા નથી, જ્યાં સુધી લોકોએ આવા આદર્શ જીવનના પ્રસંગો સાંભળ્યા નથી,
ત્યાં સુધી લોકોને આવા આદર્શોની ખબર નથી પડતી અને તેવા સેવા ઉતમ જીવન જીવવાના ધ્યેય
તરફ વલણ હોતુ નથી, હિર પંડિત આવા ભવ્ય આદર્શો લોકો સમક્ષ રજુ કરતા. તે મુજબ જીવન જીવવા
પ્રમાણિક પ્રયત્ન કરતા, સાત્વિક જીવન હોવાને કારણે તેમની જીવન જરૂરિયાતો મર્યાદિત હતી.
પૈસાનો મોહ ન હતા, રાજ્યાશ્રયમાં માનતા ન હતા. સારા દેખાવાનો ડોળ નહતો. પરમાત્મા ઉપર
અતુટ શ્રધ્ધા હતી. અને એ રીતે ઉતમ જીવન જીવતા હતા. ભગવાનની સેવા કરવાના ખોટા ખ્યાલોમાં
રાચનારાઓને હિર પંડિત સમજાવતા કે આપણે ભગવાનની શું સેવા કરી શકવાના? આ શરીર ભગવાને
આપ્યું છે. હાથ પગઃ આંખ,નાક,કાન,વગેરે ભગવાને જ આપ્યા છે.એના જ આપેલા અંગો દ્રારા જ
સેવા તો કરીએ છીએ. જે ફૂલો ભગવાન ઉપર ચડાવીએ છીએ. એજ ફૂલો અને તેમાં રહેલી સુગંધ પણ
ભગવાને જ ઉત્પન્ન કરેલી છે. એણે જ ઉત્પન્ન કરેલુ એને અર્પણ કરીએ છીએ. માટે કર્તવ્યરૂપી
પુષ્પો ચડાવીએ તો કંઈક વિશેષતા હશે. જીવનરૂપી પુષ્પ પ્રભુને ચડાવો ચારિત્ર અને ભગવદ્દભક્તિ
અને પરમાર્થની સુગંધવાળા ઉતમ જીવનરૂપી ફુલોની માળા હરિના ગળામાં પહેરાવો. તો એ માળા
હરિ નહિ તુટવા દે. પરમાત્મા દ્રારા આ દેહનુ દાન મળ્યુ છે. એ દેહના મસ્તકમાં ભગવદ્ વિચારોને
સ્થાન આપો કે હું કોણ? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? એવા જ્ઞાનથી મસ્તકને ભરી દો. અને
જીવનમાંથી લાચારી દુર કરો. માત્ર ગરજ કે પરવા પરમાત્માની રાખો, ખુમારી પૂર્વક સંતોની
સેવા કરો. આવા ઉતમ વાક્યોથી લોકોના મન જાગૃત થતા અને હિર પંડિતને સૌ ભાવથી અને માનથી
સાંભળતા, પરંતુ માનવી વિધિના હાથનું રમકડુ જ છે. વિધિના લેખ પ્રમાણે જ બનતુ હોય છે
હિરપંડિત પણ વિધિના ખેલનું એક રમકડુ જ બન્યા, વિધિની વક્ર ગતિએ હરિ પંડિતને કસોટીના
એરણે ચડાવ્યા. રાજ્યાશ્રિત પંડિતોથી તેમની લોક ચાહના સહન ન થઈ અને પંડિતો હરિ પંડિતને
મહાત કરવાના પ્રયત્નોમાં લાગી ગયા, ઇર્ષાની આગમાં બળતા પંડિતોએ હિર પંડિતને નીચા બનાવવાના
તર્કો શરૂ કર્યો, રાજ્યસભામાં તેમનો ઉપહાસ કરવા લાગ્યા, પરંતુ ધીરગંભીર એવા હિર પંડિતને
બાબતને અવગણવા લાગ્યા, તેથી પંડિતોએ હવે તેમને લોકોની નજરમાંથી ઉતારી પાડવાની યોજનાઓનો
આસરો લીધો. માનવીને ઉતારી પાડવાના બે માર્ગ એક વ્યકિતના શીલ ઉપર કલળ્ક લાગવવું અનૅ
બીજો માર્ગ વ્યકિતને મુર્ખ સાબીત કરવો. પંડિતોએ બીજો માર્ગ અપનાવ્યો ટીખળી ખોરોની એક
ટુકડી બનાવી. હિર પંડિતની સભામાં જઈને તેમને અનેક પ્રકારના પ્રશ્ર્ન્નોપૂછી તેમને મુર્ખ
બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા, અટપટા ને ખોટા તર્કથી ઉભા કરેલા પ્રશ્ર્ન્નોના જવાબ પંડિત
આપી શક્યા નહિ અને તેથી ટીખળીખોરોએ અપમાનિત કરીને તેમને કહ્યું કે તમે પહેલા ભણો અને
પછી જ બીજાને ઉપદેશ આપો તમેજ મુર્ખ છો અને લોકોને કેવી રીતે સમજાવી શકશો હરિ પંડિત
મુઝાઇ ગયા અને જવાબોના આપી શકવાથી તેઓ મુર્ખ છે. એવા પ્રચારો શરૂ થઈ ગયા, સમાજ અજિબ
છે એક દિવસ માણસની વાહ વાહ કરે તો બીજી તરફ તેનું ઘોર અપમાન પણ કરે, આવા વિચિત્ર સમાજના
અપમાનના ભોગ બનેલા હિર પંડિતની લોકપ્રિયતા ઘટવા લાગી, હિર પંડિતને તેનુ દુઃખ ન હતુ,
પરંતુ લોક કલ્યાણના કાર્યને હાની થઈ લોકો સાત્વિક વિચારોથી ચલીત થવા લાગ્યા, અને સ્વાર્થી
કપટિ એવા પંડિતો તરફની વાતોમાં આવી ગયા, તેથી આવા લોકોનું અહિત થતુ જોઇને તેમને દુઃખ
થતુ હતુ. તેમની લોક કલ્યાણની જે ધારણા ખોટી પડી તેનો તેમને આઘાત લાગ્યો અને પોતાના
સુપુત્ર હર્ષને એક સંત મહાપુરૂષને શોભે એક પંડિતને શોભે તેવો સંસ્કારનો વારસો આપી ચિરનિદ્રામાં
પોઢી ગયા, તેમની ઉતરક્રિયા પૂર્ણ કર્યા પછી તેમના સુપુત્ર એવા હર્ષ માતાને પગે લાઈને
કહે છે કે હે મા હવૅ મારે તુ એક જ સર્વસ્વ છે, અને તારે માટે હુ સર્વસ્વ છું મારા પિતાશ્રી
એ મને પંડિત(વિદ્ર્ધવાન) થવાની તેમની અંતિમ ઇરછા જણાવેલી છે. તેથી હવે હું આપની રજા
લઈ કોઇ સમર્થ ગુરૂની શોધમાં જાઉં છું કહીને માની મમતાને છોડીને તે બાળક હર્ષ શ્રી ગુરૂના
ગૃહે પહોચી ગયો, અને ગુરૂશ્રીને પોતાની સંપૂર્ણ રીતે વિદ્રાન થવાની તૈયાર બતાવી ગુરૂશ્રીએ
નાના બાળકની આંખમાં કૃતનિશ્ર્વયતાનાં દર્શન કર્યા અને પ્રેમથી પાસે બેસાડી સાંત્વન
આપ્યુ. ગુરૂઆજ્ઞા મુજબ હર્ષે અભ્યાસની શરૂઆત કરી પૂર્ણ લગનથી અભ્યાસમાં મન લગાવ્યું,
એકજ લગની હતી કે ખુબજ અભ્યાસ કરીને વિદ્રાન બનવું. રાત્રિ-દિવસ અભ્યાસ કરવા લાગેલ હર્ષથી
ગુરૂજી ખૂબજ ખુશ હતા.
અને તેના અભ્યાસ માટેની ભૂખને સંતોષ આપવા લાગ્યા, તીવ્રતા પૂર્વક
અભ્યાસ કરી તમામ રીતે પારંગત બની વિદ્રતા હાંસલ કરી, અને ગુરૂગૃહેથી ગુરૂશ્રીની આજ્ઞા
લઈને રાજ્ય દરબારમાં આવી વીદ્રન પંડિત હર્ષે રાજ્યાશ્રયના પંડિતોને શાસ્ત્રર્થે માટે
પડકાર ફેંક્યો, અને શાસ્ત્રના સિધ્ધાન્તો રજુ કર્યા અને આ સિધ્ધાન્તોનું ખંડન કરીને
પોતાની વિદ્રતા સાબીત કરવા માટે જણાવ્યું જો શાસ્ત્રાર્થે કરવાની હિંમત ના હોય તો પરાભવ
સ્વીકારવા જણાવ્યું. પંડિતો તેની વિજળીના ચમકાર જેવી બુધ્ધી અને વાકછટા જોઇ ડઘાઇ ગયા,તેમણે
કહ્યું કે હે પંડિતજી તમારી ભાષા અમારાથી સમજી શકાતી નથી, તેથી અમે હાર્યા નથી, તમે
અમને સરળતાથી તમારા સિધ્ધાન્તો સમજાવો અને અમે તમારા પ્રશ્ર્ન્નો જવાબના આપી શકીએ તો
અમે હાર કબુલ કરીશું. પંડિતોની આવી વાત સાંભળી પંડિત હર્ષને પોતાની વધુ પડતી બુધ્ધિનો
ભાર લાગવા માંડ્યો. તેને થયું કે મારી વિદ્રતાસભર વાણી જો પંડિતોના સમજી શકે, તો સામાન્ય
માણસતો કેવી રીતે સમજી શકશે? અને પિતાજીને આપેલ વચન પ્રભુ કાર્ય માટે લોકોને જાગૃત
કરવાનું કામ કેવી રીતે કરી શકાશે? તેને પોતાની વધુ પડતી બુધ્ધિમાં દોષ દેખાયો તેને
અકળામણ થવા લાગી. અને મા સરસ્વતીની ઉપાસના શરૂ કરી અને પોતાની ગહન બુધ્ધિને સરળ બનાવવા
પ્રાર્થના કરી, માતા સરસ્વતીએ પ્રસન્ન થઈને તેને કહ્યું કે હે પંડિત આ શાસ્ત્રોના જે
સિધ્ધાન્તો જે પંડિતો નથી સમજી શકતા તે તારા જીવનમાં વર્તનમાં ઉતારીશ ત્યારે એ ગહન
જ્ઞાન સરળ બની જશે. અને સામાન્યમાં સામાન્ય માણસ પણ તારી વાતનૅ સમજી શકશે. માત્ર ઉપદેશ
કે શાસ્ત્રાર્થ કોઇને હરાવવા માટે નથી. તેને જીવનમાં ઉતારવાથી લોકોને સત્ય સમજાશે.
આમ સરસ્વતી દેઈની કૃપા અને જીવનમાં સિધ્ધાન્તો ઉતારવા હર્ષ પંડિત કૃત નિશ્ર્વયી બન્યા,
અર્થ સમજ્યા વિના ઇશ્ર્વરવાદ,ભૌતિકવાદ,સમાજવાદ,દ્રૈત,ાદ્રૈતવાદની
ચર્ચાઓ નિર્થક બને છે. કોરૂ તત્વજ્ઞાન લોકહ્રદયમાં ઉતરતુ નથી. આજે લોકો મોટી મોટી વાતો
કરે છે. પરંતુ જીવન સિધ્ધાન્ત વિહોણુ હોય છે અને તેથી તેમની વાતોની કે ઉપદેશની અસર
થતી નથી. આ વાત પંડિત હર્ષ સમજી ગયા, અને જીવનને સિધ્ધાન્તોથી સભર બનાવ્યું. લોકોને
પ્રેરીત કરે એવું અને સાત્વિક જીવન તેમજ પ્રભાવશાળી સૈધ્ધાન્તિક પવિત્રવાણીથી લોકોનો
હ્રદયમાં પૂજ્યભાવે પંડિત હર્ષ સ્થાપિત થવા લાગ્યા, ઠેર ઠેર લોકો તેમને સત્કારવા લાગ્યા,
પ્રેરક અને સરળ પવિત્ર વાણીથી લોકોને ભગવાનનો ઉતમ મહિમા સમજાવવા લાગ્યા, તેઓ ભ્રમણ
કરતા કરતા રાજા જયચંદના દરબારમાં આવ્યા, ત્યાંની રૈયત(પ્રજા) ની હાલત અને લાચારી જોઇ
તેને દુઃખ થયુ અને રાજાને ટકોર કરી કહ્યું કે હે રાજા મર્દને સ્ત્રીને અસ્ત્ર બનાવ્યું.
એટલે સામાન્ય પુરૂષે સ્ત્રીને હથીયાર બનાવ્યું પરંતુ તમે તો હથીયાર ધારી અસ્ત્રીને
સ્ત્રી અબળા બનાવી કહેવાનો ભાવાર્થ કે પ્રજા રાજાનું બળ છે. એ બળને દુર્બળ બનાવ્યું.
આ ટકોર રાજા સમજી ગયો. તેના વિદ્રતાથી રાજા પ્રભાવિત થયો. જે પંડિતોએ તેના પિતા પંડિત
હીરને પજવ્યા હતા. તે પંડિતોએ પંડિત હર્ષને ઓળખી એમની માફી માગી અને પંડિતોએ કહ્યું
કે હે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ આપના પિતાને અમો એજ હેરાન કરીને તેમના ઇશ્ર્વર પરાયણ કાર્યને
અવરોધ કર્યો. અમે પંડિતાઇના ઘમંડથી જે અશુભ કાર્ કર્યુ છે તે બદલ ક્ષમા કરો. આમ હર્ષ
દ્રારા પંડિતોનું અભિમાન દુર થયું.
મહાપંડિત હર્ષ વેદાન્ત ઉપરે ક અપ્રતિમ ગ્રંથની રચના
કરી. તે ગ્રંથનું નામ "ખંડનખંડખાધ" આ વિશ્ર્વનો અજોડ ગ્રંથ માં સરસ્વતીના વરદાન પછી
લખાયેલો છે. જે પંડિતો દ્રારા તેનું ભાષાંતર થયુ એવા બે પાંચ જ પંડિતો આ દેશમાં થયા
છે. એવો આ ગહન ગ્રંથ ખુબજ વિરલ છે. જર્મન યુનિવર્સિટીના વિદ્રાનોએ ઘણા બધા ઉતમ ગ્રંથોનું
ભાષાન્તર કર્યું છે પરંતુ આ ગ્રંથનું ભાષાંતરકરવા અસમર્થ બન્યા છે. વેદાન્તમાં બ્રહ્મસુત્રએ
કઠણ ગ્રંથ છે. તેનો બીજો અધ્ધાય સહેલો છે. અને તેનો બીજો પાદ તો અતિ સરળ ગણાય છે. આ
અતિ સરળ પાદ આજના એમ. એ. ના વિધાર્થીઓને કઠણ લાગે છે. બ્રહ્મસુત્ર કરતાં વાચસ્પતિ મિશ્રની
ભામતી અતિ કઠણ છે અને એનાથી પણ અતિ વધુ કઠણ ગ્રંથ "ખંડનખંડખાધ" ગણાય છે.
રાજાએ હર્ષના આ ગ્રંથને અલૌકિક કહી, સન્માન આપ્યું.
અને કહ્યું કે હે કવિ આપણો આ ગ્રંથ વિદ્રાનો માટે છે. પરંતુ સામાન્ય માણસને ઉપયોગી
એવા એકાદ કાવ્યની રચના કરો તે વાર્તારૂપે હોય છતાં પણ તેમાં દિવ્ય અને વિશિષ્ટ દષ્ટિ
હોય. મહાપંડિતે નળ દયમંતિના સ્વયંવરની કથા કાવ્યમાં વણી ળીધી આ મહાકાવ્ય એટલે નૈષદા
તે અતિ સુંદર વાર્તા, કલા, તત્વજ્ઞાન, સિધ્ધાન્તો સભર પ્રતિભા સંપન્ન છે. તેમાં આગવી
બુધ્ધિનો ચમકારો છે. પંડિતે કહ્યું કે આપનું આ કાવ્ય અતિ સુંદર છે. પણ દુર્બોધ છે.
પંડિત હર્ષ કહે કે આ કાવ્ય સમજવામાં કઠણ હશે પરંતુ દુર્બોધ નથી. આ બાબત વિવાદાસ્પદ
બની. મા સરસ્વતી આ મહાકાવ્યને માન્યતા આપે તો જ આ કાવ્ય પંડિતો સ્વીકારે એવુ નક્કી
થયું.
કાશ્મીરમાં સરસ્વતીદેવીનું મંદિર હતું. આ જગતના દૈવત
સમા મંદિર વિષે માન્યતા હતી કે કોઇપણ પુસ્તકને આ મંદિરમાં એક રાત્રી અને દિવસ દરમ્યાન
મૂકવામાં આવે તે પુસ્તકને વિષે ખુદ સરસ્વતીદેવી નિર્ણય આપતા, પુસ્તક યોગ્ય હોય પૂરા
સમય બાદ એ પુસ્તક યથાસ્થાનેબ જ રહેતુ અને જો પુસ્તક અયોગ્ય હોય તો રાત્રી દરમ્યાન મંદિર
બહાર ફેકાઇ જતુ, હજારો વર્ષો સુધી ઘણાં ગ્રંથો લખાયા પરંતુ કોઇ લેખક આ મંદિરમાં માન્યતા
માટે પુસ્તકને મૂકતા નહિ. કારણકે પુસ્તક મંદિર બહાર ફેકાઇ જાય તો પુસ્તક અયોગ્ય ઠરે
અને લેખક પોતે હાંસીપાત્ર બને.
હર્ષ પંડિતે આ મહાકાવ્ય માટેની માન્યતા મેળવવા સરસ્વતીદેવીના
મંદિરમાં પુસ્તકને મૂકીને બહાર આસન જમાવ્યુ, પોતાના પુસ્તક વિષે પૂર્ણ વિશ્ર્વાસ હતો.
પરંતુ બીજા દિવસે પુસ્તકને બહાર ફેંકાયેલુ જોયુ. આ દશ્ય જોઇ હર્શ પંડિત ઉભા થયા અને
સ્વસ્થ મન રાખીને પુસ્તકને હાથમાં લઈ મા સરસ્વતીને ઠપકારૂપે પ્રાર્થના કરી કે મા સરસ્વતી
તમે વિધાની દેવી તરીકે યોગ્ય લાગતા નથી, આપની બુધ્ધિ કુઠિ થઈ ગઈ છે. મહાપંડિત હર્ષને
પોતાની બુધ્ધિ ઉપર કેટલો બધો વિશ્ર્વાસ જબરો આત્મવિશ્ર્વાસ, આટલો બુધ્ધિનો પ્રકર્ષ
કે સાક્ષાત મા સરસ્વતીને પણ સંભાળાવી દીધુ કે તમારી બુધ્ધિ હવે ઘરડી થઈ ગઈ છે. આવો
પંડિત હજુ સુધી થયો નથી આખા વિશ્ર્વમાં આ એક અદ્રિતિય ચરિત્ર છે. નિષ્કામ અને નિર્ભય
માણસ જ સાક્ષાત દેવી શ્રી સરસ્વતી માતાને બે શબ્દો કહી શકે. તેજસ્વી બુધ્ધિપૂર્વકની
ગૌરવપૂર્ણ વાણીથી ગ્રંથમાંથની ઉણપને સ્વીકારવાની ના પાડનાર મહાપંડિત ઉપર મા સરસ્વતી
પ્રસન્ન થયાં. અને કહ્યું કે તારૂ આ કાવ્યસુંદર છે. બુધ્ધિપ્રતિભાનો વિલાસ છે. ત્યારે
મહાપંડિત કહે તો પછી આપે આ ગ્રથને મંદિર બહાર કેમ ફેક્યો, ત્યારે મા સરસ્વતીએ કહ્યું
કે અગિયારમાં સર્ગમાં ૬૬ મા શ્ર્લોકમાં વિષ્ણુપત્નિ શબ્દ વાપરીને મારા કૌમાર્યનું અપમાન
કર્યું છે. હું સ્વતંત્ર છું અને એ વાત અનાદિકાળથી વેદોએ પણ માન્ય રાખી છે. બુધ્ધિ,વિચાર,
જ્ઞાન, સ્વતંત્ર રહેવાંજ જોઇએ આ ઋષિઓના આ મૂળભૂત સિધાન્તને ફોક ઠરાવ્યો તેથી મેં આ
કાવ્ય ગ્રંથને મંદિર બહાર ફેક્યુ છે.
હર્ષ પંડિતે મા સરસ્વતીદેવીને કહ્યું કે મા તમને યાદ
છે. એકવાર શાન્ત બેઠેલા છતાં તમારા દિલમાં બેચેનીવળી હૈયા વરાળ હતી, તમે કોઇના બંધનમાં
ના હોવાથી પંડિતો તમને દાસી બનાવી,શુદ્ર સ્વાર્થ અને પેટ ખાતર તમને વેચવા બેઠા હતા.
આવી રીતે તમારો ઉપયોગ થતો જોઇ તમને ખુબ દુઃખ થયુ અને પરમશ્રી હરિ વિષ્ણુનું શરણ સ્વીકારવાની
તમે કલ્પના કરી. આ વાતની દુનિયાને ખબરના હોય. પરંતુ રાત-દિવસ જે તમારૂ ધ્યાન ધરે છે.
તમારી સાધના કરી. તમારા પુત્ર તરીકે તમારા મય બની જાય છે. એવા દિકરાને તો ખબર જ હોય
અને મને આ વાતની ખબર ના હોય તો પછી તારી ઉપાસના કરવાનો કોઇ અર્થ નથી.
કવિના પંડિતના આ શબ્દોથી મા સરસ્વતી પ્રસન્ન થયાં અને
ગ્રંથને હાથમાં લઈ માથે મૂક્યો. ગ્રંથને સન્માનિત કર્યો. મા સરસ્વતીને ભગવાન જોડે બાધવાની
ભક્તની આ સુંદરભાવના માન્ય રાખી, પંડિત હર્ષને આશીર્વાદ આપ્યા.
આજે મા સરસ્વતીની સાચી ઉપાસના કરનાર કેટલા?
યુનિવર્સિટીમાં ભોગ પ્રધાન શિક્ષણ અપાતુ હોય, વિધા
સ્વાર્થ માટેજ વપરાતી હોય આવા શુદ્ર સ્વાર્થી હેતુ માટે વિધાનો ઉપયોગ થતો હોય, ત્યાં
સાચો જીવન વિકાસ ક્યાંથી સંભવી શકે? આટલુ ભણતર હોવા છતાં જીવનમાં સમાધાન,સ્વાસ્થ્ય,શાંતિ,
આનંદ કે વિકાસ નથી. કારણકે સરસ્વતીને મા સમજીને ઉપાસના થતી નથી. વિધાને દાસી સમજી સ્વાર્થ
વૃતિથી વિધા મેળવવા માટે પ્રયત્ન થાય છે. તેથી વિધાને ભગવાનનું શરણ લેવુ પડે, વિધાની
સાથે ભગવદ્ વિચારો ન હોય તો કલ્યાણની અને વિકાસની વાતો ન ભૂતો ન ભવિષ્યતે જેવી થઈ જાય.
તેથી સાચી વિધાની ઉપાસના એ જ કે જ્યાં ભગવાનની શ્રધ્ધા સાથે જોડાયેલી વિધાને પોતાના
જીવનમાં અને બીજાના જીવનમાં લઈ જવાનો નિઃસ્વાર્થ પ્રયત્ન થતો હોય.
મા સરસ્વતીએ પોતાની મંજુરી આપતાં તે કાવ્ય માથે ઉપાડ્યું.
ધન્ય છે એ હર્ષ પંડિતને કે જે ખુદ સરસ્વતી દેવી સામે પડકાર કરવાની નિષ્ઠા ધરાવે છે
અને ખુદ વિધાની દેવીની તેની ભૂલ સુધારવાની ફરજ પાડે છે. કેટલા દુઃખની વાત છે કે જે
દેશમાં આવા નરરત્નો પાકમાં તે જ દેશના પંડિતો આજે લાચાર અને ભૂખી દ્રષ્ટિથી પરદેશ સામે
મીટ માંડીને બેઠા છે. વિધા પ્રાપ્ત કરીને પણ છળકપટથી પૈસા પ્રાપ્ત કરવાની બુધ્ધિને
અગ્રતા આપતા આવા ઉંચી ડીગ્રીઓ પ્રાપ્ત કરીને પણ અધોગતિવાળા વિચારો ધરાવે છે.
પંડિત
હર્ષના અષ્ટ કાવ્યનો સ્વયં સરસ્વતીએ સત્કાર અને સ્વીકાર કર્યો. છતાં ત્યાંના લોકોનૅ
તેની જાણ ન હતી. કાશ્મીર ભાષાકીય રીતે અજાણ્યો પ્રદેશ છે કોઇ ઓળખે નહિ, અને હર્ષ પોતે
સામે ચાલીને રાજાના દરબારમાં જાય નહિ. આ સ્થિતિમાં શાન્તિથી નદી કિનારે ચિંતામણીનો
જપ કરતા તે ધ્યાનસ્થ રીતે બેઠા હતા, એવા સમયે બે કાશ્મીરી સ્ત્રીઓ ત્યાં આવી અને ઝગડવા
લાગી, કાશ્મીરમાં જેમ નિસર્ગનું સૌન્દર્ય છે. તેમ ત્યાંની સ્ત્રીઓ પણ ખુબજ સુંદર હોય
છે. પંડિત હર્ષ આ બન્ને સ્ત્રીઓને જોરથી બોલતી જોઇ રહ્યા, ભાષાતો સમજાતી નહતી, પરંતુ
જોરશોરથી બોલતી સ્ત્રીઓ એકબીજાના વાળ ખેંચી એકબીજાને મારવા લાગી તેથી પંડિત હર્ષને
તેમના વચ્ચેના ઝગડાની ખબર પડી.
પરંતુ ભાષા સમજાતાં બન્ને વચ્ચે સુલેહ પણ કરવી અશક્ય
હતી. તેવામાં રાજાના સૈનિકો ત્યાંથી નીક્ળ્યા. આ બન્ને સ્ત્રીઓને લડતા જોઇને સૈનિકો
તેમને રાજાના દરબારમાં પકડી ગયા, રાજાએ ઝગડાનું કારણ પૂછ્યુ બન્ને એ પોતપોતાની રજુઆત
કરી, રાજાએ પૂછ્યુ કે કોઇ સાક્ષી હાજર હતા.ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે એક ભાઇ નદી કિનારે
બેઠા હતા, અને તે ઝગદો સાંભળતા હતા. રાજાએ એ ભાઇને બોલાવી લાવવા સૈનિકોને હુકમ કર્યો.
સૈનિકો પંડિત હર્અને રાજદરબારમાં લઈ આવ્યા, વિધિની કેવી વિચિત્રતા છે. કોને કેવી રીતે
ભેગા કરે છે. તેની કોઇને ખબર પડતી નથી.
રાજાએ પંડિત હર્ષને પૂછયુ કે આ સ્ત્રીઓને ઝગડતા તમે
જોઇ હતી. હર્ષે હા પાડી. રાજાએ પ્રશ્ર્ન્ન કર્યો શાનો ઝગડૉ હતો. ભાષાની ખબર ના હોવાથી
મને ખબર નથી પરંતુ એમના શબ્દો હું બોલી શકુ જો આ સમજો તો ન્યાય આપી શકશો. એમ કહીને
પંડિત હર્ષ બનેલી ઘટનાના તમામ શબ્દો કહી સંભળાવ્યા, રાજાતેનો અર્થ સમજી ગયા અને ન્યાય
આપ્યો પરંતુ આખા રાજ દરબારમાં આશ્ર્વર્ય થયું રાજા સાથે બધાજ વિચારવા લાગ્યા કે એક
પરદેશી ભાષા જાણતા ના હોવા છતાં બીજી ભાષાના શબ્દોને યાદ રાખનાર આ વ્યક્તિ કોઇ સામાન્ય
માણસ નથી, રાજાએ તેમને પોતાની ઓળખાણ આપવા જણાવ્યું.તેમણે પોતાનું નામ હર્ષ છે. એમ જણાવ્યું
ત્યારે રાજાએ ખ્યું કે આપ જ સરસ્વતીજી સાથે લડીને પોતે બનાવેલ એ મહાકાવ્યને માન્યતા
અપાવનાર મહાપંડિત હર્ષ છો ને? ત્યારે મહાપંડિત હર્ષ નમ્રતાપૂર્વક હા કહી રાજાએ ખુબજ
ધામધૂમથી પંડિત હર્ષનું સ્વાગત કર્યું.લોકોએ ઉમળકાથી પંડિત હર્ષને આવકાર્યા. અને તેમને
સર્વકલાનિધિની પદવી આપી. રાજાની રાણીને ઇર્ષા થઈ કારણકે પોતે વિદુષી તરીકે પ્રતિષ્ઠા
ધરાવતા હતા. ખુશામતીઓએ તેમને મહાન વિદુષી તરીકે બિરદાવ્યા હતા. તેથી તેમને મહાપંડિત
હર્ષને મળતા બહુમાનથી ઇર્ષા થઈ તેમને પોતાનું ગૌરવ હણાતુ જણાયું. અને પંડિત હર્ષને
ઉતારી પાડવાના પ્રયત્નો શરૂ કર્યા. મદ-મત્સરથી પ્રેરાઇને માણસા શું નથી કરતો. રાણીએ
પંડિતને પોતાના મહેલમાં તેડાવ્યા, સન્માનપૂર્વક સુંદર શણગારેલા દિવાનખાનમાં આવકારીને
અતિથિ સત્કાર કર્યો અને કહ્યું કે અસન ગ્રહણ કરો. આપ તો સર્વ કલાનિધિ છો. વિદ્રાન છો.
અને મા સરસ્વતીના પ્રિય છો. તેથી લોકોએ પ્રેમથી બહુમાન કરી સર્વકલાનિધિની પદવી આપી
છે. ત્યારે હર્ષ નમ્રતાથી બોલ્યો કે હું તો સરસ્વતી માતાનો નમ્ર ઉપાસક છું મારે કોઇ
પદવીની જરૂર નથી. પરંતુ લોકોને મારા પ્રત્યેનો પ્રેમ છે. એટલામાં પહેલેથી જ યોજના મુજબ
એક દાસી મોજડી લઈને રાણીને પહેરાવવા આવી. ત્યારે રાણીએ કહ્યું કે તુ રહેવા દે. આ સર્વ
કલાનિધિ પંડિતને બધીજ કલા હસ્તગત છે. આ મોઅડી એમની કલાના પ્રતાપે મારા પગે એમના હાથ
લગાવ્યા શીવાય પહેરાવશે અને એમ કહી રાણીએ પંડિત હર્ષ તરફ એમનો એક પગ લંબાવ્યો. પંડિત
હર્ષની હાલત કફોડી થઈ જો રાણીનો હુકમ માનતા નથી તો રાજાની આજ્ઞાનું પાલન નથી થતુ અને
રાજાનું અપમાન છે. અને મને મોજડી પહેરાવતાં આવડતુ નથી(પગને હાથ અડાડવો નહિ અને મોજડી
પહેરાવવી એ પણ એક કલા છે.) તેમ કહેવાથી લોકોએ જે પ્રેમથી મને સર્વ કલાનિધિની પદવી આપી
તે ખોટિ ઠરે છે. એક રાણીના પગે જોડૉ પહેરાવવો તે ઘોર અપમાન હતુ. છતાં આંખો મીંચી ભગવાનનું
સ્મરણ કરી રાણીના પગે મોજડી પહેરાવી અને ત્યાંથી ચાલી નિકળ્યા, આ દુનિયાની કુટિલતા
અને કુસંગથી દુર ગંગા કિનારે જઈ કાયમી નિવાસ કર્યો, નાના મોટા સૌ તેમનિ પાસેથી જ્ઞાન
લેવા માટે આવતા, ઉચ્ચ સિધ્ધાન્તો સમજાવતા અને સરળજ્ઞાન વડે પરમાત્માની ભક્તિ વિષ ઉપદેશ
આપી અનેક યુવાન શિષ્યોને તૈયાર કરી સંસારમાં પરિભ્રમણ કરી ભગવાનનો માર્ગ લોકોને બતાવવા
આજ્ઞા કરતા, ત્યાં બેઠા બેઠા શિષ્યો દ્રારા સમાજને સારા વિચારો અને સદ્દમાર્ગનું જ્ઞાન
આપતા છતાં તેઓ કહેતા કે હું વિદ્રાન નથી, હું પંડિત નથી, હુ લોકમાન્ય નથી, રાજમાન્ય
નથી, હુ કોઇનો ગુરૂ નથી. હું એક નમ્ર સાધક છું આવા ઉતમ વિચારો ધરાવતાં મહાપંડિત હર્ષને
ધન્ય છે. આવા ઉતમ ચરિત્રો આ દેશમાં ઘણા થયા છે. ધન્ય છે. ધરા બારતની અને ધન્ય ભાગ્ય
ચે. આપણા કે જેથી આવા સર્વોતમ ભારતમાં આપણો જન્મ થયો. આ ધરતીમાં શ્રી રામ શ્રી કૃષ્ણ
યાજ્ઞવલ્ક્ય, પતંજલી, વિશિષ્ઠ, દધિચિ જેવા અનેક અવતારી મહાપુરૂષો, ઋષિ મુનીઓ થયા છે
આ ધૂળમાં આવા મહાનસંતો રમ્યા છે. જે માટીમાં આ ભવ્ય ચરિત્રો દિવ્ય પ્રકાશ ફેલાવે છે.
અહીં તેજ હતુ. અહી દિવ્યતા હતી, ભવ્યતા હતી, ભગવાનને પણ બે શબ્દો પુછવાવાળા લોકો અહીં
હતા, ભગવાનને અહીં અવતાર લેવાની વારંવાર ઇરછા થઈ, ભારતની નદીઓ, વૃક્ષો, પહાડો ભવ્ય
અને પવિત્ર છે." દુર્લભમ ભારતે જન્મઃ એ સુત્ર સાર્થક છે. અણમોલ સંસ્કૃતિનો વારસો મળ્યો
છે તે પચાવવાની અને બચાવવાની આપણને ભગવાન સદ્દબુધ્ધિ અને શક્તિ આપે ભારતનીએ ભવ્ય અને
દિવ્ય સંસ્કૃતિની પરંપરા હાલ પણ ભારતના હિન્દુ ધર્મના આશ્રમો-મઠો-મંદિરોમાં ચાલે છે.
પરંતુ તે જોવાની દિવ્ય દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઇએ.
આવી જ ભવ્ય અને દિવ્ય પરંપરા ઉમાપુરી ક્ષેત્રમાં શ્રી
વાળીનાથ ધામમાં છે તે પરમ પૂજ્ય પ્રાત સ્મરણીય વિરમગિરિજી બાપુશ્રીથી અવિરત ચાલુ ચે.
શ્રી વાળીનાથની નિશ્રામાં રહેતા તમામ સંતો, સંપથી સેવા સ્મરણ, ભક્તિ, ઉપાસના કરે છે.
એક બીજાના ગૌરવને દિપાવે છે. આવા સંતોના સત્સંગથી,દર્શનથી જન્મો જન્મના પાપ ટળી જાય
છે અને સુખી સુખી થઈ જવાય છે.
૧. આજ મારે સંતોની સેવથી સુખ ઉપજે..
ટળી જાય કુડા કરમને કલેશ... એવી સેવા ભલી રે મારા સંતની... ટેક
૨. પિયાલો પાયો સંતોએ અમને પ્રેમથી...
તુટ્યા છે મારા સર્વે અવગુણના બંધ... એવી સેવા ભલી રે વાળીનાથની...
૩. આજે હુ પણ કર્યુ ને દુઃખડા ઉપજ્યા...
સંતોએ લાવી દીધો એનો અંત... એવી સેવા ભલી રે વાળીનાથની....
૪. માનવ તારે સાત પ્રતિજ્ઞાઓ પાળવી,...
બનાવી દેશે લોહને પારસરૂપ... એવી સેવા ભલી રે વાળીનાથની...
૫. આજ મારે વિશ્ર્વમાં ગાજી રહેલી ગર્જના...
એવી વિજળી કરે છે. ચમકાર ... એવી સેવા ભલી રે વાળીનાથની..
૬. ભાઇ તને સેવાના સાધન સર્વ આપ્યા...
પછી અવનીમાં આપ્યો છે અવતાર.... અવી સેવા ભલી રે વાળિનાથની...
૭. કે ભાઇ તમે અંતરના પડદ ઉઘાડજો...
તો જોઇ લેશો સેવા સ્મરણને સંપ.. એવી સેવા ભલી રે વાળીનાથની..
૮. શ્રી સદ્દગુરૂ બળદેવગિરિજીના પ્રતાપથી...
ગણેસદસ ગુણના સંતોના નિત ગાય... એવી સેવા ભલી રે વાળિનાથની...
પરમ પૂજ્ય મહંતશ્રી મોતિગિરિજી મહારજશ્રીએવ પૂજ્ય સંતોની
પરંપરગત પ્રણલિકાને ઉજાગર કરી મઠની ઉજ્જવળતા સ્થાપી ધન્ય છે આવા મહાન સંતોને જેમણે
સમાજને ધર્મકાર્યનો ઉપદેશ આપ્યો અને એ પણ વર્તન દ્રારા માલધરી સમાજ તેમજ અન્ય સૌ ભક્તોને
જ્ઞાન ભક્તિ સેવાનો માર્ગ બતાવી પરમ પૂજ્ય મહંતશ્રી મોતિગિરિજી મહારજશ્રી સ્વધામ પધાર્યા
અરજણગિરિજી મહારાજશ્રીના ગુરૂજી રામગિરિજી અને તેમના ગુરૂશ્રી રેવાગિરિજી મહારાજ હતા.
|