Param pujya mahanshri shambugiriji bapu Prev Next Index

-:।। પરમ પૂજ્ય મહંતશ્રી શંભુગિરિજી બાપુ ।।૯।।:-

તેઓશ્રી પછી શ્રી વાળીનાથજીની પવિત્ર ગાદી ઉપર પરમ પૂજ્ય મહંતશ્રી શંભુગિરિજી બાપુ દેદિપ્યમાન થયા અને પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી અરજણગિરિજી મહારાજશ્રી અને સૌ સંતો સંત પરંપરામાં મઠનો વહીવટ-વ્યવહાર કુશળતા પૂર્વક કરવા લાગ્યા. પૂ. સ્વામીશ્રી બેચગિરિજી મહારાજશ્રી પૂજ્ય સ્વામીશ્રી લક્ષ્મણગિરિજીના શિષ્ય હતા, સરળ સ્વભાવના જ્ઞાની એવા શ્રી બેચરગિરિજી મહારાજશ્રી બનાસકાંઠાના પેપળુ ગામે અવાર નવાર પધારતા અને પેપળુના તેમના ભક્તોના આગ્રહથી ઘણો સમય રોકાતા હતા, અંતિમ સમયે પણ ત્યાંજ રોકાયા અને દેહનો ત્યાગ કર્યો. હાલમાં પણ પેપળુ ગામે મહારાજશ્રીની સમાધિ પુજાય છે. પરમ પૂજ્ય મહંતશ્રી શંભુગિરિજી મહારાજશ્રીના સમયમાં પરમ પૂજ્ય અમરગિરિજી મહારાજશ્રી સરળ અને તપસ્વી સેવાભાવી સંત હતા. સમગ્ર ભારતમાં કોઇ પણ ધર્મ સ્થાનની ઉજવળતા એ સમયના સંતોના વ્યવહાર વર્તન-સેવા ભક્તિ આધારે જ થતી હોય છે. બીરાજમાન જે સંતો હોય અને એમાં પણ મહંતશ્રી અને કારભારીશ્રીની વ્યવહાર કુશળતા- વાણી-વર્તન-ભજન-સેવાથી પ્રેરીત સંસ્થાનો વિકાસ મઠની ઉજવળતા થતી હોય છે. સ્થાનમાં સંતો નિષ્ઠા પૂર્વક ભક્તિ સેવાને મહત્વ આપી મહંતશ્રી તેમજ કોઠારીશ્રીની આજ્ઞા અનુસાર વિવેકથી રહેતા હોય છે. અને તન-મનથી સેવા કરીન ઉતમ ફળ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન પણ એની સહાય કરે જ છે.