shri mad bhadwad gita adhyay Prev Next Index

-:શ્રીમદ્દ ભગવદ ગીતા અધ્યાય-૧૦નું મહાત્મય:-      શ્રીમદ્દ્ ભગવદ્ ગીતામાં પણ ભગવાને આવી જ વાત કરી છે. દશમા અધ્યાયનું મહાત્મય આપતાં ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે. જે મારામાં મારાપ્રિય નંદી જેવી ભક્તિ રાખતો હતો. એ પાવન કીર્તિ મેળવવા તત્પર રહેનાર, શાન્તચિત અને હિંસા કઠોરતા તેમજ દુઃસાહસથી દુર રહેનારો હતો. જિતેન્દ્રીય હોવાથી એ હમેશાં નિવૃત માર્ગ તરફ ઢળેલો રહેતો તેણે વેદરૂપી સાગર પાર કરેલો હતો. એ સંપૂર્ણ શાસ્ત્રોના તાત્પર્યને જાણનાર હતો એનું ચિત મારા ધ્યાનમાં સંલન્ન હતું. એ મનને અંતર આત્મામાં લગાવી હંમેશા આત્મતત્વનો સાક્ષાત્કાર કરતો તેથી જ્યારે ચાલવા લાગતો ત્યારે હું પ્રેમવશ એની પાછળ પાછળ દોડી એને હાથનો સહારો આપતો આ જોઇ મારા પાર્ષદ ભૃગિરિટિએ પૂછયુ ભગવંત આ રીતે આપનું દર્શન કોણે કર્યુ હશે આ મહાત્માએ કયું તપ કર્યું છે કે સ્વયં આપ જ તેને પગલે પગલે હાથનો સહારો આપો છો? ભૃગિરિટિનો આ પ્રશ્ર્ન્ન સાંભળી મેં તેને આ રીતે જવાબ આપ્યો. એક સમયની વાત છે કૈલાસ પર્વતની સમીપે પુનાગ વનમાં ચંદ્રના અમૃતમય કિરણોથી ધવલ ભૂમિમાં એક વેદીનો આશ્રય લઈ હું બેઠો હતો. મારા બેઠા પછી ક્ષણવારમાં જ એકાએક જોરદાર આંધી આવી. ત્યાંના વૃક્ષોની ડાળીઓ પવનથી એકબીજા સાથે ટકરાવા લાગી કેટલીએ ડાળીઓ તુટીને વેર વિખેર થઈ ગઈ પર્વતની અવિચળ છાયા પણ ડોલવા લાગીએ પછી ત્યાં એક બહુજ ભયંકર શબ્દ થયો. જેનાથી પર્વતની ગુફાઓ પડઘાથી ગુંજી ઉઠી એ પછી આકાશમાંથી વિશાળ પક્ષી ઉતર્યુ. જેનું સરૂપ કાળા વાદળ જેવુ હતું. એ કાઅળનો ઢગલો અંધકારનો સમુહ અથવા પાંખ કપાયેલ પર્વત સમાન લાગતુ હતુ પગથી જમીનનો ટેકો લઈ એ પક્ષીએ મને પ્રનામ કર્યા. અને એક સુંદર નવીન કમળ મારા ચરણોમાં મૂકી સ્પષ્ટ વાણીમાંસ્તુતી કરવા લાગ્યું.
      પાક્ષી બોલ્યું કે દેવ આપનિ જય હો. આપ ચિંદાનંદમય ક્ષુધાના તથા જગના પાલક છો. આપના વૈભવનો અંત નથી હંમેશા સદ્દભાવનાથી યુક્ત અને અનાશક્તિની લહેરોથી ઉલ્લાસીત છો. આપણનો જય હો. અદ્રૈતવાસનાથી પરિપૂર્ણ બુધ્ધિ વડે આપ ત્રિવિધ મળોથી રહિત છો આપ જિતેન્દ્રિય ભક્તોને આધીન છો. તથા ધ્યાન વડે આપના સ્વરૂપનો સાક્ષાતકાર થાય છે. આપ અવિધામય ઉપાધિથી રહિત નિત્યમુક્ત નિરાકાર, નિરામય અસીમ, અહંકારશુન્ય આવરણ રહિત અને નિર્ગુણ છો.પોતાના ભયંકર લલાટરૂપી મહાસર્પની વિષ જ્વાલાઓથી આપે કામદેબ્વને ભસ્ કર્યો છે. આપનો જય હો આપ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી દુર હોવા છતાં પ્રમાણ્યસ્વરૂપ છો. આપને વારંવાર નમસ્કાર છે. ચૈત્યનના સ્વામી તથા ત્રિભુવન રૂપધારી આપને પ્રણમ છે. હું શ્રેષ્ઠયોગીઓ દ્રારા ચુંબીત અપના એચરણ કમળોમાં વંદન કરૂ છું કે જેઓ અપાર ભવસાગરને પાર કરવા અદ્દભૂત શક્તિશાળિ છે. હે મહાદેવ સાક્ષાત બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવાની ધ્રુષ્તતા ના કરી શકે, હજારો મુખવાળા શેશનાગમાં પણે એટલી ચતુરાઇ નથી કે તેઓ આપના ગુણો વર્ણવી શકે તો માર જેવા નાનકડ પક્ષીનું શું ગજુ? એ પક્ષી વડે કરાયેલી સ્તુતિ સાંભળિને મેં, એને પૂછ્યું હે વિહંગમ તુ કોણ છે. કયાંથી આવે છે. તારી આકૃતિઓ હંસ જેવી છે. પણ રંગ કાગડનો મળ્યો છે તારૂ જે પ્રયોજન હોય તે કહે. પક્ષી બોલ્યું દેવેશ મને બ્રહ્માજીનું હંસ જાણો હે ધૂર્જટે જે કર્મથી માર શરીરમાં જે કાલિમા આઈ છે. તે સાંભળો હે પ્રભો જોકે આપ સર્વજ્ઞ છો.( તેથી આપનાથી કંઇ છુપુ નથી) તો પણ આપ પૂછો છો તોજણાવુ છું સૌરાષ્ટ(સુરત) નગરીની પાસે સુંદર સરોવર છે. જેમાં કમળો ખીલતાં રહે છે. એમાંથી બાલ ચંદ્રના ટુકડા જેવા સફેદ મૃણાલનો ગ્રાસ લઈ ઘણી ઝડપથી હું આકાશમાં ઉડી રહ્યો હતો. ઉડતો ઉડતો એકાએક ત્યાંથી જમીન ઉપર પડી ગયો. જ્યારે ભાનમાં આવ્યો, અને મારા પડવાનું કંઇ કારણ ન સમજાયુ ત્યારે વિચારમાં પડ્યો, અરે આ મારા ઉપર શું આવી પડ્યું? આજે હું પડ્યો કેમ? પાકેલા કપુર જેવા મારા સફેદ શરીરમાં કાળાશ કેમ આઇ ગઈ? આ રીતે ચકીત થઈ હું વિચારી રહ્યો હતો. ત્યાં સરોવરના કમળમાંથી મને આ વાણી સંભળાઈ, હે હંસ ઉઠ હું તારા પડવાનું અને કાળ થવાનું કારણ જણાવું છું.ત્યારે હું ઉઠીને સરોવરની વચ્ચે ગયો અને ત્યાં પાંચ કમળોથી યુક્ત એક સુંદર કમલિનીને જોઈ, એને પ્રણામ કરી મેં પ્રદિક્ષણા કરી અને મારા પતનનું કારણ પૂછ્યું કમલિનિ બોલી હે કલહંસ તુ આકાશ માર્ગે મને ઓળંગીને ગયો એ પાપને લીધે તારે પૃટ્વી ઉપર પડવું પડ્ય તથા એજ કારણે તારામાં કાલીમા આવી છે. તને પડેલો જોઇ મારા દિલમાં દયા આવવાથી જ્યારે મેં આ મધ્યમ કમળ દ્રારા બોલવાનું શરૂ કર્યું. એ સમયે મારા મુખ્થી નીકળેલી સુંગધને લઈને સાઠ હજાર ભમરાઓ સ્વર્ગ લોકોને પ્રાપ્ત થયા છે. હે પક્ષીરાજ જે કારણથી મારામાં આ વૈભવ આ પ્રભાવ ઉત્પન્ન થયો છે. એ તને કહું છું સાંભળ, આ જન્મ પહેલાં ત્રીજા જન્મમાં હું આ પૃથ્વી પર એક બ્રામણ કન્યારૂપે અવતરી હતી, એ સમયે તારૂ નામ સરોજવંદના હતું. હું ગુરૂગજનોની સેવા કરતી.
      એક દિવસની વાત છે. હું એક મેનાને ભણાવતી હતી. તેથી પતિસેવામાં થોડી મોડી પડી, આથી પતિદેવ નારાજ થયા, અને એમણે મને શ્રાપ દીધો, પાપીણી બની જા મૃત્યુ પછી જોકે હું મેના થઈ પરંતુ પાતિવ્રત્યના પ્રભાવથી મુનિઓના ઘરમાં મને આશ્રય મળ્યો. કોઇ મુનિ કન્યાએ મારુ પાલન પોષણ કર્યુ હું જેમના ઘરમાં હતી તે બ્રાહ્મણ રોજ સવારે વિભૂતિયોગ નામથી પ્રસિધ્ધ ગીતાના દશમા અધ્ધાયનો પાઠ કરતા અને હું એ પાપાહારી એ અધ્ધાય નું શ્રવણ કરતી હે વિહંગમ સમય આવતાં મેનાના શરીરનો ત્યાગ કરી દશમા અધ્ધાયના મહાત્મયથી હું સ્વર્ગ લોકમાં અપ્સરા થઈ. મારુ નામ પદ્માવતી પડ્યું. પદ્માની હું વહાલી સખી હતી.
      એક દિવસ વિમાનમાં હુ આકાશમાં વિચરણ કરતી હતી. એ વખતે સુંદર કમળોથી સુશોભિત આ સ્મરણીય સરોવર ઉપર મારી દ્રષ્ટિ પડી અને આમાં ઉતરી જેવી જલક્રિડા કરવા લાગી. એવામાં જ દુર્વાસા મુનિ આવી ગયા, એમને વસ્ત્રહીન અવસ્થામાં મને જોઇ લીધી. એમના ભયથી મેં પોતેજ કમલિનનું રૂપ ધરી લીધું. મારા બંન્ને પગ કમળ થઈ ગયા, બંન્ને માથા પણ બે કમળ થઈ ગયા, બાકીના અંગો સાથે મારૂ મુખ પણ કમળ થઈ ગયું. આ રીતે હું પાંચ કમળોના રૂપમાં પરિવર્તિત થઈ ગયી. મુનિવર દુર્વાસાએ મને જોઇ એમનાં ક્રોધાગ્નિથી પ્રજવલિત હતાં તેઓ બોલ્યા- પાપીણી તુ આ રૂપે જ સૌ વર્ષો સુધી પડી રહેજે. આવો શ્રાપ દઈ ક્ષણવારમાં તેઓ અંતર્ધાન થઈ ગયા. કમલિન થવાં છતાં વિભૂતિયોગના મહાત્મને લીધે મારઈ વાણી લુપ્ત થઈ નથી. મને ઓળંગવા માત્રના અપરાધથી જ તુ પૃથ્વી પર પડ્યો છે. પક્ષીરાજ અહીં તારી સામેજ મારા શ્રાપની મુક્તિ થાય છે. કારણકે આજે સૌ વર્ષ પૂરા થઈ ગયા, મારા દ્રારા ગવાયેલા આ ઉતમ અધ્ધાયને તુ પણ સાંભળી લે. એના શ્રવણ માત્રથી તુ પણ આજે જ મુક્ત થઈ જઈશ, આમ કહી પદ્મિનિએ સ્પષ્ટ અને સુંદર અવાજમાં દશમો અધ્ધાયનો પાઠ કર્યો અને તે મુક્ત થઈ ગઈ. એ સાંભળ્યા પછી તેના વડે મેળવેલ આ ઉતમ કમળ આપના ચરણે અર્પણ કરુ છું. આટલી કથા કહી એ પક્ષીએ શરીર છોડી દીધું. આ એક અદભુત ઘટના હતી. એજ પક્ષી હવે દશમા અધ્ધાયના પ્રભાવથી હવે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે. જન્મ્થી જ અભ્યાસ હોવાને કારણે શૈશવ અવસ્થાથી જ એના મુખેથી હંમેશા દશમા અધ્ધાયનું ઉચ્ચારણ થયા કરે છે. દશમા અધ્ધાયના અર્થના ચિતંનનુ આ પરિણમ છે. કે એ સર્વભૂતોમાં બિરાજમાન શંખ-ચક્રધારી ભગવાનશ્રી વિષ્ણુનાં દર્શન હણ્મેશા કરતો રહે છે. એની સ્નેહપૂર્ણ દ્ર્ષ્ટિ જ્યારે કોઇ દેહધારી પર પડે છે ત્યારે એ ભલે દારૂડિયો હોય, કે બ્રાહ્મહત્યારો જ કેમ ના હોય મુક્ત થઈ જાય છે પૂર્વ જન્મમાં અભ્યાસ કરેલા દશમા અધ્ધાયના મહાત્મયથી એને દુર્લભ તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે તથા એણે જીવનમુક્તિ પણ મેળવી છે. તેથી જ્યારે એ રસ્તે ચાલવા લાગે છે. ત્યારે એને હાથનો સહારો આપતો રહું છું હે ભૃંગિરિટિ આ બધો દશમા અધ્ધાયનો મહિમા છે. હે પાર્વતી આરીતે મેં ભૃગિરિટિ સમક્ષ જે કથા કહી હતી તેજ આજે તમને કરી છે. પુરૂષ હોય કે સ્ત્રી અથવા તો કોઇપન કેમ ના હોય આ દશમા અધ્ધાયના શ્રવણ માત્રથી એને બધા આશ્રમોના પાલનનું ફળ પ્રાપ્ત થાય છે.