Chamatkar shun bhram che? Prev Next Index

-:ચમત્કાર શું ભ્રમ છે?:-      આવા જ શ્રેષ્ઠ પ્રભાવ અને પરંપરાથી શ્રી વાળીનાથ ધામ ચારેબાજુ પ્રતિષ્ઠાને પામી રહ્યું છે. શ્રી વાળીનાથના પવિત્ર સતો શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસમાં રત રહીને શાસ્ત્રાચાર જીવનથી સૌ માલધારી સેવક ભક્તોના પ્રેરણાત્મક બની રહ્યા છે. અને તેથી શ્રી વાળીનાથ ભગવાન સતાત ભક્તો ઉપર અમી વર્ષા વરસાવી રહ્યા છે. અને માલધારી સમાજ સંતોના તપના પ્રભાવથી ચારેબાજુ દિનપ્રતિદિન વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. મહાપુરૂષો બુધ્ધિ, જ્ઞાન,મોહરહિતપણુ,ક્ષમા, સત્ય,ધર્મ,ાભય,અહીંસા,મનોનિગ્રહ,સુખ,તપ,દાન, યશનો સતાત પ્રચાર કરીને ઉતમ બોધપાઠ સૌના અંતર વિષે સ્થાપિત કરતા રહ્યા છે. માનવ કલ્યાણની જ્યોતને ચેતનવંતિ રાખનાર એવા શ્રી વાળિનાથ ધામ ઉમાપુરી ક્ષેત્રનું આધ્યાત્મિક ઉદ્દભવ કેન્દ્ર છે. પુરાતન સમયથી આ ધામમાં અનેક મહાપુરૂષોનું અવતરણ થયું છે. અને એ દિવ્ય પરંપરા વર્તમાન સમયમાં પણ ચાલુ જ છે. જેનો સંત સંપર્કમાં રહેનાર ભાવિક ભ્ક્તોને જેમણે શ્રી વાળિનાથજી ભગવાનનાં દર્શન કર્યાં છે. તેમને સૌને અનુભવ છે શ્રી વાળિનાથજીના ધામમાં દેવસ્થાનોમાં શ્રી વાળીનાથજીની વિરાસન સ્થિત દિવ્ય મૂર્તિ સાક્ષાત શિવની અનુભૂતિ કરાવે છે. કરૂણામૂર્તિ શ્રી ચામુંડા માતા અને ગણાધિપતિ શ્રી ગણેશ ભક્તોના કાર્યોને મંગલ કરનાર તેમજ વિધ્નોને હરનારા છે. જે ભક્તો અને મહંતોની ભક્તિ-ઉપાસના દ્રારા જાગૃત ભાવે બિરાજમાન છે. એવા શ્રેષ્ઠ શુભસ્થાન વીષે પરમ પૂજ્ય મહંતશ્રી શંભુગિરિજીએ તથા કોઠારી સ્વામી પરમ પૂજ્ય શ્રી અરજણગિરિજીએ પૂર્ણ તપસ્યા કરી, સ્થાનની ભવ્ય ઉજવળતા સ્થાપી હતી. પરમ પૂજ્ય અરજણગિરિજી મહારાજશ્રીએ તપ અને ભક્તિના પ્રતાપે સિધ્ધી પ્રાપ્ત કરી હતી. પરમ પૂજ્ય અરજણગિરિજી મહારાજશ્રી વિજાપુર પાસેના પુંધરા ગામના ધાંધોળ શાખના સંસ્કારી રબારી કુટુંબમાં જન્મ્યા હતા. મહાપુરૂષો ચમત્કાર કરતા નથી. પરંતુ તેમના દ્રારા પરમાત્મા ચમત્કાર પ્રગટ કરાવે છે. સહેજ ચમત્કાર બની જતો હોય છે. આવા ચમત્કારને સમજવા અને અનુભવવાની એક અલગ યોગ્યતા હોય છે. જો યોગ્યતાનો અભાવ હોયતો ચમત્કાર જોઇને પણ વ્યક્તિ તર્ક ભ્રમમાં પડી જાય છે.