Mahan chamtkari sant shri arajangiriji bapu Prev Next Index

-:।। મહાન ચમત્કારી સંતશ્રી અરજણગિરિજી બાપુ ।।:-      પરમ પૂજ્ય અરજણગિરિજી બાપુશ્રીના સમયમાં તેમના દ્રારા ચમત્કારરૂપ કાર્યનું સર્જન થયેલું ઉતમ તપ,ભક્તિ,સેવા દ્રારા ચમ્ત્કારી દિવ્ય ઘટનાનું સર્જન સંતો દ્રારા થાય છે. જ એક દિવસે પરમ પૂજ્ય સ્વામીશ્રી અરજણગિરિજી મહારાજશ્રી મંડાલી નામના એક ગામે પધાર્યા એ ગામમાં નાથુભુવા નામે એક ગોગ મહારાજ અને માતાજીની ઉપાસના-સેવા-પૂજા-ભક્તિ કરનાર ભક્ત હતા, તેમને ત્યાં પુજ્ય બાપુશ્રી પધાર્યા, નાથુભુવાએ પરમ પૂજ્ય અરજણગિરિજી બાપુનુંસ્વાગત કર્યું. યોગ્યતા પ્રમાણે આસન આપ્યાં અને તેમને ત્યાં પધારવા બદલ ધન્યતા અનુભવી અને હાથ જોડી સેવકને સેવા માટે આજ્ઞા કરવા વિનંતી કરી, ત્યારે બાપુએ કહ્યું કે ભુવાજી મારો ખલકો(ઝોળી) તુટી જવાથી મસરૂની જરૂર છે. અને આપના મઢમાં મસરૂ છે. તો તે તેમાંથી થોડો મસરૂ આપો.ત્યારે નાથુભગતે વિવેકથી હાથ જોડીને કહ્યું કે બાપજી મઢમાંથી કોઇપણ વસ્તુ અમે કોઇને આપતાં નથી કારણકે ગોગા મહારજ અમને મઢની વસ્તુ કોઇને આપવાની ના પાડે છે. તેથી આપ કહો તે મારા ઘરમાંથી લાવી આપું પરંતુ મઢમાંથી મસરૂ આપી શકાશે નહિ. ત્યારે બાપજી બોલ્યા મારે તો મઢનો મસરૂ જોઇએ છે એતલે નાથુભુવાજીએ કહ્યું કે બાપુ હૂમ મઢનો મસરૂ આપી શકુ તેમ નથી આપ જ માર્ગ બતાવો અને આ વાત સાંભળી પરમ પૂજ્ય અરજણગિરિજી મહારાજશ્રી હાથમાં માળા લઈને ગોગા મહારાજના મઢના ચંદરવા નીચે સ્મરણ કરવા બેસી ગયા, અને થઓડીજ વારમાં એ મસરૂનો ચંદરવા હતો તેની કાંસો તુટી ગઈ અને બાપુશ્રીના ઉપર બીછાઈ ગયો, આ ઘટના જોઇ સૌએ શ્રી પરમાત્મા વાળિનાથની જય બોલાવી, અને પૂજ્ય સંતના ચરણે પડી ધન્યતા પ્રાપ્ત કરી, એ રોમાંચક ઘટનાથી દરેકના અંતરમાં શ્રધ્ધા-ભક્તિ પ્રગટી, બાપજી સૌને આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજાવે છે. કે વિશ્ર્વના દેવો અને ભક્તવત્સલ ભગવાન સંતોને આધીન છે. નરસિંહ મહેતાએ ગાયુ છે કે ભક્ત આધીન ભૂદરો, સદ્દગુરૂ કરતાં વિશ્ર્વમાં કોઇ શ્રેષ્ઠ નથી. સંત કબીર સાહેબ પણ કહ્યું છે કે...
      ગુરૂપદ અતલ સદાહી, ઔર જગત સબ જલ કે જાવે કર્મ, ભમે કે મોહી,
      સાધુભાઇ ગુરૂપદ અટલ સદાહી,
      રામકૃષ્ણ સે કો બડા ઇન્હુ તો ગુરૂ કિન્હ, તિન લોક કે વે ધની ગુરૂ આગે આધીન, કેવળ સાહેબ કહે છે.
      હે ગુરૂજી મારો આતલો જનમ સુધારો, હુ તો ગુણ નહિ ભૂલુ તમારો.... ટેક
      લાખ ચોરાસી ભટક્ત ભટક્ત, ઘર ઘર પશુ અવતારો...
      આયો ગુરૂજી આપ શરણો મેં ઉગારો ને આવારો...
      ગુરૂ બિન જ્ઞાન, ધ્યાન સબ ફોગટ, ફોગટ નેમ આચારો,
      પતિ બિન સ્ત્રીઆં કિસ બિધ શોભે, જેસો વિધવાકો શણગારો...
      ગુરૂ બિન સહાય કરે કોને જીવનની, તિરથ ફરોને હજારો,
      વૈકુંઠમાંથી પાછા ફરિયા મુનીવર શુકદેવ પ્યારો...
      એવી રીતે સંતો ચમત્કાર કરવા માગતા નથી, પરંતુ એમના અધ્યાત્મ દશામાં જે કાર્યો કરે છે. તે કાર્યો ચમત્કાર સ્વરૂપે જ હોય છે. પરમ પૂજ્ય મહંતશ્રી શંભુગિરિજી મહારાજશ્રી દાંતાના દરબારના વિસ્તારમાં પરિબ્રહ્મણ કરી રહ્યા હતા, પરમ પૂ. મહંત બાપુશ્રી સ્વભાવે કડક અને દુર્વાસા મુનિ જેવા ક્રોધી પ્રકૃતિ ધરાવતા હતા. આ વિસ્તારમાં ફરતા ફરતા તેમના ભક્તો સેવકોને સત્સંગ-ભક્તિનો મહિમા સમજાવતા હતા, એક જગ્યાએ એમના ભક્તો કોઇ ઢોંગી, ઠગ બાવાઓના સકંજામાં ફસાયા હશે ત્યાં જઈ પહોચ્યા, આ હકીકત તેઓશ્રીએ જાણી ભક્તોને આવા ઢોંગીઓથી બચવવાનું નક્કી કર્યું. સંતોનું જીવન નિસ્વાર્થી હોય છે. કોઇ સજ્જન સ્વાર્થના લીધે અવળા રસ્તે ચડી જાય કે ફસાઇ જાય કે દુઃખી થતો હોય તો સંતો સહન કરતા નથી, અચાનક આવો એક ઠગ પૂ. બાપજીને ભેટી ગયો, પૂજ્ય બાપજીને ખબર પડતાં જ રૂદ્ર રૂપ ધારણ કરીને લાકડી લઈને ઠગ ઉપર તૂટી પડ્યા, સારો એવો મેથીપાક આપ્યો, ઠગ ભાગ્યો અને સીધો દાંતાના મહારણાના દરબારમાં ફરીયાદ કરી, એ સમયમાં દરબારોનું રાજ્ય, દરબારોને કાન હોય પણ શાન ઓછી પેલા ઠગે ગરીબોનો ડોળ કરી મહારાણાને ફરીયાદ કરી, મહારાણાએ તાત્કાલીક હુકમ કરીને મહંત બાપુશ્રી જેલની કોટડીમાં પૂરી દીધા, પૂજ્ય બાપુશ્રી તો કોટડીમાં પણ માળ લઈને પ્રભુ સ્મરણમાં બૅસી ગયા, કોઇ ખેપીયાએ શ્રી વાળીનાથ ધામમાં જઈને આ સમાચાર આપ્યા, પરમ પૂજ્યશ્રી અરજણગિરિજી બાપુશ્રી રાજદરબારમાં પધાર્યા તે સમયે મહારાણા તેમના દિવ્ય આધ્યાત્મિક પ્રભાવથી અંજાઇ ગયા. અને પૂર્ણ ભાવથી સ્વાગત કર્યું અને ભજન સત્સંગનો લાભ આપવા પ્રાર્થના કરી, પલંગ બીસાવ્યા અને તેના ઉપર બિરાજી પરમ પૂજ્ય બાપુશ્રીએ દિવ્ય વાણીથી ભજન ગાવાના શરૂ કર્યા. પૂરો રાજદરબાર ભરાઇ ગયો અને મહારાણીઓ પણ ભજન સાંભળવા આવી, પરમ પૂજ્ય બાપુશ્રીએ ચાર ભજ્નો સંભળાવ્યા, સૌ રાજદરબારીઓ અને રાણીઓ સાથે મહારણ પણ ખુશ ખુશ થઈ ગયા. અને જાણતા હોવા છતાં પૂ. બાપુને પધારવાનું પ્રયોજન પૂછયું. અને શિરપાવ આપવાનો ભાવ દર્શાવ્યો. પરમ પૂજય બાપુશ્રીએ કહ્યું કે હે મહારણા હું કોઇ શિરપાલ લેવા નથી આવ્યો. હું તો મારા સદ્દગુરૂશ્રી પાસે આવ્યો છું મહારણાએ કહ્યું કે હું જાણું છું અને મરી આ ભૂલ બદલ આપની તેમજ સદ્દગુરૂદેવશ્રી ક્ષમા માગુ છું. પરંતુ પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી મહામુની દુર્વાસા સમાન છે તેથી તેમને સાછવજો નહિતર અન્ય પણ એમના ક્રોધની જ્વાળામાં ફસાઇ જશે. એમ કહી કોટડીમાંથી પરમ પૂજ્ય મહંત બાપુશ્રીને મુક્ત કર્યા. આમ દિવ્ય પ્રભાવથી પૂ. અરજણગિરિજી બાપુશ્રીએ મહારાણાને પણ આધ્યાત્મિક તાકાતનો પરચો બતાવ્યો. સંતો ચમત્કાર કરવા માગતા નથી પરંતુ પરમાત્માની કૃપાથી અને સમ્તોની લાજ રાખવા ભગવાન ચમત્કારીક ઘટનાનું સર્જન કરે છે. જેમ સંત તુકારમને વિરોધીઓએ ગધેડા ઉપર બેસાડીને નગર યાત્રા કાઢી, આ વાત તેમની પત્નિ પાસે પહોંચી તેથી તેમની ધર્મપત્નિ ખુબજ દુઃખી થઈ એટલામાં એ નગરયાત્રા તેમના ઘર આગળ થઈને નીકળીને તે સમયે તુકારામની સમયે ધર્મપત્નિને ગધેડાની જ્ગ્યાએ હાથી ઉપર સવાર થયેલા પોતાના પતિને જોયા અને તે આનંદ પામી. સંતોનું જીવન જ ચમત્કારીક ઘટના હોય છે.
      પરમ પૂજ્ય મહંતશ્રી શંભુગિરિજી અને પરમ પૂજ્ય અરજણગિરિજી મહારાજના સમયમાં અન્ય ઘણા મહાન સંતો નિવાસ કરતા હતા. સ્વામીશ્રી બેચરગિરિજી મહારાજ સરળ સ્વભાના અને સેવાભાવી સંત હતા. તેઓ શ્રી મંદિરના કામે સેવકોના આમંત્રણથી ગામડે-ગામદે જતા અને શ્રી વાળીનાથની ભક્તિનો મહિમા વધારતા. તેઓશ્રી વૃધ્ધાવસ્થાના સમયે પેપળુગામના ભાવિક ભક્તોના આગ્રહથી પેપળુ ગામે રોકાયા અને ત્યાં જ બ્રહ્મનિષ્ઠ બન્યા. સ્વામીશ્રી ગોકુળગિરિજી મહારાજશ્રીના શિષ્ય શ્રી પૂજ્ય સ્વામીશ્રી મરગિરિજી એક મહાન તપસ્વી,ધર્મપ્રેમી,જ્ઞાની,સેવાભાવી સંત હતા અને આતિથ્ય સેવામાં કાયમ વ્યસ્ત રહેતા. પરમ પૂજ્ય અમરગિરિજી મહરાજશ્રીના શિષ્ય એવા મહાન સંત પરમ પૂજ્ય શ્રી હરિગિરિજી મહારાજ રાજસ્થાનમાં આવેલા આજોદર ગામના આલ શાખાના સંસ્કારી રબારી કુંટુંબમાં જન્મ્યા હતા. તેમની શાસ્ત્રો પ્રત્યે ઘણી રૂચી હતી. આવી અભય પરંપરામાં પરમ પૂજ્ય શંભુગિરિજી મહાજશ્રી સ્વધામ પશાર્યા.