Param pujya mahant shri harigiriji bapu Prev Next Index

-:।। પરમ પૂજ્ય મહંતશ્રી હરિગિજી બાપુ ।।૧૦।।:-      તેમના પછી આ પૂજ્યશાળી પવિત્ર શ્રી વાળીનાથ ધામની પુનિતગાદી ઉપર પરમ પૂજ્ય મહંત શ્રી હરિગિરિજી બાપુ બિરાજમાન થયા. વિક્રમ સંવત ૧૯૪૫માં શ્રી વાળીનાથજી અખાડાના મહંતશ્રી તરીકે જવાબદારી સંભાળી અને પરમ પૂજ્ય સ્વામી શ્રી હેમગિરિજી મહારાજશ્રીએ કોઠારી તરીકે વહીવટ સંભાળ્યો. પરમ પૂ. મહંત બાપુશ્રી બાળપણથી સંસ્કારી કુટુંબના હોવાથી ભક્તિભાવનાવાળા હતા. પૂર્વના પૂણ્ર્યશાળી આત્માઓ અવની ઉપર સંત સ્વરૂપે જન્મે છે. અને બાળપણથી ભગવાનની ભક્તિમાં તેમનું મન પ્રોવાઇ જાય છે." સંત બીજ પલટે નહિ જુગ જાય અનંત,-ૌંચે નીચે ઘર અવતરે તોય સંતના સંત,ભક્ત ધ્રુવ,ભક્તપ્રહલાદ, ભક્ત મીરાંબાઇ, ભક્ત નરસિંહ મહેતા જેવા અનેક મહાન ભક્તો વિરોધી વાતાવરણમાં પણ ભક્તિ સભર જીવન જીવી ગયા છે. એમની ભક્તિની દ્રઢતા વધે છે. પરંતુ એમની દ્રઢ ભક્તિ ભાવનામંથી કોઇ તેવા સંતોને ડગાવી શકતુ નથી, અને સંપૂર્ણ ભાવપૂર્વકની ભક્તિ કરનાર ભક્તની ભગવાને કાયમ સહાય કરી છે. આપણી પવિત્ર ભારત ભૂમિ ઉપર ઘણા મહાન સંતોએ જન્મ ધારણ કરી લોકહિતના અનેક કાર્યોથી મા ભારતીને ધન્ય બનાવી દીધી છે. એમાંય ગુજરાતમાં અનેક ધર્મસ્થાનો ઉપર મહાન તપસ્વી અને જ્ઞાની સંતો થયા છે. આવા સંતો ચિંતામણી સમાન છે. પોતાને પણ બીજા સામે દ્રષ્ટાંતરૂપ બનાવીને પોતાના જેવા મહાન બનાવવાના અવિરત પ્રયત્નો કરતા હોય છે. તેમના તપપૂર્ણ એવા પરિશ્રમ જોવાની આપણી પાસે દ્રષ્ટિ હોવી જોઇએ અને એ દિવ્ય દ્રષ્ટિ પરમ પૂજ્ય એવા શ્રી ગુરૂદેવશ્રીની કૃપાથી જ પ્રાપ્ત થતી હોય છે.