Shri karani shivbhakti Prev Next Index

-:શ્રીકરની શિવભક્તિ:-      એક બાળક ભગવાન શિવજીની પૂજા કરે છે અને તે પણ કેવી? મોટા માણસને પણ શરમાવે આ તેજસ્વી બાળકની ઠાવકાઇ પૂર્વકની જેની ઉંમર પણ પૂજા સેવાના મહિમાને સમજવાને લાયક નથી. ઘર ઘર રમવાની એની એ ઉંમર ભગવાન શ્રી શિવજીની પૂજા-ઉપાસનામાં ઘણો સમય વ્યતિત કરે છે. એ એક આશ્ર્વર્ય જ કહેવાય . આ શ્રીકર માલધારી(ગોપુત્ર) વંશનો જે સમાજને શાસ્ત્રનો અભ્યાસ નહીં છતાં બાળક શ્રીકર પૂર્વજ્ન્મના પ્રતાપે મહાન શિવભક્ત હતો. આ ગોપુત્ર શ્રીકરની લોકો શ્રધ્ધાપૂર્વક વાતો કરતા અને વખાણ કરત. ચોરે,ચૌટે અને પનઘટ ઉપર શ્રીકરની જ વાતો થતી. વાતો સાંભળી શ્રીકરના મા-બાપ ખુબજ ખુશ થતા અને પોતને ભાગ્યશાળી માનતા. શ્રીકરની માતા ગૌરવ અનુભવતી, હજારો વર્ષ પહેલાંની આ વાત છે. શ્રીકરના માતાપિતા સુખી અને સાત્વિક હતા. ભોગવાદી વિચારોથી મુક્ત એવું આ ગૃહસ્થ કુટુંબ સંસ્કારી હતું અને જનમાનસમાં આદરણીય સ્થાન ધરાવતા. આ કુટુંબના આ બાળક શ્રીકરના ગામ લોકો ખુબજ પ્રભાવિત બની ગુણગાન ગાતા શીવભ્ક્તિને બિરદારવતા, પરંતુ સમાજ શરૂ શરૂમાં જ્યાં સુધી શ્રીકર નાના બાળસ્વરૂપે હતા ત્યાં સુધી તો તેની શીવભક્તિ વિષે વખાણ કરતા રહ્યા પરંતુ માનવ સમાજની વિચિત્ર રીત મુજબ શ્રીકર મોટો થયો કે ધીરેધીરે લોકો તેની ટીકા કરવા લાગ્યા અને તેના મા-બાપને અનેક જાતની સલાહ સૂચનો આપવા લાગ્યા. તેથી માતાએ બાળક શ્રીકરને કહ્યું કે બેટા હવે તુ મોટૉ થયો છે. તારે નિશાળે જવૂ જોઇએ ભગવાનની સેવા પૂજા ક્યાં સુધી કરતો રહીશ. પિતાને પણ શ્રીકરની ભક્તિમાં વિકૃતિ દેખાવા લાગી અને તેને ભણવા મટે ગુરૂકુળમાં મોક્લ્યો. પ્રભુભક્તિથી રંગાયેલુ મન નિશાળમાં ચોટતું નથી, ત્યાં તેને ભગવાન દેખાતા નથી. ચિદાનંદ સ્વરૂપ શીવજીની ભક્તિમાંથી મન બીજા અભ્યાસમાં બેસતું નથી. તે બેચેન બન્યો. શિક્ષકને લાગ્યું કે આ વિધાર્થી ભણી શકે તેમ નથી. ભણવામાં લક્ષ રાખી શકતો નથી. બીજાસહાધ્યાયીઓ આગળ નીકળી ગયા, પરંતુ આ બાળક હજુ સુધી ત્યાં જ ત્યાં જ છે. મા બાપે પણ બાળકનું ચિત ભણવામાં લાગે તેવા ઘણા પ્રય્ત્નો કર્યા પરંતુબધીજ મહેનત વ્યર્થ જવાથી શ્રીકરની માએ તેને માર માર્યો અને કહ્યું કે બસ આખો દિવસ ભગવાન ભગવાન કર્યા કરે છે અને ભણતો નથી. શું તને આ ભગવાન ખાવા આપવા આવશે? હા, પૂજાપાઠ-ભક્તિ બધુ જ જરૂરી છે. અને હોવું જોઇએ પણ તેની હદ અને મર્યાદા હોય છે. અમે પણ પ્રભુભ્ક્તિ કરીએ છીએ. તારા બાપુજી પણ ભક્ત તરીકે પ્રખ્યાત છે. પણ એથી વ્યવહાર છૉડી ના દેવાય, ભણીશ નહિ તો મોટા થઈને શું કરીશ? પિતાએ પણ ચેતવણી આપતાં કહ્યું. જો શ્રીકર હવે તુ મોટો થયો, ઘોડીયામાં રમતાં નાનો બાળક નથી. તારા અચાર્ય પણ તારા વિષે ફરિયાદ કરે છે.તુ ભણવાનું છોડીને એકાદ ઝડ નીચે માટીનું શીવલીંગ બનાવીને રમત રમ્યાકરે છે. તને રમવાની કોણ ના કહે છે પણ તેનીકાંઇ મર્યાદા છે કે નહિ. હવેથી અભ્યાસમાં ધ્યાન આપજે અને તારા વિષે ફરિયા ના આવવી જોઇએ. આમ ઠપકો આપતાં માબાપ ખુબજ નિરાશ થઈ ગયાં માનવીનું મન કેવું વિચિત્ર છે. પોતાના માપથી બીજાને પણ માપવાનો પ્રયત્ન કરે છે અને પોતાના વિચાર પ્રમાણે સામો વ્યક્તિ ના દેખાય તો પોતાની ભૂલ સમજાતી નથી અને તેને વિકૃત દેખાય છે. શ્રીરના માબાપ આ વિચાર ધારામાં વિચારવા લાગ્યા હતા. સસારની આશક્તિમાં આશક્ત તેમનું મન અંતર ભક્તિથી રંગાયેલા પુત્રના મનને ક્યાંથી કદી ઓળખી શકે. માનવીની મનોવૃત જિવનમાં આધિપ્ત્ય જમાવે ચે. દિકરો ભણે નહિ તો મા બાપનું અંતર બલ્યા કરે છે અને તેને પોતે બતાવેલ માર્ગે ચાલવા સમજાવ્યા કરે ચે. પરંતુ ગીતા વાંચવાથી શું મળવાનું? ઉપનિષદો વાચવાથી શું ફાયદો થવાનો? માનવીની પામરબુધ્ધિ આગળનું કાંઇ વિચારી શકતી નથી. એટલે આવી પામરબુધ્દ્ઘિની દલીલો કરી સગવડીયું સમાધાન મેળવે છે. તેઓ ઢીલા છે કારણકે ગીતા વાંચવાનું ફળ તેમને પ્રત્યક્ષ દેખાતુ નથી. તેનાથી આર્થિક સુખ નથી મળતુ પરંતુ તેના વાંચન,મનન, આચરણથી આધ્યાત્મિક જ્ઞાન સાથે શાન્તિ મળે છે. ઇશ્ર્વરની ઓળખાણ થાય છે. તે શ્રીકરના માબાપની સંસારમાં રત રહેલી બુધ્ધિ શ્રીકરની શ્રેયકર ભક્તિ જોઇ શકવા અસમર્થ છે. તે જોવા માટે સંતોના આશીર્વાદ જોઇએ. સત્સંગ દ્રારા દ્રષ્ટિને કેળવવી પડૅ છે.
      એક વહેલી સવારે શ્રીકર ઘર છોડી ચાલી નીકળે છે. જે ઘરમાં પોતાન ઇષ્ટ ભગવાનની પ્રભુ ભક્તિ માટે વિરોધ થાય તેવા સ્થળે કેમ રહેવાય? નાક દબાવીને કેટલોન સમય જીવાય? અને પછી એક રાત્રે વહેલી સવારે અંધારામાં શ્રીકર ચાલી નીકળ્યો. એનું પ્રભુમય ચિત એને ઘર બહાર માયાથી દુર દુર ઘસડી ગયું.
      શ્રીકર ફરતા ફ્રતા એક ઋષિના આશ્રમમાં આવી ચડ્યા. ત્યાં તેમણે જોયું કે નાના નાના છોકરાઓ પ્રભુના સ્તોત્રો ગાતા હતા. ચિત એકાગ્ર કરવાનો અભ્યાસ કરતા હતા. સર્વત્ર મંગલમય વાતાવરણ દિસતું હતું. ડિવ્ય વાતાવરણ આલ્હાદક ભાસતું હતું. ચિતને આનંદ આપનારુ આ સ્થળ જોઇ શ્રીકરે ત્યાં જ નિવાસ કરી, ગુરૂચરણે રહી પ્રભુભક્તિ કરવા નિર્ણય કર્યો. ગુરૂદેવને નમસ્કાર કરી વિવેકપૂર્ણ ઇરછા દર્શાવી શ્રી ગુરૂની અનુમતિ ગ્રહણ કરી, આશ્રમમાં રહી ,ચિતશુધ્હિના અભ્યાસ સાથે શાસ્ત્રોનો અભ્યાસ અને પ્રભુ ઉપાસના કરવા લાગ્યા. શ્રી ગુરૂદેવની આજ્ઞા પ્રમાને અન્ય શિષ્યો સાથે આજુબાજુના ગામડાઓમાં જતા અને ત્યાં જઈ લોકોને માનવ જીવનની મહતા સમજાવતા. ભગવાને આપેલા આ માનવ દેહની કિંમત સમજાવતા, પશુવત ભોગવિલાસપૂર્ણ જીવનને દૈવી કાર્ય ઉતમ અને શ્રેષ્ઠ બનાવી માનવમાંથી દેવ બનવા સમજાવતા. દેવ ના બની શકો તો માનવીમાંથી માનવ બની ઉતમ જીવન જીવો. આ જીવન પ્રભુકાર્ય માટે છે. આમ શ્રીગુરૂ આજ્ઞા પ્રમાણે ઉપદેશ આપતાં આવી ઉતમ પ્રભુભક્તિ દ્રારા પ્રભુમહિમાને પ્રાધાન્ય આપતા શ્રીકરના આંતર ભજ્તિથી વિશુધ્ધ થયેલા ચિતમાં બ્રહ્મ-ભક્તિની સૌરભ ભરેલી હતી. પૂર્ણ આજ્ઞા પ્રાપ્ત કરી ગુરુશ્રીના આર્શીવાદ લઈ શ્રીકરજી આશ્રમ છૉડી નીકળી પડ્યા. ભ્રમણ્ર ક્રતા ક્રતા એક વટવૃક્ષની નીચે તે બેસી ગયો અને ભગવાન શીવજીની આરાધના કરવા લાગ્યો.તેમની ભક્તિથી ભગવાન શિવજી પ્રસન્ન થયા. તેમના લોકહિતના પરમર્થ કાર્યથી પ્રસન્ન થઈ એક ચિંતામણી આપ્યો અને કહ્યું કે હે ભક્તરાજ તમે સદ્દવિચારો દ્રારા મોહમાયામાં ફસાયેલા મનુષ્યોને પ્રભુભક્તિ તરફ લઈ જશો અને તમારા આવા ઉતમ કાર્યથી હું ખુશ થઈને તમને આ ઉતમ ચિંતામણી(પારસમણી) આપુ છું. શ્રીકર કૃતકૃત્ય બની ગયા. પોતાનો મનુષ્ય અવતાર સફળ થયો. એમ સમજી પ્રભુને પૂછયું કે પ્રભુ આ જે આપ મને આપો છો તેને હું શું કરૂ? તેની ઉપયોગિતાની મને ખબર નથી. ત્યારે પ્રભુએ ખ્યું આ ચિતામણિ છે અને તેને તાબાંને અડાડવાથી તે સોનું બની જાય છે. ત્યારે ભ્ક્ત ભગવાનને કહે છે હે પ્રભુ ચિંતામણી સમો આ દેહ આપ્યો છે અને એના માધ્મથી આપનાં દર્શન કરી શક્યો છું. જો આપને આપવુ જ હોય તો મારૂ મન સદા આપના ચરણોમાં સ્થિર રહે. એ સિવાય મારે કંઈ જોઇતુ નથી. આપની કૃપાથી આ દેહરૂપી ચિંતામણી સચવાય અને એનો જેટલો ઉપયોગ થાય તેજ ઘણું છે. મારાથી આ ચિંતામણી નહિ સાચવી શકાય ત્યારે પ્રભુએ કહ્યું કે આ ચિંતામણી તું તારી પાસે રાખજે અને તેને યોગ્ય લાગે તેને તું આપજે. તારૂ કલ્યાણ થશે. તુ એનો સ્વીકાર કર. પ્રભુ પાસેથી ચિંતામણી લઈને શ્રીકરજી ગામે ગામ ફરવા લાગ્યા. પ્રભુની આ દિવ્ય પ્રસાદીના લોકોને દર્શન કરાવતા ત્યારે લોકો એના પ્રકાશથી અંજાઇને પૂછતા કે આ શું છે? ત્યારે શ્રીકર કહેતા કે આ પારસમણી છે, એને તાંબાને અડાડવાથી સોનું બને છે. ત્યારે ભક્તો પૂછતા કે તમે સોનું કેમ નથી બનાવતા? અને બીજાને કેમ નથી આપતા ત્યારે શ્રીકરજી કહેતા કે મારે સોનાની જરૂર નથી અને મોટામાં મોટો ભીખારી શોધું છું. અને જ્યારે તેવો ભીખારી મળશે ત્યારે આ ચિંતામણી તેને આપી દઈશ. પ્રભુના ગુનગાન ગાતાં અને લોકોને પ્રભુ માર્ગે વળવાનો ઉપદેશ આપતા આપતા શ્રીકરજી એક ગામમાં એક વિશાળ રાજભવન સમાન હવેલી પાસે આવી ઉભા રહ્યા. આ હવેલી નગરશેઠ મણિભદ્રની હતી. બહાર પરશાળામાં ઘણા લોકો શેઠને મળવાની રાહ જોતા હતા અને હવેલીમાં શેઠના અંગત માણસો ફરતા હતા. શેઠાણી હવેલીના ઝરૂખામાંથી જોતા હતા. તે સમયે આ તેજસ્વી યુવાન અને પ્રતાપી લાગતા શ્રીકરજી ઉપર એમની દ્રષ્ટિ પડી. તેઓ બહાર આવ્યા અને શ્રીકરજીને પગે લાગી નમસ્કાર કર્યા અને આવવાનું કારણ પૂછયું. શ્રીકરજીએ કહ્યું કે માતાજી મારેઆ હવેલીના ભાગ્યશાળી માલિકના દર્શન કરવાં છે. મારે બીજું કંઈ જોઇતું નથી. ત્યારે શેઠાણીએ કહ્યું કે આપ કોણ છો શેઠાણીના વિવેકપૂર્ણ વાક્ય સાંભળી શ્રીકરે કહ્યું કે હું ગોપપુત્ર શ્રીકર છું. શેઠાણી પોતાના પતિદેવનો સ્વભાવ જાણતી હોવાથી આ યુવાન તપસ્વી જો અંદર જશે તો તેમના કાર્યમાં ખલેલ પડશે એવું સમજીને મહારજને આવવાનું પ્રયોજન પૂછી લીધુ અને પોતાનાથી થતું કાર્ય કરવા સંમતિ આપી. ત્યારે શ્રીકરે કોઇ અન્ય કામ નથી.માત્ર એમના દર્શન કરવા છે અને અનુમતિ માગી હવેલીમાં પ્રવેશ કર્યો. શેઠ મણિભદ્ર તેમના અંગત માણસો સાથે મંત્રણા કરતા હતા. શેઠની નજર શ્રીકર ઉપર પડી અને પૂછયું તુ કોણ છે. અને કેમ આવ્યો છે. તારે શ્રીકરે કહ્યું કે હે શેઠ હું આપના દર્શન કરવા માટે આવ્યો છું. આપે કેટલી તપસ્યા કરી હશે ત્યારે પ્રભુએ આટલો ભવ્ય વૈભવ આપ્યો હશે? પરંતુ હે શેઠ જે ભગવાને તમને આ અઢળક સંપતિ આપી છે તેને કદી યાદ કરો છો? રોજ પ્રભુના વિચારો કરો છો? અમુક નિશ્ર્વિત કરેલ સમયે પ્રભુના સંદેશાને ઘરે ઘેર પહોંચાડવા પરિશ્રમ કરો છો? આવા શબ્દો સાંભળી શેઠને ઘેરીને બેઠેલા તેમના માણસોએ કહ્યું કે અરે મુર્ખ અમારા શેઠને એવી ફુરસદ જ ક્યાં છે? ભગવાનનું નામ લેવા જેટલી નવરાશ તો મળવી જોઇએ ને? અન્ય એક વ્યક્તિ બોલ્યા કે એ બિચારાને ક્યાંથી ખબર હોય કે શેઠને દેશ-પરદેશમાં ધીકતા કારોબારની કેતલી કેટળી પેઢીઓમાં વિશાળ ધંધાઓ ચાલે છે. તેઓ તેમના ધંધો રોજગાર સંભાળે કે તારી જેમ લંગોટીયા બાવા થઈને ભગવાન ભગવાન કરવા નીકળે? શેઠ બોલ્યો કેતારે જેટલી રકમ જોઇએ તેટલી માગી લે. અમારો સમય બગાડીશ નહિ. અને ચાલતો થા. ત્યારે શ્રીકરે કહ્યું કે આપનો સમયતો આપજ બગાડી રહ્યા છો. મારે કંઇ જોઇતુ નથી આપના દર્શન માર માટે મોટી મૂડી છે. આપને એક નાની ભેટ આપવા આવ્યો છું.એ સ્વીકારો એમ કહી પારસમણી શેઠની સામેધર્યો. શેઠ બોલ્યો આ શું એ અને તેનો ઉપયોગ શું છે. ત્યારે શ્રીકરે કહ્યું કે આ એક આપની દ્રષ્ટિએ કિંમતી ચિંતામણી છે. અને તાબાંને અડાડવાથી સોનુ બને છે,આ અમૂલ્ય ભેટ હુ સૌથી મૉટા ભીખારીને આપવા માગતો હતો. તેથી આ ચિંતામણી હુ આપને આપુછું. શેઠ અને તે પણ સૌથી મોટૉ ભીખારી આ પાગલ શું બોલે છે. બધા ચોંકી ઉઠયા. શ્રીકર બોલ્યા ઉતાવળા થવાનું કોઇ કારણ નથી. દુનિયામાં સૌથી મોટૉ ભીહારી બીજો કોણ હોઈ શકે? થોડૉ વિચાર કરો, ભગવાને ત્મને હજાર હાથે આપ્યું છતાં તમારી પાસે તેમને યાદ કરવા માટે ફૂરસદ નથી, પ્રભુનામ અને તેનો સંદેશો ઘેરઘેર પહોંચાડવાનો તમારી પાસે સમય નથી. અને છતાંય તમને પ્રભું અઢળક સંપતિ આપતો રહ્યો, ગયા જન્મનાતમે કોઇ યોગી હશો એટલે આ જ્ન્મમાં વૈભવ કીર્તિ વગેરે આપને મળ્યા છે. પરંતુ આ જ્ન્મે તમે શું કર્યુ છે જર વિચારશો તો આપ સમજી જશો કે આ જ્ન્મમાં તમે ભીખારી જ છો. આ જ્ન્મનો તમારો ક્યો વૈભવ? આટલુ કહી શ્રીકર શેઠનાહાથમાં પારસમણી મૂકી ચાલતા થયા.
      શેઠ અને તેના મણસો અવાક થઈ ગયા, આશ્ર્વર્યચકિત બની જોઇએ રહ્યા. શ્રીકરને ગયા પછી ભાનમાં આવ્યા, શ્રીકરની ટકોર શેટના અંતરને ઢંઢોળી ગઈ અનેશેઠની ઉંઘ ઉડી ગઈ તે વિચારવા લાગ્યા. અને તેમને શ્રીકરની સાચી વાત સમજાવવા લાગી મનોમન તેમણે શ્રીકરને નમસ્કાર કર્યા.
      આ અમુલ્ય ચિંતામણી લઈ મણિભદ્ર શેઠ રાજદરબારમાં ગયો, પોતાની પાસે આઅમુલ્ય મણી રાખ્વો તે જોખમ હતું રાજાને ખબર પડે તો રાજા સજા કરે અને તેથીજ તેણેતેમણી ચંદ્રસેન મહારજને અર્પણ કર્યો અનેશ્રીકર વિષે વાત કરી, મહારજા આ વાત સાંભળી વિચારવા લાગ્યા કે યુવાનશ્રીકર સ્થિપ્રજ્ઞ અને મહાન વ્યક્તિ હોવા જોઇએ. તેમના દર્શન કરવા જોઇએ. અને રાજા ચંદ્રસેન અને શેઠ મણિભદ્ર બન્ને શ્રીકરની શોધમાં નીકળ પડ્યા, એક વટવૃક્ષ નીચે કેતલાક ભક્તો સાથે શ્રીકર બેઠાં બેઠાં આનણ્દ્થી વાતો કરતા હતા અને ભક્તોને જીવનની સાર્થકતા સમજાવતા હતા. જીવનના સાચા વૈભવની એવી માનવતાની સમજણ આપતા શ્રીકર પાસે રાજા ચંદ્રસેનાને નગરશેઠ આવી ચડ્યા. રાજાને જોઇ ભ્ક્તો ગભરાઇને બાજુમાં જઈને ઉભા રહ્યા, રાજાએ આગળ આવી શ્રીકરને નમસ્કાર કરી પૂછયું કે આ અમુલ્ય ચિંતામણી તમે આપ્યો છે? શ્રીકરે કહ્યું હા, રાજાએ કહ્યું કે ઉ આપને એની કિંમતની ખબર નથી. ત્યારે શ્રીકરશ્રી બોલ્યા કે હે રાજા મને તો કિંમતની ખબર છે પરંતુ આપને આપના ચિંતામણી સમાન આ દેહની કિંમતની કોઇજ ખબર નથી.આજ દેહ વડે આજ શરીર વડે ભગવાન બની શકાય,ચિંતામની કરતાં પણ કિંમતી એવાઆ દેહને આ જીવનને ભોગવિલાસમાં કેમ વેદફી રહ્યા છો. શા માટે આટલા સસ્તામાં આ દેહનો ઉપયોગ કરી રહ્યા છો. ખરેખર તો તમને જ આ ચિંતામણી(દેહ)ની કિંમતની કોઇ ખબર નથી, અંતરમાં ડોકીયું કરીને વિચારશો તો તમને સમજાશે કે મને ખબર નથી કે આપને? કેટ કેટલી ઝંખના રાખી ભગવાનાઅ સુંદર દેહ આત્માને અર્પણ કર્યો હશે. અને આત્મા બ્ધુ ભૂલીને આ દેહની કિંમત પણ ભૂલી જાય છે. ખરેખર આ માનવદેહજ સાચો ચિંતામણી છે. ગયા જન્મના ભગવાનના વ્હાલા હોવાથી તમને આ જ્ન્મે અત્યંત સુશોભનીય દેહ,વૈભવ અને સતા આપી છે. પરમાત્માએ આત્માને પોતાનો દિકરો સમજીને આ બધુ ઉદાર હાથે આપ્યું છે. કારણકે પરમાત્માને એવી માનવ પ્રત્યે એક અપેક્ષા હોય છે. કે સૃષ્ટિમાં દેહધારી માનવ ભક્તિપૂર્વક પરમાર્થ કાર્ય કરશે અને વ્યક્તિઓને પ્રેરણારૂપ બની મહાનતા પ્રાપ્ત કરશે. આસુરી તત્વોને હરાવી પરમતત્વને પામશે, પરંતુ તમે તમારી જાતને પૂછી જુઓ કે ત્મોએ આજ સુધી શુ કર્યું? અને શેઠ તમે પણ જરા વિચારી જુઓ કે નાનપણથી મોટા થયા, ખૂબ કમાણી કરી પરણ્યા, સુખી સંસારમાં બાળકો અને વૈભવથી સુખમાં મહાલ્યા. અરે આ પ્રમાણે પશુ પંખી પણ જીવન વિતાવે છે. એમાં તમારા જેવા માનવીઓએ નવું શું કર્યું. ગયા જન્મના યોગભ્રષ્ટ એવા તમે રાજા અને શેઠ બનીને સંસારથી બીજું વિષેષ શુ કર્યું? આ માનવદેહની અમુલ્ય ભેટ મૅળવીને આ જગતમાં આવ્યા. અને સમય પૂરો થયે જવાના અને ત્યારે તમારી પાસે કોઇ મુડી નહિ હોય, આ દેહરૂપી ચિંતામણી પણ નિર્મુલ્ય થઈ જશે, તેનો તમે કોઇ સદ્પયોગ કર્યો છે? આ સાંભળી રાજાને તેમની ભૂલ સમજાઇ અને તેણે શ્રીકરની માફી માગી. તેને પ્રણામ કરી. તેમના ઉપદેશ પ્રમાણે જીવન જીવવાનો નિરધાર કર્યો. શેઠને પણ પોતાના જીવનને સદ્દમાર્ગે વાળવાની પ્રેરણામળી, રાજાએ કહ્યું કે આજથી જ હું આ દેહને સાર્થક કરીશ, મારો બધોજ વૈભવ ધન,સંપતિ પ્રભુકાર્યમાં ખર્ચીશ એમ કહી ચિંતામણી શેઠને પાછો આપ્યો અને કહ્યું કે આની મારે કોઇ જરૂર નથી, શેઠ બોલ્યા કેહેરાજન આ મણી આપની પાસે જ રાખો. તે પ્રભુકાર્ય કરવામાં મદદરૂપ થશે. એનાથી બનતા સુવર્ણ દ્રારા માનવજીવન સુવર્ણમય બનાવજો. શ્રીકરે મધુર વાણીથી કહ્યુ કે તમે તમારી શક્તિ દ્રારા એવા સમાજનું નિર્માણ કરો. લોકોના જીવનમાં કલહના બદલે આત્મિયતા આવે, દુઃખના બદલે સુખ આવે, શોકના બદલે આનંદમય અને તેજસ્વી જીવન બને વિવેક અને નમ્રતાથી સંતો વડીલોનો આદર થાય, દાચાર વધે અજ્ઞાન દુર થાય અને જ્ઞાનની વૃધ્ધિ થાય,દુર્ગુણોનો નાશ થાય અને સમાજ સદ્દગુણથી સંપન્ન બને, સમાજમાં ઉદારતા,ભાવના,ભક્તિ,અને શુરવીરતા પ્રગટે,દેશ અને ધર્મ પ્રત્યે પ્રેમ વધે, રાષ્ટ્ર પ્રત્યે વફાદરી વધે, હિંમત અને સાહસ વધે એવા સુદ્દઢ સુસંસ્કારી સમાજની રના થાય, એકતા દ્રારા સંગઠન શક્તિ વધે અને રાષ્ટ્રસમૃધ્ધ અને શક્તિશાળી બને એવા સુઆયોજિત પ્રયત્નો કરો, રાજા ચંદ્રસેન અને શેઠ મણિભદ્ર શ્રીકરના આર્શીવાદ લઈને શુભકાર્યમાં લાગી ગયા, થોડા જ સમયમાં રાજા ચંદ્રસેને પોતાની પ્રજાને સુખી-સમૃધ્ધ-તેજસ્વી-સંસ્કારી અને શુરવીર બનાવી, ધર્મ અને રાષ્ટ્રપ્રત્યે સંપુર્ણ વફાદારી પૂર્વક પ્રજાને કર્તવ્યનિષ્ઠ અને સુસંસ્કૃતિક બનાવી.
      બીજા રાઓથી ચંદ્રસેનની આ સમૃધ્ધિ સહન ન થઈ રાજાના આવા ઉત્કર્ષથ ઇર્ષા વાળા રાજાઓએ ગુપ્તચરો દ્રાર માહીતિ મેળવી કે એક ગોપપુત્ર પાસેથી પારસમણી મેળવીને પ્રજાને સમૃધ્ધ બનાવી છે. ચંદ્રસેનની જનતા સુખી અને સંસ્કારી છે. અને આનંદ-ૌત્સાહથી વૈભવશાળી જીવન જીવે છે. આવા સમાચારોથી આજુબાજુના રાજાઓએ ચંદ્રસેન ઉપર સામુહિક ચડાઇ કરી, ઇર્ષાની આગમાં બળતા રાજાઓથી ચંદ્રસેનનો વૈભવ સહન ના થયો. બીજાને દુઃખી જોનાર પોતે શ્રીમંત બને અને અન્ય ગરીબ રહે એવા વિચારોથી બળતોઅને અન્યની નિંદા કરતો હોય છે. બીજો જો સુખી થઈ જાય તો પોતાના વૈભવ અને શ્રીમંતાઇનું કોઇ મહત્વ રહેતુ નથી. એવી વિચારધરા થી ચંદ્રસેન રાજાનો આવો ભવ્ય અને દિવ્ય ઉત્કર્ષ સહન ના થવાથી છડાઇ કરી. મહારાજા ચંદ્રસેને પોતાની પ્રજાને દેશભક્તિથી સંપૂર્ણ તૈયાર કરેલી હતી, તેમજ પોતાની પાસે સુસજ્જ અને બળવાન લશ્કર હતું. રાષ્ટ્રનિષ્ઠામાં સમર્પિત એવી જનતા પણ તૈયાર હતી. તેથી દુશ્મન રાજાઓનો ભયંકર સામનો કરી તેમને હરાવી બંદીવાન કર્યા અને શ્રીકરજીના સમક્ષ રજુ કર્યા. દિવ્ય અને તેજસ્વી શ્રીકરના સામે બંદિવાન રાજાઓએ શ્રીકરને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમને મુક્ત કરાવો, અમે આજ્ઞા પ્રમાણે વર્તીશું. ત્યારે શ્રીકરજી બોલ્યા હે રાજાઓ તમને રાજ ચંદ્રસેને બંદીવાન નથી બનાવ્યા પણ તમારી ભોગવિલાસની લાલસ અને તમારી કુટનિતિએ તમને ગુલામ બનાવ્યા છે. તમે રાજા ચંદ્રસેન પાસેથી ચિંતામણી અને રાજ્ય હદપ કરવાની ખેવનાથી ચડાઇ કરી તેના અને તેની પ્રજાના વૈભવને લૂટવાના બદઇરાદથી તમે ચડાઇ કરવા પ્રેરાયા, પરંતુ રાજા ચંદ્રસેનની પરોપકાર ભાવનાઅને સદ્દવિચારોથી અને પરમાત્માની કૃપાથી તમારી આવી સર્વનશ કરવાની દુષ્ટ યોજનાને નિષ્ફળ બનાવી,તમાર દ્રારા નિર્માણ કરાયેલા દુષ્ટ કર્મોના તમે ભોગી બન્યા તમે પન રાજા ચંદ્રસેનની જેમ તમાર ઉતમ કાર્યોથી તમારીપ્રજાને સુખી બનાવી શક્યા હોત, રાજા ચંદ્રસેનના ચિંતામણી ને લૂટવાં કરતાં તમારા શરીરરૂપી ચિંતામણી દ્રારા શુભ કાર્યો કરી શક્યા હોત, સર્વ હીત લક્ષી બની શક્યા હોત, પ્રભુકાર્યને મહત્વ આપ્યુ હોત તો આવી કુબુધ્ધિ સુજી ના હોત, શ્રીકરની માફી માગી રાજાઓએ પોતાની ભૂલ કબૂલ કરી ત્યારે શ્રીકરે કહ્યુમ કે હવેથી તમે પ્રભુકાર્યમાં જોડાઇ જશો અને તમાર દેહ અને બુધ્ધિ દ્રારા ઋષિમુનિઓએ ઉભી કરેલ આ ભવ્ય સંસ્કૃતિ માટે પ્રજામાં આદરભાવ ઉભો કરી મહત્વના કામમાં જોડાઇ જશો તો તમે બંદીવાન કે ગુલામ નથી તમે મુક્ત થઈ શકશો. શ્રીકરનો આદેશ બંદીવાન બધા રાજાઓએ માથે ચડાવ્યો અને મુક્ત થઈ શ્રીકર જેવા સંતની પ્રેરણા પ્રમાણે પ્રજાને સુખી, સમૃધ્ધ-સંસ્કારી બનાવી, શ્રીકરજી બધા રાજ્યમાં ફરે છે. અને દરેકને તેનો પોતાનો ધર્મ સમજાવે છે. રાજા તેમજ તેની પ્રજાને તેમની ફરજનુ ભાન કરાવે છે. આ રીતે જીવન તરફ ભવ્ય દષ્ટિ રાખી માનવદેહની સાર્થકતા કેળવી ભગવાને આપેલા આ ચિંતામણીનો ઉપયોગ યોગ્ય રીતે કરી તેમણે તે કાળ સુધાર્યો, જગત સુધાર્યુ અને જીવન સાર્થક કર્યુ અને આજે શ્રીકરની નવમી પેઢીમાં ભગવાન શ્રીકૃષ્ણ અવતર્યા, જ્યાં આવી ઉજ્જવળ પરંપરાગત સદ્દભાવના હોય ત્યાં જ ભગવાન અવતાર લઈ શકે.
      આવીજ રીતે શ્રી ઉમાપુરીમાં ભગવાન શ્રી વાળીનાથમાં બિરાજમાન સંતો માનવીને માનવ બનાવવાનો અને દેહરૂપી ચિંતામણીની ઓળખ કરાવી પારસમણી સ્વરૂપ બનાવવા માટે સતત પ્રય્ત્નો કરી રહ્યા છે. અને એટલેજ આવી ઉજ્જવળ પરંપરામાં મહાપુરૂષો પ્રગતતા રહે છે.
      પરમ પૂજ્ય હરિગિરિજીના સમયમાં ઘણા સંત મહાત્માઓએ આ પ્રણાલિકા ઉજ્જવળ બનાવી છે. ઉતમ પરિશ્રમ દ્રારા સંસ્થાના વિકાસના કર્યમાં જોડાયેલા હતા. એવા સંતોમાં. પરમ પૂ. સ્વામીશ્રી દેવગિરિજી બાપુ પરમ પૂજ્ય સ્વામીશ્રી ભૈરવગુરુજીબાપુ,સ્વામીશ્રી રતનગિરિજી,સ્વામીશ્રી નારાયણગિરિજી વગેરે નારાયણ સ્વરૂપ સંતો અહી ઘણા વર્ષો સુધી બિરાજી શ્રી વાળિનાથ ધામને સ્શોભિત બનાવવા માટે સંતોને તેમજ ઉતારા માટે મકાનો અને પરશાળાનું બાંધકામ કરવા ઘણો પરિશ્રમ કર્યો, સવંત ૧૯૫૭ થી ૧૯૯૫ સુધી ખુબજ વિકાસના કાર્યો કર્યા સવંત ૧૯૬૬ ના વૈશાખ સુદ- ૧૫ થી એક મહાયજ્ઞના આયોજન દ્રારા સમાજમાં ભાવ-ભક્તિને જાગૃત કરી, સંતોએ શ્રધ્ધાની ગંગાને વહેતી કરી, આમ શ્રી વાળિનાથના પાવન સંતો દ્રારા લોક ઉધ્ધારની ઉતમ કામગિરિ થતી હતી.