Patit pawani ganga ane kashikshetra Prev Next Index

-:પતિત પાવની ગંગા અને કાશીક્ષેત્ર:-      ભારત દેશની તમામ નદીઓમાં પતિત માનવ એવી ગંગા નદીનું આગવુ સ્થાન અને મહત્વ છે. ભગવાન શિવજીના મસ્તક ઉપરથી નીકળી ધો ધો કરતી હજારો ગાઉનો પ્રવાસ ખેડી ભગવાન શ્રી વિષ્ણુના ચરનોમાં પહોંચે છે. જેના આદિ ભગવાન અને અંતમાં પણ ભગવાન છે. એવી ભાગીરથી ગંગાજી હજારો જીવોનો ઉધ્ધાર કરી હજારો ગામોને શીતળતા અને સમૃધ્ધિ આપતી અવિરત પણે વહ્યા કરે છે. તેના કિનારે અનેક બ્રહ્મઋષિઓએ તપ કર્યા, અને રાજર્ષિઓએ રાજ છોડી દીધાં, મા ભગવતી ગગાજીનાં ખળખળ કરતાં વહેતાં નિર્મળ નીરનાં દર્શન કરી પોતાના સમૃધ્ધ રાજ પણ તુરછ લાગવાથી ગંગામૈયાના તીરે તપસ્યા કરી મહર્ષિની પદવીને પ્રાપ્ત કરી, આવા ગંગાજી સમગ્ર ભારતનું તિર્થસ્થાન છે. તેના કિનારે અનેક તિર્થધામો છે. તેમાં કાશીક્ષેત્ર મહાન છે. હરિદ્રાર, હ્રષિકેશ,પ્રયાગરાજ જેવા અનેક પવિત્ર તીર્થધામો ભારતની પ્રજાને શ્રધ્ધા-ભક્તિ તરફ પ્રેરીત કરે છે. ગંગા ૧૫૦૦ માઇલ લાંબી છે. પરંતુ કાશીક્ષેત્રની ગંગાની પવિત્રતાનો ઘણો મોટો મહિમા છે. ભારતમાં વસતા તમામ હિન્દુઓ તેમજ દુનિયા ભરના હિન્દુધર્મના માણસો કોઇ ભાષા બોલતા હોય કે કોઇપણ પ્રાન્તમાં રહેતા હોય પરંતુ તેમના અંતરમાં ગંગાજી અને કાશી માટે પૂજ્ય ભાવ હોય જ, જીમ્દગીમાં એકાદવારતો ગંગાજી કે કાશી જઈ દર્શન કરવાની કાશીવિશ્ર્વનાથનાં દર્શન કરી ધન્ય થવાની દરેકનાં અંતરમાં એક ભાવના હોય છે. હજારોમામ કોઇ એકાદ ભૂલો પદેલ વ્યક્તિ કદાચ કાશી કે તેનિ પવિત્રતાને નહિ માનતો હોય, મરણની અંત ઘડીએ પણ મરનારા મોઢામાં ગંગા જળ મુકવાની ઉતમ ભાવના અમ્તરમાં હોય જ છે. કાશીની ગંગામાં મરનારનો અસ્થિ પધરાવાની પ્રણાલિકા હોય છે. કાશી માં મરણ થાય તો મુક્તિ મલે,કાશીમાં એવુ કંઇક હોવુ જોઇએકે જેને લીધે મરનારનો આત્મા જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય, પરંતુ એવું શું છે તેની સમજ હોવી જોઇએ. ન્હિ તો પછી સમજ વગરના ઘણા માણસો મરવાના સમયે કાશીમાં જઈને પડ્યા રહે તો પન તેનો કોઇ અર્થ નથી. કાશીના મહત્વ પાછળની ભૂમિકાની જાણ હોવી જોઇએ. જેથી કાશીયાત્રા કે કાશીના મરણની ભવ્યતાનો મહિમા સમજી શકાય, કાશી એટલે ભારતીય સંસ્કૃતિનું વિધાધામ ભારતીય હિન્દુ ધર્મની સંસ્કૃતિ શાસ્ત્રોના પ્રચારકોએ કાશીમાં વિધાધામ પ્રાપ્ત કરી તેજસ્વીતા મેળવી નિષ્ઠાવાન અને જ્ઞાની થયા, દિક્ક્ષા અને વ્રત ધારણ કરી ભારતીય આર્ય સંસ્કૃતિને ઉજાગર કરવા પ્રચાર માટે વેગ ધારણ કર્યો. કાશીમાં ભણેલા આચાર્ય-પંડિતની ાઅગવી ઓળખાણ હોય છે. અને સમાજ તેને સન્માનિત ભાવે માને છે. કાશીમાં બધાજ દેવોનો વાસ છે એવી પણ માન્યતા છે. આ મહાન પવિત્ર એવી આ કાશી નગરીમાં ભગવાન વિશ્ર્વેશ્રર અને તમામ દેવોએ કેવી રીતે વાસ કર્યો એનુ મહત્વ કોને વધાર્યુ? એ રસપ્રદ અને પૌરાણિક ઘટના છે. હજારો વર્ષૉ પૂર્વનો આ ઇતિહાસ છે. ભારતનો સાંસ્કૃઉતિક વારસો જોતાં જણાશે કે આ દેશમાં આર્થિક અને ધાર્મિક રીતે ઘણી વાર ચડતી અને પડતી થયેલી છે. એવાજ એક પડતીના સમયે સમાજમાં ભોગ જીવનના વિચારો પ્રાધાન્ય ભોગવતા હતા, દરેક લોકો ભૌતિક જીવન જીવતા હતા, ખાઓ પીઓ અને મોજ કરો એ સીવાય જીવનમાં બીજુ કંઇ નથી, એવી ભાવના સમાજમાં દ્રઢ હતી, તેવા સમયે વિધ્ય પર્વતની હારમાળ અને હિમાલયનો પ્રદેશ ભારત તરીકે જ્ઞાત હતો તે જ્ઞાત ભારતમાં થોડા ઘણા ભોગી વિષય વાસના વાળા રાજાઓ રાજ કરતા હતા. ખાઓ પીઓ અને મજા કરો એવી વૃતિના હતા. ન્યાય, નિતિ, ધર્મ કે કુટુંબ વ્યવસ્થા પણ કથરી હતિ, યજ્ઞઓ અને કર્મકાંડ ભૂલાઇ ગયા હતા." કાલો વા કારણમ રાજ્ઞ રાજા કાલ્સ્ય કારણં" વેદવ્યાસના મહાન સિધ્ધાંત મુજબ પ્રજા પણ અસંસ્કારી બની હતી, પ્રજાની અધોગતિ થઈ હતી.
      પરંતુ વરતમાન સમયની આજની સામ્યવાદી વિચારસરણી આનાથી વિરૂધ્ધ છે. સામ્યવાદોનુ માનવુ છે કે સમાજ નેતૃત્વ નિર્માણ કરે છે. પરંતુ આ અપસિધ્ધાંતનો આપણા ભણેલા લોકોએ ઉંડો અભ્યાસ કરવો જોઇએ, આ ભ્રાન્ત સિધ્ધાંત સમજાશે તો ખરી હકીકત સમજાશે, વાસ્તવિક પરિસ્થિતી જોતાં જો સમાજ નેતા નિર્માણ કરતો હોય તો ઔધોગિક ક્રાન્તિની જેનો વિકાસ પરાકાષ્ટાએ છે. એવા ઇગલેન્ડ કે જર્મની જેવા દેશોમાં સામ્યવાદ કમ્યુનિઝમ ઉભો થવો જોઇતો હતો પરંતુ તેમ નથતાં રશિયા જેવા જરુરિયાત ન હતી છતાં સામ્યવાદી વિચારધારાનો ભોગ બન્યા રશિયામાં સામ્યવાદનો વિકાસ થયો, આનુ કારણ પરિસ્થિતી નહતી પરંતુ એની પાછળ લેલીનની મુખ્ય પ્રતિભા જવાબદાર હતી તેના નેતૃત્વને લીધે સામ્યવાદ ઉભો થયો, આ રીતે સામ્યવાદી વિચારસરણી બૂમો પાડીને કહેતી રહી છે કે સમાજ નેતા નિર્માણ કરે છે. પરિસ્થિ નેતા નિર્માણ કરે છે અને તે વિચારસરણી લઈને એક લેલીનના નેતૃત્વને લીધે સામ્યવાદે જોર પક્ડું ને પરિણામ યુધ્ધમાં આવ્યું. રાષ્ટ્રની એકતા તૂટી, પરિસ્થિતીના લીધે સામ્યવાદ નિર્માણ નથી થયો, માત્ર નેતૃત્વનું અનુકરણજ કારણભુત બન્યું છે આવો સામ્યવાદ વેદવ્યાસે કહેલા સિધ્ધાંત ઉપર ઉભો થયો છે. તત્કાળિન રાજાઓ ભોગી બન્યા પ્રજા કર ભોગી બની અનુકરણીય પરિસ્થિતી ઉભ થઈ, યજ્ઞઓ બંદ થયા પરમાર્થ કાર્ય બંદ થયા નિતિ ,ધર્મ ભ્રષ્ટ થયો. પરલોક જેવી માન્યતાને ભૂલી ગયા હતા. મોજ,શોક એજ જીવનનું સર્વસ્વ છે. એમ સમાજ માનતો હતો. બધી રીતે સમાજનું અધપતન થયું હતુ. આ જોઇ ભગવાન આકુળવ્યાકુળ થઈને પૃથ્વી ઉપર આવ્યા. કોઇ યોગ્ય હરિના લાલની શોધ કરતા કરતા વારાણસી નગરી પાસે આવ્યા.
      વારણા અને અસી એમ બે નદીઓ ઉપર વસેલુ નગર એટલે વારાણસી. ત્યાં એક ઘટાદાર વૃક્ષ નીચે દૈવસાત કુલોત્પન્ન રિપુજય વિવસ્વાનો પહેલો પૌત્ર દિવોદાસ તપશ્ર્વર્યા કરતો હતો. ભગવાને ત્યાં આવીને દિવોદાસને પૂછયું કે માનવ સમાજનુ આટલી હદે અધપતન થયું છે. છતાં તુ લોકોના જીવન સુધારવાને બદલે અહીં ચૂપચાપ તપસ્યા કેમ કરે છે? તેમનેકહ્યું કે પ્રભુ લોકોના જીવન સુધારવાના નાદમાં મારે નથી પડવું. મારેતો મુક્તિ જોઇએ છે. અને જગત પણે તલી હદે બગડ્યુ છે કે તે મારાથી સુધારવું શક્ય નથી. આટલા મોટા ખારા દરિયામાં થોડી સાકર નાખવાથી દરિયો મીઠો કરવા જેવો હાસ્યાપદ પ્રયોગ છે. તેથી તો આ ભોગી સમાજથી કંટાળીને હુ તપ દ્રારા મુક્તિ મેળવવા પ્રયત્ન કરૂ છું.
      ભગવાને કહ્યું કે મુક્તિ એટલે કામ-વાસનાથી છૂટવૂ જ્યાં સુધી પ્રભુ કાર્યમાં મન પ્રવૃત નહિ થાય ત્યાં સુધી મુક્તિ મેળવવી દોહ્યલી છે. જેમ જેમ પ્રભુ કાર્ય થતાં જસ્શે તેમ તેમ કામ ભગવાનનો ક્ષય થતો જશે અને મુક્તિ આપો આપ મળિ જશે.
      દિવોદાસ કહે છે કે હે ભગવાન લોકો સુધરે કઈ રીતે? ત્યારે ભગવાન બોલ્યા કે અહીં તુ તારું રાજ્ય પ્રસ્થાપિત કર, હું ઘણી મોટી સંખ્યામાં સાત્વિક અને સુસંસ્કૃત એવા લોકોને મોકલી આપું છું તારું રાજ્ય દૈવી બનાવ અને હજારો લોકોને તૈયાર કરી આજુબાજુના પ્રદેશમાં મોકલી તે પ્રદેશના રાજાઓને ધર્માચરણ માટે તૈયાર કર, તારૂ આ શુભ કાર્ય જોઇને તને અનુસરે તો સારી વાત છે. નહિ તો પછી તેમની સાથે લડીને દંડ આપતાં ખચકાઇશ નહીં. ભગવાનની આ દિવ્ય વાણી સાંભળી તેમની આજ્ઞા અનુસાર તપસ્યા છોડી પ્રભુકાર્ય કરવા તૈયાર દિવોદાસે ભગવાન સામે શરત મૂકી કે હું જ્યાંસુઢી અહીં હોઉ ત્યાં સુધી બીજા કોઇની સતા અહીં ના ચાલવી જોઇએ. ભગવાન દિવોદાસના વચને બંધાયા અને અદશ્ય થયા. દિવોદાસે પોતાના પુરુષાર્થનો પ્રારંભ કર્યો. વારણા અને અસીનદી વચ્ચે એક મનોહર નગરી વસાવી આખી નગરીને સાત્વિક સુસંસ્કૃત અને તેજસ્વી બનાવી પોતે એક ઔલોકિક એવું દિવ્ય શાસન શરૂ કર્યું. આ નગરીમાં અસંખ્ય પ્રચાર્કો તૈયાર થવા લાગ્યા. દૈવી વૈદિક જીવનના સંસ્કારોનો સંદેશો લઈ વિદ્રાન માણસો જે આ નગરીમાંની વિધાપીઠોમાં તૈયાર થયા છે, તેઓ ઠેક ઠેકાણે ફરવા લાગ્યા અને ઉપદેશો અને અભ્યાસ દ્રારા કુસંસ્કારી સંસ્કારોના પાઠ ભણાવીને દૈવી જીવન પ્રસ્થાપિત કરવા લાગ્યા. આ પ્રચારકો વારાણસીના ખુબ વખાણ અને મહિમા દ્રારા ગુણ ગાતા પ્રચારકો તેજસ્વી જ્ઞાનવાળા હોવાથી તેમની વાતો લોકોના હઈયે ઉતરતી, તેથી લોકોને વારાણસી પ્રત્યે અપાર પ્રેમ વ્ધ્યો અને જીવનમાં એકાદવાર વારાણસીની યાત્રા કરીને જીવનની ધન્યતા પ્રાપ્ત કરવાનું વિચારવા લાગ્યા. વારાણસી ખાતે અનેક તપોવનો પ્રસ્થાપિત થયા, તેમાં ભાર ભરમાંથી જીવન સુધારવા અને ઉતમશાસ્ત્રોનું જ્ઞાન મેળવવા માટે પંડિતો આવવા લાગ્યા. ઉતમ સ્નાતક બનીને પોતાના વતનમાં માન સન્માન સાથે લોકોને ઉતમ જ્ઞાન આપવા લાગ્યા અને તેના લીધે લોકો પોતાનું ભૌતિક જીવન તેજસ્વી બનાવી આધ્યાત્મિક જીવન વધારતા.
      ગીતા, ઉપનિષદો વેદો વગેરેનું તત્વજ્ઞાન પચાવીને સરળ રીતે લોકોને સમજાવીને ધર્મ પ્રત્યે રૂચિ વધારવા લાગેલા પંડિતોને વારાણસીણના રાજા દેવોદાસ પ્રોત્સાહન આપવા લાગ્યા. આમ નાસ્તિકતા છોડીને લોકો ાસ્તિકભાવથી જીવનને સુધારવા લાગ્યા, તત્વજ્ઞાન પચાવવા લાગ્યા. સંપૂર્ણ રીતે પછેલા તત્વજ્ઞાનથી માણસ દિપી ઉઠી છે. આજે ઉલટુ છે. જેને તત્વજ્ઞાન પચ્યું નથી તે લોકો આગળ તત્વજ્ઞાનની વાતો કરે છે. આ તત્વજ્ઞાનના પણ અધિકારીઓ હોય છે. તેમાં પણ વર્ગ હોય છે. બધાને એકી સાથે તત્વજ્ઞાન ના પીરસાય. તે સમયે વૈચારિક મુંઝવણ લોકોને સતાવતી ત્યારે લોકો વારાણસી જતા, ત્યાં ગંગાસ્નાન કરતા, ઉતમ જીવન માટે માર્ગદર્શન મૅળવી મુંઝવણ દૂર કરતા.
      જે રાજાઓએ દિવોદાસના વિચારો માન્ય રાખ્યા, તેમના રાજ્યમાં રાજા દિવોદાસે સનાતન સંસ્કૃતિના ધર્મ પ્રચાર્કો મોકલ્યા. જે રાજાઓએ આવા ઉતમ વિચારોને માન્ય ના રાખ્યા એવા રાજાઓ ઉપર ચડાઇ કરી હરાવી તેમને ખંડિયા બનાવ્યા અને દૈવી તેજસ્વી ધાર્મીક જીવવા ફરજ પાડી. હું ગરીબ હોઇશ પણ ભગવાન પાસે પણ બાપડો-બિચારો નહિ થાવુ આવો મહાન સંતોનો ભાવ સ્થાપિત કર્યો. કાશીથી વિધા અને સદ્દજીવનનો તેમના ઉપદેશથી લોકો ખુમારીથી જીવનને તેજસ્વી બનાવતા ટુંક સમયમાં દિવોદાસે આખા ભારતવર્ષમાં ધાર્મિ જ્ઞાન સભર વિચારોનું સામ્રાજ્ય સ્થાપ્યું આવું ઉતમ કાર્ય કરતાં કરતાં ઘણું સહન કરવું પડ્યું. પરંતુ લોકોમાં એક માન્યતા દ્રઢ થઈ ગઈ કે જે સ્થળેથી આવા તેજસ્વી જીવનનો સંદેશો લાવનાર મહાપુરૂષો તૈયાર થાય છે તે પવિત્ર સ્થળનાં એક વખત તો જરૂર દર્શન કરવાં જોઇએ. તે સ્થળની રજ માથે ચડાવી જીવનને ધન્ય બનાવવું જોઇએ. તત્વજ્ઞાન સરળ નથી. તત્વજ્ઞાન જીવનનું સત્ય છે. દિવોદાસે આ ઉતમ તત્વજ્ઞાન વડે લોકોનાં જીવન અમૃતમય બનાવ્યાં. આમાંથી નાચિકેત વૃતિવાળા લોકો તૈયાર થયા નચિકેતાએ સાક્ષાત યમ પાસેથી વૈભવ લેવાની ના પાડી દીધી. તેણે આત્મવિધા મેળવવાનો જ આગ્રહ રાખ્યો હતો. અહીંયા પણ લોકો સીંહ સમાન ખુમારીવાળુ ઉતમ જીવંત જીવતા હતા.
      આવુ દિવ્ય જીવન મળે સર્વની ભાવના હતી. આવુ શ્રેષ્ઠતમ જીવનની પસંશા ઇન્દ્ર પાસે પહોંચી. સ્વર્ગથી પણ ઉતમ ચઢીયાતુ જીવન પૃથ્વીવાસીઓનું હોવાથી દેવરાજ ઇન્દ્રે અગ્નિદેવને તપાસ માટે પૃથ્વી ઉપર મોક્લ્યા. અગ્નિદેવે ઘેર ઘેર ફરીને લોકોનાં દિવ્યજીવન નિહાળ્યાં. તેમણે જોયું કે બધાજ માણસોનું જીવન તેજસ્વી અને પ્રેમસભર હતું ખુમારીવાળા જીવનમાં ક્યાંય લાચારી ન હતી, ગરીબ પણ બિચારો- બાપડો ન હતો. અસ્મિતા પૂર્વક જીવન જીવતા લોકો આનંદમય હતા. અગ્નિ જાતવેદસ પાસે ગણાયતેની વિદ્રતા હતી. એવી વિદ્રતા લોકોમાં જોઇ પોતાની સ્વાહાવૃતિ બીજાને ઉપયોગી થવાની વૃતિ ઘેર ઘેર જોઇ. દરેકનીભાવના બીજાને ઉપયોગી થવાની હતી. આવા પરમાર્થ ભાવનાવાળા દશ્યોથી અગ્નિદેવ લોભાયા અને પૃથ્વી ઉપર કાયમી વસવાટ કર્યો. ઇન્દ્રદેવ મુઆયા, અગ્નિ કેમ ના આવ્યા. અગ્નિ તપાસ કરવા વાયુદેવને મોકલ્યા. વાયુદેવ પૃથ્વી ઉપર આવ્યાં. આંતરસ્વરછ વાયુ પૃથ્વી ઉપર ફરવા લાગ્યા. ઘણા લોકો બાહ્ય સ્વરછતા પણ જાળવતા નથી પાંચ દિવસે પણ ન્હાવાનું વિચારતા નથી. શહેરના માણસો બાહ્ય સ્વરછ રહેતા હોય છે. પરંતુ આંતરસ્વરછ નથી હોતા. અંતર એટલું મેલુ હોય કે પડોશીની પ્રગતિ જોઇને જ બળવા લાગે છે. વર્તમાન સ્થિતિમાં ઘણા મોટા વર્ગનાં અંતઃકરણ અસ્વરછ મેલા હોય છે. પરંતુ તે સમયે વાયુદેવ જોયુ કે આ પૃથ્વીતલ ઉપર બધાં અંતર બાહ્ય સ્વરછ છે. કોઇ મદમત્સરથી પીડિત નથી. દરેક મુક્તભાવે એકબીજાને માદદરૂપ બનવાની ભાવના રાખે છે. વાયુદેવ જેવી જ ગુપ્ત પરમાર્થ સેવાથી શોભતા ઉતમ જીવનો હતા. પૃથ્વીતલ ઉપર મોટી પાઠશાળાઓ અને મોટા તપોવનો ચાલતા જોયા. નિસ્વાર્થપૂર્વકના પરમાર્થ કાર્યો જોઇ વાયુદેવ લોભાયા. યશ-કીર્તિની ઇરછા વિના ગુપ્ત સેવાકાર્યો થતા આજના યુગમાં પણ સેવાકાર્યો થાય છે. પરંતુ વાહવાહ માટે જ થાય છે. પોતાના નામની તકતી લગાવે અને સમાજમાં અભિમાન પૂર્વક ફૂલાતા ફરે છે. એવા વ્યર્થ મોહવાળા અને કિર્તિ-કે યશની ઇરછાવાળા એ વખ્તે કોઇ ન હતા. વાયુદેવે ફરીને જોયુ. નિસ્વાર્થ વૃતિવાળા વહીવટોથી વાયુદેવ પ્રભાવિત થયા અને પૃથ્વીતળ ઉપર વસવાટ શરૂ કર્યો. ઇન્દ્રદેવે થોડા સમય રાહ જોઇને સૂર્યદેવને અગ્નિ અને વાયુની તપાસ કરવા મોકલ્યા. સૂર્ય સ્વયં મહાન તેજપુંજ, પળેપળની ગણતરી રાખી અવિરત કાર્ય કર્મ કરનાર કર્મયોગી પૃથ્વીતળ ઉપર આવ્યા. તેમણે જુયુ કે પૃથ્વી ઉપર આબાલ-વૃધ્ધ બધાજ પવિત્ર રીતે પધ્ધતિસર જીવન જીવતા હતા, બધાનો ઉંમર,વિદ્રતા અને સમય અનુકુળ, પહેરવેશ અને વ્યવહાર હતો. આજના યુગમાં કોઇપણ પધ્ધતિસરનો વ્યવહાર કે પહેરવેશ નથી. આજે વિધા પ્રાપ્ત કરવાના સમયનો વિધાર્થી સંસારી જીવનના મનોમય ચિત્ર ચિતરતા હોય છે. પરિણામે પરીક્ષામાં નાપાસ થાય છે. પૂછવામાં આવે કે આમે કેમ થયુ તો જવાબ તૈયાર હોય છે કે પક્ષપાત અને લાગવગ ચાલે છે. અમારી પાસે લાગવગ ન હોવાથી નાપાસ થયો છું અત્યારે પહેરવેશનું મહત્વ નથી. પેન્ટ પહેરીને લઘુરૂદ્રી કરનાર મહાપુરૂષો છે, તેની દલીલ હોય છે કે પેન્ટ પહેરવાથી થોડું પાપ લાગે છે કે ભગવાન ના પાડે છે? પરંતુ તેને અનુકુળ વેશ પરિધાન કરવા કે પ્રસંગને અનુરૂપ બનવા તે તૈયાર નથી. પ્રસંગોચિતમ વેશં કુર્યાતઃ
      જીવનની ગાડિ તો સમયસર ચાલી રહી છે. પરંતુ બદલાતા સમયના પાટાને બદલવા પડે છે. અઢારવર્ષની ઉંમરે જે રીતે જીવતા હોય એજ રીતે આજે પંચાસી વર્ષની ઉંમરે પણ જીવવાના વ્યર્થ પ્રયત્નો કરતા હોય છે. કાળ જીવન ખતમ કરતો રહ્યો છે. તો ભાઇ છેતી જાઓ અને કોઇ સાચા સંતની શરણે જઈ આત્માની ઉન્નતિ કરવાની ગુરૂચાવી પ્રાપ્ત કરી લો.
      કાલોડસ્મિ લોકક્ષયકૃત પ્રબુધ્ધ ।
      લોકોનો વિનાશ કરવામાં પ્રવૃત એવો કાળ હું છું, એમ ભગવાન કહે છે. કાળ એ ક્ષાત ભગવાનનું રૂપ છે, એમ ગતિ કહે છે. ધર્માર્થકામાઃ સમમેવ સેવ્યાઃ ।
      પરંતુ આપણે પરબનું પાણી પીનારા સાહેબ લોકો સમયને માનતા નથી અને કહીએ છીએ કે સમયને આપણે તૈયાર કરવાનો છે. તેથી જ આપણને સમયને પણ પૈસા સાથે સરખાવા લાગ્યા. પરંતુ આમ કહીને આપણે સમયનું મહત્વ ઘટાડવા લાગ્યા. કાળ(સમય) એ પૈસા નથી પરંતુ ભગવાન છે. પરંતુ દુઃખ્ની વાત છે કે કાળને ભગવાન સમજનારા આપણી સંસ્કૃતિના વારસદાર હોવા છતાં કાળનું મૂલ્ય સમજતા નથી.જે માનવી કે રાષ્ટ્ર સમયના મૂલ્યને સમજીને એને અનુરૂપ જીવન જીવવાની ઉપેક્ષા કે અવગણના કરે છે તેનો વિકાસ નથી.
      સૂર્યનારાયણદેવે જોયુ કે દિવોદાસે શાસિત પૃથ્વી ઉપરના લોકો સમયની કિંમત સમજૅ છે. બધા યોગ્ય રીતે જીવન જીવે છે, એવી શ્રેષ્ઠ અનુભૂતિ થઈ. જેમ ઉદયવખ્તે સૂર્ય લાલ વર્ણનો હોય તેમ અસ્ત વખતે પણ લાલ રંગનો હોય. "ઉદયે સવિતા રક્તો, રક્તશ્ર્વસ્તમયે તથા " ।
      એ રીતે લોકો સુખમાં દુઃખમાં સંપતિમાં વિપતિમાં એક જ રીતે સરખી રીતે રહેતા હતા. આ જોઇ સૂર્યદેવે પણ પૃથ્વી ઉપર રોકાઇને પ્રકાશ પાથરવાનું નક્કી કર્યું . આ રીતે શીતળતા આપતા ચંદ્રથી લઈને બધાજ દેવોએ પૃથ્વી ઉપર વાસ કર્યો, તેથી સ્વયં ઇન્દ્રદેવે પણા પૃથ્વી ઉપર આવી વાસ કરવાની ઇરછા કરી. આ રીતે એક પઇ એક બધાજ દેવોએ પણ આ મ્હાનગરીમાં વસવાટ માટે તલસતું એટલું જ નહિ પણ ખુદ સ્વર્ગ છોડી દેવોએ પણ આ મહાનગરીમાં વસ્દવાટ કર્યો. દિવોદાસે અંતરની ભાવનાથી પ્રભુને પ્રાર્થના કરે છે કે, કે ભગવાન આ બધુ તારી જ કૃપાથી થાય છે. તારી જ પ્રરણાથી લાખો દર્શનિકો અને વિચાર્કો અહીંથી તૈયાર થઈને ગામે ગામેભાવ જીવનનોમહિમા સમજાવતા ફરે છે. તેજસ્વી જિઅનની મશાલ પ્રગટાવી અનેક જીવનની જ્યોતિ પ્રગટાવે છે. હાલમાં શ્રી વાળીનાથ જેવા ઉતમ ધામો ભગવાનની ભવ્ય જ્યોત પ્રગટાવા ભારતવર્ષને ધર્મને નવજીવન અર્પવા અનેક પકારે સંતો જીવાત્માપ્નું જીવન નવપલ્લિત કરવા એક મ્હાન અભિયાન દ્રારા સક્રિય છે.
      પોતાની વસવેલી નગરીમાં તમામ દેવો પધાર્યા છે. છતાં દિવોદાસનું મન બેચેન છે.ભગવાન જગદીશ્ર્વર આ નગરીમાં કેમ આવતા નથી આવતા શું કંઇ ઉણપ હશે પ્રભુકાર્યમાં ? મારામાં કોઇ ક્ષતિ હશે ? તેથી તે નહિ આવતા હોય?
      એક દિવસે કૃતકૃત્ય ભાવે ગંગાકિનારે બેસી દિવોદાસે ભગવાન જગદીશ્ર્વર કેમ નથી આવતા તે વિચારતા બેઠા હતા. એકાએક તેને યાદ આવ્યુ કે ભગવાન પાસે પોતે શરત કરી હતી કે હું અહીં છું ત્યાં સુધી બીજાની હુકુમત નહિ ચાલે અને તેથી જગદીશ્ર્વર અહં આવતા નથી, એટલે દીવોદાસે વારાણસીના લોકોને કહ્યું કે પ્રભુકૃપાએ આપણી નગરીમાં બધુજ છે. ફક્ત એકજ ઉણપ છે કે ભગવાન જગદીશ્ર્વર અહીં આવતા નથી અને તેથી મારે અહીંથી જવુ પડશે. લોકો વાત સાંભળી દુઃખી થયા અને કહ્યું કે મહારજ આપના પુરૂષાર્થ વડે તો વારાણસી અને અમો છીએ. આપે અમારી સાથે આત્મિયતા બાંધી છે. તેથી આપ અમને છોડીને જશો તો અમે દુઃખી થઈશું. દિવોદાસે વારાણસી છોડી જવાનું કારણ સમજાવતા કહ્યું કે હું જ્યારે આ વારાણસી છોડીશ ત્યારે જ જગદીશ્ર્વર અહીં પધારશે. તને રોજ વિશ્ર્વનાથનાણ દર્શન થષે એમ કહી આપૂણ્યશાળી મહાત્મા દિવોદાસે આત્મસમર્પણ કર્યું. ભગવાન વિશ્ર્વેશ્ર્વરે આવીને વારાણસીમાં વસવાટ કર્યો જ્યાં સુધી દિવોદાસે ઉભી કરેલી પરંપરા છે, ત્યાં સુધી વિશ્ર્વેશ્ર્વર કૈલાસ કે વૈકુંઠમાં નથી. વારાણસી આવીને વસ્યા છે. દિવોદાસે વારાણસી છોડી જતાં જતાં ભગવાનને કહ્યું કે પ્રભુ આપની આજ્ઞા પ્રમાણે કર્યું છે. હવે તમે અહીં પધારી મારા એ કાર્યને ઉજ્જવળ બનાવો. ભગવાને કહ્યું કે તમારી સ્થપાયેલી પરંપરા વારાણસીમાં હશે ત્યાં સુધી કાયમ મારો વાસ હશે. આમ ભગવાને વારાણસી-કાશીક્ષેત્રમાં વાસ કર્યો.
      શ્રી વાળીનાથ ધામની પણ દિવ્ય પરંપરા પરમ પૂજ્ય શ્રી ગુરૂદેવ અને ભક્તરાજ તરભોવ મોયડાવથી શરૂ થાય છે અને વર્તમાન સમય સુધી જ્ઞાન ભક્તિની અખંડ જ્યોત પ્રદિપમાન છે. શ્રી વાળીનાથ ધામ તરભ ગામ પાસે છે. આ તરભ ગામ શ્રી મોયડાવના નામથી તેનું નામકરણ થયેલ છે. આ તરભની બાજુમાં ગણેશપુરા ગામ છે. અને આ ગામના મા ઉમિયાના કડવા પાટીદારો શ્રી વાળીનાથ ધામ પ્રત્યે ખુબજ આદરભવ ધરાવે છે. કોઇપણ પ્રસંગમાં સેવામાં તત્પર એવા બિનસાંપ્રદાયિક રીતે સેવા કરનારા પટેલો ઉદાર અન્ર શૂરવીર તેમજ ભક્ત સેવકના ઉતમ ગુણોવાળા છે. શ્રી વાળીનાથમાં આ પટલો અર્ધીરાત્રીએપણ સેવામાટે તૈયાર હોય છે. એથી તો ભગવાન શ્રી વાળીનાથજી આવા ભક્તોના કુળની પરંપરાને ઉજજવળ રાખે છે. એ ભક્તો એમજ જાણે છે કે આપણે તો સેવા જ કરવાની છે અને પોતાના શ્રેયના અર્થે કરવાની છે. આવી ભાવના રાખીશું તો બીજા સેવા કરે કે નથી કરતો એ કસ્ધુંય જોવાશે નહિ. બાકી તો ઘણા માણસોનો સ્વભાવ છે કે બીજો શું ખાય છે? શું બોલે છે? શું કરે છે? કેમ કરે છે? એ તરફ ધાન રાખ્યા કરશે, પોતાનુ નહિ વિચારે અને પારકી પંચાતમાં વધારે સ્વાદ રાખે છે. પોતાના જ ભલા ખાતર સેવા કરવાની છે. એવુ સમજનારા મુક્તભાવે સેવામાં પ્રવૃત જ રહેશે. બીજા ત્ર્ફ અપેક્ષા રાખે એનો અર્થ એ કે આપણને આપણા કલ્યાણની ચિંતા નથી. જે કોઇ અન્યની ખબર રાખે છે અજ્ઞાન છે.મ કોઇક અતિરેક છે. અથવા આપણને આપણા સાધકપણાની ખબર નથી. જાણે કેમ લગભગ જીવોને પારકી પંચાત જ ગમે છે. જે બીજાના કાર્ય તરફ વધારે ધ્યાન રાખે છે. એનો ઇર્ષાભાવવાળૉ છૂપો અહંમ છે. એ વાસ્તવિક ભાવનો પ્રલય કરવો ખૂબજ અઘરો છે. જે સાચા રાજમાર્ગે આગળ વધે છે. તેજ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. માટે જો સાવધ રહીને ભક્તો સેવાકાર્યમાં રૂચી રાખશે તો પોતાનું રૂદી રીતે ભલુ કરસ્ધે. શ્રી મહર્ષિ અરવિન્દે કહ્યું એ કે જે વ્યક્તિએ પોતાના આત્માની સેવા નથી કરી, પોતાને નિર્દોષ અને પવિત્ર નથી બનાવ્યો તે બીજાની સેવા કદાપી કરી શકશે નહિ. અરે એને સેવા કરવાનો અધિકાર પણ નથી. એવો સાધક પોતાના દંભ કે ઢોંગનું પોષણ જ કરતો હશે, બીજા તરફ જો નજર રાખશો તો તમારો સાધના માર્ગ લૂલો પાંગળો બની જશે. આ રહસ્યને સમજી પોતાના તરફ નજર રાખશે અને સેવા કર્યા કરશે તો કરોડો જન્મનાં પાપો પળવારમાં જ ધોવાઇ જશે. પ્રભુને સાચા અર્થમાં સમર્પિત થવું એજ સાચા સેવકની ફરજ છે. શાસ્ત્રો અને દરેક અવતારી મહાપુરૂષોએ ભગવાનને પ્રેમપૂર્વક સમર્પિત થવું એને ઉતમ ભક્તિ તરીકે ઓળખાવી છે. ભજનના આરાધનાના પ્રેમપૂર્વકના જોડાણના મુખ્ય પાંચ પ્રકારનું વર્ણન છે. ફેલો પ્રકાર માછળીના બચ્ચા સમાન ભજનનો છે. પણ ભરતી કે ઓટકે પાણીના પ્રચંડ મોજાઓથી માછલીથી બ્ચ્ચાં જુદાં પડતાં જ મરણ પામે છે. એજ પ્રકારે દેકાળ કે પ્રસંગ એવા ભક્તને અનુસંધાન તુટતાંજ ભગવાનના સ્વરૂપનો સંબધ તુટી જાય છે. સંબંધ રહે નહિ. બીજો પ્રકાર વાંદરીના બચ્ચા જેવો છે. અહીં બચ્ચાને માને પકડી રાખ્વી પડે છે. નહિતો છૂટા પડતાં જ પડી જાય મરી જાય. એજ પ્રકારે અહીં સેવક પોતાના પ્રય્તને કરીને કે પોતાના બળનો ઉપયોગ કરીને ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપની નિષ્ઠા ટકાવી રાખવા પ્રયત્ન કરે છે. પણ પ્રસંગોની એકધારી વિષમતા કે અતિવિપરિત દેશકાળમાં નિષ્ઠાનું બળ તુટી પડવાનો ને સંબધમાંથી છૂટા પડી જવાનો સંભવ છે. અને એથીય ત્રીજા પ્રકારનો બિલાડીના બચ્ચાના પ્રકારનો છે. ભજનના આ માર્ગમાં અહીં માજ બચ્ચાને પકડે અને સાત ઘેર ફેરવી બચ્ચાની આંખો ઉઘાડીને એને રમતુ કરી દે છે. માત્ર બચ્ચુ મીયાઉં મીયાઉં કરે પણ પકડ વખત સળવળાટ કરે નહિ. એટલે આવા પ્રકારની સેવામાં સાધકે સાવધાની અને સરળતા અને શરણાગતિથી વર્ત્વાનું હોય છે. સંતના સંગમાં આવતાં બુધ્ધિથી નહિ પણ કેવળ દિલની સચ્ચાઇથી અને પ્રમાણિકતાથી પ્રભુ મિલન માટેની ત્રીવ ઝંખના તાલાવેલી કે તન્મયતાવાળી આરાધના રાખે તો આ ચોથા પ્રકારનું મરઘીના જેવુ સમર્પણ તદન સરળ અનેન શક્ય બને, અહીં સાચા સદ્દગુરૂ શિષ્યને સેવકને સોડમાં રાખી સેવીને એનાણ પરિવર્તન કરી નાખે અને બનાવી મરઘીની માફક બીજા બધા સેવકોને સાથે રાખી એકતાની શ્રેષ્ઠ ભાવનાથી વર્તતા શીખવીબ દે છતાં સુખી કરી નાખે, પાંચમા પ્રકારની ભક્તિ ગાયના વાછરડા સમાન છે. ખુબ મહાન અને ત્યાગ ભાવનાવાળી, વાછરડુ મનને એકાગ્ર કરે છે. ગાય પારહે છે અને દૂધ આપે છે. અને તૃપ્ત કરે છે. તેવી જ રીતે શિષ્ય સેવક જો ગુરુને મન સૌંપે તો ગુરુ આત્મબોધરૂપી અમૃત આપીને અંતઃકરણના અજ્ઞાનને દુર કરે છે. સદ્દગુરૂની અનાવૃતિ પાળવીને એ કહે તેમ કરવું તેને મન સૌંપ્યું કહેવાય. અંતરનું અજ્ઞાન એટલે જ્યાં સુધી પોતાના આત્માને બ્રહ્મરૂપના માને ત્યાં સુધી અજ્ઞાન છે. જ્યારે સદ્દગુરૂને મન સઓંપી દઈએ ત્યારે તે અજ્ઞાન કાઢી નાખે. મુક્તનંદ સ્વામીએ ભજનમાં કહ્યું છે કે શઈશ અપ્ર્યા વિના શ્યામ રિઝે નહિ. કરીએ કોટિક ઉપાય જો... કોઇક સર્વસ્વ અર્પણ કરી દે તેવો હોય, કોઇ દેહને ના ગણે તેવો હોય, કોઇ ઇન્દ્રીઓ અંતઃકરણને ના ઘણે તેવો હોય, પણ ત્રણ દેહના ભાવે ટાળી નાખે તેવો ના જડે, આવી વાતો હૈયમાં સ્થિર થાય. પોતે બ્રહમરૂપ છે. એવું દ્રઢ થાય ત્યારે નિવિદને સદ્દગુરૂના ઉતમ ભાવને પામે જીવતાં જ મરવાનું શીખે અને મરવા ચાલે એને જ આ વાત કરી શકાય. કબીર સાહેબે કહ્યું છે કે જેને ભક્તિ કરવી હોય તે સૌ ઘર ાવો, આમ સદ્દગુરૂ સાથે બ્રહ્મ રૂપે જોડાવું એ અંતિમ કક્ની ભક્તિ છે. શુરવીરતાની ભક્તિ કહેવાય રણશિંગુ વાગે ત્યારે સદ્દગુરૂ અર્થ તન,મન ,ધન મુકી હોમાઇ જવું,વએચાઇ જવું, જે શીશ આપવા તૈયાર થઈ જાય તેને જ ભગવાનના ધામની પ્રાપ્તી થાય અને આ કંઇ નાની વાત નથી. સદ્દગુરૂનો મહિમા સમજી કેવળ વિશ્ર્વાસ રાખી સદ્દગુરૂને મન સોંપવું એ શ્રેષ્ઠ સેવા અને સમર્પણ છે. એવા સેવકના હૈયામાં આનંદ અખંડિત રહે છે. સદ્દગુરૂને મન સોંપ્યું એટલે અખંડ દિવ્યભાવ, આવો સેવક જે વસ્તુ આપણને આપવા ઇરછે. તેની સરખામણીમાં આપણી સેવાની કોઇ વિસાત નથી. કથીરની કિંમતે આપણને સોનું આપે છે. આપણે સૌ સદ્દગુરૂના છીએ તો સદ્દગુરૂના ગમતામાં જ વર્તવાની આપણી ફરજ છે. એમના પરિશ્રમને સાકાર સ્વરૂપ આપવા માટે કૃતનિશ્ર્વયી થઈએ એ આપણા માટે સમર્પણનું પ્રથમ સોપાન છે. સમર્પણ ભાવના માટે આપણે સૌ સભાન અને સજાગ રહીએ તે આપણી સર્વોતમ સેવા છે. એવી સેવાનું ફળ સદ્દગુરૂદેવ કેવુ આપે છે. ભક્તની કેવી ઉતમ સેવાથી તેની સંભાળ રાખે છે. તે પ્રત્યક્ષ પુરાવારૂપે પરમ પૂજ્ય પ્રાતઃસ્મર્ણીય મહંતશ્રી હરિગિરિજી બાપુશ્રીના આયોજીત મહાયજ્ઞની એક ઘટના છે.