Lekhak na be bol Prev Next Index

લેખક્ના બે બોલ-મહંતશ્રી ગણેશદાસજી મહારાજ્,ખેરોજ આશ્રમ.


      કોઇ મોટા શહેરની એક પોળમ કેટલાક જુવનીયા એકઠા થયા હતા. તેઓ પરસ્પર ઠઠા મશ્કરી કરી રહ્યા હતા. તે સમયે એક ૮૦ વષેના માજી તે પોળમાથી પસાર થયા. ઉમર અને વ્રુદ્ધાવસ્થને કરણે તેઓ કેદથી વળી ગયા હતાલાકઙીના સહારે નીચી નજરે ચાલતા માજીને જોઇને પેલા ટિખળી જુવનિયઓને તેમનિ મશ્કરી કરવાનુ મન થયુ.તેઓએ માજી પાસે જઇને પ્રશ્ન કર્યો માજી તમે શું શોધો છો. તમારું કાંઇ ખોવાઇ ગયું છે. તેઓએ માજી પાસે જઇને પ્રશ્ન કર્યો માજી તમે શું શોધો છો.તમારું કાંઇ ખોવાઇ ગયું છે.
      ત્યારે માજીએ આપેલો જવાબ આજના યુવાનને વિચારતા કરી દે તેવો છે.માજીએ જવાબ આપ્યો બેટા હું ક્યારનીયે મારી જુવાની શોધી રહી છું.તમને તે મળી છે. દીકરાઓ યાદ રાખજો તમારી જુવાની પણ એક દિવસ ચાલી જશે.જુવાનીનું ઘમંડ કર્વા જેવું નથી.જુવાનીયાઓ માજીનો ઉત્તર સાંભળી અવાક્ બની ગયા. જીવનમાં મળેલ સુવર્ણ અવસર મહાપુરુષોના ગુણાનુવાદમાં કઢીએ તો જીવન કેટલું સાર્થક થાય વ્હાલા વાચકમિત્રો આ શ્રી વાળીનાથજી ગાથાને સમજવા માટે પોતાના મનની અવસ્થા બદલવી પડશે. જેને ઠરેલ પણું કહેવાય પોતાનાજ એ મનના વિકરોને સમવી દઇને એનું ચિન્તન કરવામાં આવશે તો અતિશય આનંદ થશે.આ વાળીનાથજી ગાથા એકજ સમાજ પુરતુ વિવચન કે વિચારવાનું નથી સમગ્ર દુનિયાના કોઇપણ માનવ માટે માર્ગદર્શનરુપ છે. શૃષ્ટિના સર્વ સનતોનું માર્ગદર્શન છે. પરંતુ એક વાત સર્વના માટે આવશ્યક છે ,કે
      એક શેઠે નોકરને બારીનો કાચ સાફ કરવાની આજ્ઞા કરી. નોકરે તેમ કર્યું શેઠને કહે કાચ સાફ થઇ ગયો છે. શેઠ કહે ! અરે મુરખ દાઘ તો એમજ છે. ભીનું પોતુ ફેરવ જેથી કાચ સાફ થઇ જાય્ નોકરેબીજી વખત સાફ કર્યો તોયે શેઠ કહે કાચ હજી સાફ થયો જ નથી. હજી બરાબર સાફ કર. નોકરે ફરીવાર બહુભાર લગાવીને સાફ કરવા માંડ્યું.બધી શક્તિ લગાવી દીધી ત્યાં કાચ ફટ દઇને તુટી ગયો.શેઠ ગુસ્સે થયા. બે ત્રણ થપાટ લગાવી દીધી. માર ખાતાં નોકર હસે છે. શેઠ કહે હસેછે કેમ? નોકર કહે શેઠ બારીના કાચ પર નહીં તમારા ચશ્માના કાચ પર ડાઘ પડેલા છે. બારીનો કાચ સાફ કર્યો છતાં આપને ડાઘ દેખાતા હતા , માટે તમારા ચશ્મા સાફ કરો.વાચક મિત્રો સમજી ગયા હશો? મહાપુરુષોનું ચરિત્ર સમજવા માટે મનના ઉપર વળી ગયેલા પડળ સાફ કરવાં પડશે. આ શ્રી વાળીનાથ ગૌરવગાથા સમજવા માટે આધ્યાત્મિક દ્રુષ્ટિની ખાસ જરુર છે.
      આ વાળીનાથ ગાથામાં સૃષ્ટિના સત્ય પ્રવ્રુત્તિઓની સ્થપના કઇ રીતે શક્ય બની છે તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ખરેખર મહામાનવોના જીવનની ઘટનાઓના આધારે યુગર્શનને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તક્માં જ્યાંજ્યાં અયોગ્યતા તથા લેખન કે મુદ્રણની ભુલો જ્ણય તો તે વાચક મિત્રો અમારા ધ્યાન ઉઅઆર લાવવાની કૃપા કરે કે જે થી વિનાસંકોચે આગામી આવૃતિમાં સુધરી શકાય.
      આ પુસ્તકમાં કાંઇ ત્રુટિ જ્ણય્તો તે લેખક્ની જ છે. આખરે તો જીવંત ચૈતન્યના શબ્દો અને લખણમાં ફરક રહેજને? એટલે ક્શમ્ય ગણશો અને આપનું ખાસ મંત્વ્ય લેખક્ના ધ્યાન ઉપર આપશો તો એક શ્રી વળીનાથ ભગવાનની મોટી સેવા થઇ ગણાશે. ભારતીય સંસ્કૃતિના પુજકો આ પુસ્તક વાંચિને શ્રી વાળનાથ પ્રણાલિકાના સંતોનું સ્મરણ કરીને કૃતાર્થતા અનુભવે એ જ અભ્યર્થના.

-મહંતશ્રી ગણેશદાસજી મહારાજ્,ખેરોજ આશ્રમ.