Agad Dhapiye Prev Next Index

।। આગળ ધપીએ ।।



      જનતાને સાધુ સંતો અને મઠ મંદિરો પ્રત્યે ખુબજ અતુટ શ્રધ્ધા અને વિશ્ર્વાસ હોય છે. અને તે ટકી રહે તે માટે આવુ સદાચારી અને સેવામય જીવન સેવાકાર્ય સાધુ સંતો અને મઠ મંદિરોનું હોવું જોઇએ એ લોકોની શ્રધ્ધાને બળ આપનારુ તેમજ પ્રેરણાત્મક છે. લોકોની સેવાનાં કામ એમણે સ્વયંભૂવ ઉપાડી લીધાં છે. અને તેથી જ સમાજની શ્રધ્ધાનો દિપક જલતો રહે છે અને તેના લીધે સમાજના નિરંઆણનું કાર્ય સારી રીતે થઈ શકે છે. કોઇપણ અનિષ્ટ સામે રક્ષણ મેળવવાના બે માર્ગ હોઇ શકે છે. એક નિષેધાત્મક અને બીજો વિધેયાત્મક-ગુસ્સે થઈ પ્રતિકાર કરવો, દુખી કરી દુઃખી થવું એ માર્ગ નિષેધાત્મક છે. જ્યારે શાંત રીતે આત્મખોજ કરી પોતાની ક્ષતિ સુધારી લેવાનો, થંદી તાકાતથી પણ ઉભા રહેવાનો માર્ગ વિધેયાત્મક માર્ગ છે.નિષેધાત્મક બનીને પોતાના વિરોધીઓને કેવળ ગાળોજ દીધા કરવાથી પોતે શક્તિહીન બને છે. અને જીતવાની કે પ્રગતિની બાજી ગુમાવી દે છે. અને અંતે તેનું પતન થાય છે. જ્યારે વિધેયાત્મક રીતે વિચારવાનો કોૈને ગાળો બોલવાને બદલે પોતાની રીતે વ્યવસ્થા સુધારે છે. પોતાની સુરક્ષા સાથે ઠંદી તાકાતથી આગળ વધે છે. લડવા ઝગડવામાં સમય ના બગાડતાં ક્રમશઃ આગળ વધવાના પ્રયત્નો કરતો રહે છે. તે મેદાન મારી જાય છે. રસ્તે ચાલતી વખતે જિ ઉઘાડી આંખ રાખીને ન ચાલીએ તો કાંતો ખાડામાં પડીએ અથવા ક્યાંક અથડાઇ પડે પછી જ્યાં પહોંચવાનું હોય તે બાજુએ રહી જાય અને સારવાર માટે દવાખાને જવુ પડે એટલે રસ્તે ચાલતાં ઉઘાડી આંખે અને સાવધપણે ચાલવું જોઇએ. આધ્યાત્મિક જીવનના માર્ગ ઉપ ચાલવાનો પ્રયત્ન કરનારાઓએ પણ આવીજ રીતે ઉઘાડી આંખે પૂરી સાવધાની પૂર્વક ચાલવાનું છે. નહિ તો ત્યાં પણ અનેક ખાડાઓ અને અથડામણો તમારી આગેકુચને થંભવી દે એવો સંભવ છે. માટે જ જગતના રસ્તા ઉપર ચાલતા હો કે જીવનના રસ્તા ઉઓપર ચાલતા હો પણ આંખો સંપૂર્ણ ઉઘાડી રાખીને સાવધાની પૂર્વક ચાલજો(પૂ. સ્વામી સચ્ચિદાનંદજી, દંતાલીવાળાના પ્રવચનમાંથી સાભાર )