Swadharm ane adhyatmik vikas Prev Next Index

- સ્વધર્મ અન આધ્યાત્મિક વિકાસ -      આધ્યાત્મિક વિકાસના માર્ગે પામર, વિષયી,મુમુક્ષ અને મુક્ત એમ ચાર પ્રકારના શ્રેયાર્થી સાધકો માટે એ એક ઉતમ સરળ ,સુગમ અને સર્વજન સુલભ માર્ગ છે. પણ એના ભીતરમાં છુપાયેલા અમુલ્ય ચંદ્રમણિના બહુ ફળદાયકપણાની કિંમત કોઇ સમજી શક્યું નથી તેમજ સેવાના મૂળભૂત રહસ્યને અત્યાર સુધીમાં ઘણા મહાપુરૂષો પણ યથાર્થે ઓળખી શક્યા નથી. હજારોમાં કોઇક મહાપુરૂષોએ એ રહસ્યને કર્મ દ્રારા સાકાર કર્યુ. વર્તમાન સમયમાં શ્રી વાળીનાથના પૂજ્ય સંતોએ સેવાના મૂળ રહસ્યને સદા દિવ્ય અને સાકાર બનાવ્યું સર્વ શાસ્ત્રોના નિચોડરૂપે એક સુંદર ભાવના પ્રગટ કરી છે. ભગવાનનો સાચો ભક્ત મહાપુરૂષોની સત્યનિષ્ઠાવાળિ સુંદ પ્રણાલિકા છોડતો નથી. જેને ભગવાનની ભક્તિ કરવી હોય તેને ભગવાનની કે ભગવાને મૂકેલા મહાપુરૂષ એવા સંતની જે મળે તે સેવા કરવી જોઇએ અને એવી સેવાનો જે લાભ મળે તે અહોભગ્ય સમજવું જોઇએ, એવી સેવા મહાપુરૂષોની અને ભગવાનની પ્રસન્નતાના શુભ હેતુ અર્થે ભક્તિપૂર્વક કરવી જોઇએ કોઇ વખાણ કરાવવાનો હેતુ ના હોવો જોઇએ.
      મહાપુરૂઓના સબંધમાં આવેલા સૌ કોઇ સેવકોના સ્વધર્મ જુદાજુદા હોય છે. ગુણધર્મવાળા,નિષ્ઠાવાળા,આત્મબુધ્ધિવાળા અને તાદાત્મય અનુભવનારા એવા દરેક સાધકોનો સ્વધર્મ જુદો રહેવાનો જ . પ્રાથમિક શાળામાં જે અભ્યાસ ક્રમ હોય તેથી વધુ માધ્યમિકમાં અને તેથી વધુ અઘરો કોલેજનો અભ્યાસક્રમ હોય છે. કોઇપણ દિગ્રી કે પી.એચ. દી. ના અભ્યાસની ગુણવતા સ્વાભાવિક રીતે ઉંચી રહેવાની જ સંતો સાથેનો પોતપોતાના સબંધ પ્રમાણે સ્વધર્મનું સ્વરૂપ અને તેના લક્ષણની અગત્યતા સહેજે ભિન્ન હોય છે. રસ્તા ઉપર વાહન વ્યવહારને નિયમમાં રાખનાર ટ્રાફીક પોલીસ અને સહરદ ઉપર માતૃભૂમિની રાષ્ટ્રની રક્ષા કરનાર સૈનિકના સ્વધર્મમાં આકાશ-પાતાળ જેટલો ફેર હોય છે. એવી જ રીતે અતિ શ્રધ્ધાવાન પ્રમ ભક્તો-સેવકો કે જેમને મોટા સંતો ખરેખર પોતાની કરૂણાદષ્ટિમાં રાખી તેમના યોગ્ય તદન જુદો- નિરાળો સ્વધર્મ સિધ્ધ કરાવવા માર્ગ છે. આવા કોઇ અંગત સ્વધર્મમાં સેવકને કદાચ ખબર ના પડે, તો પણ એવા ઉતમ અને અલગ સ્વધર્મ માટે ઇન્કાર કદીએ ના કરવો. તે માતે પ્રત્યક્ષ સ્વરૂપો જે વર્તમાનમાં છે તે સૌ મહાપુરૂષો બધાજ પ્રકારની સમજણ આપી સર્વ પ્રકારની જવાબદારી સાથે સુરક્ષાપૂર્વક પોતાના જેવો બનાવી દેશે જ. અધ્યાત્મિક માર્ગમાં દરેક સેવક માટે સ્વધર્મરૂપી રક્ષણની વાડ અનિવાર્ય છે જ. જેનાં ઇન્દ્રીઓ અંતઃકરણ નિર્બળ હશે. ગુરુમુખિ વર્તવાની જેને કોઇ સુઝ કે સમજણ નથી. વિવેક કે વિનયનું ભાન નથી, તેવા સૌ સાધકોને માટે સ્વધર્મ અનિવાર્ય છે. સ્વધર્મની દ્રઢતા કે સમજણ વિનાનું જીવન પ્રાણવાયું વગરની હવા તેમજ લોહી વગરના શરીર જેવું નિસ્તેજ છે. સેવકમાં સ્વધર્મનો પાયો મજબૂત હશે તો તેના જીવનમાં સર્વલક્ષી વિકાસ શક્ય બનશે. સ્વધર્મમાં મોકળાશ કે કચાસ હશે તો ગફલતાઈ કે પ્રમાદ આળશ આવી જશે અને સ્વધ્ર્મ લોપ થઈ જશે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો મહાપુરૂષોએ ઋષિ-મુનિઓએ શાસ્ત્રો દ્રારા ત્યાગી-ગૃહસ્થી,બ્રહ્મચારી,સધવા,વિધવા,શિષ્ય,ાઅચાર્ય,રાજા,પ્રજા,બ્રાહ્મણ,યજમાન,વેપારી,સેવક,જ્ઞાની એવા પૂ.સંતોનો આસરો અને એમના વચન પ્રમાણે જો સ્વધર્મ હોય તો સેવકના જીવનમાં આવતા અવરોધો પ્રસરાવનારી જયોત માનવામં આવી છે. ઇન્દ્રિયો અંતઃકરણના સર્વ સીમાડાને સપૂણસ્લક્ષમાં રાખીને આશ્રિતોના શ્રેય માટે કલ્યાણના સર્વોપરી સુરક્ષા માતે તદ્દન સરળ ભાષામાં સ્વધર્મ કે નિયમોનું જે શિક્ષણ જે જે મહાપુરૂષોએ આપ્યું હશે, તે સૌ મહાસંતોના આપણે સૌ શાસ્વત ઋણી છીએ. પરમ પૂજ્ય સદ્દગુરૂની જે બાંધેલ મર્યાદા તેને લોપીને કોઇ સુખી થતો નથી, માટે પૂજ્ય સદગુરુદેવ દ્રારા બતાવેલ સ્વધર્મ પ્રમાણે જે ત્યાગી છે તેમને ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવુ અને જે ગૃહસ્થ છે. તેને તેના ધર્માનુસાર વર્તવુ અને તો જ સદગુરુશ્રી સુખી કરે છે. શ્રી સદગુરુના વચનને મૂકીને જીવ જ્યારે આડો અવળો ડોલે છે,ત્યારે કલેશને પામે છે અને જો શ્રી સદગુરુના વચન પ્રમાણે ચાલે તેવા સેવક પરમાત્માના અખંડ આનંદને પામે છે.
      મહાપુરૂષોએ આહાર શુધ્ધિ સર્વોપરી છે એ વિષે વાત કરી છે. જેવો ાઅહાર તેવો વિહાર\અન્ન તેવુ મન\ જેટલો શુધ્ધ અને પવિત્ર આહાર એટલુ જ હૈયાનું શુધ્ધિકરણ એટલી જ શાન્તિ અને એટલીજ પ્રસન્નતા આ વાત સદગુરુશ્રીની છે. તે વાત માને તેજ મુક્ત થઈ જશે અને સદગુરુશ્રીના વચન પ્રમાણે સ્વધર્મના બજાવે તો ચાર વેદ, ચ શાસ્ત્ર, અઢાર પુરાણ અને ઇતિહાસ ભણી લે અર્થને જાણી લે પણ શ્રી સદગુરુશ્રીના વચન પ્રમાણેની સેવા વિના મુક્ત થાય નહિ. જો મહાપુરુષો આટલી બધી આગ્રહભરી વાતો સમજાવતા હોય, તો તેમાંથી પ્રગટ સ્વધર્મના રહસ્યને સમજીને તે પ્રમાણે વર્તવું જોઇએ, તો જ આત્મપદને પામી શકાય છે.