Shivji no parvatine atmbodh Prev Next Index

~ શિવજીનો પાર્વતિને આત્મબોધ ~      ભગવાન શિવજી પણ પાર્વતિને આત્મબોધ કરતાં સમજાવેશે કેઃ-
      શ્રી પાર્વતિ બોલ્યા હે ભગવાન આપ સર્વ તત્વોના જ્ઞાતા છો આપની કૃપાથી મને ભગવાન સર્વ સંબધી દર્મો જાણવા મલ્યા આમ પ્રાર્થના કરીને આગળ સ્વધર્મની વાત અને શ્રી સદગુરુદાતાના વચનનો જે સત્સંગ કર્યો એવો જ સત્સંગ મા ભવાની પાર્વતિજી શ્રી ભોળાનાથ શંભુ પાસે જાણવા માગે છે. ત્યારે ભગવાન શિવજી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે સમજ આપી તેનું મહાત્યમ કહી સંભળાવે છે.-
      શ્રી મહાદેવજી બોલ્યા- જેમનો શ્રી વિગ્રહ(શરીર) અળશીના ફૂલ જેવો શ્યામળ છે. પક્ષીરાજ ગુરૂડજી જેમનુ વાહન છે. જેઓ પોતાના મહિમાથી ક્યારેય ચલીત થતાં નથી તથા શે ષનાગની શૈયા ઉપર જેઓ શયન કરે છે. એ ભગવાન શ્રી મહાવિષ્ણુની આપણે ઉપાસના કરીએ છીએ. એક સમયની વાત છે. મુર દૈત્યનો નાશ કરનાર ભગવાન શ્રી વિષ્ણુ શેષનાગના રમ્ય આસન ઉપર સુખપૂર્વક બિરાજમાન હતા. એ સમયે સમસ્ત લોકને આનંદ આપનાર મા ભગવતી શ્રી લક્ષ્મીજીએ આદરપૂર્વક પુછ્યું કે ભગવાન આપ સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃધ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આ ક્ષીરસાગરમાં પોઢી રહ્યા છો. એનું કારણ શુ છે? ત્યારે ભગવાન બોલ્યા હે સુંદરી! હું માત્ર સુઈ જ રહ્યો નથી પરંતુ તત્વોનું અનુસરણ કરનારી અંતરદષ્ટિથી મારા પોતાના માહેશ્ર્વર તેમજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું. હે દેવી આ તેજ એ છે કે જેનું યોગીપુરૂષો કુષાગ્ર બુધ્ધિથી પોતાના અંતઃકરણમાં દર્શન કરે છે. તથા જેનાથી મીસાંસાના વિદ્રવાનો વેદનાસાર તત્વોનો નિર્ણય કરે છે. એ માહેશ્ર્વર તેજ એક અજર પ્રકાશ સ્વરૂપે આત્મરૂપ. રોગશોક રહિત અખંડ આનંદપૂંજ,નિષ્પંદ તથા દ્રૈતરહિત છે. આ સંસારનું જીવન તેને જ આધીન છે. હું તેનો જ અનુભવ કરૂ છું. હે દેવેશ્ર્વરી એજ કારણથી હું તમને નિદ્રાધીન હોઉ એમ લાગે છે.
      શ્રી લક્ષ્મીજી બોલ્યા-હે ભગવાન આપ જ યોગી પુરૂષોના ધ્યેય છો. આપના સિવાય કોઇપણ ધ્યાન કરવા યોગ્ય છે. એ જાણીને મને ઘણું કૌતક થાય છે. આ ચરાચર જગતનું સર્જન અને સંહાર કરનાર સ્વયં આપ જ છો. આપ સર્વ સમર્થ છો. આવી સ્થિતિમાં હોવા છતાં જો આપ પરમતત્વથી ભિન્ન હો તો કૃપા કરીને એ પરમતત્વનો બોધ કરો, શ્રી ભગવાન બોલ્યા-હે પ્રિયે! આત્માનું સ્વરૂપ દ્રૈત અને અદ્રૈતથી અલગ ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અંતથી રહિત છે. શુધ્ધ જ્ઞાનના પ્રકાશથી પ્રાપ્ત થનારા તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે. એ જ મારૂ ઇશ્ર્વરીય રૂપ છે. આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે. ગીતા શાસ્ત્રમાં એનું પ્રતિપાદન થયું છે.
      તેજસ્વી ભગવાન વિષ્ણુના આવચનો સાંભળી શ્રી લક્ષ્મીજીએ શંકા કરતાં કહ્યું કે -ભગવાન જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મનવાણીથી ગતિથી પર છે. તો શ્રી ગીતા એનો બોધ કઈ રીતે કરાવે છે? મારી આ શંકાનું નિવારણ કરો. શ્રી ભગવાન બોલ્યા-હે સુંદરી! સાંભળો હું શ્રી ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરૂ છું ક્રમશઃ પાંચ અધ્યાયને મારાં પાંચ મુખ જાણો, દશ અધ્યાયો ને મારી ભૂજાઓ જાણો, એક અધ્યાય ઉદર અને બે અધ્યાયને બંને પગ જાણો. આમ અઢાર અધ્યાયોની ઇશ્ર્વરીય મૂર્તિજ સમજવી જોઇએ. આ જાણવા માત્રથી મહાન પાપોનો નાશ થાય છે. જે ઉતમ બુધ્ધિવાળો પુરૂષ ગીતાના એક કે અડધા અધ્યાયનો અથવા એક અદધા શ્ર્લોકનો દરરોજ અભ્યાસ કરે છે. એ સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે. શ્રી લક્ષ્મીજી બોલ્યા- સુશર્મા કોણ હતો? કઈ જ્ઞાતિનો હતો? કયા કારણે એની મુક્તિ થઈ?
      પન કરતો હતો. આ રીતે એને જીવનનો મોટો ભાગ પસાર કરી દીધો હતો. એકવાર મૂર્ખ બુધ્ધિવાળો સુશર્મા પાંદડાં લેવા માટે કોઇ ઋષિની વાડીમાં આંટા મારતો હતો.એટલામાં કાળનું રૂપ ધારણ કરીને કાળા સાપે તેને દંશ દીધો. તેથી સુશર્મા મૃત્યું પામ્યો આ પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવી પાછો મૃત્યું લોકમાં એકભાર ઉપાડનાર બળદ તરીકે અવર્તર્યો, એ સમયે કોઇ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા એને ખરીદી લીધો. એક દિવસે લંગડાએ કોઇ ઉંચા સ્થાને ઘણી ઝડપથી આ બળદને ફેરવ્યો. બલદ જમીન ઉપર ઢળી પડ્યો. સૌએ થોડુ થોડુ પુણ્ય આપ્યું. એક ગણિતા વૈશ્યાએ પન પુણ્ય આપ્યુ. અને એવૈશ્યાના પુણ્યથી ભૂલોકમાં સારા ચારિત્ર્યવાન બ્રાહ્મણને ત્યાં અવતર્યો. પૂર્વ જનમની વાતોની તેને સ્મૃતિ હોવાથી તેણે વૈશ્યાના ઘેર જઈ પૂછ્યું કે તે એવું શું પુણ્ય કર્યું છે. વૈશ્યાએ ઉતર આપ્યો કે કે પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરોજ કંઇક બોલે છે. એનાથી મારુ અંતઃકરણ પવિત્ર થયું છે. એનું પુણ્ય મે દાનમાં આપ્યું હતું. તે પછી બંન્નેએ પેલા પોપટને પૂછ્યું ત્યારે પોપટ પોતાના પૂર્વ જનમનો પ્રાચીન ઇતિહાસ કહે છે. પોપટ બોલ્યો પુર્વ જનમમાં હુ એક મહાન વિદ્રવાન હતો. હુ મારી વિદ્રવાતાના અભિમાનમાં ભૂલી મોહિત હતો રાગદ્રેશ એટલા બધા વધી ગયા હતાકે હુ કોઇ વિદ્રવાનને ગણતો નહતો. ગુરુના વચનને પણ માન્યો નથી, ગુરુનીુ પર દ્રેશ અને ઇર્ષા કરતો. શ્રી સદ્દગુરૂની નિંદા કરતો. તેમના ઉપર હેતભાવ રાખતો નહી. સદ્દગુરૂ સાથે વિવેક છોડીને ચર્ચામાં ઉતરી જતો. અનેક ધૃણિત વાતો સદ્દગુરૂશ્રીને કહેતો અને એવા ગુરૂદ્રોહથી અને ગુરૂનિંદાથી ભટકતો ભટકતો હું પોપટ કુળમાં આવ્યો છું. એક દિવસ ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગ ઉપર પડ્યો હતો ત્યાંથી કોઇ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લાવ્યા પાંજરામાં મને પૂરી દિધો ત્યાં મને ભણાવવામાં આવ્યો. ઋષિ બાળકો કાયમ ગુરૂ મહિમા ગાતા અને ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતાં તે સાંભળીને હું ગુરૂ મહિમા અને અધ્યાયનો પાઠ વાગોળતો તેવામાં ચોર લોકોએ મને ત્યાંથી ચોરી લીધો એ પછી આ વૈશ્યાએ મને ખરીદી લીધો. હું રોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતો, એ વૈશ્યાએ સાંભળવાથી તેનું અંતઃકરણ પવિત્ર થયું. આમ પરમાત્મા દ્રારા શ્રી ભવાની પાર્વતિએ આત્મબોધ પ્રાપ્ત કર્યો. એવા ઉતમ આત્મબોધ દ્રારા શ્રી વાળિનાથ ધામના વિધમાન પૂજ્ય સંતો મહાપુરૂષોએ વર્તમાન યુગમાં આધ્યાત્મિક અભિગમ દ્રારા જે સદ્દગુરૂએ માર્ગ બતાવ્યો તેના સંપૂર્ણ હિમાયતી થઈ સદ્દગુરૂએ બતાવેલી કેડી ઉપર ભયંકર કસોટીમાં પણ રાત દિવસ જોયા વિના ઘણો પરિશ્રમ વેઠ્યો શ્રી ગુરૂ મહિમા સાચવ્યો. આવેલા સંતોની તેમજ અતિથી સેવકો ભક્તોને સાચવ્યા ગૌમાતા અને રેમી ઘૉડીના વંશને સાચવ્યો. આંગણે આવેલા સમાજને સાચવ્યો પશું પંખીને સાચવ્યા ગુરૂજનોને સાચવ્યા. વાળીનાથ ધામને સાચવ્યું સદ્દગુરૂના શ્રેષ્ઠ વચનોને સાચવ્યા અપંગ અને નિરાધારોને સાચવ્યા. અને છેવટે પોતાનું મન અને ઇન્દ્રીઓની વૃતિને પણ સાચવી અને આવરમાન સંતોએ ભવ્ય અને દિવ્ય અજવાળુ પાર્થયું સમગ્ર ભારતમાં શ્રી વાળીનાથ મા ભગવતી ચામુડા વિઘ્નહર્તા શ્રી ગણેશજી અને શ્રી ગોગા મહારાજનો મહિમા વધારી સેવક ભક્તોને શ્રધ્ધાના પુંજથી પ્રકાશિત કરી દીધા.

।। સમાજ દ્રારા વેલ(માફો) અર્પણ કરી સન્માન થયું ।।      ગુરૂ-શિષ્ય ગુરૂ સેવકનો નાતો, જીવનના આધ્યાત્મિક ઉદયનો અહોભાવ-શ્રધ્ધા વિનાની ભક્તિ નીર વગરની નદી સમાન કોરી(સુકી) છે. ભાવ શ્રધ્ધાથી પરિપૂર્ણ ભક્તિ કંઇ કરી છૂટવાની તમન્નાવાળિ હોય છે અને આવી સમર્પણવાળિ ભક્તિ ઉતમ ફળદાતા ગણાય છે ભારતીય વૈદિક પરંપરાવાળી આદર્શ સંસ્કૃતિના આધ્યાત્મિક જ્યોતિર્ધર મહાપુરૂષોએ ગુરૂ મહિમા વિષે ઘણ ગુણગાન ગાયા છે. સમાજને ગુરૂ શિષ્યના ઉતમ ભાવ વિષે સાચી સમજ આપી કોઇપણ ક્ષેત્રમાં શ્રી ગુરૂની આવશ્યકતા છે તેવી ચોખવટ કરી છે. સંતોની વાણીથી મરેલી સમજણ જીવનમાં સ્થિર બને છે અને શ્રી ગુરૂ પ્રત્યેની ભક્તિભાવના દ્રઢ થાય છે સાચા શિષ્યત્વનો ભાવ સમજાય છે. અને મુમુક્ષજનો પોતાનું જીવન સાર્થક બનાવે છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી વદાનતાચાર્ય(દંતાલી-પેટલાદ) પોતાના એક પ્રવચનમાં વકિલનો અર્થ સમજાવતાં કહે છે કેવકિલ એટલે વક-કીલ જેની વાણી ખીલા જેવી છે તે. પૂજ્ય સ્વામીશ્રી ની વાણિને ત્રણ પ્રકાર ગણાવે છે. એક દડા જેવી બીજી ગાળા જેવી અને ત્રીજી ખીલા જેવી. જેમ દડો દિવાલ ઉપર ફેંકવાથી પાછો આવી જાય છે તેમ દડા જેવી વાણી પોતાની સામે જ આવી જાય છે તે કોઇ અસર કરતી નથી. બીજી વાણી ગાળા જેવી દિવાલને ચોંટી જાય છે પરંતુ સૂકાઇને થોડા ટાઇમમાં છૂટી પડી જાય છે તે સંપુર્ણ અસર કરતી નથી જ્યારે ત્રીજી વાણી ખીલા જેવી છે જે દિવાલમાં કાયમી સ્થિર બની જાય છે તેવી રીતે ધારી અસરથી દ્રઢ બને છે ખીલો કાટથી વધારે મજબૂત બને તેવી જ રીતે ત્રીજા નંબરની ખીલા જેવી વાણી જેમ જેમ સમય જાય તેમ તેમ તત્વજ્ઞ મહાપુરૂષોના તત્વરૂપી સિધ્ધાંતરૂપી કાટથી વધારે દ્રઢ બને છે. શ્રી ગુરૂની ઉતમ વાણી શિષ્યને સુંદર માર્ગદર્શન આપનારી પાવનકારી અને હિતકારી હોય છે. જે શિષ્ય ગુરૂશ્ત્રી માટે સર્વસ્વ અર્પણ કરી સમર્પિત છે તેવા એક મહાપુરૂષ પરમ પૂજ્ય માણેકગિરિજી એ વાલમ ગામે જન્મ લઈ શ્રી વાળીનાથ ધામમાં સન્યાસ લીધો અને શ્રી વાળીનાથ ધામમાં ઓતપ્રોત બની સમાજને એકરૂપે જોનાર પૂજ્ય સ્વામી શ્રી માણેકગિરિજી પોતાના મુક્ત અને મધુર કંઠે ભાવવાહી ભજનો ગાતા તેઓ સમગ્ર સેવક સમાજ માટે શ્રધ્ધાના સ્થાને બિરાજમાન હતા, તેમનો સમગ્ર સમાજમાં સારો પ્રભાવ હતો તે સમયમાં વાહનોની સગવડો ઘણી ઓછી હતી અને તેથી પરમ પૂજ્ય સ્વામી શ્રી માણેકગિરિજી તથા શ્રી વાળીનાથના અન્ય સંતો સેવક સમાજમાં વરખાસનના ઉઘરાણા માટે પગે ચાલીને ગામડે ગામડે ફરતા અને ખુબજ પરિશ્રમ કરતા.
      એ સમયે સવારી માટે મંદિરમાં ઉંટ, ઘોડા,બળદગાડા,માફો વગેરે સાધનો હતા જ .સંત પ્રણાલિકાની પરંપરાની ભક્તિ ભાવનાથી સેવકો જે વાલમ ગામના હતા તેમને વેલ(માફો) અર્પણ કરવાની અમર ભાવના પ્રગટી અને વેલ (માફો) સંપૂર્ણ સનમાન અને સ્વાગત સાથે શ્રી ગુરૂદેવશ્રી ને અર્પણ કર્યો તે સમયે ઘણા મહાન સંતો સેવામાં સક્રિય હતા. તેવા મહાત્માઓમાં કોઠારી સ્વામી શ્રી મહાદેવગિરિજી, સ્વામીશ્રી મણિગિરિજી,સ્વામીશ્રી કાશીગિરિજી,સ્વામીશ્રી આનંદગિરિજી, ભંડારી સ્વામીશ્રી ખુમગિરિજી, અવધૂત સ્વામિશ્રી ચરણગિરિજી મહારાજ, બોડા બાવા સ્વામી સોમવારગિરિજી વગેરે સંતો સંસ્થાની સેવામાં તન મન થી પુરૂષાર્થ કરતા હતા.
      પરમ પૂજ્ય સ્વામી શ્રી માણેકગિરિજીને પોતાપણના ભાવથી માનનારા વાલમ ગામના સેવક સમાજએ વિચાર કર્યો કે આપણ ગુરૂજી પગે ચાલીને સેવક સમાજને પાવન કરવાના હેતુથી પર્માર્થના પાઠ શીખવાદવા ગામદે ગામદે પગે ચાળિને જાય છે. તે ઠીક નથી તે શ્રી સંપૂર્ણ માનમોભા સાથે સમાજમાં ફરે તો ઘણું સારૂ લાગે તેવા ઉતમ ભાવથી વિ. સવંત ૨૦૧૫માંસીસમના લાકડામાંથી એક માફો(વેલ) બનાવડાવી અને એક સારા બળદની ઘૉડી પણ લાવ્યા તેવ સમયમાં એ માફો સારા કારીગરો પાસે બનાવડાવ્યો ત્યારે રૂપિયા પચ્ચીસ હજારનો ખર્ચ થયો હતો. વાલમના રબારી સમાજે શ્રી વાળીનાથના મહંતશ્રી પરમ પૂજ્ય બળદેવગિરિજી મહારાજશ્રીને સંતો સાથે પધારવાનું આમંત્રણ આપ્યું. પરમ પૂજ્ય બાપુશ્રી બળદેવગિરિજી વગેરે સંતો વાલમ ગામે પધાર્યા, વાલમ ગામ રબારી સમાજે પરમ પૂજ્ય મહંત બાપુશ્રીનું સંતો સાથે ભાવથી સામૈયું કરી ભવ્ય સ્વાગત કર્યું બેન્ડવાજા સાથે સન્નમાન પૂર્વક બે બળદની જોડી સાથે વેલ (માફો) સોનાનો ટુંપીયો, સોનાની બેડી, કડું ભાવપૂર્વક અર્પણ કરી ભવ્ય સન્નમાનની પરંપરા સ્થાપી. ત્યારબાદ આખા સમાજે પરમ પૂજ્ય મહંત બાપુશ્રીને સંતો સાથે પધારવા આમંત્રણ આપી ગામડે ગામદે ભવ્ય સ્વાગત સાથે સન્નમાન કર્યું હતુ અને એજ સન્નમાનની પરંપરા આ દિવસસુધી ચાલી છે. પહેલાનું જૂનું બંધારણ બંધ કરીને સન્નમાન પુર્વક આમંત્રણથી જ જવાની પ્રણાલિકા શરૂ થઇ જે હાલના વર્તમાન સમય સુધી ચાલુ છે.
      સિધ્ધપુરમાં આવેલો મોટો મઠ અને તે મઠના સ્વામીશ્રી વસંતભારતિજી મહરાજશ્રીએ કારતક સુદ પુનમના સિધ્ધપુરના મેળામાં પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીને સન્નમાનપૂર્વક છડી અર્પણ કરી હતી.
     

।।સંતોની પુનિત હાજરીમાં યજ્ઞ-કુંડમાં સ્વયં અગ્નિ પ્રાગ્ટય।।     
      ભારતમાં માલધારી સમાજ હોય કે અન્ય ગુણીયલ સમાજ કોઇપણ હોય પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીને શ્રધ્ધાપૂર્વક અહોભાવથી અને પરમાત્માના ભાવથી માને છે. જેવા માને છે તેવાજ દાર્શનીક અનુભવ પણ સમાજને થાય છેજ. તેવા એક પ્રસંગ ઉમાક્ષેત્રમાં નવાપુરા ગામ ખાત પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની પુનિત હાજરીમાં બને છે.
      પાટણ ખાતે રાજા સિધ્ધરાજ જયસિંહના સમયમાં સહશ્ત્રલિંગ તળાવના ખોદકામ માટે દેશભરમાંથી ઓદ જાતિના લોકો આવેલા તેમાં એક જસમા નામની ઓડ જાતિની સતીબાઇ હતી રૂપ અને ગુણ નું વર્ણન ના થઈ શકે તેવી દિવ્ય જસમા સતી તળાવ ખોદવા આવેલી. રાજા સિધ્ધરાજ જયસિંહના માણસોની દષ્ટિ આ ઓડ કન્યા ઉપર પડી અને મહરાજાને પ્રસંન્ન કરવાના હેતુથી તેને દરબારમાં લઈ જવાના પ્રયત્નો થયા. ઓડો અને રાજાના માણસો વચ્ચે સંર્ઘષ થયો ઘણા ઓડો સાથે જસમાનો પતિ પણ મરાયો જસમા સતી થઈ ઓદ લોકો ત્યાંથી ચાલી નીકળ્યા તે સમયે ઉમાક્ષેત્રન નવાપુરાગામે કંથદનાથજી નામે એક મહાન સિધ્ધ તપસ્વી યોગી પણ તળાવ ખોદાવતા હતા. અને મજુરોને એક સોનામહોર મજુરી આપતાં આ સમાચાર સાંભળી પાટણથી નીકળેલા ઓદ લોકો નવાપુરા પહોંચ્યા. પાટણના સશ્ત્રલિંગ ળવમાં જસમાના બલિદાનના પાપથી પાણી ભરાયા નહિ. તેથી રાજાએ ઓદ લોકોની તપાસ કરાવી તેમને સમાચાર મળ્યા કે ઓડ લોકો નવાપુરામાં કંથડનાથ્જી યોગી દ્રારા ખોદાવાતા તળાવમાં કામ કરે છે. તેથી સિધ્ધરાજ જયસિંહ અને તેમની માતા શ્રી મીનળદેવી યોગીરાજશ્રી કંથડનાથના દર્શન કએઅવાના હેતુથી નવાપુરા પધારે છે. તેવા સમાચાર શ્રી કંથડનાથ્જીને મોકલાવે છે આ સમાચાર શ્રી કંથડનાથજીને મળતાં યોગીરાજ સર્વ ઓડોને ભેગા કરીને કહે છે કે દરેક લોકો તળવનું ખોદકામ ચાલુ રાખજો અને મારી આ કંથા નીચેથી મજુરી પેટે એકએક સોનામહોર જાતે લઈલેજો હું હવે સમાધી લઈશ તો તેમાં તમેજ બધાજ એકએક પાવડો માટી નાખ્જો નવાપુરાના તળવ વચ્ચે જે ટેકરી છે તે કંથડનાથજીની સમાધી છે એજ પરમ પૂજ્ય યોગીરાજશ્રી કંથડનાથજીની પરંપરામાં ઘણ મહાન સંતો યોગીઓ થયા છે, એવા જ એક યોગી મણિનાથજી તેમને એક મહાન યજ્ઞનું આયોજન કર્યું તેમાં અનેક સંતો પધાર્યા હતા શ્રી વાળીનાથજીની જગ્યાના મહંતશ્રી પન સંતો સાથે પધાર્યા હતા. તે સમયે પુજ્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રીની ઉંમર ઘણીનાની હતી દેશભરમાંથી આવેલા સંતોશ્રી વાળીનાથ મહંતશ્રીના આગમનથી ખુબ ખુશ થાય .ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહાત્મ ખુબજ હોય છે. અને આવા યજ્ઞોમાં મહાપુરૂષો સ્વયંમેળેજ મળતા હોય છે. હાલમાં પણ સમગ્ર ભારતમાં શ્રી વાળીનાથ મહંત બાપુશ્રીને સંતો મહંતો આમંત્રણ આપે છે. અને યજ્ઞમાં અધ્યક્ષ સ્થાન આપે છે. પરમ પૂજ્ મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીની સહિષ્ણુતા નિર્મળતા ભાવભક્તિ જોઇને આવા ઉતમ પ્રભાવથી સૌ કોઇ સમાજના માનવીઓ પૂજ્ય મહંત બાપુશ્રીને બહુજ આદરભાવ આપે છે.
      અવાજથી ઉતમ ભાવથી મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજની નવાપુરાના આવા યજ્ઞમાં અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું સૌ વિદ્રવાન પંડિતો તેમજ સંતોની ખાસ એવી ઇરછા હતી કે આ યજ્ઞમાં બાલયોગી સ્વરૂપ ધર્મ ધુરંધર શ્રી મહંત બાપુશ્રી બળદેવગિરિજીના હસ્તેજ સ્વયં અગ્નિ પ્રગટે એવી તો ંતો મહાત્માઓ દ્રારા અગ્નિ દેવને પ્રાર્થના કરવામાં આવી પરમ પૂજ્ય બાપુશ્રીએ સૌ સંતો સાથે રાખી ભાવપૂર્વક શ્રી વાળીનાથજી ભગવાનની પ્રાર્થના કરી સૌ મહાન સંતોની ભાવપૂર્વકની હાર્દિક પ્રાર્થનાથી અગ્નિદેવ પ્રસંન્ન થયા અને સ્વયં પ્રગટે થયા યજ્ઞકુડમાં સ્વયં અગ્નિદેવ ચૈતન્ય થયા સૌ સંતો ભક્તોએ જયજયકાર કર્યો આ ઘટના આજે પણ ઘણા ભક્તો જાણે છે તેવા અનુભવી ભક્તો જે આ પ્રંસગને જાણે છે તેવા ભક્તો આજે પણ દિવ્ય ઘટનાનું વર્ણન કરતાં ભાવવિભોર બની જાય છે. આ દિવ્ય ચમત્કારીક ઘટનાજ ઘણી શકાય અને મહાન તપ ભક્તિનો પ્રતાપ કહિ શકાય