Param pujay mahant bapu shree baladevgiriji ne dharm seva vibhushanno elkab Prev Next Index

-પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજીને ધર્મસેવા વિભુષણનો ઇન્કલાબ-      પરમ પૂજ્ય પ્રાતઃ વંદનીય મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીની જેમજેમ ઉંમર વધવા લાગી તેમતેમ રબારી સમાજ તેમજ અન્ય સેવકોમાં જ તેમના માન પ્રતિષ્ઠા વધવા લાગ્યા. તેમના ભક્તિમય દિવ્ય કાર્યોથી ભક્ત સમાજમાં ક્રાંતિ છવાઇ ગઈ. નિર્મળ ગંગા સમાન પવિત્ર જીવન લાખો ભક્તોને તેના પ્રેરણત્મક બનવા લાગ્યું સાથે આયોજનબધ્ધ મંદિરની વ્યવસ્થાને અને ઉતમ વહિવટ રાખતા પરમ પૂજ્ય પ્રાતઃસ્મર્ણીય કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રી પણ શ્રી વાળીના ધામના વિકાસને આગવું રૂપ આપવા લાગ્યા. આવા સુંદર પવિત્ર અને ભક્તિમય સમયે પરમ પુજ્યશ્રી કૃષ્ણાત્મજ મહારાજશ્રીના સહવાસમાં રહી ઉતમ ઉપદેશ મેળવીને પરમ પૂજ્યશ્રી ચરણગિરિજી મહારાજશ્રી અવધૂત શ્રી વાળીનાથ પધાર્યા. અને અખાડાની પ્રણાલિકા મુજબ ભેખ ધારણ કરીને શ્રી વાળીનાથની પવિત્ર શોભામાં અભિવૃધ્ધિ કરવા લાગ્યા પરમ પૂજ્ય અવધૂતશ્રી ચરણગિરિજી મહારાજશ્રી શ્રી ગણપતિ પૂજાને ખુબજ મહત્વ આપતાં તેમજ દિપમાળ અને કિડીયારું પુરવાના ખુબજ હિમાયતી એવા ગરીબો તેમજ પ્રાણીઓ પ્રત્યે ખુબજ કરૂણા રાખનારા પૂજ્ય અવધૂત શ્રી યજ્ઞાદિ કાર્યોને ખુબજ મહત્વ આપવા લાગ્યા. તેમની વ્યક્તિ પરખ ઘણી ઉંચી હતી તેઓ શ્રી એ કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાશ્રી અને પરમ પૂજ્યશ્રી રાજગિરિજી તથા પરમ પુજ્ય શ્રી આનંદગિરિજી તથા પરમ પુજ્ય મગનગિરિજી તથા પરમ પુજ્ય હિરાગિરિજી તથા પરમ પૂજ્યશ્રી વસંતગિરિજી વગેરે સંતોમાં પ્રભુતા પારખી અને એ દિવ્ય સંતશ્રીએ શ્રી વાળીનાથમાં સાધના શરૂ કરી એવા સમયે એક વિધાર્થી અવસ્થામાં ગૂમતા એવા પ્રભાવશાળી બ્રહ્મચારી મહારાજશ્રી પરમ પૂજ્યશ્રી ગુરૂદેવશ્રી મહંત બાપુશ્રીને પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી અને પરમ પૂજ્ય અવધૂતજીને ભેટી ગયા. તેમને શ્રી વાળીનાથ પધારવા કહ્યું અને તેશ્રી ત્યાં પધાર્યા અને ગુજરાતમાં સૌ પ્રથમવાર ચાતુરમાસ તેમણે શ્રી વાળીનાથજીની નિશ્રામાં કર્યો. તેઓશ્રી ખુબ વિદ્રવાન હતા અને તેમની પવિત્ર અમૃત વાણીથી કથા પ્રવચન દ્રારા ભક્ત સમુદાયની શ્રધ્ધા વધારી હતી તેમનું નામ પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદશ્રી પરમહંસ છે. અને તેઓ પૂજ્યશ્રીએ કાશીમાં વેદાન્તના આચાર્યની પદવી મેળવી વેદાન્તચાર્ય બન્યા હતા. પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી વેન્દાતાચાર્યે શ્રી વાળીનાથ અષ્ટક સંસ્કૃત ભાષામાં રચીને આરતી થાળ વગેરે બનાવીને ભક્તોના હિત માટે પરમ પુજ્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રીને અર્પણ કર્યા હતા. શ્રી વાળીનાથજીની કૃપા મૅળવીને તેઓ શ્રી એ પાછથી ખેડા જિલ્લાના પૅટલાદ પાસેના દંતાલી ખાતે એક મોટા શ્રી ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના કરી અને આજે તેઓશ્રી પુરાવિષ્ર્વમાં ક્રાંતિકારી સંત તરીકે પ્રખ્યાત છે. આજે પણ તેઓશ્રી પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજીના નિર્મળ અને પાવન એવા શ્રેષ્ઠ જીવનને પોતાના વિચારોથી પ્રવચનોમાં વ્યક્ત કરે ચે. પરમ પૂજ્ય અવધૂતશ્રી ચરણગિરિજી મહારાજશ્રીના મુબંઇ તેમજ સૌરાષ્ટ્રમાં ઘણા સેવકો છે. તેશ્રી બ્રહ્મલીન થયા. ત્યારે તેમની શ્રી વાળીનાથ સમાધિ સ્થાને સમાધી આપવામાં આવી અને તેમની યાદમાં પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીએ મોટા ભંડારનું આયોજન કર્યું હતું. પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં હજારો સંતો ભક્તો અને સેવકોએ ભંડારા મહોત્સવમાં ભાગ લીધો હતો. આમ પરમ પૂજ્ય ગુરૂવર્ય બાપુશ્રી બળદેવગિરિજી મહારાજ અને પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રી તથા સૌ સંત મહાપુરૂષોના પુરૂષાર્થથી અને સાધના દ્રારા શ્રી વાળીનાથ ધામ દિવ્ય અને પ્રકાશિત બનવા લાગ્યું આવા મહાન નિર્ણાયક અને મેઘાવી પ્રતિભાસંપન્ન મહાસંતો ત્યાં બિરાજી ભવ્ય પુરૂષાર્થ કરી આ દિવ્ય સંસ્કૃતિ અને ભવ્ય પ્રણાલિકાને સાચવી રાખવા માટે શું જહેમત ઉઠાવે છે તેતો સૌએ જાતે જઈને જુએ અને ત્રીજી આંખ જ્ઞાનચક્ષુ ખોલીને અનુભવ કરે ત્યારે જ ખબર પડે. આવા નચિકેતા જેવા મહાપુરૂષોને શુ આમાં સ્વાર્થ હોય જરાય સ્વાર્થ નથી નિસ્વાર્થભાવે જબરજસ્ત તથા ભવ્ય કાર્યો જોઇને માણસો વિસ્મય પામી જાય છે આવું સૂંદર સેવાનું ધર્મ કાર્ય જોઇ ખુદ જગતગુરૂ શ્રી શંકરાચાર્ય પરમ પુજ્ય પરમ સત્યેશ્ર્વર એકતા અને એકેશ્ર્વર વાદના પ્રણેતા શ્રી શ્રીન અભિનવ સચ્ચિદાનંદ તિથૃ સ્વામીશ્રી દ્રારકા શારદા પીઠાધીશ્ર્વર શ્રીએ શ્રી વાળીનાથ ખાતે પધારીને પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરીજી બાપુશ્રીને "ધર્મસેવાભૂષણ" ઇલ્કાબ અર્પણ કરી સવંત ૨૦૩૬માં સન્નમાનિત કર્યા હતા. અવાજ નિર્માણની પ્રણાથી રંગાયેલા પરમ પૂજ્ય મહંત શ્રી બાપુશ્રીને સનાતન ધર્મની ઉતમ સેવા બદલ બીજો ઇલ્કાબ પરમ પૂજ્ય પરમ આદરણીય સત્યેશ્ર્વર એવા શ્રી પરમ પૂજ્ય જગતગુરૂશ્રી શંકરાચાર્ય શ્રી જ્યોતિશ પીઠાધિશ્ર્વર સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતિજી દ્રારકા શારદાપીઠ દ્રારા ધર્મ વિભૂષણ પદવી પ્રદાન કરી હતી. આવી ભવ્ય અને સન્નમાનિત પદવી મેળવવી એ સામાન્ય વાત નથી. સનાત સેવા એટલે એનો અર્થ ઘણોજ ગહન અને વિશાળ છે. અને એ કાર્ય પણ ખુબજ કઠીન છે. આવું કાર્ય વિશ્ર્વમાં નચિકેતા જેવા કોઇ સમર્થ કરી શકે. સનાતનનો અર્થ કબીર સાહેબે ખુબજ સુંદર રીતે વર્ણવેલો છે. સર્વેતનોમાં વસી રહેલું પરમ તત્વએ હું છ અને એ ચૈત્યનની ખોજ કરે અને એ રીતે જ વરતન અને વાણી રાખે. જોકે મહાપુરૂષોએ સનાતનને આત્મારૂપે વર્ણવેલા છે. છતાં તેનું વર્ણન તો થઈજ શકે તેમજ નથી. પરંતુ આચરણ અનુભવમાં પ્રસરેલુ આત્મજ્ઞાન ઍટલે સનાતન.
      જ્ઞાન સોઈ જો આત્મચિહ્ને અવજ્ઞાન કશું નહિ.
      ચાર દિશાકે સોડકે આસરા મગ્ન રહે મન માહિ.(કબીર)
      એવું જ ઉતમ આત્મજ્ઞાન પરમ પૂજ્ય સદ્દગુરૂદેવશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીએ સેવક સમાજમાં ભક્તિ દ્રારા પ્રસરાવ્યું. કોઇપણ રાષ્ટ્રની સાચી સંપતિ સંતો જ હોય છે. તેઓ જે સમયે પ્રગટ થાય છે. એ એમના જન સમુદાય માટે એમનું જીવન જ સાચુ માર્ગદર્શન હોય છે. પૂજ્ય સંતશ્રી આશારામજી બાપુ કહે છે કે ભગવાનના દર્શનથી પણ વધારે લાભ ભગવાનના ચરિત્રો સાંભળવાથી મળે છે અને તે કરતાં પણ સાચા સંતોનું જીવન ચરિત્ર-વાંચવા-સાંભળવાથી વધારે લાભ થાય છે. વિશ્ર્વના કલ્યાણ માટે જે ધર્મની આવશ્યકતા હોય છે, એનો આદર્શ રજુ કરવા માટે સ્વયં ભગવાન જ તત્કાલીન સંતોના સ્વરૂપે પ્રગટ થઈને આવશ્યક લીલા કે ઉપદેશ દ્રારા માનવ સમાજને ધર્મ પ્રત્યે જાગૃત રાખી ધર્માચરણ શીખવે છે. વર્તમાન યુગમાં આ દૈવી કાર્ય જે સંતો દ્રારા થઈ રહ્યું છે. એમાં આવા લોક હ્રદયમાં શ્રધ્ધાના સ્થાને બિરાજનાર પૂણ્યશ્ર્લોકી પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી એતલી ઉંચાઇએ છે કે શબ્દો દ્રારા વર્ણન કરવું અશ્ક્ય છે. ઘણા વિરાટકાર્યો કર્યા છે. અનેક વિરાટ કાર્યો થઈ રહ્યા છે. તમામ કાર્યો લોકહિત માટે છે. તેમની આ વિરાટ શક્તિના દર્શન કરવા માટે દિવ્યદૃષ્ટિ જોઇએ. દિવ્ય શક્તિ દ્રારા દિવ્ય કાર્યો થતાજ જાય છે. શ્રી વાળીનાથ ધામનો વધુને વધુ ભવ્ય વિકાસ થઈ રહ્યો છે. વધુને વધુ જનસંખ્યા-જનશક્તિને શ્રી વાળીનાથ પ્રત્યે શ્રધ્ધા જાગી રહી છે. સંતોની ભક્તિ સાથે આતિથ્ય સત્કારની ભાવના કઠોર હ્રદયના માનવીને પણ શ્રધ્ધા પૂર્વક આકર્ષે છે. પ્રેમસભર સંતોના આવકાર નાસ્તિકને પણ આસ્તિકતા તરફ વાળે છે. અધર્મી પણ ધર્મભાવનાવાળો બની જાય છે. એવા કરૂણાના સાગર સંતો પરમ પૂજ્ય મહંતબાપુ શ્રી વાળીનાથ ભગવાન અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના માર્ગદર્શન નીચે ઉતમ અને મહાન કાર્યોના ભાગીદાર બની જીવનને ધન્ય બનાવી રહ્યા છે.
      પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અનેક ભક્તોના આમંત્રણોને માન આપીને સતત સેવકોની લાગણીને મહત્વ આપી નાના મૉટા સૌને ઘેર પધારી ભક્તોના સતત સંપર્કમાં રહીને સત્સંગનો બહુમૂલો લાભ આપી રહ્યા છે. શ્રી ગીતાદોહન નામનો ધર્મગ્રંથ પરમ પૂજ્ય સ્વામીશ્રી કૃષ્ણાત્મજ મહારાજશ્રીએ જેની રચના કરી છે, તે ગ્રંથનું પુનઃ પ્રકાશન પરમ પૂજ્ય અવધૂતશ્રી ચરણગિરિજી મહારાજના સેવક પરિવારે કરેલુ એ વખતે વિમોચન-વિધિનો ભવ્ય કાર્યક્રમ મુંબઈ ખાતે રાખવામાં આવ્યો હને તે સમયે સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી પાડુંરંગ આઠવલ્લેજી મહારાજ જ્ઞાન-ભક્તિના ક્રાન્તિકારી ચિંતક પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજશ્રી(દંતાલી) અને શ્રી વાળીનાથ ધામના પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી જેવા મહાન સંતોનો ત્રિવેણી સંગમ થયો. (૧) કર્મભક્તિ પૂજ્ય આઠવેલજી (૨) જ્ઞાન ભક્તિ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી અને (૩) વૈરાગ્યભક્તિ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી
      સમગ્ર માનવ સમાજમાં સ્વાધ્યાયનું મહત્વ પ્રદાન કરનાર કર્મ ભક્તિને સાસ્વતરૂપે પ્રગટ કરી સમગ્ર સનાતન ધર્મને સ્વાધ્યાય પરિવારરૂપે સમાજને સદ્દમાર્ગ બતાવનાર પરમ પૂજ્ય શ્રી પાડુંરંગ આઠવલે તથા ભક્તિ સાથે આધુનિક વિચારોનું ગઠબંધન કરાવી ક્રાન્તિકારી પ્રણાલિકા ઉભી કરનાર પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજ અને વૈરાગ્યભાવના સભર નિર્મળ જીવનથી મુક્ભક્તિથી ભક્ત-સેવકોમાં શ્રધ્ધાનો ધોધ પ્રગટ કરનાર, પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી આ ત્રણેય દિવ્યસંતોનું મિલન ઐતિહાસીક ઘટના ગણી શકાય, અને આવું મિલન અનેક ભક્તોની ભાવનાને ઢંઢોળીને દ્રઢતા આપનાર બની શકે છે. આને પવિત્ર ત્રિવેણી સંગમ કહેવાય.
      પરમ પૂજ્ય પ્રાતઃસ્મર્ણીય મહંતબાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીનો જન્મ મહેસાણા પાસેના મેવડ ગામે રબારીકુળમાં ખાંભલ્યા શાખના પવિત્ર અને પુણ્યશાળિ પરિવારમાં થયો હતો. પરમ પુનિત મહાન આત્માએ માનવદેહ પ્રભુકાર્ય માટે જ ધર્યો હશે અને તેથીજ બાલ્યાવસ્થાથીજ સંપૂર્ણ ભક્તિ પ્રત્યે, ભગવાન પ્રત્યે, શાસ્ત્રો પ્ર્ત્યે જાગૃતિ કેળવી. શ્રી વાળીનાથના ભક્તો પ્ર્ત્યે ભાવનાપૂર્વક દ્રષ્ટિ રાખી તેમના વિકાસ માટેના ઉતમ કાર્યો કર્યા, સમાજ માતે સતત માળા કરવા લાગ્યા, પહેલાના સમયમાં મુસાફરી માટે વાહનની સગવડો ન હતી ત્યારે ળદદગાડામાં કે ચાલીને પણ ભક્તોની ભાવના માટે પુરૂષાર્થ પૂર્વક ભક્તોના હિતમાં ભક્તોને ઘેર ઘેર જઈને તેમની ધર્મભાવનાને પુષ્ટ કરતા રહ્યા છે. આવા મહાન સંતોથી જ ધર્મ રક્ષાયેલો રહે છે. તેઓશ્રીના પવિત્ર સાનિધ્યમાં શ્રી વાળીનાથજીની સેવાંઆં પરમ પૂ. સ્વ. રાજગિરિજી, પરમ પૂજ્ય સ્વ. ચરણગિરિજી, પરમ પૂજ્ય ગોવિંદગિરિજી,પરમ પૂજ્ય મગનગિરિજી, પરમ પૂજ્ય વસંતગિરિજી,અવધૂત સ્વામીશ્રી રતિગિરીજી પરમ પૂજ્ય સોમગિરિજી,પરમપૂજ્ય દશરથગિરિજી,પરમ પૂજ્ય કિષ્ણાગિરિજી,પરમપૂજ્ય દલગિરિજી, પરમ પૂજ્ય કેવળગિરિજી,સ્વામીશ્રી કાનગિરિજી સ્વામીશ્રી કરશનગિરિજી વગેરે સંતો સેવા કાર્યમાં સક્રીય છે અને પરમ પૂજ્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી અને પરમ પૂજ્ય ગોવિંદગિરિજી બાપુશ્રીની આજ્ઞાને અનુરૂપ સેવા કરે છે.

।। અલ્હાબાદ(પ્રયાગરાજ) કુંભ-મેળો ।।      ધર્તીકા કાગજ કરું, કલમ કરું વનરાઇ,
      સાત સમુદ્રકી શાહી કરું, હરિગુન લીખ્યો ના જાય,
      આવા મહાપુરૂષોની ગાથા અને ગુણાનુવાદ ગાવા ખુદ સરસ્વતીજી પધારે તો પણ ભારતના મહાન સંતોના ગુણાનુવાદ ગાવા પોતાની અલૌકિક વાણી ઓછી પડે તેવા મહાન ધર્મ ધુરંધર તપસ્વી અને વિદ્રવાન સંતોને મહાસંમેલન એટલે કુંભ મેળો. અનાદિકાળથી વૈદિક યુગથી પરંપરાગત ચાલતો આવતો આ કુંભ મેળો એતલે મહાન સાધુ સંતોના દિવ્ય દર્શનનો એક અમૂલ્ય લાહ્વો. પવિત્ર સ્થાન દર્શન સત્સંગ ત્રિવૅણી સંગમ, જ્યાંન એક સાથે સમગ્ર ભારતના મહંતો, સંતો મહામંડલેશ્ર્વરો વગેરેનાં દર્શન થાય છે. આ કુંભનો મેળો દર ત્રણ વર્ષે અલગ અલગ એવા ચાર સ્થસ્ળો, હરિદ્રાર,પ્રયાગરાજ,ઉજજૈન, અને નાસિકમાં ભરાય છે. ઘણો મહિમા ધરાવતા આમેળાને ઘણી વિષેશતાઓ છે.
      અલ્હાબાદ(પ્રયાગરાજ) ખાતે ભરાયેલા કુંભ મેળામં શ્રી વાળીનાથ મંદિરથી અવધૂત સ્વામીશ્રી ચરણગિરિજી તથા કોઠારી સ્વામીશ્રી ગોવિંદાગિરિજી તથા સ્વામીશ્રી લક્ષ્મણગિરિજી તથા તરભ વાળીનાથ પાસે આવેલા ગામ હાજીપુરના મહંતશ્રી કાનપુરિજી મહારાજ તથા મક્તુપુરથી સ્વામી મોતિભારથીજી તથા શ્રી વાળીનાથથી સ્વામી સોમવારગિરિજી વગેરે અને મુંબઈ થઈ પરમ પૂજ્ય અવધૂતશ્રી ચરણગિરિજીના સેવકોએ વિનાયકભાઇ, અવધૂત સ્વામીશ્રી રતિગિરિજી મહારાજ સાથે પધારેલા તેઓ યોગાનંદ આશ્રમમાં ઉતર્યા. ત્યાં અલ્હાબાના કુંભ મેળામાં પરમ પુજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજીનો મિલાપ થયો હતો. આ કુંભમાં કોઠારી સ્વામીશ્શ્રી ગોવિંદગિરિઇ તથા અવધૂત સ્વામી ચરણાગિરિજી મહારાજનો વિજયાહોમ સંન્યાસવિધી કરાવી પરમ પુજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી હાજર ના હોવાથી યોગગુરૂ તરીકે હરિદ્રાર ગણપતગિરિ સંન્યાસ આશ્રમથી પધારેલા વિદ્રાવાન સંત શ્રી મહંત વૈદનાથગિરિજી મહારાજને શાખા આપી. તેઓશ્રી પંચ જૂનખાડાના મહંતશ્રી છે. તેમના શિષ્ય મહા તપસ્વી મહંત શ્રી સોહમગિરિજી મહારાજ જેઓ પંજાબમાં પતિયારામાં મોટી જાગીર ધરાવે છે અને સમગ્ર પતિયારા સ્ટેટ મહંત શ્રી સોહમગિરિજીને ગુરૂ તરીકે માને છે. અલ્હાબાદના મેળા પછી થોડા સમય પછી પરમ પૂજ્ય સોહમગિરિજી મહારાજશ્રી થોડા સંતો સાથે મિનિ લક્ઝરી બસ લઈને ગુજરાતમાં શ્રી વાળીનાથ ધામે પધાર્યા. તેમની સાથે હરિયાણા, પંજાબ,ઉતરપ્રદેશના મહાત્માઓ હતા. તેમને દ્રારકા,પોરબંદર,સોમનાથ વગેરે યાત્રા કરી અને પતિયારા પાછા ફર્યા.

।। હરિદ્રાર કુંભ -મેળો ।।


      ઇ.સ. ૧૯૮૬માં હરિદ્રારા કુંભ મેળાનું આમંત્રણ આવ્યું તે પુનિત સમયે પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી સાથે રામપુરા(દામા) મઠના પૂજ્ય મહંતશ્રી કૈલાસપુરિજી બાપુશ્રી તથા થરા ઝાઝાવડા દેવવાળીનાથની જગ્યાના પૂજ્ય મહંતશ્રી શિવપુરી બાપુજી તથા વાલેર-ધાનેરાની જગ્યાના પૂજ્ય મહંશ્રી તોતાપુરિજી બાપુશ્રી તથા જીવાણાના પૂજ્ય મહંતશ્રી ગન્શ્યામગિરિજી મહારાજ મોટી મહૂડી પૂ. મહંતશ્રી ગંગાભારતીજી મહારાજ તથા ખૂચાવાડાના પૂજ્ય મહંત શ્રી લહેરભારતીજી મહારાજ તથા શ્રી વાળીનાથ કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી બાપુશ્રી તથા વૈદરાજ સ્વામીશ્રી ઉમાકાન્તપુરિજી મહારાજ વગેરે હરિદ્રારા કુંભમેળામાં પધાર્યા અને શ્રી ગણપતગિરિજી સંન્યાસ આશ્રમમાં ઉતર્યા. પરમ પુજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજ શ્રી તથા અન્ય પૂજ્ય સંત મહંતો શ્રી ગુજરાતથી પધાર્યા ચે. એવા સમાચાર છે પંચ જૂના અખાડા પીઠાધીશ્ર્ શ્રી સભાપતિ મહંત શ્રી સોહનગિરિજી મહારાજશ્રીને મળતાંજ તેઓશ્રી મળવા પધાર્યા અને પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી અને અન્ય સર્વે પૂજ્ય સંતોનું મહાન સન્માન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેશ્રીનો ખુબ આગ્રહ હતો કે શ્રી વાળીનાથ માહંત બાપુશ્રી નું ભવ્ય સ્વાગત કરવું. પરમ પુજ્ય કોઠારી બાપુશ્શ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રીએ અનુમતિ આપી. પરમ પુજ્ય સભાપતિ મહંત શ્રી સોહ્સ્નગિરિજીએ સ્વાગત માટેની સંપૂર્ણ તૈયારી કરાવી, પાંચ હાથી અગિયાર પાલખી અને બેન્ડવાજા સાથે પરમ પુજ્ય મહંત શ્રી બળદેવગિરિજી બાપુશ્રી સાથે સૌ મહંતો સંતોના ભવ્ય સ્વાગત માટે કનખલ રામેશ્ર્વર આચાર્ય જૂના અખાડાના આશ્રમથી હરિદ્રાર માયાદેવી શ્રી પંચ જૂના અખાડા સુઢી પાંચ કિલોમીટરથી પણ વધારે લાંબી શોભાયાત્રા દર્શન યાત્રાના રૂપે સાતેય અખાડાઓ ફરી ખૂબજ હર્ષોલ્સાહ સાથે ભવ્ય સન્માન થયું. મહાન સંતો દ્રારા ભવ્ય સામઈયું થયું. આવૂ ભવ્ય સ્વાગત સન્માન અને તે પણ કુંભ મેળામાં ભાગ્યેજ કોઇકોઇ મહાન સંતો મહંતશ્રીઓનૂ થતું હોય. આભવ્ય દર્શનનો અમૂલ્ય લાહ્વો એ જીવન સાર્થક થયાનો અહેસાસ કરાવી જાય છે. દરેક કૂમ્ભ મૅળામાં શ્રી વાળીનાથ મહંતશ્રી મહારાજશ્રીની પાલખી નીકળે તેવી કુંભ ચોપડે થયેલી છે. આવા ભેખધારી મહાસંતો જે સમાજમાં થયા છે તે સમાજ ભક્તિ ભાવવાળો ઉદાર ધર્મપ્રેમી,શૂરવીર છે. તેનો ઉત્પતિ યોગ ભવ્ય છે. શ્રી વાલીનાથજીને શિવજીને ભગવાન કૃષ્ણને અતિ પ્રિય એવા આ સમાજનો ઇતિહાસ અતિ દિવ્ય છે.

।। રબારી સમાજની ઉત્પતિ ।।


      ખુબજ શ્રધ્ધાવાન, ધાર્મિક,અતિથિ,અને સંતોનુ સન્માન રાખનાર એવા આ સમાજના ઉદભવનો ઇતિહાસ ઘણો પુરાતન છે અને ગૌરવપદ પણ છે. આવો ભવ્ય ઇતિહાસ અને ખૂબ ઉંચો વાર્સો જે સમાજનો છે તે સમાજ શ્રેષ્ઠ અને સનાતન છે. જ્યારે જ્યારે મઠો,મંદિરિને જરૂર પડી છે ત્યારે આ રબારી સમાજ અગ્રેસર રહ્યો છે. તેનો ઇતિહાસ સાક્ષી છે. અઢાર દિવસના મહાયુધ્ધ સમયે જ્યારે પાંડવ કૌરવોનો વિનાશ સમય નજીક હતો ત્યારે રાયકાએ પાંડવ પુત્ર અભિમન્યુંની ધર્મ પત્નિ ઉતરાદેવીને રાતોરાત તેડી લાવીને પાંડવો જેવા ધર્માત્માઓના વંશને બચાવ્યો હતો.ગુજરાતની રાજધાની પંચાસર અને ત્યાંના મહારાજા જયસિખરી ઉપર વિજાતિ રાજા ગુવડે ચડાઇ કરી અને જયસિખ્રી મરાયા ત્યારે જયસિખ્રીની ધર્મ પત્નિ બાલકુવર વનરાજ અને મહારાજાના સળા સુરપાળને અણહહિલ નામના ઉલ્વા શાખાના માલધારીએ આશ્રય આપ્યો અને રાજગાદી કુવર વનરાજની પાસે મળી ત્યાં સુધી સહકાર આપ્યો હતો. એક સમયના ભૂજના મહારાજાને વિધર્મી આક્રમણકારાઓએ ચડાઇ કરી, હરાવી મારી નાખ્યા, ત્યારે મહારાજાની ગર્ભવતી રાણીને આશ્રય આપિ અભય બનાવી અને રાણીને બહેન બનાવીને તેના પુત્રને ભૂજની ગાદી પાછી અપાવવાના કોલ આપનાર મુળિના પરમાર શાખાના રબારીએ કોલ પુરો કરીને રાણિના કુંવરને ભૂજની ગાદીએ બેસાડી જાડેજા વંશને બચાવ્યો. ત્યારથી પરમાર શાખાના તે ઓગડ ભક્ત જોગી પરમા કોલા તરિકે ઓલખાયા અને તેમના વંશજો તે સમયથી સાથે કોલા તરીકે ઘણાવવા લાગ્યા. ઇતિહાસના સંશોધનથી રબારી સમાજની ઘણીજ દિવ્ય અને ભવ્ય ઘટનાઓ જાણી શકાઅય તેમ છે. શ્રી રામદેવપીરના બહેન સગુણાબાઇને તેમના સાસરેથી તેડીને પાંકરણ લઈ આવનાર પણ રત્નો રાયકોજ હતા. જૂનાગઢના રાજા નવગણની બચાવવા પોતાના પુત્રનું બલિદાન આપનાર પન દેશભક્ત તેઓ રબારીજ હતો. આવા ગૌરવશાળિ સમાજની ઉત્પતિ અને ભવ્ય અને દિવ્ય છે.
      એક પુનિત સમયે ભગવાન શિવ અને મા પાર્વતી કૈલાસ ઉપર તપસ્યામાં બિરાજમાન હતા. તે સમયે મા પાર્વતીજીએ ધ્યાન અવસ્થામાં સહજ ભાવે એક રુઢમૂઢ પાંચ પગવાળું અને ઉંચી ડોકવાળુ પ્રાણિ બનાવ્યું. ધ્યાન મુક્ત થતાંજ તેમને જોયુંકે પોતાનું સર્જન કંઇક વિશિષ્ટ છે. આ પ્રાણીમાં જો પ્રાણ મૂકવામાં આવે તો પોતાનું સર્જન પરિપૂર્ણ બને, મા પાર્વતીજીએ ભગવાન શિવને તેમાં પ્રાણ મૂકવા વિનંતી કરી ભગવાન શિવે કરૂણા કરીને તેમાં પ્રાણ મૂક્યો. પ્રાણિ ચાલવા લાગ્યું પરંતુ પાંચ પગ હોવાથી તેને ચાલવામાં અનુકૂલાતા ના આવવાથી તેના એક વચ્ચેના પગને દૂર કર્યો અને આ પ્રાણીનું નામ સાંઢ(ઉંટ) આ શક્તિનું પ્રથમ સર્જન હતુ. આ પ્રાણી ઉંટ લાંબા પગવાળું હોવાથી ખૂબજ ચાલ્યા કરે. તેથી મા પાર્વતીએ આ ઉંટને ખૂબજ ચિંતા થવા લાગી આથી ભગવાન ભૉલાનાથે આ ઉંટને ચરાવવા માટે એક લાંબી સાંબ (લાકડી) વાળો માનવી ઉત્પન્ન કર્યો. અને આ માનવને ઉંટ ચરાવવાની કામગીરી સોંપી મા શક્તિ પાર્વતીજીને આ માણસ અતિ પ્રિય હતો. તેથી તેને પ્રેમથી સાંબાંડ (લાકડીવલો) કહીને માતાજી તેને બોલાવતા ભગવાન શિવજી તપમાં લીન હોય એવા સંજોગોમાં આ સાંબાંડ ઉંટ અને માતાજી એકબીજાની સહાયથી સમય પસાર કરતાં થોડા સમય પછી મા પાર્વતીજીએ પોતાના પુત્ર એવા સાંબાંડના લગ્ન કરવાનો વિચાર થયો અને શ્રી ભોળાદેવને પ્રાર્થના કરી ભગવાન ભોળાનાથે સ્વએગની તમામ અસ્પરાઓને બોલાવી અને દરેક પાસેથી રતિ જૅટલુ (રઈના દાણા) તેજ લઈને એક ખૂબજ સ્વરૂપવાન પરી ઉત્પન્ન કરી એ પરીનું નામ રઈ રાખ્યું અને દરેક સ્વર્ગની પરીના કપડામાંથી ટૂકડા લઈને તેમાંથી અલગ પ્રકારના વસ્ત્રો બનાવ્યા. ત્યાર બાદ સાંબાંડ સાથે વૈદિક વિધી અનૂસાર સ્વયં બ્ર્હ્માજી હાજર રહીને લગ્ન કરાવ્યા આ રઈ અને સાંબાંડનો પરિવાર રાયકા તરીકે ઓળખાવા લાગ્યો. સાંઢો ચારનારા આરયકાઓ ભયંકર ગાઢ જંગલોમાં રસ્તાના ભોમીયા હતા તેથી તે રાહ બતાવનાર રાહ-બારી માંથી રબારી તરીકે પ્રખ્યાત થયા. આ રબારી સમાજ શિવ-પાર્વતીજી ના પરિવારના હોવાથી ભગવાન શિવને ઇષ્ટદેવ અને પાર્વતી(શક્તિ) માતાને પોતાની કુળદેવી તરીકે માને છે. અને આજે પણ ખૂબ શ્રધ્ધા ધરાવે છે. આ તેજસ્વી સમાજ ઉદાર, ભક્ત,લાગણીશીલ શુરવીર,ધાર્મિક સુંદર સમાજ છે. આ સમાજ અતિથીને દેવ માનનારો સમાજ છે.
      મહેમાનોને માન દિલભર દીધા નહિ.
      એ મંદિર નહિ પણ મશાણ, સાચુ સોરઠીયો ભણે.
      મહેમાનોને ખૂબજ માન આપનારો રબારી સમાજ એ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબજ પ્યારો સમાજ છે. આ સમાજ સાધુ-સંતો પ્રત્યે ખૂબજ શ્રધ્ધા-ભક્તિ ધરાવે છે. ભગવાન ભોળાનાથનો ઉત્પન્ન કરેલો આ રબારી સમાજ દાતારી અને ભક્તિને વરેલો છે. આ રબારી સમાજની ગુજરાતમાં ઘણી ગુરૂગાદીઓ ધર્મસ્થાનો આવેલ છે અને દરેક ધર્મ સ્થાનોમાં અતિથિઓને ખૂબજ સન્માન આપવામાં આવે છે. આ ધર્મ સ્થાનોમાં માલધારી-રબારી કોમના સંતો તપ-ભક્તિ-સેવા દ્રારા ગુરુગાદીઓને પરંપરાને ગૌરવપૂર્વક જાળવે છે. રબારી સમાજની ગુરૂગાદીએ દર્શને આવનારને પૂર્ણ ભોજન ભજનની સગવડ આપવામાં આવે છે. આ તમામ ધર્મસ્થાનોમાં બિરાજમાન સંતો-મહાત્માઓ ભેખધારીને ગુરૂશ્રીની આજ્ઞામાં રહીને વિવેકપૂર્વક સેવા પૃવૃતિઓ કરી જીવનને ધન્ય બનાવે છે.