Adhyatm Yog Prev Next Index

-:અધ્યાત્મ યોગ:-      બ્રહ્મસુત્ર શામ્કરભાસ્યની ચાર લીટી વાંચીએ એટલે આત્મજ્ઞાન થઈ જતું નથી, કે તેથી મેળવી શકાતું નથી સૌ પ્રથમ જીવનમાં આવી નચિકેત વૃતિની જરૂર છે. અને સમાજમાં જ્યારે આવી નચિકેત વૃતિ નિર્માણ થઈકે થશે ત્યારે આવા પરમ પૂજ્ય પ્રાતઃસ્મર્ણીય મહંત બાપુશ્રી અને કોઠારી બા તેમઅ શ્રી વાળિનાથના સંતો જેવા મહાન માનવો ઉભા થશે. સંતોતો માનવતાનો ઝંડો રૂપ હશે, કાળના પેટમાં નષ્ટ થયેલા જીવનના મૂલ્યાંકનો પાછા ઉભા કરશે. ધર્મ અને સંસ્કૃતિનું પુનઃ રૂસ્થાન સંતો કરશે, નચિકેતાની નચિકેત વૃતિ હંમેશાં આત્મજ્ઞાન સુખની હશે એ વૃતિ આદર્શ પ્રાપ્તિ માટે કામિની અને કંચનને પણ મક્કમતાથી હરાવી શકશે, આજે ભારતમાં જરૂર છે. પરમ પૂજ્ય બાપુશ્રી જેવા નચિકેત વૃતિના સંતોની, ધન્ય છે આવા મહાપુરૂષોને જેને સમાજને પ્રેમ આપ્યો, આત્મજ્ઞાન આપ્યું ઘણ પરિશ્રમથી નચિકેત વૃતિ ઉભી કરી અને એવા આત્મજ્ઞાન વિશે ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવદગીતાના અધ્યાય આઠમાં અક્ષર બ્રહ્મયોગમાં અર્જુનને તારક બ્ર્હ્મયોગની અને આધ્યાત્મયોગની સમજણ આપતાં કહ્યું છે કે વૃધ્ધાવસ્થા તથા મરણથી છૂટવા માટે પરમેશ્ર્વરનો આશ્રય કરી એટલે મારામાં ચિતને સ્વસ્થ(સમાધિષ્ટ) કરી જેઓ પ્રયત્ન કરે છે. તેઓ જે પરબ્રહ્મ છે તેને જાણે છે. તેમજ સમસ્ત આખું આધ્યાત્મ સંપૂર્ણ પ્રત્યગાતમાં ત્વંપદના અર્થ રૂપ જીવાત્મા અને સમસ્ત કર્મોને જાણે છે.
      અર્જુને કહે છે-
      કિ તદબ્રહ્મ કિમધ્યાત્માં કિ કર્મ પુરૂષોતમ ।।
      અધિભૂતં ચ કિ પ્રોક્તં અધિદિવમ કિમુચ્યતેઃ ।। ૧ ।।
      અર્થાતઃ- હે પુઋઊષોતમ તે બ્રહ્મ શું છે? કર્મ શું છે? વળી અધિભૂત શું છે? અને અધિદૈવ્ય કોને કહેવાય?
     
      અધિયજ્ઞઃ કથં કોડત્ર દેહેડ સ્મિન્મધુસૂદન ।।
      પ્રયાણકાલે ચ કથં જ્ઞેયાડસિ નિયતાત્મભિઃ ।। ૨।।
      અર્થાતઃ- હે મધુસુધન આ શરીરમાં અધિયજ્ઞ કોણ (અને) કયા પ્રકારે છે. તથા વશ ચિતવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? ભગવાન બોલ્યા-
      અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવો ડ ધ્યાત્મમુચ્યતે ।।
      ભૂતભાવોદભવકારો વિસર્ગઃ કર્મ સંજ્ઞિતઃ ।। ૩ ।।
      અર્થાતઃ અક્ષય (નાશ રહિત) શ્રેષ્ઠ (પરમ) તત્વ બ્રહ્મ છે. (તેનો) સ્વભાવ એજ અધ્યાત્મ કહેવાય છે. પ્રાણીમાત્રની ઉત્પતિ કરનારી સૃષ્ટિક્રિયા (યજ્ઞ) એજ કર્ કહેવાય છે.
      ભાવાર્થઃ જેનો નાશ નથી તે અક્ષર બ્રહ્મ (પરમાત્મા) એમ હે અર્જુન આ અક્ષર-પરમાત્માના શાસનમાં સૂર્ય અને ચંદ્ર નિયમપૂર્વક રહ્યા છે. શ્રૃતિમાં પરમાત્માને અક્ષર કહ્યા છે. " ઓમિસ્યે કાક્ષરમ બ્રહ્મં " એ વાક્યથી ઓમ ને પ્રવણને અક્ષર બ્રહ્મનું નામ આપ્યુ છે. પરંતુ અક્ષરને પરમ એ વિશેષણ જોડેલુ હોવાથી તેનો અર્થ કેવળ ઓમકાર કે પ્રવણ આ વિશેષણ હોવાથી લઈ શકાય નહિ એ પરમબ્રહ્મનો જે પ્રત્યેકના શરીરમાં પ્રત્યેક આત્મ અંતરાત્મ જીવભાવ છે. તેનું નામ સ્વભાવ છે. એ સ્વભાવ જ અધ્યાત્મ કહેવાય છે. તાત્પર્ય આ છે કે આત્મા એટલે? શરીરને આશ્રય બનાવી પ્રત્યેક આત્મપણાથી જીવભાવે જે અંદર રહેવાવાળો છે. અને જે આખરે વસ્તુતાએ પરમાર્થ બ્રહ્મ છે. તે તત્વ સ્વભાવ છે. એનેજ અધ્યાત્મ કહે છે. એટલે કે અધ્યાત્મ શબ્દથી એનોજ નિર્દેશ કરવામાં આવે છે. એમાં ભૂતોનો ભાવ(સ્વરૂપકેસતા) તે ભૂત ભાવે તેનો ઉદભવ એટલે ઉત્પતિ તે ભૂતભાવોદભવ છે. તે ભૂતભાવોદભવ કરનારો અર્થ સમજવો અને ભૂતભાવોદભવકર કહેવાય છે. હવે વિસર્ગ એટલે વિસર્જન ત્યાગ અર્થાત દેવોને(એક અથવા અનેકને) ઉદેશીને ચરૂપુરોડાસ વગેરે (હવન કરવા યોગ્ય) દ્રવ્યનો ત્યાગ કરવો. તેઓ વિસર્ગ ત્યાગ રૂપ જે યજ્ઞ તેમજ કર્મનામથી કહેવાય છે. આ બીજરૂપ કે ભૂતમાંથી વિસર્ગરૂપ યજ્ઞથી વૃષ્ટિ વગેરે ક્ર્મ વડે સ્થાવર જંગમ સર્વ ભૂત પ્રાણીઓ ઉત્પન્ન થાય છે.
      અધિભૂતં ક્ષરોભાવઃ પુરૂશ્ર્વાધિદૈવતમ્ ।।
      અધિયજ્ઞોડહમેવાગ દેહે દેહભૂતાં વર ।। ૪ ।।
      અર્થાતઃ જે ક્ષરભાવ(નાશવંત) પદાર્થ છે. તે અધિભૂત છે અને પુરૂષ (ચૈતન્ય-અધિષ્ઠાતા) એટલે હિરણ્યગર્ભ અધિદૈવ છે. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ આ દેહમાં અધિયજ્ઞ પણ હું જ છુ.
      ભાવાર્થઃ પ્રાણીમાત્રનો આશ્રય કરી જે રહે તે અવિભૂત છે તે કોણ? ક્ષરભાવ ક્ષર એટલે જેનો ક્ષય (નાશ) થાય છે તે. નશ્ર્વરભાવ એટલે જે કોઇ પણ ઉત્પતિશીલ જન્મવાળાના સ્વભાવવાળી વસ્તુ કે પ્રદાર્થ છે તે. ક્ષરભાવ એટલે નાશ પામનાર અને ઉત્પન્ન થનારા સઘળા પ્રદાર્થો અભિભૂત છે. જેનાથી આ સર્વ જગત પરિપૂર્ણ છે તે અથવા તો શરીરરૂપ નગરમાં શયન કરે છે. તે પુરૂષ કહેવાય છે. આદિત્ય મંડલ સૂર્યલોકમાં સ્થિત રહેલો અને સર્વ પ્રાણીઓની ઇન્દ્રીયોનો પ્રેરક ઇન્દ્રિયો પર અનુગ્રહ કરવાવાળો હિરણ્યગર્ભ છે તે અધિદૈવ છે. યજ્ઞજ વિષ્ણુ છે. શ્રૃતિને અનુસરી સર્વયજ્ઞોના અધિષ્ઠાતા જે વિષ્ણુ છે તે અધિયજ્ઞ છે. આ શરીરમાં જે યજ્ઞ થાય છે તેનો અધિષ્ઠાતા પણ તેજ છે.
      અનન્ય ચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ ।।
      તસ્યાંહં સુલભઃ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિનઃ ।। ૧૪ ।।
      અર્થાતઃ જે નિરંતર બીજામાં ચિત નહિ રાખતો નિત્ય મારૂ સ્મરણ કરે છે. હે પાર્થ એવા નિત્યયુક્ત યોગીને હું સુલભ છું.
      વેદેષુ યજ્ઞષુ તપઃસુ ચૈવ દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ ।।
      અત્યેતિ તત્સર્વમિદં વિહિત્વા યોગી પરં સ્થાનમુપૈતિ ચાધમ ।। ૨૮ ।।
      અર્થાતઃ આ વસ્તુ જાણ્યા પછી યોગી વેદોમાં, યજ્ઞમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યનું ફળ કહ્યું તે સર્વ ઓળંગી જાય છે. અને સનાતન શ્રેષ્ઠ સ્થાન પામે છે.
      હાલના વર્તમાનકાળમાં શ્રી વાળીનાથ ધામમાં બિરાજેલા મહાન પૂજ્ય સંતો આપણને સમજણ આપે છે. એ સમજ એમના વર્તન દ્રારા આપે છે. એટલે કે આ અધ્યાત્મ દશા ફક્ત ખુણામાં બેસી જવું એ નહિ. એ અધ્યાત્મ વિચારોને નૂતન વળાંક આપ્યો છે. ગીતાના આ વિરાટ વૈદિક વિચારો સમન્વયની ભૂમિકાથી જોવાવાળા છે. આના જેવી બીજી એકેય જીવનધારણા નથી. જગતને ખરાબ ઠરાવી આ મહામાયાને શુદ્ર ગણી ભગવાન પાસે નહિ જઈ શકાય, પરંતુ જગત ભગવાને બનાવ્યું છે. તેથી સુંદર છે અને તે સૌન્દર્યનું પાન કરતા કરતા ભગવાન પાસે જવાશે.
      સમાજમાંથી આજે લોકો આત્માની વાતો કરે છે. પણ ભક્તિમાં તેજસ્વીતા હોવી જોઇએ તે ઘણી ઓછી છે. લોકો દીન,દુબળા,લાચાર લાગે છે. તેજસ્વી ભક્તિ નિર્માણ કરવા માટે વૈદિક તેમજ ગીતાના વિચારો જરૂરી છે. પ્રત્યેક મનુષ્ય સુધી એ વિચારો લઈ જવા જોઇએ.