Atma Balidan Shree Shankracharya Ane Kumaril Bhatt Prev Next Index

-:આત્મબલિદાન શ્રી શંકરાચાર્ય અને કુમારીલ ભટ્ટ:-      શ્રીમદ આધ શંકરાચાર્યે અવિશ્રાંત મહેન કરી વૈદિક સંસ્કૃતિ પુનજીવિત કરી, તેઓશ્રીએ વૈભવ સંપન્ન લોકોની પ્રશંસા કરી નહિ. રાજા મહારાજાઓના આશ્રિત ન બન્યા. રાજ્યાધિકારીઓની આજ્ઞામાં ન રહ્યા અને છતાંય સમગ્ર ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી હિમાલય સમાન અડગ વૈદિક સંસ્કૃતિનો ઝંડો રોપ્યો. વૈદિક ધર્મની પતાકાઓ લહેરાવી, હજારો વર્ષથી જડ ઘાળીને રહેલા અન્ય ધર્મોને ભારતમાંથી દેશવટો આપ્યો. ભારતીય સંત સમાજે ધર્મ સંસ્કૃતિ ટકાવી રાખવા રાખવા કેવા કેટલા વિકટ પરિષ્રમો કર્યા છે. તેની ઇતિહાસના અભ્યાસથી ખબર પડશે. હિન્દુ ધર્મના પ્રણેતા અને રક્ષક એવા પરમ વંદનીય આધ શંકરાચાર્ય ભારતીય સંસ્કૃતિ બચાવવા ઘણા સંઘર્ષ પૂર્વકના પ્રયત્નો કર્યા છે.
      ચૌદસો પંદરસો વર્ષ પહેલાંની એ સુમસામ રાત્રી હતી. કૌશાંબી નગરી કડકડતી થંડીમાં સોડ તાણીને સુતી હતી, પાછલા પ્રહરની આછી ચાંદનીમાં એક તેજસ્વી નદીએ સ્નાન કરવા જઈ રહ્યા હતા. તેની પાસે અદભૂત વિધા હતી. તેની વિધા પાસે આખુ જગત તુરછ લાગતું હતું. રાત્રીના સમયે પણ તેના મુખ પરનું તેજ જણાઇ આવતું હતું તેની પ્રતિભા અને તેજ જોઇ સહજમાં મસ્તક ઝૂકી જતું. વિધા માટેનો અપ્રિત પ્રેમ અને તત્વનિષ્ઠા તેના જીવનમાં વણાઇ ગયાં હતાં. તેનું નામ હતુ કુમારીલ ભટ્ટ,પ્રશાંતધીર અને પતિત પાવની ગંગાના નીરમાં તેણે કુદકો માર્યો, એટલામાં જ દુરથી કોઇ સ્ત્રીનો કરૂનાવિલાપ તેના કાને પડ્યો.રાત્રીના સમયમાં એ અંધકાર વધુ કરૂણ લાગતો હતો, હાડગાળતી ઠંડીમાં શરીર લુચીને તે બહાર આવ્યો અને આક્રંદની દિશા તરફ તે ચાલવા લાગ્યો. એ મહાન વૈભવ સંપન્ન સ્ત્રી એક અનાથની માફક રડતી હતી. કુમારીલ ભટ્ટને તેણે નમસ્કાર કર્યા. તેનું આક્રંદ અંધારી રાતને ધ્રુજાવી નાખનારુ હતું. શું કરૂ હુ ક્યાં જાઉં? એમ સતત બોલતી તે વૈભવ સંપન્ન દિવસો-ચાલ્યા ગયા છે. આજે હું અનાથ જેવી ખૂણે ખાંચરે પડી રહી છું, અને મારા દુખઃના દિવસો પસાર કરૂ છું. વેદો મૃતપ્રાય બન્યા છે તેની કોઇને પડી નથી. તે સ્વસ્થ થાય તે માટે કોઇને ફીકર નથી. એ વેદોને ખાસ ઉભા કરવા છે. છે કોઇ સપૂત કે માઇનો લાલ કે વૈદિક જીવનનું પુનરૂત્થાન કરે? વૈદિક સંસ્કૃતિનું એ રૂદન હતું, હજારો વર્ષોથી જેનું ગૌરવથી પૂજન થતુ હતું, જેની ઉપાસના માં સેંકડો ઋષિમુનોનું પોતાનું ગૌરવ સમજતા હતા, જેની પ્રંપરા ટકાવવા અસંખ્ય લોકોએ જીવન ઘસી નાખ્યાં હતાં. તે એક કાળની આ મહાન સંસ્કૃતિ વૈભવ સંપન્ન સંસ્કૃતિ આજે બેહાલ થઈને ચીંથરેહાલ થઈને બુમ પાડી રૂદન કરતી હતી. તે કાળજ એવો હતો રાજાઓએ બૌધ્ધ ધર્મ અપનાવ્યો હતો. ઘણા શુડ્ર ધર્મનો પાયો ઘણો ઉંડો ગયો હતો. ભારત સિવાયના દેશોમાં પણ અન્ય ધર્મોના ઝંડો લહેરાતો હતો. ભગવાન બુધ્ધે અવતાર લઈને જગતને નૈતિક ધર્મ જીવન સમજાવ્યું. હ્રાસ થયેલા નૈતિક મૂલ્યોને પ્રભાવી રીતે તેમણે ઉભા કર્યા. પરંતુ ત્યાર પછી તેમના સાંપ્રદાયિક અનુયાયીઓએ વેદોની ઉપેક્ષા કરી. વૈદિક ધર્મ વળી શું છે? કહી મૂર્તિ પૂજા ઉડાવી દીધી.
      એ બૌધ અનુયાયીઓએ વૈદિક ધર્મનો વૈદિક સંસ્કૃતિનો હ્રાસ કર્યો, લોકોની વેદો ઉપરની તિષ્ઠા ઉડાવી દીધી, અને મૂર્તિપૂજાને ખોટી કહી. વેદ અને મૂર્તિપૂજા એમ વૈદિક ધર્મની બે પાંખોને તોડી નાંખી, પાંખ વગરનું પક્ષી તરફડીને જમીન ઉપર પડી જાય તે રીતે વૈદિક સંસ્કૃતિ પણ તરફડી રહી હતી. હજારો વર્ષની ઋષિ પરંપરા જોતજોતામાં મૃતપ્રાય બની ગઈ હતી. તે સમયના રાજા-મહારાજાઓએ એ અનુયાયીઓને માન્ય કર્યો અને તેમણે આંધળું અનુકરણ કર્યુખ્ તું બહુજન સમાજને તો ખબર પણ ના રહી કે ક્યારે અને કેમ તે બુધ્ધધર્મને અનુસરવા લાગ્યો.
      આજે વેદ શું છે? અને કેવો છે? તેની કોઇને ખબર નથી. ભાગ્યેજ કોઇ વેદથી પરિચિત હશે, બાકી તો બે ભજન ગાયાં એટલે પતી ગયું, ભગતમાં ગણતરી થવા લાગી પછી એ વેદોની ઝંઝટમાં શું કામ પડવું જોઇએ. આજે ફરીવાર એવૈદિક સંસ્કૃતિનું રૂદન ચાલી રહ્યું છે. ઉપેક્ષા પામેલી વૈદિક સંસ્કૃતિ હાલના સંજોગોમાં પણ તેના ઉદ્રારકને શોધી રહી છે.
      કુમારીલ ભટ્ટે વૈદિક સંસ્કૃતિને વચન આપ્યું કે કે વૈદિક સંસ્કૃતિને પાછી બેઠઈ કરવી અને તેમ ના કરૂતો આ દેહનો ત્યાગ કરીશ,સાંત્વન પામીને વૈદિક સંસ્કૃતિ શાન્ત થઈ. પંડિતો બધા બુધ્ધિવાદી વિચારના હતા. પૈસાનો ઉપયોગ પણ ખૉટા ધર્મોના પ્રચાર અર્થે જ થતો હતો. સામાન્ય પ્રજા દીન-દુબળી હતી. વૈદિક ધર્મને સમજવવાની તાકાત તેનામાં રહી નહતી. બુધ્ધ અવતાર પછી બુધ્ધ સંપ્રદાયે ઉભો કરેલો ક્ષ્ણીક માયાવાદ અને વિજ્ઞાનવાદી વાડમયનો કુમારિલ ભટ્ટે પૂરો અભ્યાસ કર્યો. એને લાગ્યું કે તે પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરશે. તેમને પરાજિત કરશે. પરાજિત થયેલા પંડિતો વૈદિક વિચારધારા અપનાવશે,વિચારધારા બદલાતાંજ લખાણ પણ બદલાશે અને ધીમે ધીમે વૈદિક સંસ્કૃતિની સત્યતા સમજાતાં કઈ દ્રષ્ટિથી ભગવાન પાસે જઈ શકાય તેનું યોગ્ય દર્શન થતાં લોકો ખોટા ધર્મને છોડી, વૈદિક સત્ય સનાતનધર્મને અનુસરશે, પરંતુ તેને નિષ્ફળતાં સાંપડી, વૈદિક વિચારો યોગ્ય લાગવા છતાં પણ પંડિતો આવા ધર્મો છોડવા તૈયાર નથયા. ઠેકઠેકાણે તેમણે શાસ્ત્રાર્થ કર્યો પરંતુ શાસ્ત્રાર્થમાં જીતવા છતાં પણ કોઇએ વૈદિક ધર્મને આવકાર્યો નહિ. તે સમયના રાજા સુધન્વાએ કહ્યું કે તમે બુધ્ધિથી શાસ્ત્રાર્થ કરીને બીજા પંડિતને હરાવો તેથી કાંઇ તમારો મત સિધ્ધ થતો નથી. તમારો ધર્મ સાચો છે. તેની બીજી સાબિતી શું? પાસે આવેલા પર્વત ઉપરથી કુદકો માર્યો, આ ગંભીર કસોટીમાંથી અણીસુધ્ધ બહાર આવ્યા, ફક્ત ભાષીક સંદેહના કારણે તેમની આંખને થૉડી ઇજા થઈ. એમને વેદો ઉપર સંપૂર્ણા વિશ્ર્વાસ હતો તો પછી જો વેદો પ્રમાણ હોય તો આવો વાક્ય પ્રયોગ કરવો નહોતો જોઇતો. સંપૂર્ણ અને દ્રઢ વિશ્ર્વાસની તો ખામી હતી જ કુમારિલ ભટ્ટના આ ચમત્કારની પણ અસર લોકો ઉપરના થઈ. બૌધ ધર્મની પરંપરા છોડવા કોઇ તૈયાર ન હતા. ખુદ રાજાઓ પણ આ પરંપરા છોડી વૈદિક પરંપરા સ્વીકારવા તૈયાર ના થયા તો પ્રજાતો શાની તૈયાર હોય. મહદનો આશ્રય છોડી પ્રભુનો આશ્રય લેવાની તેમની તૈયારી ન હતી. કનકને વરેલા પંડિતો કાંચન નહિ થવા માગતા ન હતા. રાજાઓના તાલે કઠપૂતળીની જેમ નાચનારા પંડિતો બુધ્ધ ધર્મનો ચીલો છોડવા તૈયાર ન હતા.
      રાજદરબારમાં જેમને શ્રેષ્ઠતા જોઇએ છે. એવા બુધ્ધિ વેચી નાખેલા પંડિતો અને વૈભવ સંપન્ન માણસો હંમેશા ઢીલા જ હોય છે. એમનામાં કસ્ધુંજ કરી છૂટવાની હિંંઅત માત્ર હોતી નથી. સતાવાન જેટલો ાશક્ત અને બીકણ તો કોઇ નહિ હોય, તે સમાજની આંખે જ જુએ છે. લોકો તરફ તેની દષ્ટિ હોય છે. લોકોની નજરમાંથી ઉતરીના જઈએ તે માટે તેમની સતત દોડધામ ચાલ્યા કરતી હોય છે.
      કોઇ ઋષિ તપ કરે એટલે ઇન્દ્રને ડર લાગે. આવા પૌરાણિક પ્રસંગોમાં બહું ઉડું રહસ્ય હોય છે. ઇન્દ્ર સતાધીશ છે. વૈભવ સંપન્ન છે. પોતાની સતા જવાનો તેને ડર હોય છે. સતા ટકાવવા સતત જાગૃત રહે છે, પરિણામે એકાદ ઋશિ તપ કરવા લાગે કે તરત જ તેની સતા ઝૂંટવી લેવા તો તપ નહિ કરતો હોય એવી બીક લાગે છે. આવા ભીરૂ સતાધીશ સમાજનું શું ભલુ કરી શકે? સમાજની ધારણા બદલવાનું તેમનું ગજુ નહિ. શ્રીમદ આદ શંકરાચાર્ય કહે છે." પુત્રાવપિ ધનભાજમ ભીતિઃ" વૈભવશાળી પણ બીકણ હોય છે. તેમને કીર્તિની ભૂખ હોય છે. લોકોને જે જોઇએ, લોકોને જે ગમે, તે માટે પૈસા ખર્ચવા તૈયાર હોય છે અને વાહ વાહ થાય અને તોજ લોકમાન્ય થવાયને? પછી ભલે પાછળથી નીંદા થતી હોય.
      સતાધિકારી વૈભવ સંપન્ન પંડિતો અને બહુજન સમાજ એક યા બીજા કારણે પકડેલી પરંપરા છોડવા તૈયાર ના થયા. કુમારિલ ભટ્ટના દિવ્ય ચમત્કારની લોકમાનસમાં કોઇ અસરના થઈ,પ્રયાગમાં મહા મહિનામાં બુધ્ધધર્મનું સંમેલન ભરાયું. વિધર્મીઓને પંઅ તેમાં આવવાની છૂટ આપવામાં આવી હતી. ભારતવર્ષમાંથી ધર્માચાર્યો ભેગા થયા હતા. પરધર્મી પંડિતો અને બૌધધર્મી પંડિતો બધાજ ત્યાં આવ્યા હતા. આ મહાસભામાં કુમારીલે પડકાર ફેક્યો. એકત્ર થયેલા પંડિતોને તેમણે કહ્યું શા માટે સમાજને બગાડો છો? હજારો વર્ષથી ચાલી આવતી દિવ્ય પ્રંપરાને છોડીને સાંસ્કૃતિક હ્રાસ શા માટે કરો છો? પંડિતો સાથે શાસ્ત્રાર્થ શરૂ કર્યો,પંડિતો ચર્ચામાં હારવા લાગ્યા. તેમની પાસે ચર્ચા કરવાના મુદ્રાઓ ખુટી જવાથી બુમો પાડીને કુમારીલ ભટ્ટને ન સાંભળાવા માટે થૈને ધમાલ મચાવી દીધી, આથી કુમારીલ ભટ્ટનો આત્મવિશ્ર્વાસ તુટ્યો.બૌધધર્મના પંડિતોના ડરથી છુટા રહેલા વૈદિક સંસ્કૃતિના હિમાયતીઓ એકત્ર થયા નહિ, કુમારિલ ભટ્ટ કંટાળી ગયા, હવે શું કરવું? એ પશ્ર્ન ઉભો થયો અને એક દિવસ તેમણે દેહ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. એમ સજીને કે આ બલિદાનમાંથી લોકો પ્રેરાઇને વૈદિક પરંપરા તરફ વળે તેમણે દેહત્યાગ માટે એક અભિનવ અને ઘણી જ ભયંકર પધ્ધતિ શોધી કાઢી. તેમણે અગ્ન્નિ પ્રવેશ કર્યો. લાકડાની ચિતા સળગાવીને નહિ પણ ચોખાના ફોતરાનો મોટો ડુંગર જેવો ઢગલો કર્યો, તે સળગાવીને તેની ઉપર બેઠા, ભડભડ બળતી લાકડની ચિતામાં આ પ્રવેશ ના હતો. હળવે હળવે પ્રજવલિત થતા આ ફોતરા ધીમે ધીમે બળવાના હતા અને ધીમે ધીમે આ ઢગલા ઉપર શેકાવાનું હતું. દેહ વિસર્જનનો આ ભયંકર પ્રયોગ હતો, છતાં આ મહાપુરૂષે આ રાષ્ટ્રની વૈદિક સંસ્કૃતિને બચાવવા માટે આ ભયાનક રીત અપનાવી હતી. તેના અગ્નિસ્થાનથી લોકોને એ વખતે વૈદિક સંસ્કૃતિનું ભાન થાય. આ કેટલી ભવ્ય અને મહાન સંસ્કૃતિ હશે કે જેને માટે આવી રીતે ભયંકર બલિદાન અપાય છે. આ વિચારથી પણ લોકોએ વૈદિક સંસ્કૃતિનો સ્વીકાર કરવા પ્રેરાય તો પોતાનું મહદ ભાગ્ય, સળગતા ફોતરાનાં ઢગલા ઉપર શાંતચિતે ભગવદ સ્મરણ કરતા કુમારિલ ભટ્ટ બેઠા છે. તેમને શ્રધ્ધા છે. કે નરવીર જરૂર આવશે અને પોતાનું આરંભેલું આ દિવ્યકાર્ય પૂર્ણ કરશે. લોકોનું ઘણુ મોટુ ટોળુ ભેગુ થયુ. કુમારિલ ભટ્ટનું આ આત્મવિલોપન જોવા, કેટલાકને તેમાં ભવ્યતા દેખાઈ તેવા નતમસ્તક થયા, કેટલાકને તેમાં ઉપહાસ દેખાયો, કેટલાકને વળી તેમાં કાયરતા દેખાઇ અને કેટલાક તો આ ભયાનક દશ્ય જોઇ આંખો બંધ કરી દીધી પરંતુ કોઇમાં હિંમત ન હતી કે આગળ આવીને કહે કે હવે બસ કરો, ઘણુ થયુ આ કંચન જેવી કાયાને આવી આકરી સજા ના કરો, અમે તમારી પડખે છીએ, તમારુ આદરેલુ કાર્ય અમે પુરૂ કરવામાં સાથ આપીશું, અમારાથી આ સહન નથી થતુ, આ અનર્થ જોવાતો નથી કુમારિલ ભટ્ટનુ આત્મવિલોપન ચાલુ હતુ, લોકો આવતા, જોતા, પોતાના અભિપ્રાય આપતા અને વિખરાતા, બીજા નવા આવતા અને જતા, આખા ગામમાં એકજ ચર્ચા ચાલતી હતી, લોકોનું ટોળુ જોઇ એક અતિ તેજસ્વી એવો યુવાન સન્યાસી ત્યાં આવી ચડ્યો. લોકોને પૂછ્યું આ શું ચાલે છે? લોકો કહે સંસ્કૃતિ બચાવવામાં નિષ્ફળ એવા એક પંડિત બલિદાન આપે છે. યુવાન સંન્યાસી કહે છે ચતાં કોઇને કાંય થતું નથી. વૈદિક સંસ્કૃતિના હિતમાં અપાતા બલિદાનની કોઇને ચિંતા નથી. યુવાન ટોળામાંથી નીકળી કુમારિલ ભટ્ટ પાસે આવી વંદન કર્યા. આવુ મહાન છતાં ભયંકર બલિદાનથી તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું. આ બલિદાન પાછળની તેની ભાવનાથી આ યુવાન સંન્યાસીને અંતરમાંથી હચમચાવી નાખ્યો હતો. તે સંન્યાસી બે ડગલાં આગળ વધી, કુમારિલ ભટ્ટને સળગતા ઢગલા ઉપરથી ઉતરવા વિનંતી કરી. કુમારિલ બોલ્યા, હે યતિવર તુ યુવાન છે. બાળક છે. મને મારા આ દિવ્ય કાર્યમાંથી હટાવીશ નહી. આ બલીદાન આપવું જ જોઇએ. હે સંન્યાસી તારૂ નામ શું? પોતાના માટે અને સંસ્કૃતિ ખાતર સહાનૂભૂતિ બતાવનાર યુવાનને જોઇ કુમારિલ ભટ્ટને મનમાં સમાધાન થયું. તેને આશા દેખાઇ. સંન્યાસીએ કહ્યું કે મારૂ નામ શંકરાચાર્ય છે. આમ બોલતાં આ ભવ્ય બલીદાનની ભયંકરતા જોઇ એમની આંખમાં પાણી આવી ગયું. એજ મહાન આધ શંકરાચાર્ય ભગવાન હતા. એમને કુમારીલ ભટ્ટે કહ્યું કે જો આંસુ વહાવી શકે તો એ આંસુ સંસ્કૃતિ માટે વહાવ જેને માટે હું બલીદાન આપી રહ્યો છું. એ મહાન વૈદિક પરંપરામાં માનવતા છે. સમાજને ઉચ્ચ ગુણોનું પ્રદાન એ યશસ્વી દિવ્ય સંસ્કૃતિ આજે કાળના ચક્રમાં ફસાઇ ગઈ છે. જીવન તરફ જોવાનો ભાવ અને ઉદ્રાત દષ્ટિકોણ ચાલ્યો ગયો છે. મૂર્તિપૂજાનો લોપ થયો છે. વેદોનો એ સુમધુર મંત્રોચ્ચાર ક્યાંય સંભાળતો નથી. વૈદિક સંસ્કૃતિ આજે રડી રહી છે. તેનો હાથ પકડી તેને આશ્ર્વાસન આપનારની આજે જરૂર છે. તેનુ પુનરૂત્થાન કરવાની જરૂર છે. જરુર છે આજે વીરનરની જે સંસ્કૃતિનું રક્ષણ અને જતન કરી શકે. હું ઘણો ફર્યો. ઘણી ચર્ચાઓ કરી. લોકોને વૈદિક વિચારો માન્ય છે. છતાં બૌધ્ધ પ્રભાવ છોડવા તૈયાર નથી. પંડિતો રાજ્યાશ્રય થયા છે. વૈભવ સંપન્નનો કંઇ પડી નથી. કોઇને આ દિવ્ય એવી ભારતીય વૈદિક પરંપરાની ચિંતા નથી. તેથી બલીદાન આપવું પડ્યું છે. માટે હે મુનિવર શંકરાચાર્ય જો દુઃખ કરવુ હોય તો આ મહાન સંસ્કૃતિની હાલત માટે કર, મારા બલીદાન માટે દુઃખી થઈને આ બલીદાનને કલંકિત ન કરીશ.
      શ્રી શંકરાચાર્ય એ જોયુ કે બહારના અગ્નિ કરતાં અનેક ઘણો પ્રદીપ અગ્નિ તેમના અંતરમાં સળગી રહ્યો છે. આવા પ્રબળ અગ્નિ પાસે બહારનો અગ્નિ તેને તુછર લાગતો હશે જે મહાન કાર્યો માટે શ્રી શંકરાચાર્ય જન્મ્યા હતા. તે કાર્યના તેઓશ્રી એ શ્રી ગણેશ માંડ્યા. સળગતી એ ચિતામાંથી ભસ્મ લઈ માથે લગાડી અને કહ્યું હે કુમારીલ ભટ્ટ તમારુ આ બલીદાન એળે નહિ જાય વૈદિક ધારણા પાછી ઉભી થશે. વૈદિક સંસ્કૃતિ પ્રમાણેની મૂર્તિપૂજા પુનઃર્જીવિત થશે."સર્વક્ષણિકમ સર્વ દુઃખમ્ આ વિચાર નહિ ટકી શકે. દેહ(શરીર) ખરાબ છે. એવુ વેદોમાં કહ્યું નથી નિરાશાવાદી તત્વજ્ઞાનની આભ્રાત વિચારસરણી ઉભી કરી છે આ માનવદેહ દ્રારા તો ઘણા સરસ ઉતમ કાર્યો થાય છે. શરીર દ્રારા સારા અને ખરાબ કાર્યો થઈ શકે છે. વૈદિક સંસ્કૃતિ સત્ય છે અને પાછી ઉભી થશે. આ નિરાશાવાદી તત્વજ્ઞાનની દેશવટો આપીને એ વૈદિક સંસ્કૃતિના આંસુઓ હું લૂછીજ કુમારીલ ભટ્ટ પાસેથી એમણે પ્રેરણા લીધી તેમને પ્રણામ કરી શંકરાચાર્યે વિદાય લીધી, આનણ્દથી કુમારીલ ભટ્ટનું હ્રદય ભરાઇ આવ્યું. તેને પોતાનું બલિદાન સાર્થક લાગ્યું. શ્રી શંકરાચાર્યના મનમાં એકજ વાત હતી. મારી વૈદિક સંસ્કૃતિ હું ઘેર ઘેર પહોંચાડીશ. કુમારિલ ભટ્ટનું આ બલિદાન હું સાર્થક કરીશ. તેને બુધ્ધ ધર્મનો અભ્યાસ કરી એ પંડિતોના વિચાર બદલાવ્યા વૈદિક સંસ્કૃતિનો વ્યવસ્થિત મૂળભૂત અભ્યાસ કરીને તેજસ્વી યુવાનો એકત્રીત કર્યા. તેમને વૈદિક સંસ્કૃતિની મહતા અને દિવ્યતા સમજાવી, સર્વ સામાન્ય માણસને કોઇ કહે આ બધુ મિથ્યા છે સર્વક્ષણેકંમ સર્વદુઃખમ ત્યારે એકહેનાર મહા પંડીત લાગે પરંતુ સત્ય નથી. જીવનથી વિમુખ કરનારી સંસ્કૃતિ તે સંસ્કૃતિ નથી. ભગવા શ્રી કૃષ્ણે ગીતામાં કામને પ્રાધાન્ય આપી કહ્યું છે.
      ધર્માવિરુધ્ધો ભૂતેષુ કામોડસ્મિ ભરતર્ષભ ।। ૧૧ ।। અધ્યાય -૭
      અર્થાતઃ હે ભતશ્રેષ્ઠ પ્રાણીઓમાં રહેલુ ધર્માનુકુળ(ધર્મ અવિરૂધ્ધ) કામ પણ હું જ છું.
      ગીતાના વિચારો વૈદિક વિચારો સમન્વયની ભૂમિકાથી જોવા વાળા છે. આના જેવી અન્ય એક પણ વિચારધાર નથી કે જીવનધારણા નથી. એક કાળે આ મહાન શ્રીમદ શંકરાચાર્યની પાછળ પાછળ અઢળક ધન સંપતિ આવતી હતી. તેમની પાછળ વૈભવ દોડતો હતો. તેને તુરછ ઘણી તેમની ધાર્મિક પુન;રૂસ્થાન માટેની અવિરત દોટ ચાલુ હતી અને આજે? ફંડફાળા કરીને ભેગી કરેલી સંપતિને પોતાની બનાવવા, ગાદી ઉપર આવવા ખેચાખેચી અને હુસાતુસી ચાલે છે. શ્રીમદ શંકરાચાર્ય પુન;ર્જીવિત કરેલી વૈદિક નિષ્ઠા તેજસ્વીધારા અલૌકિક પરંપરા ને આ રીતે ડૂબાડતી રાખવામાં આવશે તો માનવ તરીકેના પશુ તુલ્ય જીવન થઈ જશે. ધીરે ધીરે લોકો શંકરાચાર્યના મતને સ્વીકારવા લાગ્યા. વૈભવ સંપન્ન લોકોની સંપતિનો પ્રવાહ પણ આ વૈદિક વિચારો તરફ વળવા લાગ્યો.પંડીતો અને રાજાઓ બદલાયા અને એક દિવસ કૌશાંબી નગરીમાં ગંગા કિનારે જ્યાં શ્રી કુમારીલ ભટ્ટે બલીદાન આપ્યું હતું, તે પુણ્ય ભૂમિ ઉપર શ્રીમદ શંકરાચાર્યે ધર્મસભા બોલાવી મૂર્તિપૂજાનો ધ્વજ રોપ્યો. જે શુદ્ર વિચારો પંડીતોના હતા તે હિમાલયની સહરદ બહાર હોકિ કાઢ્યા, કુમારીલના આત્મ બલિદાનને સાર્થક કર્યું. શ્રીમદ શંકરાચાર્યે હજાર વર્શથી સ્થાયી થયેલા બૌધ્ધો-જૈનો વગેરેને ભગાડ્યા નાપાક બુધ્ધિનો બૌધ્ધ ધર્મી ક્યાં શોધ્યો જડતો નથી. એ મૂર્તિપૂજાનો ધ્વજ લઈને શ્રીમદ શંકરાચાર્યે પહેલી પૂજા હિમાલયમાં ભગવાન શ્રી બદ્રિનારાયણની કરી. લોકોની સમજમાં છે કે ભગવાનનો સાક્ષાત્કાર કરવા શંકરાચાર્યે આવ્યા હોય તેવુ નથી. જો ભગવાનનો સાક્આત્કાર કરવા ઠેટ કેરલથી તેમને હિમાલય સુધી આવવું પડે તેઓશ્રી શંકરાચાર્યે શાના? તેમને કેરલમાં પણ ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. તેઓ ભગવાનના સાક્ષાત્કાર માટે હિમાલય સુધી પહોંચ્યા હતા પણ સમાજને વિજીગીશુ વૃતિ આપનારી વૈદિક સંસ્કૃતિનો ધ્વજ લહેરાવવા માટેજ ત્યાં બદ્રીનારાયણ પહોંછ્યા હતા. એ સમયના સમાજને પડકાર હતોકે ભારતની આ સહરદ ઉપર આ વૈદિક ધર્મપતાકા પાછી ફરકતી થઈ છે. હિંમત હોય તો ઉખાડી બતાવો. જ્યારે બૌધ્ધ ધર્મ દ્રારા મૂર્તિપૂજા વિરૂધ્ધ જબરજસ્ત પ્રચાર હતો અને બૌધ્ધ ધર્મનું ઠેરઠેર વર્ચસ્વ હતું ત્યારે સહરદ ઉપર મૂર્તિપૂજાનો ધ્વજ લહેરાવી હિંમત હોય તો ઉખાડી દેખાડો એવો ખુલ્લો પડકાર ફેકનાર વ્યક્તિ કેટેલી મહાન હશે? આટલા માટે ઠેઠ દક્ષિણના કેરલથી બદ્રિનારાયણ જઈ પહોંચ્યાહતા. બદ્રિનારાયણ ઉપરનો શંકર મઠ તે શ્રીમદ શંકરાચાર્યે કરેલો વૈદિક સંસ્કૃતિના જવલંત વિજયનું પ્રતિક છે. એમનુ એ મહાન ભગીરથ કાર્ય આજે આપણ ને સૌને નતમસ્ત્ક બનાવે છે. કુમારીલ ભટાટે આપેલા વિચારો ઘણા જ ઉતમ હતા. પરંતુ લોકો ઉપર તેમજ સતાધીશ રાજાઓ ઉપર બૌધ્ધ તેમજ જૈન ધર્મની વધુ પકડ હતી. આ પકડમાંથી લોકોને અને રાજાઓને છોડવવા માટેની વ્યુહાત્મક યોજના ન હોવાથી કુમારિલ ભટાતને ધારી સફળતા મળી શકી નહિ. શ્રીમદ શંકરાચાએર્યે મહારાજ શ્રી ની અન્ય ધર્મ વિરૂધ્ધ હિન્દુ વૈદિક ધર્મનો દિગવિજય કરાવવા યોગ્ય વ્યુહાત્મક યોજના કરી તેઓ શ્રી સમગ્ર ભારતસ્માં પગપાળા ગુમ્યા. યુવાનોને આવકાર્યા જે વૈરાગ્ય ભાવથી આકર્ષાયા, તેમને દિક્ષા અપી સન્યાસી બનાવ્યા. સંગ ભાવનાથી સંગઠીત કર્યા પૂર્ણ સંસ્કારીત બનાવ્યા. યોગ્યતા અનુસાર દરેકને પદસ્થાનની જવાબદારીઓ આપવા લાગ્યા. ધર્મપાલન ફરજ પાલન ચૂસ્ત બનાવ્યા અને ધર્મપાલન અને ફરજ પાલનના નિયમો બનાવાય શાસ્ત્રાર્થ કરતાં પહેલાં હારે તે પોતાનો ધર્મ છોડી જીતનારનો ધર્મ સ્વીકાર કરે તેવી શરતો મૂકી અને ઠેર ઠેર પ્રવાસ કરી શાસ્ત્રાર્થ કરી અનેક પંડીતોને ધર્મ તરફ વાળ્યા વૈદિક ધર્મને પુનસ્થાપિત કરી તેના રક્ષણ માટેની વ્યવ્સ્થા કરી. શરીમદ જગતગુરુશ્રી શંકરાચાર્ય મહારાજશ્રી કેરલ રાજ્યમાં આલવાઇ નદિની પાસે આવેલ કાલટી ગામે પિતાશ્રી શિવગુરુ અને માતુશ્રી વિશિષ્ઠાને ત્યાં જન્મ્યા હતા. અને સમગ્ર ભારતમાં પગપાળા પ્રવા કરી ભારતિય વૈદિક સંસ્કૃતિને પુનસ્થાપિત કરી ધર્મરક્ષાના પવિત્ર હેતુથી સંન્યાસી ધર્મની વ્યવસ્થિત રચના કરી હતી ભારતમાં ચારેય દિશાએ ચાર મઠોની સ્થાપના કરી. (૧) ગોવર્ધન મઠ;- પૂર્વમાં જગન્નથપુરીમાં શ્રી ગોવર્ધન મઠની સ્થાપના કરી ત્યાં શ્રીમદ શ્રી પદ્મપાદાચાર્યની અધ્યક્ષ સ્થાને નિમણુક કરી. આ મઠનો સંપ્રદાય ભોગવાર છે. વન અને અરણ્ય એમ બે શુભ નામ છે તેમના દેવ જગન્નનાથ અને દેવી વિમળાદેવી છે. તેમનું તિર્થ મહાદેવી એ. વેદ ઋગવેદ એ. મંત્ર પ્રજ્ઞાંન બ્રહ્મ છે. ગોત્ર કાશ્યપમુનિનું એ. ત્યાંના બ્રહ્મચારીને પ્રકાશ નામથી જાણે એ આવકના દેશો અંગ,બંગ,કલીગં, બર્બર વગેરે છે. (૨)શારદા મઠ;- પશ્ર્વિમામાં દ્રારકાક્ષેત્રમાં શારદા મઠની સ્થાપના કરી ત્યાં શરીમદ શ્રી હસ્તભલકાચાર્ય(હેતા) ને અધ્યક્ષ બનાવ્યા આ મહાન સંપ્રદાય નામે કિટવાર રાખ્યો આશ્રમ અને તિર્થ એમ બે શુભ નામ અંકિત કર્યા. દેવ સિધ્ધેશ્ર્વર અને દેવી શ્રી ભદ્રકાલી તિર્થ ગોમતી અને વેદ સામવેદ રાખ્યા. મંત્ર તથા ત્તત્વસી એ ગોત્ર અવિગત છે બ્રહ્મચારી સ્વરૂપ નામથી ઓળખાય છે આવકના દેશો સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર અને સિધું વગેરે છે. (૩) જ્યોર્તિ મઠ;- ઉતરમાશ્રી બદ્રિનાથ ક્ષેત્રમાં જ્યોર્તિમઠની સ્થાપના કરી ત્યાં શ્રીમદ શ્રી ત્રોડકાચાર્યને અધ્યક્ષ સ્થાને સ્થાપિત કર્યા. સંપ્રદાય આનંદવાર નામગીરિ પર્વત અને સાગર મઠના દેવ નારાયણ દેવ પૂર્ણગીરિતિર્થ અલકાનંદા વેદ અથર્વ વેદ છે મંત્ર અપઃ આત્માબ્રહ્મ છે બ્રહ્મચારી આનંદ નામથી ઓળખાય આવકના દેશો પંજાલ,કાશ્મીર,ગુરુઆદી છે. ગોત્ર ભૃગુઋષિનું છે (૪) શ્રૃંગેરીમઠઃ- ચોથો મઠ દક્ષિણમાં પવિત્ર સ્થાન એવા ઋષિવર શ્રી શૃગિમુનિનો જ્યાં આશ્રમ હતો ત્યાં શ્રી શ્રૃંગેરી મઠની સ્થાપના કરી શ્રીમદ સુરેશ્ર્વરાચાર્યને અધ્યક્ષ સ્થાન આપ્યું. મઠનો સંપ્રદાય ભૂરીવાદ અને પૂરી, ભારતી અને સરસ્વતી એવા શુભ નામો અંકિત કર્યા મઠના દેવ આદિ વાઘ અને દેવી કામાક્ષી શારદા છે તિર્થ તુકંભદ્રરા અને મઠનો બ્રહ્મચારી ચૈત્યન તરીકે ઓળખાય છે. મઠનો વેદ યજુર્વેદ છે. ગોત્ર ભૂભૂર્વ છે. મંત્ર અહં બ્રહ્માસ્મી છે આવકના દેશો આન્દ્રા,દ્રાવિક,કેરલ કર્ણાટક વગેરે છે. આરીતે ધર્મની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા અને પ્રચાર વ્યવસ્થ્યા ઉભી કરી ચાર મસ્ઠો ઉપરાંત સાત અખાડા નું નિર્માણ કર્યું અને દશનામી સંન્યાસી પરંપરાની સુરક્આ માટે આઅ સાત અખાડા ચાર મઠોની પરંપરામાં વૈદિક ધર્મ અનુસાર વર્તે છે. આ સાત અખાડા(૧) જૂના અખાડા (૨) નિરંજન અખાડા (૩) નિર્વાણી અખાડા (૪) આહવાન અખાડા (૫) અગ્નિ અખાડા (૬) અટલ અખાડા (૭) આનંદ અખાડા અને બાવન મઢીની પણા સ્થાપના કરી દશનામ સંન્યાસી પરંપરા સ્થાપી.
      આમ સંન્યાસી પરંપરાને વ્યવસ્થિત વૈદિક સંસ્કૃતિની સુરક્ષા સાથે સ્થાપના કરી. પરમ વંદનીય પરમ પૂજ્ય આદિગુરુશ્રી જગતગુરુ શંકરાચારયની પરંપરામાં જ શ્રી વાળીનાથ ધામની પણ સ્થાપના વૈદિક ધર્મ અનુસાર થયેલી હોવાથી શ્રી વાળીનાથ ધામના સંતો પણ એજ ગૌરવશાળી પરંપરાને વધુને વધુ દિવ્ય બનાવી રહ્યા છે. શ્રીમદ આદિ જગદ ગુરુજી શંકરાચાર્યનું દિવ્ય જીવન ચરિત્ર અહીમ આલેખી શકાય તેમ નથી. તેથી ટૂંક સારથી વર્ણન કર્યું છે. શ્રી વાળીનાથ ધામની પરંપરા આલેખવા પૂર્તિપણ શક્તિના હોપ્ય ત્યાં આવા દિવ્ય આદિ શ્રી જગદ ગુરુ વિષ તો શું લખી શકાય? સંન્યાસ ધર્મનો મહિમા અને મહાનતાના દર્શન કરવા માટ્વે ભારતમાં ચાર ધર્મ સ્થાનો ઉપર મહાકુંભ પર્વનો વિશાળ મેળો ભરાય છે. દર ત્રણ વર્ષે આ કુંભ મેળો અલગ અલ ચાર પવિત્ર સ્થાનો ઉપર ભરાય છે. (૧) હરદ્રારશ્રી ગંગા કિનારે (૨) પ્રયાગરાજ ત્રિવેણી સંગમ (૩) નાસિક ગોદાવરી કિનારે (૪) ઉજ્જૈન ક્ષિપ્રાકિનારે. આમ આ પવિત્ર કુભ મેલામાં સ્નાનનો મહિમા અનેરો છે. વૈદિક સંસ્કૃતિના પ્રકાશને કાયમ પ્રકાશિત રાખનારા આવા મહામેળાઓ ભારતીય પરંપરાનું ગૌરવ છે અને તે મહિમાને અનુસરીને પરમ પૂજ્ય પ્રાતઃ સ્મર્ણીય મહંતશ્રી બળદેવગિરિજી બાપુ તથા પરમ પુજ્ય કોઠારી બાપુશ્રી અને વાળીનાથ ધામના સર્વે સંતોએ પણ એ મહામેળાઓની પરંપરા મુજબ ઇ.સ. ૧૯૯૩માં વિશાળમહામેળાનું મહાયજ્ઞ સાથે આયોજન કર્યું. શ્રી વાળીનાથ ધામની એ પરંપરા છે. પૂર્વમ્ના મહાન સંતોએ પણ મહામેળાને અને યજ્ઞો કર્યા છે તેવીજ રીતે ખૂબજ પરિશ્રમ કરીને પરમ પૂજ્ય ગુરુવર્ય મહંત શ્રી બળદેવગિરિજી બાપુશ્રીએ પણ ઇ.સ. ૧૯૯૩માં મહામેળાનું આયોજન ખુબજ ભવ્યતા પૂર્વક પરિપૂર્ણ કર્યું હતુ . તેમાં મહાન સંતો,નેતાઓ સમાજના અગેવાનો અને સમગ્ર સમાજને સતા પૂર્વક ભાગ લઈ કૃતાર્થ થયા હતા. અનેક જગ્યાઓ,મઠો, અખાડાઓના મહંતશ્રીઓ સાધુ સંતો સાથે પધાર્યા હતા ખુબજ ભવ્ય અને દિવ્ય આ પ્રસંગ દર્શનીય હતો ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે નોંધ થઈ છે. એવો આ મહાયસ્જ્ઞ અને મહામેળો એક ચમત્કારીક હટનાજ કહી શકાય આવા અનેક પ્રસંગો લોકોને પ્રેરણાત્મક બને છે. ધર્મ પ્રત્યે રૂચિમાં વૃધ્ધિ થાય છે આવા મહાપુરૂષો જ આવા કાર્યો કરી શકે છે આવા કાર્યો દ્રારા લોકોને સંતોની ઓળખ થાય તેમને સત્સંગનો અનેરો લાભ મળે છે હાલના સમયમાં પણ ઘણા મહાન સંતો સમગ્ર વશ્ર્વમાં વિચરણ કરી રહ્યા છે.