Manushya ni Adhyatm Tarag ni Bhet Prev Next Index

-:મનુષ્યની આધ્યાત્મ તરફની ભેટ:-      સંતોના સત્સંગ દ્રારા તેમના સાથે કેવો પ્રેમભાવ રાખવો? કેવી સહિષ્નુતા દાખવવી? શું એમની સેવા કરવી? તો તેના માટે ભજ ભક્તિ કે સત્સંગમાં આગળ વધતાં દેહનો એટલે કે ઇન્દ્રીઓનો અંતઃકરણનો ભારના જગતનો કુસંગ જીવને આડા આવે છે. આ સર્વ પ્રકારના કુસંગમાંથી ભચવા માટે અને ચૈતન્યતાના અખંડ વિકાસ માટે સ્વધર્મની દ્રઢતા અનિવાર્ય છે, અંતઃકરણમાં જે કુસંગી રહ્યા છે. અને જે બહાર રહ્યા છે તે બન્ને એક છે. પણ જે અંતરમાં કુસંગી છે તેનો સંગ ના રાખવો. જે બહાર જે સંત છે. અને અંતરના સંત છે. પણ જે અંતરમાં સંત છે અને બહાર સંત છે તેનો સંગ રાખવો આમ કુસગીનું બળ ઘટી જાય છેઅને સંતનુ બળ વધી જાય છે. આમ બહારના કુસંગનો સમગ્ર પણે ત્યાગ અને સંતોનો સંગએ સાધકની ફરજ છે. પંચ વિષય રૂપી જે રોગ જીવને અનાદિકાળથી વળગ્યો છે તેની નિવૃતિને માટે સ્વધર્મ પાલન એ રામબાણ ઇલાજ છે. આવી સમજણ આપતાં મહાપુરૂષો કહે છે કે તે ઔષધની રીતે એમ છે કે જ્યારે ત્વચા(ચામડી) ને સ્ત્રી આદીક વિષયનો સ્પર્શ થાય છે. ત્યારે ત્વચા દ્રારેથી અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે. અને અંતઃકરણ દ્રારા જીવનમાં સંર્પકમાં આવે છે. જીવથી વિષયની ઉત્પતિ થતી નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે વિષયો અંતઃકરણમાંથી પ્રગટતાં હશે તે પણ પૂર્વજન્મને વિષે બહારથી જ ઇન્દ્રીઓ દ્રારે કરીને આવ્યા છે. ત્વચા,આંખ,કાન,નાક,જીભ એમ પાંચ કર્મેન્દ્રીઓ વિષય માટે પ્રવેશ દ્રાર છે. સ્પર્શ,ગંધ,રૂપ,સ્વાદ અને સ્વર રૂપે પંચેન્દ્રીઓ વિષયને આવકારે છે. તેથી ઇન્દ્રિઓને વશ કરવી તેમના દ્રારા થતા અનુભવને બદલી ભાવ બદલવો તેવા અભ્યાસ થકી વિશયના ત્યાગને દ્રઢ રાખવો. બહારના વિષયો તરફ લક્ષ ત્યજીને તેમને અંતઃકરણમાં પ્રવેશતા અટકાવવાનો સંતોના માર્ગદર્શનથી કથા-સત્સંગથી પ્રય્તન કરવો. બાહ્ય ઇન્દ્રિઓને નિયમમાં રાખી વિષયનો અંતરમાં પ્રવેશ ના થાય અને જે વિષય અંતઃકરણમાં ભરાયા હોય તો તે આત્મ વિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું અને મારા વિષે ઇન્દ્રીઓ અંતઃકરણનો સંબધ નથી. એમ દ્રઢ વિચાર કરીને પોતાનો આત્મા ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિધારીને પોતાના આત્માસુખથી પૂર્ણ રહેવુ. આમ સર્વે સંતોએ સચોટ અને પોતાની મહાપુરૂષો પ્રત્યે સંપૂર્ણ ફરજ માટેની સુંદર સમજણ આપી છે. દરેક સાધકને હ્રદયમાં પંચ વિષયના ભૂંડા ઘાટ સંકલ્પ વિકલ્પ સ્વરૂપે જે પજવે છે. તે તેના સ્વધર્મના લોપવાથી કરીને ઇન્દ્રીયોને અંતઃકરણના પૂર્વેના તહેવારે કરીને જ હ્રદયમાં ભૂડો કચરો ભેગો થાય એ. પણ એ કચરાને અને આત્માને કોઇ સંબધ નથી. આત્માનો તદન પવિત્ર,નિર્દોષ,નિર્વિકારી જ છે. તેથી આંતરીક ગટરની ગંદકી દુર્ગંધ દૂર કરવા મહાસંતોના સાનિધ્યને સેવવું. સાધકે ઉદાસ થવાની જરૂર નથી. સ્વધર્મની સાથોસાથ જાગૃત મહાપુરૂષોની સાથે રસબસ થઈ જવાય તો વહેલામાં વહેલા વિષયોથી મુક્ત થઈને સુખી થઈ જવાય. પ્રાણી માત્રનું જીવન પંચ વિષયમઅ છે તેથી તો મહાપુરૂષોએ પંચ વિષય ભોગવવાનો નિષેધ નથી કર્યો. પણ ભગવાનના ભક્ત માટે એવા પંચ વિષયોનો પ્રકાર સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. ઇન્દ્રીયો અને અંતઃકરણનું પાલન-લાલન કોને નથી ગમતું. ઇન્દ્રીયોના ઘોડા છુટા મૂકીને દોડવાનો સૌનો સહજ સ્વભાવ છે તેને ગમે તેવો આપ્તકાળ હશે તો પણ તે ધર્મ ચૂકશે નહિ માટે જેને વચનમાં દ્રઢતા છે. તેનો જ ધર્મ દ્રઢ રહે, તેનો જ સત્સંગ દ્રઢ રહે છે. આમ સ્વધર્મ તે અગત્યનું અંગ એ. સ્વધર્મની દ્રઢતા વિનાનું જીવન સુકાની વિનાની નાવ જેવું છે. તે ગમે ત્યારે દૂબી શકે છે. માટે ભગવાનને અને સંતોને રાજી રાખવા સેવકે પોતાના સ્વધર્મ માટે અખંડ તત્પર જ રહેવું. જેથી પ્રસન્નતા મળતાં જ જીવ ધન્ય બની જાય છે. જેમ એ વિમુખ જીવને પંચવિષય છે. તેમ તે હરિજનને પણ પંચ વિષય છે. પરંતુ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે. તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય વિષયો ભોગવે છે અને ભગવાનનો ભક્ત છે. તેને ભગવાનની કથા અને સંતોના ગુણગાન સાંભળવા તે શ્રોતનો વિષય છે અને ભગવાન તથા ભક્તના સંતોના ચરણાવિન્દનો સ્પર્શ કરવો એ ત્વચાનો વિષય છે. અને મહાપુરૂષોના હાથનો મહાપ્રસાદ લેવો અને ભગવાનના ગુણગાન ગાવા એ જીભનો વિષય છે. અને ભગવાનને ચડેલા પુષ્પો તેની સુગંધ લેવી તે ઘાણેન્દ્રીયનો વિષય છે. એવી ત્રીતે કોઇ વિમુખ જીવ અને ભક્તના વિષયમાં ભેદ છે અને એવી રીતના વિષય વિના તો ભક્તિ કરનાર ભક્તથી પણ રહેવાતુ નથી અને નારદ સનકાદિક જેવા અનાદિના મુક્ત છે. તેમને પણ એવા પાંચ વિષય વગર રહેવાતું નથી જ. જીવ ઉપર દયા લાવીને વિધ વિધ પ્રકારે મહાપુરૂષોએ સ્વધર્મની દ્રઢતા કરવા માટેના સૂચનો કર્યા જ છે. આ સૂચનો સમજીને વર્તનમાં ઉતારવાનાં છે. તેથી હાલ જે વર્તમાન મહાન સંતો છે. તેમનો સંબંધ ગાઢ બનશે. જેને સંતોના કહેવા ઉપર અને શાસ્ત્રોના વચનો ઉપર વિશ્ર્વાસ હોય તેને જ ભગવાનના સ્વરૂપનો નિશ્ર્વય અડગ બને છે અને તેનું કલ્યાણ થાય છે અને તે ધર્મનિષ્ઠાથી કોઇપણ કાળે દગશે નહિ. આમ સાચા નિશ્ર્વયની અડગતામાંથી સ્વધર્મની દ્રઢતા આવી જ જાય છે. કારણ કે આવા ભક્તને શબ્દ,સ્પર્શ,રૂપ,રસ,ગંધ એ પાંચેય વિષયરસ હોય તો પણ ભગવાન સંબંધી જ હોય છે. અને તેના શ્રવણ અખંડ મહાપુરુષો અને ભગવદ કથા જ સાંભળવા ઇરછે છે. રસના તે ંતોના મહાપ્રસાદના સ્વાદને ઇરચે છે. નાસીકા ભગવાનને ચડેલાં પૂષ્પો-તુલસીની સુગંધને ઇરછે છે પણ પરમેશ્ર્વર કે સંત વિના અન્ય વસ્તુને સુખદાયીના સમજે અને એવી જ રીતે જે વર્તે તે પરમાત્માનો એકાંતિક ભક્ત કહેવાય એ. ભગવાનની અને સંતોની રસઘન મૂર્તિનાં દર્શન અને ચરણસ્પર્શને ઇરચવું એ જ ભક્તનાં લક્ષણ અને ધર્મ છે. શા માટે હિરાનો વેપાર છોડીને કોલસાનો વેપાર કરવો જોઇએ? શા માટે દહિં વલોવબ્વાનું મૂકીને પાણી વલોવીએ? એજ રીતે રહસ્યની વાત ગોપીઓએ ઉધ્ધવજીને કરી કે જે દિવસથી શ્રીકૃષ્ણનો સ્પર્શ થયો છે તે દિવસથી જગત ખારૂ ઝેર થઈ ગયું છે. પરમ પૂજ્ય ગુરુવર્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીને ભગવાન શ્રીવાળીનાથ સાથે કેવો ઉતમ સંબંધ છે. બાળપણથી જ શ્રી વાળીનાથમય જીવન છે. ઉંઘતાં બસ જ્યારે જ્યારે તેમનાં દર્શન થાય ત્યારે પ્રભુ સ્મરણ અને ગીતાપાઠ સ્તુતિ કે માળા સ્મરણ ચાલુ જ હોય. બાર વર્ષની નાની વયથી જ શ્રી વાળીનાથ ધામના અધ્યક્ષ તરીકેની જવાબદારી જેમણે સોંપી છે. તે પરમ પૂજ્ય વંદનીય ગુરૂદેવશ્રી સુરજગિરિજી મહારાજશ્રીને પોતાના બાળ શિષ્ય ઉપર કેવો વિશ્ર્વાસ હશે? તેઓશ્રીને કેવી વિશાળ અને દિવ્ય દ્રષ્ટિ હશે! અનેક ઐશ્ર્વર્યના ધારક એવા પરમ પૂજ્ય શ્રી ગુરૂવર્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજ શ્રી એ પોતાના શિષ્ય એવા મહાપુરૂષ શ્રી પરમ પૂજ્ય ગોંવિંદગિરિજી બાપુને કાયમ સાથે રાખી આખા ધામની જવાબદારી સોંપીને કોઠારી શ્રી તરીકેના ઉતમ વ્યક્તિત્વ પારખી જ લીધું હશે ને? અને એના ફલ સ્વરૂપે શ્રી ધામની દિવ્ય શોભા અને વિકાસના દર્શન થાય છે. આ અખાડાની પ્રણાલિકા અને વિશ્ર્વાસ ભક્તિ કેટલા શ્રેષ્ઠ છે. આ અખાડાની સંતોની પ્રતિભા કેટલી ઉતમ છે. તે વાતને સમજીને દરેક પોતાનું શ્રેય ઇરછતા સેવકોએ અલૌકિક પંચ વિષય ભણી દોટ મૂકવા કરતાં ઇન્દ્રીઓની વૃતિઓને ભગવાન આવા મહાપુરૂષોની સેવા માં જોડી દૈને એ જીવન ધન્ય બની જાય એવા કાર્યો કરવા જોઇએ. પૂજ્ય સંતો વારંવાર કહે છે કે સ્વધર્મ એટલે પોતાના નિયમનું પાલન કરવું. અણું સરખું પણ વચન લોપવું નહિ. ધન્ય છે આ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના સૌ માલધારી સમાજને કે ગમે તેવી વિંટબળામાં પરમ પૂજ્ય મહંત બાપુશ્રીને સર્વસ્વરૂપે પૂર્ણ શ્રધ્ધા થી માને છે. તેમના વચન તો કદાપી લોપે નહિ. ગમે તેવા કાર્યોમાં પરમ પૂજ્ય ગુરૂવર્ય બાપુશ્રીને પૂછીને વર્તે છે. માલધારી સમાજના જોશ તો શ્રી વાળીનાથ ધામના પરમ પૂજ્ય કોઠારી બાપુજી જોઇ આપે. કેવી શ્રેષ્ઠ ભાવના પૂજ્ય સંતો સાથે માલધારી સમાજની છે જેમ સમગ્ર કડવાપાટીદારો લગ્ન પ્રસંગે કાકુનો પડો શ્રી ઉમિયા માતાજીના મંદિરેથી મેળવે છે. અને કુમકુમ પ્રત્રિકા પણ પ્રથમ મા ઉમિયા ને આપે છે. અને આવીજ દ્રઢ ભાવના શ્રી વાળીનાથ ધામ પ્રત્યે રબારી સમાજની છે. આવો જ ગોપીભાવ એને જ સાચીજ ભક્તિ કહેવાયને? પણ એમાંય ગોપિભાવતો કૃષ્ણ વિના બીજું કોઇ ના ભાસે છે. આ સનાતન સિધ્ધાંતને સાકાર કરવા માતે વચને નિવૃતિ અને વચને પ્રવૃતિમાં એક ધારા રહેશે તો મહાપુર્ઓના અભિપ્રાય પ્રમાણે જો ભક્તિ કરીશું તો પરબ્રહ્મમાં રહેવાતો જે આત્માનો સ્વધર્મ છે તે સહેજે સિધ્ધ થઈ જશે તો આપણે સૌ સાથે મળી આવા મહાન પુરૂષોની સેવામાં જો લાગી જઈએ તો પંચ વિષય થોડાજ પરિશ્રમે જીતાઇ જશે તે માટે કસોટીમાંથી પસાર થવું નહિ પડે સ્વધર્મનો લોપ કરાવનાર એમાં વિઘ્ન લાવનાર કે અવરોધ ઉભો કરનાર કયા તત્વો છે. એ જાણવા જરૂરી છે. મહાપુરૂષોને રાજી કરવાનો નિર્ણય કર્યા પછી દેહ, લોક,ભોગ,પણ વગેરે આડા આવશે. જે વખતે આપણે આપણા સ્વધર્મ પ્રમાણે વર્તવું તે ખુબજ કપરુ છે. પણ "દ્રઢતા દેખી રે મદાદ કરી મોરારી" એ તે આપણે રીતે રૂચી રાખીશું તો સાકાર સ્વરૂપે ફળ આપવા ભગવાન બેઠા હશે જ સ્વધર્મ પાલન કદાચ કઠણ બને પણ અશ્ક્ય નથીજ પણ વાસના અને સ્વભાવ જ ભગવાન અને સંતો સાથેના આપણા સંબંધો લોપ કરાવે છે.