Nirmanipanu Manipanu Prev Next Index

-:નિર્માનીપણુ માનીપણું:-



      સંતો એ અનુભવ પૂરવક કહ્યું છે કે કામીનો કદાચ વિશ્ર્વાસ કરી શકાય પણ માની(અભિમાની) નો વિશ્ર્વાસ ના રખાય. કારણ કામી રોક બની સરળ બની શકે છે. પરંતુ માની રોક નહિ થઈ શકે અને પ્રાર્થના પણ નહિ કરી શકે અહંમતા અને મામતા એટલે માન, જીવનો એ મૂળ સ્વભાવ છે તેની મૂળા પ્રકૃતિને જ માયા કહિ છે. પોતાના આત્માનો મૂળભૂત એવો સ્વધર્મ , તેનો વિનાશ માનથી થાય છે.દંભ, દેખાવ,ડોળ,અહંમ,ઇર્ષા,હઠ,મરછર,અસુયા, ચંચળતા, છીછરાપણ વગેરે વૃતિઓ માનની આશ્રય રહે છે. હોય થોડુ અને બોલવુ વધુ એ દંભ છે પ્રદર્શન કરવુ તે ડોળ બીજાનું સુખ સહન ના થાય તે ઇઋશા,ઝેરીલી,ડંખીલી,મલિનતા એ મરછર,ગુણગાવાનના અવગુણ ગાવા એ અસુયા છે. પાર્કી પંચાત કરવી એ ચંચળતા છે. છલકાઈ જવું એટલે છીછરાપણું,હલકટતા,ઉદાસીનતા,અતિરેકતા કે જડતા આ બધા જ દુર્ગુણો માન રૂપી મુન વૃતિને આધીન છે. જીવ હરેક પરે સ્વભાવ મુજબ વર્ત્યા કરે છે. એવા સ્વભાવોના આશરે અને અજ્ઞાન ભરી અવસ્થામાં સ્વતંત્ર પણે વર્તીને પોતાની જાતને બધાથી શ્રેષ્ઠ માની બીજાને મૂર્ખ સમજી આ જીવ કરોડો જન્મથી પ્રારબધ્ધના થર વધાર્યા કરે છે.