Jivdasha Prev Next Index

-:જીવદશા:-      સંત તુલસીદાસે જીવદયા ઉપર કહ્યું છે.
      કનક તજ્યો, કામીની ત્યજી, તજ્યો ધાતુકો સંગ,
      તુલસી લઘું ભોજન કરી જીવે માન કે રંગ
      આ એક જીવદશાનું વર્ણન છે.એક બાજુ બહુ સ્પષ્ટતાથી આસલી મહાપુરૂષોના ભવ્ય સ્વરૂપનો સબંધ પણ છે એક બાજુ આગીયો છે. બીજી બાજુ સૂર્ય છે એક બાજુ અણું છે બીજી બાજુ હિમાલય છે. એક જડ ઇન્દ્રીયો અંતઃકરણ ને લઈને શુદ્રતામાં રાચતો જીવ છે બીજી બાજુ ચૈત્યન પ્રકૃતિના પ્રણેતા ,પ્રાણ,પ્રેરક,પ્રવર્તક અને ધારક એવા સંત છે. જડને ચેતન બનાવે એવા પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી સાથે આપણો જે ગુરુઅને સેવકનો સબંધ થયો છે તે આપણા અહોભાગ્ય છે. જેમ સંકલ્પ માત્રથી હજારો મનુષ્ય નિષ્કામ થઈ જાય તેવા પરમ પૂજ્ય બાપ્યુશ્રી અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી અને તેમની નિંશ્રામાં બિરાજમાન સર્વ સંતોમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી વસંતગિરિજી અને પરમ પૂજ્યસ સ્વામીશ્રી મગનગિરિજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દશરથગિરિજી પરમ પૂજ્ય સ્વામીશ્રી સોમગિરિજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દલગિરિજી પરમ પૂજ્ય સ્વામીશ્રી ક્રિષ્નાગિરિજી સ્વામીશ્રી કેવળગિરિજી વગેરે મહાન સંતો શ્રી વાળીનાથની સેવામાં પ્રવૃત છે. એવા મહાપુરૂષોના આપણને મળ્યા,આત્મજ્ઞાનને પામેલા આવા સૌ સંતો રાજી કેમ થા? તે રીત્યે વર્તવું એ આપણો સ્વધર્મ છે. આ વાતને આપણ અંતર વીશે બહુ સપષ્ટપણે જતન કરીન અળવી રાખીયે પણ આ સમજવા છતાં ઘણી વખત સ્વધ્ર્મ લોપાતો હોય છે. દેહને દેહના સગા સબંધીઓમાં અતિશય હેત હોય. આશ્ક્તિ હોય તો પ્રભુકે મહાપુરૂઓને પ્રસંન્ન કરવામાં તે બધાય અંતરાય બને છે. તેથી મુમુક્ષ જીવાત્મા તે સાવદ્ઘાની રાખવાની છે કે આવા સંતોની આજ્ઞા પાળવામાં તે બધા આડે આવવાં ના જોઇએ તેઓ બધા આવા સંતના અને ભગવઝનના પ્રત્યક્ષ સ્વરૂપ પ્રત્યેનો આપણો સ્વધર્મ કોઇપણ પ્રકારે ચૂકાય નહિ અને એમનાથી અભાવના પ્રગટાવે એ પ્રમાણે સજાગ રહેવું જોઇએ. પરમ કૃપાળુ શ્રી વાળીનાથ ભગવાનની છત્રછાયામાં પરમ પૂજ્ય મહંત બાપુશ્રીના અને પરમ પૂજ્ય શ્રી કોઠારી બાપુશ્રીના પવિત્ર સાનિધ્યમાં આજ્ઞાંતિક એવા ઘણા સંતો છે. તેઓ સૌ સ્વધર્મથી જાગૃત છે. તેમને સૌને ખાતરી છે કે પરમ પૂજ્ય મહંત બાપુશ્રીનું સાનિઢ્ય અને પરમ પૂજ્ય કોઠારી બાપુનું નેત્તૃત્વ સૌને માટે હિતકારી છે. દરેક સંતો પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પાસે સવાર સાંજ બેસીને તેમના વચનામૃતો સાંભળે છે દરેક સંતો પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના સાનિધ્યમાં બેસીને સંસ્થાના વિકાસની વાતોમાં જૉદાય તેઓ સૌ સંતો સંગઠન શક્તિનો અને વિવેક ર્દશને પરિપૂર્ણ સમજે છે. તેઓ સૌ સંતોને ખાતરી છે કે આટલા વિશાળ સંસ્થા ચલાવવા એકતાપૂર્વક રહેવું પડે. પોતપોતાની રીતે અલગતાવાદી વિચારિથી અને પગ ખેંચ વૃતિ કે નિંદા વૃતિ સંસ્થાને ભયંકર નુકશાન કરી શકે છે. આવી દરેક બાબતોથી સંતો સંપૂર્ણ જાગૃત છે અને તેથી તેઓ સૌ પૂજ્ય સંતો પોતાના સ્વધર્મ પ્રમાણે આજ્ઞાંતિક થઈને વર્તે છે. દરેક શિષ્ય પોતાના ગુરૂશ્રીને પિતામાહની એક પરિવારના પ્રેમથી રહીને શ્રી ગુરૂજીની મર્યાદામાં રહીને ગુરૂભક્તિના ઉતમ મહિમાને જાણી, સમજી અને તે પ્રમાણે ઉતમ પ્રકારેશ્રી ગુરૂભક્તિ, ગુરૂસેવાના શ્રેષ્ઠ મહિમાને વધારી રહ્યા છે ૮૪લાખ પ્રકારના માબાપ મળ્યા પરંતુ કોઇ માબાપે પોતાના પુત્રનો ઉધ્ધાર કર્યો હોય તેવું કોઇ ઇતિહાસ કે પુરાણોમાં સાંભળવામાં મળ્યું નથી. પણ હવે છેલ્લે શ્રી ગુરૂદેવ રૂપી તાહરણહાર બન્યા છે. તેથી તેમની કૃપા મેળવી લેવાની સૌને ઉતાવળ છે. સંતોએ ગાયુ છે કે છેલ્લે શ્રી ગુરૂવરૂપી તારણહાર બન્યા છે.
      તારી એક એક પળ જાય લાખની, તુતો માળા જપી લે સદગુરૂના નામની
      જો તમે પણ પારખીને દાનમાં સમજીને સેવામાં લાગી જશો તો ભગવાશ્રી વાળીનાથજી અને મહાસંતો કૃપા અને આએશીવાદથી તમારા હૈયામાં પરમાત્મા સિવાય કોઇનું સ્થાન નથી રહેવા દે અને આવા સંતો સિવાય બીજામાં આશક્તિ પણ શું કામ રાખવી જોઇએ. જો વ્યક્તિ વધારે પડતુ મુખીપણુ રાખે અને ગુરુશ્રી વડીલશ્રી માતાપિતા વગેરેનો આદર ચૂકી જાય એ ત્યારે તે રખ્ડી જાય છે. અને ભટાકી ભટકી મરી જાય છે અંત સમયે તેનું કોઇ સગું થતુ નથી. તેથી ગુરૂજનો વડીલો માતા પિતા અને સંતોનો પુર્ણ આદર કરવો જોઇએ. તોજ દેહ સબંધનો ક્જીયો મટે અને અંતઃક્રણમાંથી તે ક્લેશ દૂર ના થાય તો કચાશ કહેવાય અને તેથી કરીને સબંધો પુર્ણરૂપે સુધરતા નથી. આહાર વિહારને મુક્ત રાખવા શ્રી સદગુરુશ્રીના ગમતામાં વર્તાય, ભગવાન અને સંતોના સબંધમાં આવ્યા પછી ગમે તેમ બોલાય નહિ ખોટી રીતે ચલાય નહિ જેમ તેમ જોવાય નહિ ખોટુ હસા નહિ નિંદા કે ઉતરતી કક્ષાની વાતો થઈ શકે નહિ. અભાવ અવગુણ ખટપટ રખાય નહિ કે કોઇપણ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી વાત થાય નહિ, તે ભયંકર પાપ છે. અવગુણ છે અને પોતાની પ્રતિષ્ટા નષ્ટ થાય છે પોતાના દ્રારાજ પોતાને નુકશાન કરનારી આવી લઘુતાગ્રંથી છોડવા માટે મહાપુરૂષો ઘણા આગ્રહ રાખે છે. હરિઅનેતેના પ્રિય એવા સંતોના ગુણગાન ગાવા મહાપુરૂષોના વચને સેવા કરવી એટલીજ આપણી ફરજ છે. આળસ અને પ્રમાદ જેવુ કોઇ મોટુ પાપ નથી નવરા માણસોનું આ ખાસ અંગ છે નવ્રો બેઠો નખ્ખોદ વાળે એ પ્રમાણે નવરા માણસો અન્ય વ્યક્તિની નિંદા કર્યા કરે છે તેથી મહાપુરૂષો સંતોની નમ્ર ફરજમાં રહેવા જણાવ્યું છે ફરજમાંથી નવરા થઈએ ત્યારે હરિ કિર્તન,કથા,સતસંગ,ગુણગાન કે સત્સંગમાંપ્રવૃત થઈ જવું દરેક પળને સાચવી લેવી એવો સંતોનો અભિપ્રાય છે. પરમ પૂજ્ય ગુરૂવર્ય બાપુશ્રી બળદેવગિરિજી અહિં વર્તનથી પ્રેરણા આપેવ છે કે. તેઓ પૂજ્ય શ્રી એકક્ષણ પણ નિવૃત રહેતાં નથી, મુસાફરી દરમિયાન ચાલુ ગાડીમાં પણ ગીતાકે વિષ્ણુસહસ્ત્ર પાઠ ચાલતો હોય છે.આ શું સુચવે છે? મહાપુરૂષો વર્તનથી ઉપદેશ આપતાં હોય છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઓછૂ બોલતા એમનુ વર્તન એજ ઉતમ બોધ હતો અને આવા સંતોના વર્તનને અનુસરવાથી જીવન ધન્ય બની જાય છે તેથી સંતોના વર્તનને સમજીએતો સ્વધર્મનો લોપ થતો નથી. વિટી ગયેલો સમય અને વહી ગયેલુ પાણી પાઆ આવતા નથી. સમયનો જે સદૌપયોગ કરે છે તે જીવનમાં કંઇક મેળવી જાય છે. સર્વોપિતાની પ્ર્રાપ્ત થયા પછી માણસની જવાબદારી પણ સ્થાનના મહત્વ સાથે વધી જાય છે. પણ ચિતપ્રજ્ઞ અવસ્થાને અંતરમાં સ્થાન આપનાર પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પાસે અનેક જવાબદારીઓ હોવા છતાં જ્યારે કોઇપણ પ્રવૃતિના હોય એવા સમયે મુસાફરી દરમિયાન ગાડીમાં બેટા હોય ત્યારે પણ પુસ્તકોપણ હાથમાં હોય જ અને તે તપ સાધના જ્યાં જ્યાં તેઓશ્રી પધારે ત્યાં પૂષ્પનાં પાથરનાં બને છે. લોકહ્રદયના ઉંડાણમાં એ તપ અને એ સાધના ગહરાઇથી શ્રધ્ધાના બી રોપ છે. અને એબીજ ભક્તિ સભર ભાવનાં મોટા વૃક્ષો બને છે. આ છે ભારતીય વૈદિક પરંપરાની ઉતમ શ્રેષ્ઠ સેવા સહેજ મુક્ભાવથી થઈ રહે છે.