Adhyatm Anand Prev Next Index

-:અધ્યાત્મ આનંદ:-      આત્માનો સ્વભાવ છે. આનંદમાં રહેવાનું નિરાકારરૂપે ભગવાનમાં ભળી જવાનું વિનમ્રતાથી પરાકાષ્ટાએ પહોંચીને સેવામય બની જવાનું છતાંય અભાવ અવગુણ કે ભાવફેરીમાં પડી જવાય એ તે કોઇક સ્વરૂપે થયેલી સ્વભાવ કે પ્રકૃતિ છે. ડહપણ કે ગોળપણે કરીને ઉભા થયેલા એક અહંમના રાગે કરીને આપણે પોતાનીજ મોટપમાં રાચીને અથવા પોતાનું ફોક સત્ય કે માનીપણાને પકડીને જીવન જીવવાં પ્રયત્ન કરતાં હોઇએ અને તે માનીનતા કે સત્ય ખંડિત થાય ત્યારે સદગુરુનો અભાવ વર્તવાનોજ પોતાના રાગનું પોષણ ન થાય ત્યાં જ આપણો જરૂર મૂઝવણમાં પડ જવાના અને આપણા આત્માનો આનંદ હણાઇ જવાનો ત્યારે આપણ આત્માના સ્વધર્મ્નો લોપ થયો ગણાશે માટે સદગુરુશ્રીના ગમતામાં વર્તવાની, તેમના અભિપ્રાયમાં એકરૂપ થવાની, તેમના સંકલ્પ અનુસાર રૂચી થી જીવવાનું રાખીએ તો પૂજ્ય ગુરુશ્રી આપણને બુધ્ધિયોગ આપી આનંદથી ભરપૂર કરી દે છે. બુધ્ધિયોગ મળ્યા પછી કોઇપણ સંજોગોમાં સેવકના સ્વધર્મનો લોપ થતો નથી. સંતોએ ત્યાં સુધી કહ્યું છે કે કોઇ સેવક ત્રણ ટાઇમ ખાઇને આળસુ બની ઉંઘતો હોય પણ જો સદગુરુની વચને વર્તતો હોય તો તે શ્રેષ્ઠ છે અને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ગમે તેટલા મણસોને સત્સંગ કરાવતો હોય પણ જો સદગુરુશ્રીના વચન પ્રમાણે ના વર્તતો હોય તો તે અધમ કનિષ્ઠ છે અને તેના માથે કોઇક દિવસ વિઘ્ન આવવાનું આ વાત એક વિચાર આપી જાય છે સેવક કે શિષ્યે મન મૂકી વર્તત્વું તેના જેવું કોઇ પાપ નથી અને સદગુરુના એ ભગવાનના ગુણગાન ગાવા તેના જેવું કોઇ પૂણ્ય નથી. તેથી તો પરમ પૂજ્ય શ્રી ડાંગરેજીમહારાજશ્રી કહેતા કે હરિગુણ ગાવાથી જીવ બ્રહ્મરૂપ બની જાય છે સદગુરૂની આઅજ્ઞામાં આળસ કે ગાફલાઇ રહે અને કાળજી ન રહે તો તે સ્વધર્મનો લોપ જ ગણાય. દંભને જીવનમાં કોઇપણ ભોગે સ્થાનકેઘત્વ આપીએ નહિ. જાતને સતાવીએ અંતરયામી એવા શ્રી સદગુરુ સાથે પ્રપંચપૂર્વકનું વર્તન કરીએ નહિ નર્સ તરીકેની નૌકરી હોય તો તે મર્યાદામાં જ વર્તન થાય. ર્ડોક્ટર બનવા કે ર્ડૉક્ટર તરીકેની ઓળખ આપવા પ્રયત્ન્ન કરાય નહિ. ,અંતરમાં બિરાજમાન પરમાત્માને પૂઈને આપણે સ્વધર્મ નિભાવીએ. શ્રી ગુરૂદેવની આજ્ઞા અનુસાર પૂરેપૂરી સેવા કરતા હોય, તેમની આજ્ઞા અનુસારજ વર્તતા હોઇએ તો પણ મુખ્થી તે સેવાનું વર્ણન કરવું નહિ. તેમજ સેવા ક ભક્તિ કે કોઇ પણ ઉતમ કાર્ય કરી છલકાઇ જવું નહિ. ઉતાવળ કરવી નહિ. ધીરજપૂર્વક વર્તન કરી બહુંજ ઠંડે કલેજે સદગુરુશ્રી તરફ નજર રાખીને વર્તીશું તો કદીએ સ્વધર્મનો લોપ થશે નહિ. ઐશ્ર્વર્ય પ્રતાપના રાગે કરીને કોઇપણ સંજોગોમાં સદગુરુશ્રીની વફાદારી ચૂકાય નહિ. મનમુખી વર્તાય નહિ, આપણી ઢબ કે રીત રસમ મુજબ સત્સંગ કરાવી નાખવાથી મનોવૃતિમાં ખેંચાઇએ નહિ અને એ રીતે સેવકભાવ કોઇપણ સંજોગોમાં છૉડીએ નહિ.સદગુરુશ્રીના પ્રત્યક્ષ એવા સંતની શક્તિથી જ આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ,ખાઇએ ,પીએ છીએ,એમને લીધેજ આપણુ જડતાવાળુ તત્વ ચેતન છે. એવો ભાવ ત્રિકાળમાંય જાય નહિ, એજ સાચુ સેવકપણુ છે. સંજોગાધિન કદાચ દયા,હેત, લાગણીને વશ થઈને સદગુરુશ્રીથી સહેજ પણ સ્વતંત્રપણે વર્તાઇ જાય તો ચોક્કસ સમજીએ કે આપણો સ્વધર્મ લોપાઇ રહ્યો છે અને પરમ પૂજ્યશ્રી સદગુરુશ્રીએ પાપને સહન નહિ કરે તેથી સંકલ્પ ભાવને ક્રિયામાં ચોવીસ કલાક નિરંતર અનુસંધાન રાખીએ કે સ્વતંત્રપણે કે પોતાની ઢબે તો વર્તન નથી થતુંને? સેવકનો કોઇ સ્વતંત્ર સંકલ્પ હોય જ નહિ. ક્રિયાપણ સદગુરુ થકી જ આવે કે એમની મરજીથી હોય, તેજ કરાય,પણ મનમુખીતો ન જ થવાય,આખુ બ્ર્હ્માંડ પ્રસંન્ન થાય પરંતુ જો સદગુરુશ્રી પ્રસંન્ન નહિ થાય તો સેવકનું જીવન નિરથક છે. અને જો શ્રી સદગુરૂશ્રી રાજી થશે તો સમગ્ર બ્રહ્માંડ રાજી થવા બરાબર છે. જેમ જેમ સદગુરૂશ્રીની સેવા કરીશું તેમ ાઇશ્ર્વર્ય પ્રતાપ અવશ્ય આવવાના જ છે. રિધ્ધિ-સિધ્ધિ ચરણોમાં આળોટેતો પણ એક ઠરાવ દ્રઢ રાખીએ કે આ બધુ ફોગટ છે. સદગુરુશ્રીને છોડીને બીજે ઘુમવું,ફરવું, કે અશક્ત થવું કે કોક ખોટો રાગ એ. આવે વખતે હેત,માયા,દયા,પ્રીતીની કુણી લાગણીને પણ સદગુરૂની આજ્ઞા અનુસાર રાખીએ, પ્રત્યક્ષ સદગુરુશ્રીને પોતાનું જીવન માનીને સદગુરુના આધારે જ વર્તીએ,તે સાચો સ્વધર્મ અદા કર્યો કહેવાય. સદગુરુશ્રી કબીરસાહેબે શ્રીગુરુનો મહિમા ખુબ ખુબ વખાણ્યો છે.એમણે તો એટલો સુધી કહ્યું છે કે આપણા શરીરની ચામડી ઉતારી શ્રી ગુરુની મોજડી સિવડાવી પહેરાવીએ તોય ઓછું છે. શિશ આપેથી પણ જો સદગુશ્રી પ્રસંન્ન થાય તો બહુ સસ્તુ છે.
      -ઃ ભજન- ૧ ઃ-
      ભાઇ મારા સદ્દગુરૂ સાહેબ એક રૂપ છે.
     સદ્દગુરૂને અંતરથી સેવીએ ................ ટેક,
      સદ્દગુરૂને સેવીએ કદીના વગોવીએ,
     વગોવ્યાથી થાશે મોટી હાણ ...... સદ્દગુરૂ ......
     સદ્દગુરૂ મારા દયા ધરમની મોટી ઢાલ છે.
     એ તો પલકમાં કરી દેશે ન્યાલ ...... સદ્દગુરૂ ......
     સદ્દગુરૂ સાથે કરવી ના કોઇ ખેંચતાણ રે.
      એ તો કરશે સૌને નિર્માન ...... સદ્દગુરૂ ......
     સદ્દગુરૂની સાનકા સમજીને તમે સેવજો.
     શુરવીર થઈને તમે સહુ ચેતજો ...... સદ્દગુરૂ .......
     સદ્દગુરૂની ભેદ ભરેલી મોટી વાતડી.
     ભાગે મોહ માયારે એતો બાપડી. ...... સદ્દગુરૂ ......
     સદ્દગુરૂ મળ્યા બાપુ બળદેવગિરિજી મહારાજ રે.
     ગણેશદાસનાં સરિયાં છે.સૌએ કાજરે ....... સદ્દગુરૂ ......


     -ઃ ભજન-૨ ઃ-
      મારી હેલી રે મહિમા શુ રે વખાણ ગુરૂજીના નામનો
      અને હેલી આતો અમર પિયાલો છે. અરમાનનો..........
      મારી હેલી રે આ નામ છે વેદ વાણીથી પારનુ
      હેલી કારજ સારે છે. નરને નારનુ...... મહિમા શું રે....
     હેજી... મારી હેલી રે આરે સદ્દગુરૂ તો વિશ્ર્વના વિશ્રામ છે.
      હેલી એના લીધે સંસારમાં આરામ છે... મહિમા શું રે.....
     હેજી... મારી હેલી રે આ નામે તો અનેક નરને તારીયા
     હેલી મારા જનમ મરણના ભયને ટાળીયા.... મહિમા શું રે....
      હેજી... મારી હેલી રે મારા સદ્દગુરૂ સર્વ સંસારનો આધાર છે.
     હેલી રે એની સમજણ તો બાવન અક્ષરની બહાર છે.... મહિમા શું રે....
      હેજી... મારી હેલી રે શાન સમજો તો ભરમ ભાગી જાય છે.
     હેલી રે ભરમ ભાગે તો બ્રહ્મ ઓળખાય રે...... મહિમા શું રે.....
     મારી હેલી રે સદ્દગુરૂનો મહિમા જે જન જાણી ગયા.
     મારી હેલી રે એતો સદ્દગુરૂના રૂદિયામાં ભાવી ગયા.... મહિમા શું રે...
     મારી હેલી રે બળદેવગિરિબાપુ સહેજમાં મળી ગયા.
     મારી હેલી રે ગણેશદાસના કારજ સઘળાં ટળી ગયા ..... મહિમા શું રે....


      -ઃ ભજન- ૩ ઃ-
      મારી હેલી રે ચડી રે ખુમારી સદગુરૂના નામની
      હેલી બીજી ઘણી વાતો શું કામની......... ચડી રે.....
      મારી હેલી રે પહેરી ઓઢીને ચાલી હું તો સાસરે.
      હેલી રહું છું હુ તો મારા પિયુજી કેરા સાસરે...... ચડી રે....
      મારી હેલી રે દુઃખ રે દારિદ્ર સર્વે સદગુરૂએ ભગાવ્યા
      હેલી રે મારા પ્રેમી પિયુજી જોડે અમને બાંધ્યા....ચડી રે.....
      મારી હેલી રે અખંડ હેવા તણ અમને લાધીયું
      હેલી રે શુન શિખર ગઢ અજવાળુ ભાળીયું........ ચડી રે.....
      મારી હેલી રે પ્રેમ સોહાગણ થઈ હું તો પાતળી
      હેલી સૂણી મારા સદગુરૂજીની વાતડી........ચડી રે..........
      મારી હેલી રે હવે અખંડ વરની ઓઢી મે તો ચૂંદડી
      હેલી બની હું તો મારા પિયુંજી કેરી સુંદરી.....ચડી રે........
      મારી હેલી રે સદગુરૂ પ્રતાપે ગણેશદાસ બોલ્યા
      હેલી અંતરના પડદા બળદેવગિરિજી બાપુએ ખોલ્યા....ચડી રે.....


     -ઃ ભજન- ૪ ઃ-
      હરે... સજની આરે કાયામાં તુ કોણ જો,
      સજની પોતે પોતાને તમે જાણજો..... સજની આરે ....
      હરે... સજની તમે રે અટવાણા આ દેહમાં.
      શુરે રોવો છો સંસારના નેહમાં ....... સજની આરે.....
      હરે... સજની પાંચ તત્વથી તુ તો પાર છે.
      એ તો મારા સદગુરૂ સમજાવે સાર..... સજની આરે....
      હરે... સજની મન-બુધ્ધિ-ચિતને અહંકાર રે
      એનાથી સદગુરૂ છે તારણહાર ...... સજની આરે ......
      હરે.... સજ્ની આ લીલા છે બાવન બહાર રે
      મહી ચોરાસી ચૌટા છે સાર ........ સજની આરે .......
      હરે.... સજની દેહ બજારમાં તુ ફરનાર છે.
      નથી કોઇ નાના મોટા કે નર નાર.....સજની આરે.......
      હરે... સજની નથી કોઇ કાળા ગોરા કે ગમાર રે
      નથી કોઇ બૂઢા જુવાન કે બાળ ...... સજની આરે ......
      હરે... સજની ગણેશદાસ ફરે છે આ શહેરમાં
      બળદેવગિરિબાપુ ખોળી કરશે જાહેરમાં....સજની આરે.....