Purushart Karo Prev Next Index

-:પુરૂષાર્થ કરો:-      -ઃ ભજન-૫ ઃ-
      સાચી વસ્તુ પુરૂષાર્થ રે આદરો ભાઇઓ કૃપા કરી,
      જીવનમાં જશ મળશે રે કાર્ય કરજો હિંમત ધરી........ ટેક,
      ભવિષ્યની વાત વિચારવી, ખોટા ખર્ચાઓ ના કરીએ,
      પૈસા વિના વાત ના સાંભળે રાખશો ના કોઇ પરવા.....
      વૃધ્ધ અવસ્થાએ દૂઃખી થઈ બેસી રહેવું પડે મન મારી.......૧
      સાવધ થઈ સ્થિતિ સાજવો,ખોટી રીતે ધન ના વેડફો,
      કરકસરથી કાર્ય કરો, તેમાં જાણજો મોટો નફો .......
      પુરૂષાર્થ વસ્યો પરમેશ્ર્વર રે જો ધરી ધ્યાન વાત પાધરી.......૨
      પૂરૂષાર્થ કર્યો ધુવજીએ પિતાનું રાજ્ય અવિચળ પામ્યો,
      શ્રી હરિ આપી દર્શન દીધા ધ્રુવ પ્રેમે ચરણે નમ્યો,
      ગંગા નદી ભગીરથ લાવ્યા રે સાંભળો શાસ્ત્ર વાત વિચારી.......૩
      રામચંદ્ર લંકા જઈને રાવણ મારી રાજ્ય રોળ્યું,
      વિશ્ર્વામિત્રને પુરૂષાર્થથી બ્રહ્મસીપદ મળ્યું,
      પુરૂષાર્થ લાગ્યા રહેવાથી રે સિધ્ધિ પામે સાધક સંસારી ...........૪
      મહાત્મા ગાંધી પુરૂષાર્થથી ભારત સ્વતંત્ર કરાવ્યું,
      હરિજનો સ્વતંત્રતા પામ્યા, જનતા રાજ્ય કહેડાવ્યું.
      આનંદ ઉતસ્વ ઉજવાયો રે જાણે વિશ્ર્વની જનતા સારી...........૫
      પુરૂષાર્થ કરવાથી કાર્ય જે સિધ્ધ નથી થાતું,
      તે ફરી ફરી વિચારી કરો અવશ્ય કાર્ય બની જાતું,
      વગર વિચારે કાર્ય કરે જે તે પશ્ર્તાય દુઃખમાં ઝૂરી ................૬
      હિંમત હારી હારે જ નહિ, તે નર નિશ્ર્વય ફળ પામે,
      સત્યસત્ય એ સદગુરૂને સમરો આત્મતત્વમાં જામે.
      ભાગ્ય કર્મનો આશરો ત્યજો રે, પૂરૂષાર્થ બચવાની બારી...........૭
      કર્મગતિની વાતો લખીને વેદપુરાણ ગ્રંથે ગાઈ,
      તે છે મન ચિંતા ફીકરને રોકવા માટે સમજાયું
      સૂતા સિંહના મુખમાં શિકાર રે નાજ પેસે એ વાત ખરી..............૮
      પૂરા ન્યાય ગુણ ધર્મથી પુરૂષાર્થ રાખવો ચતુરાઇ,
      બાળપણામાં વિધા શીખો યુવાનીમાં લેવું ધન કમાઇ
      વૃધ્ધ થતાં ભગવાન ભજો રે આળસુને કહું છુ વાત આખરી.........૯
      પત્ની-પુત્રને માતા પિતા ભાઇઓને સહાયક બનજો,
      ધર્મ રક્ષા ધન ખર્ચી માનવ જીવન સફળ માનજો
      મનુષ્ય જન્મ મોક્ષ મેળવવા શાંતિથી જીવવું બુધ્ધિ વાપરી.............૧૦
      સમગ્ર ભારતભરના મહાપુરૂષોએ પુરૂષાર્થને મહાન દેવ માન્યો છે. પૂ. આસારામજીએ પુરૂષાર્થને પરમ દેવ માને છે.શાસ્ત્રસ પ્રમાણે ચાલતા પુરૂષોની પ્રવૃતિ સઘળા પુરૂષાર્થોની સિધ્ધિમાં કારણભૂત છે. મનની કેવળ ઇરછા કરવામાં આવે પરંતુ શાસ્ત્ર પ્રમાણે પુરૂષાર્થ કરીને સિધ્ધ કરવામાં ના આવે તો પુરૂષાર્થ સિધ્ધ થતો નથી પરંતુ પોતાને અશ્કત માનવીની ભ્રાંતિ ઉભી થાય છે અને નિરાશા ઉત્પન્ન થાયછે. જે રીતે જે કર્મ કરવાંમાં આવે તેરીતે મનુષ્યને ફળનો અનુભવ થાય છે. પૂર્વ જન્મના કર્મો ફળ અને પરિપકવ થયાં હોય તે જ પ્રારબધ્ધ કહેવાય છે. પ્રારબધ્ધ રૂપ કર્મનું ખંડન આ જન્મનાં સતકર્મરૂપી પુરૂષાર્થથી કરી શકાય છે.
      પુરૂષાર્થ બે પ્રકારના છે. શાસ્ત્રથી અનુસરનારા અને શાસ્ત્રથી વિરુધ્ધ વર્તનનો શાસ્ત્ર વિરુધ્ધ પુરૂષાર્થથી અનર્થ થાય છે અને શાસ્ત્રને અનુસરતા પુરૂષાર્થથી ઉતમ ફળ મળે છે પૂર્વ જન્મના અને આ જન્મના પુરૂષારથમાં જે ઓછા બળ વાળો તે હારી જાય છે. આથી સૌએ શાસ્ત્રના નિયમને અનુસરીને એવો પુરૂષાર્થ કરવો જોઇએ કે આ જન્મનો પુરૂષાર્થ પૂર્વ જન્મના પુરૂષાર્થને પ્રબળ સમજીને ઉત્સાહમ રાખીને શુભ પુરૂષાર્થ કરવામાં જ મંડ્યા રહેવું તે જેથી તે વિઘન્ન નાખવા સજ્જ થયેલ પૂર્વ જુઅન્મના અશુભ સંસ્કારોકે પ્રારબધ્ધ હારી જાય મને પૂરવ જન્મનું પ્રારબધ્ધ ચલોવે છે. એવા નિરાશાવાદી વિચારોને ખંખેરી નાખવાં જોઇએ. કારણ આ જન્મના પ્રત્યક્ષ પુરૂષાર્થથી પૂર્વ જન્મનો અપ્રત્યક્ષ પુરૂષાર્થ કદી પણ પ્રબળ થશે નહિ, જ્યાં સુધી પૂર્વ જન્મનો અશુભ પુરૂષાર્થ પોતાની મેળે સંપૂર્ણ રીતે શાંત થાય નહિ ત્યા સુધી અત્યંત સદપુરૂષાર્થ કરવામાં પ્રયત્ન પૂર્વક લાગ્યા રહેવૂ જેમ ગઈ કાલનુ અજીર્ણ આજે કરેલા ઉપવાસથી નિઃસંદેહ ટળી જાય છે. હિંમતપૂર્વકની બુધ્ધિથી પૂર્વ જન્મના દૃષ્ટ પ્રારબધ્ધનો તિરસ્કાર કરીને સંસારમાંથી પોતાનો ઉધ્ધાર કરવા માટે આત્માનું શ્રવણ મનન ચિંતન આદી સાધનો રુપી ઉધોગ કરવો પણ ક્યારેક નિરૂઃઉધોગ પ્રમાદ રહીને પ્રમાદી બનવું નહિ. શાસ્ત્ર અનુસાર કરેલો ઉધોગ જીવતા અને મુઆ પછી પણ હિતકારક છે. સમજુ પુરુષે સંસારરુપી સાગરમાંથી બળપૂર્વક પુરૂષાર્થ કરીને બહાર નીકળી આત્મારૂપી કિનારે પહોચી જવું જોઇએ. પોતાનો દેહ નાશવંત છે એમ જાણવું અને વિચારવું પશું સમાન જીવન જીવવું નહિ. સતપુરૂષોને યોગ્ય હોય તેવાજ કાર્ય કરવા આ સંસારમાં પ્રારબધ્ધ જેવું કોંઇજ નથી, જે પુરૂષ પુરૂષાર્થરૂપી પ્રત્યક્ષ પ્રમાણને ત્યાગી અનુમાનરૂપી પ્રારબધ્ધનો સહારો લે છે તે પુરૂષ કાયરતા છુપાવે છે. તેના બે હાથ ભારરૂપી સમજવા જેમણે શ્રેષ્ઠ મહાપુરૂષોના વિચારો જોયા નથી અને એમને પ્રારબધ્ધ ચલાવે છે એવા નીચ વિચાર રાખે છે. એવા પુરૂષનું મોં જોઇને લક્ષ્મી પાછી વળી જાય છે.પુરૂષાર્થ પૂર્વક પ્રથમ વિવેક આદી સાધનોનું સંપાદન કરવું અને જેમાં આત્મજ્ઞાન રૂપી ઉતમ અર્થ છે. એવા શાસ્ત્રોનો વિચાર કરવો, જે મૂઢ લોકો શાસ્ત્ર પ્રમાણે શ્રવણ મનન આદી દ્રારા ચિતમાં પ્રમાર્થરૂપ આત્મતત્વનો વિચાર કરતા નથી અને તે વિચારથી આત્મ સ્વરૂપ પરમ પુરૂષાર્થનું સંપાદન કરતા નથી, પરંતુ વિષય સુખ ભોગવ્વાની જ ઇરછા રાખે છે તેમને ધિક્કાર છે. ભારે પ્રયત્ન કરવા છતાં જેમ પથરામાંથી તેલ નીકલૅ નહિ એમ અત્યંત અત્ને વિષયનું સુખ ટકે નહિ, સતપુરૂષો વિશયો માટે પ્રયત્ન કરવાની ઇરછા રાખતા નથી. આત્મતત્વને પામવા માટેનો પુરૂષાર્થ સત્ય શાસ્ત્રોના અનુશીલન, સતસંગ અને સદાચારથીજ સફળ થાય છે બાળપણથીજ પ્રયત્ન પૂર્વક સારા શાસ્ત્રો અને સતસંગ આદીનું સેવન કર્યું હોય તો તેનાથી સારૂ ફળ મળે છે. શાસ્ત્ર અને સદગુણ દ્રારા નિર્વીષ્ઠ પુરૂષાર્થ અનંત જન્મોના બંધનોથી તરત મુક્ત કરાવે છે. નિર્ભય પદને પમાડે છે. તેઓ પ્રારબધ્ધનેજ સર્વસ્વ માનતા હોય તેમને મરેલાજ સમજવા. જગતમાં જો આળસરૂપી અનર્થ ન હોય તો કયો પુરૂષ ધનવાન અને વિધ્ધવાન ના થાય? પુરૂષાર્થજ સાચો છે જો પ્રારબધ્ધને માનવું હોય તો પુરૂષાર્થનેજ પ્રારબધ્ધ માનો પૂર્વ જનમના અને આ જનમના બે પુરૂષાર્થોમાં આ જનમનો પુરૂષાર્થ પ્રત્યક્ષ હોવાથી તેને જેવો બળવાન હોય તેવો બળવાન બનાવી છકાય છે. જેમ યુવાન માણસ બાળકને જીતી શકે છે તેમ આ જન્મનો પ્રબળ પુરૂષાર્થ પૂર્વ જનમના પુરૂષાર્થને જીતી શકે છે. સમર્થ માણસો દ્શ્ય કે અદશ્ય પ્રબળ પુરૂષાર્થ હોય છે, તેને જ મૂઢ લોકો ભાગ્યોદય માને છે. જે માણસ પ્રત્યક્ષ વાતને છોડીને મને કોઇ પ્રેરે છે એવી અનર્થરૂપ કલ્પનામાં લાગ્યો રહે છે એવા અધમ માણસની મોં પણ જોવાય નહિ શાસ્ત્રોક્ત રીતે અનુસરીને સ્વાર્થ સિધ્ધ થાય તેવા કામો કરવામાં તત્પર ર્હેવું એજ પુરૂષાર્થ છે. ગુરૂસેવાથી મહાત્માઓના સત્સંગ સમાગમથી ઉતમ શાસ્ત્રોના શ્રવણથી બુધ્ધિ અત્યંત સિધ્ધ થાય છે. એ શુધ્ધ બુધ્ધિથી પોતાની મેળે પોતાના અત્માનો ઉધ્ધાર કરવો એજ ખરો પુરૂષાર્થ છે એજ સાચો સ્વાર્થ છે. જેમ ગઈકાલના દુરાચરણાથીમ થયેલો દોષ આજના સદાચરણથી ટળી જાય છે. તેમ પૂર્વ જનમના દોષ આ જનમના સદાચરણ ભક્તિ વગેરેથી મટે છે. કેવળ ચૈત્યન આત્મતત્વમાં ચિત સંવેદન પુરે છે આ ચિત સંવેદન પોતાના પુરૂષાર્થથી ગરુડ ઉપર આરૂડ થઈને વિષ્ણુ રૂપ બને છે. અને પુરૂષોતમ કહેવાય છે. આ ચિત સંવેદન પોતાના પુરૂષાર્થથી રૂદ્ર રૂપ થઈને પરમ શાંતરૂપ પણ ધારણ કરે છે હ્રદયને શીતળા અને ઉલ્લાસ કરતા ભાસનાર ચંદ્રમાં પુરૂષાર્થ જ દ્રારા જ શીતળતા પ્રગટી છે. એક જીવાત્મા પુરૂષાર્થના બળથી ત્રિકોલ-પતિ ઇન્દ્ર થઈને ચમકે છે. અને દેવતાઓ ઉપર આજ્ઞા ચલાવે છે. મનુષ્યો દ્રારા શુ દેવતાઓ દ્રારા પણ પૂજાય છે. ક્યાં એક સામાન્ય જીવ અને ક્યાં ત્રિકોલમાં ઇન્દ્ર થઈને પૂજાવું? પુરૂષાર્થથી તપનીજ બલિહારી છે ગૃહસ્પતીએ દ્રઢ પુરૂષાર્થ કરી દેવોના ગુરુપદે સ્થાપિત થયા. શુક્રરાચાર્ય તપ અને પુરૂષાર્થના બળે પુરૂશાર્થના બળે કરીને દૈત્યો જેવા દૈત્યોના ગુરુ બન્યા. દ્રરીતાથી પિડીત થઈને પણ સત્યના પુરૂષાર્થથી નરરાજા અને હરિચંદ્ર રાજા ઇન્દ્રથી પણ વિષેશ એવા શ્રેષ્ત પદને પામ્યા જે કંઇ સિધ્ધ થાય છે તે પુરૂષાર્થ વડે જ સિધ્ધ થાય છે. પુરૂષાર્થથી સુમેરુ પર્વત ચૂર્ણ કરવા ધારોતો તેમ થઈ શકે છે. પોત પોતાના હાથે પાણી પણ ના લઈ શકવા અસમર્થ વ્યક્તિ જો દ્રઢ પુરૂષાર્થ કરે તો પરમાત્મામય મની શકે છે આ વિશ્ર્વમાં તમે મહાન તેજ અને વિભુતિથી સંપન્ન જે કંઇ જુઓ છો અને સાંભળો છો તે બધુ પોતાના પુરૂષાર્થથી સિધ્ધ થયું છે. અને જે મહાનિકૃષ્ટ સર્પ કીટ આદિ દેખાય છે. તેમણે પોતાનો પુરૂષાર્થ છોડ્યો છે. ત્યારે જ તે એવા બન્યા છે જે માણસ પુરૂષાર્થથી પ્રારબધ્ધ પરાભવ કરવા ઇરછે છે. તે માણસ સગળા મનોરથો પૂઋન થાય છે. પરંતુ જેવું પુરૂષાથ છોડીને પ્રારબધ્ધને આધીન થઈ રહે છે તેઓ પોતેજ પોતાના શત્રુ છે. તેઓ પોતાના ધર્મ અર્થ,કામનો નાશ કરે છે સદાય અને સર્વશ્ત્ર સગળા કાર્યો સંપુર્ણ રીતે તો જ પુરૂષાર્થથી સિધ્ધ થાય છે. આથી જગતમાં પુરૂષાર્થ જ સાચો છે રાજસ્થાન જેવા પ્રદેશમાં ભાગ્યવાદનું ભૂતડું બહુંજ ઘૂસેલું છે. ભૂખ્યા, તરસ્યા લોકો દુઃખી જીવન ગાળી રીબાઇ રીબાઇને મરી રહ્યા છે ભાગ્યમાં હશે તો વરસાદ થશે, ભાગ્યમાં હશે તો ખેતર લીલુછમ થશે ભાગ્યમાં હશે તો દનવાન થવાશે, એમ ભાગ્યના ભરોસે બેઠેલા લોકોને ફુટેલુ શકોરૂ પણ મળતું નથી.
      વરસાદ લાવવો હોય તો વૃક્ષોનું રોપણ કરો,હરિયાળી વધારો,ખેતર લીલુછમ કરવું હોય તો કુવા ,વાવ,તળાવનો ઉપયોગ કરો,બંધ બાંધો,ધનવાન થવા માટે પુરૂષાર્થનો સહારો લઈને હજારો લોકો દેશ પરદેશ જઈને ધનવાન થઈ ગયા. તેમ જ્ઞાનવાન થવું હોય તો તેના માટે પુરૂષાર્થ કરો સાધનાનું ધન મેળવીને પરમ જ્ઞાનવાન થવા માટે કમર કસો ભાગ્યના ભરોસે જગતની ભવાવટીમાં ક્યાં સુધી ભમશો? ઉઠો દુર ફેંકો, દુર્બળતા અને ભાગ્યતાના વિચારોને દેવદેવીઓ ઘર ચલાવે છે તેવી ભ્રમણા છોડી દો. અરે દેવોના દેવ પરમાત્મા તમારી સાથે જ છે. એ પુરૂષાર્થ કરીને પોતાના જીઅનમાં એની શક્તિનો અનુભવ કરો. નાયમાત્મા બલહીનેન લભ્યઃ.
      એક હતો ભગત બીલકુલ આળસુ રહીને બધા દેવદેવીઓને માનતો અને આશા રાખતોકે મને કોઇ મુસીબત પડશે ત્યારે આ દેવદેવીઓ મારી સહાય કરશે,શરીરે હ્ર્ષ્ટ પુષ્ટ બળદગાડી ચલાવવાનો ધંધો કરે. એક દિવસ એની બળદગાડી કાદવમાં ફસાઇ ગઈ, એ ભગતડો ગાડી ઉપર બેઠો બેઠો દરેક દેવને વારાફરતી પોકારતો હતો કે હે દેવ મને મદદ કરો, મારી નૈયા પાર કરો, હું દીન હીન છુ, હું નિર્બળ છું,જગતમાં મારૂ કોઇ નથી. હું આટાલા બધા વર્ષોથી તમારી સેવા-પૂજા કરૂ છું,ફૂલ ચડાવું છું,રાગ રાગીણીથી તારા ભજન ગાઉં છું. આ બધુ એટલા માટે કરતો હતો કે વિકટ સમયે તમે મને મદદ કરો. આ પ્રમાણે ભગત બધા દેવો આગળ કગરતો રહ્યો,અંધારૂ થયું, નિર્જન સ્થાનમાં અન્ય કોઇપણ ઉપાય ના જોતાં આખ્રે હનુમાનજીને બોલાવવા માંડ્યો, બોલાવતો રહ્યો,બોલાવતો રહ્યો,બોલાવતાં બોલાવતાં અજાણતાં જ ચિત એકાગ્ર અને શાન્ત થયું,સંકલ્પ સિધ્ધ થયો. હનુમાનજી પ્રગટ થયા.શ્રી હનુમાનજીને જોઇને એ ઘણો ખુશ થયો.એણે કહ્યું બીજા બધા દેવોને બોલાવ્યા, પરંતુ કોઇએ સહાય ના કરી, આપ જ મારા ઇષ્ટદેવ છો, હવે હું આપનીજ પૂજા કરીશ, શ્રી હનુમાનજીએ કહ્યું,મને કેમ યાદ કર્યો. ભગત કહે઼-હે પ્રભુ મારી ગાડી કાદવમાં ફસાઇ ગઈ છે. આપ એ કાઢી આપો. હનુમાનજીએ કહ્યું કે દુર્બુધ્ધિ હિંમત કરીને તું જ બળદગાડી ખેંચી કાઢ નહિતો એક ગદા મારીશ, હનુમાનજીનો ગુસ્સો જોઇ ભગત તાકાત કરી બળદગાડી કાઢવા લાગ્યો, તાજો,તગડો તો હતો જ. કર્યુ જોર ગાડી કાદવમાંથી કાઢીને બહાર મૂકી દીધી, ત્યાર હનુમાનજી કહે-આ બળદગાડી તો શું? તુ પુરૂષાર્થ કરે તો જન્મો જન્મમાંથી ફસાયેલી તારી બુધ્ધિરૂપી બળદગાડી સંસારના ખીચડમાંથી કાઢીને પરમતત્વનો સાક્ષાત્કાર કરી શકે છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતાઃ
      ઇશ્ર્વર પ્રાપ્તિ માટેનાં મૌલિક સુત્રો સમજીને દ્રઢ સંકલ્પવાન થઊઈ સાક્ષાત્કારનું લક્ષ્ય લઈ લાગ્યા રહેવાથી પરમ સફળતા મળે છે. કપડાં બદલવાથી અથવા આળસુ બેસી રહેવાથી જગત આવું છે તેવું છે અને મારે ભક્તિ કરવી છે, એમ ફરિયાદ કરવાથી અને મંદિરમાં માથુ પટકવાથી કોઇ મેળ પડતો નથી. શ્રી વાળીનાથ ધામમાં સીતેર વર્ષથી એકધારી સાધના દ્રારા પરમ પૂજ્ય મહંત બાપુશ્રી તથા પરમ પૂજ્ય કોઠારી બાપુષ્રી દ્રારા શ્રી વાળીનાથ ધામ વિકાસની ક્ષીતીજો સર થઈ છે. ભવ્ય ઉજવળતા અને દિવ્યતા પ્રાપ્ત કરવા માટે સીતેર સીતેર વર્ષથી રાત દિવસ જેણે જોયા નથી, ધન્ય છે એવા મહાપુરૂષને જેઓ માલધારી સમાજ માટે દિવાદાંડી સમાન છે. અને ધન્ય છે માલધારી સમાજને કે કાયમ માટે આવા મહાપુરૂષોની આજ્ઞાને માઠે ચડાવી, કાયમ પરમ પૂજ્ય બાપુશ્રીના પડખે રહીને જે બનીતે તમામ સેવા અદા કરી. પુરૂષાર્થ વગર આત્માનાં દર્શન નથી થતાં હા આત્માની વાતો થઈ શકે. દ્રષ્ટાંત મૂકી શકાય, પ્રવચન થઈ શકે પરંતુ લાડવા બનાવવા હોય તો લાડવા વિષે ત્રણસોને સાઈઠ દિવસ લગાતાર પ્રવચન કરો તોય લાડવા બનશે નહિ બને.
      મંડ્યા રહો સત્ય પુરૂષાર્થ પ્રવૃતિમાં મંડ્યા રહો. જીવનમાં ઘૃણા નહિ પણ પ્રેમ અને પ્રસંન્નતા દેહાધ્યાસનો ત્યાગ અહંકારનો ત્યાગ, તમારો વ્યષ્ટિ દેહ સમષ્ટિ સાથે સંકળાયેલો છે. એ વ્યષ્ટિ દેહનું સમષ્ટિ સાથે તાદાત્મ્ય એકત્વ કરવામાં મંડ્યા રહો. સ્થુળ દેહ સ્થુળ જગતની સેવામાં સૂક્મદેહ, સૂક્ષ્મ જપ તપમાં અને આ આત્મા તે પરબ્રહ્મ સ્વરૂપ છે. આ પાવન વિચારોમાં કાયમ લાગ્યા રહો. દીવો જલતો હોય ત્યાં સુધી પતંગિયા આપ મેળે આવીને હોમાય છે. તેમ તમારા જીવનને ઝળહળતુ રાખો. પ્રકાશિત થવા દો. દીવો તેલ અને દિવેટ બચાવવા મથે તો તરત જ ઓલવાઇ જાય, તેમ તમે વસ્તુઓ સંઘરી રાખવામાં તમારી શક્તિઓને ખર્ચવા લાગશો તો જીવન અંધકારમય થવા લાગશે. એનો ઉપયોગ તન,મન,ધન,બુધ્ધિનો ઉપયોગ કોઇના આંસુ લુછવામાં કોઇના આર્શીવાદ મેળવવામાં, કોઇના અજ્ઞાન દુર કરવામાં ખર્ચશો તો જીવન ઝગમગતું રહેશે. સાહસનું , નિર્ભયતાનું,ઇશ્ર્વરીય મસ્તીનું,શુધ્ધપ્રેમનું,ત્યાગનું થોડુક જીવન પણ હજારો વર્ષના જીવન કરતાં શ્રેષ્ઠ છે. ચૌદસો વર્ષની ઉંમરના ચાંગદેવ પોતે, ત્યાગ,પ્રેમ,યોગ અને આત્મજ્ઞાનથી ઝગમગતુ જીવન ધરાવતા બાવીસ વર્ષના શ્રી જ્ઞાનેશ્ર્વરના શિષ્ય બન્યા છે. ચૌદસો વર્ષના શિષ્ય અને બાવીસ વર્ષના ગુરૂ, આ છે ત્યાગ, પ્રેમ અને જ્ઞાનનો મહિમા. શ્ર્વેત વસ્તુને બધા જ પ્રેમ કરે છે કાળી વસ્તુનો તિરસ્કાર થાય છે. આનુ પ્રાકૃતિક રહસ્ય છે. કાળી વસ્તુઓ સૂર્ય પ્રકાશના દરેક રંગને પોતાનામાં સમાવી લે છે તેથી તે અંધકારમય થઈ જાય છે. શ્ર્વેત વસ્તુ સૂર્ય પ્રકાશના બધા રંગો આપી દે છે, તેથી તે ધવલ છે. શ્ર્વેત રહે છે. જે લોકોની જગતની વસ્તુનો અતિસંગ્રહ કરે છે. તેમનું જીવન અંધકારમય થઈ જાય છે અને જેઓ ત્યાગ કરે છે તેઓ પ્રકાશમય પ્રભુના સ્વરૂપ સાથે એકતા અનુભવે છે. ફૂલ મધમાખીઓ અને માનવીઓ બધાને આકર્ષે છે. એન કારણ સૂર્યના કિરણોનો રંગ તેણે પાછો આપ્યો છે. જે પા છુ આપ્યુ છે તે એની પાસે વધ્યું છે. આ પર્યાવરણીય ઘટના છે. ખેતરમાં જે દાણા નાખો તે અનેક ઘણા બનીને તમારી પાસે આવશે, જગતમાં જે તમે આપશો તે તમે પામશો, ઘૃણા કરશો,લુચ્ચાઇની નજરે જોશો, બીજાને તુરછ ગણશો,બીજું ઝુટવી લેવાની ઇરછા કરશો,બીજાને બીવરાવશો તો તમે તેજ પામશો, બીઅણ માણસ બીજાને બીવરાવે છે અને તેથી તે મહાબીકણ છે. જેમ રશિયાનો સ્ટેલિન,ગ્રીસનો સિકંદર,જર્મનીનો હિટલર હતો તેમ મૂર્ખ લોકો તેમન મહાન કહે છે. નર સંહાર કરે લોકોનું પડાવી લે, તેને મહાન કહેવાય? ખરો મહાનતો તે જ છે જે નરસંહાર નહિ પણ લોકોના હ્રદયમાં અજ્ઞાન અને દુઃખનો સંહાર કરે, લોકોના હ્રદયમાં પ્રભુ પ્રેમ જાગૃત કરે, સત્સંગનું સામ્રાજ્ય જમાવે, સાધનાની સુવાસ ફેલાવે,સાહસનો શંખનાદ ગુંજાવે, એવા સ્વામી રામતિર્થ અને સ્વામી વિવેકાનંદ,સ્વામી રામકૃષ્ણ અને રમણ મહર્ષિ ખરી રીતે મહાન કહેવાય. સ્વાર્થ માટે લોકોનો વિનાશકારી ધ્યેય રાખનાર સિકંદર મહાન કહેવાય નહિ. પણ પરોપકાર અને પરમાત્મ પ્રેમમાં પોતાના દેહાધ્યાસને ખપાવી નાખનાર પેલા દિવડાની પેઠે બીજા માટે પ્રકાશ પાથરતાં પાથરતાં પોતાના જીવનરૂપ દિવેલ-દીવેટનું બલિદાન દેનારજ મહાન કહેવાય અહંકાર અને સ્વાર્થનો ત્યાગ કરી,બીજા માટે જ્ઞાનનો દીવો પ્રગટાવનાર પૂ.વિનોબાભાવે જેવા સંતો અને સાહસિક પુરૂષો જેમણે બીજાના હિતમાં જીવન ખપાવ્યું છે તેવા મહાપુરૂષો મહાન છે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી,પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી,સંતો,મહાન કહેવાય.નરસિંહ મહેતા,તુકારામ,તૈલંગ,કબીર,મહાવીર,ગુરૂનાનક,કૃષ્ણ,ગાર્ગી,મદાલસા,રાણી લક્ષ્મીબાઇ,મહારણાપ્રતાપ,શીવાજી છત્રપતિ,મહાત્મા ગાંધી વગેરે અનેક આત્માઓએ લોકોના અને દેશના હિતમાં પોતાનું જીવન સમર્પણ કરી દીધુ. એવા મહાપુરૂષનું જીવન ખરેખર મહાન અને ધન્ય કહેવાય,જંગલમાં હાથીઓના ઝુંડના ઝુંડ હોય ,દેહની મમતા રાખનાર દેહને પોષનાર મહાકાય હોવા છતાં કાયર મનવાળા હાથીઓ ઉંઘે ત્યારે બીકના લીધે એકાદ મોટો હાથી પહેરો ભરતો જાગે, જબરામાં જબરો આત્મવિશ્ર્વાસ ના હોય,નિર્ભયતા ના હોય, તો આ શરીરનું મોટપણું શું કામનું? એક સિંહ આવે ત્યારે મહાકાય છતાં બીકણ પ્રાણીઓ નાશ ભાગ કરી મૂકે અને પેલો મોટો હાથી પહેદાર પણ સિંહનો શિકાર થઈ જાય. હાથીમાં પુષ્કળ બળ હોય છે. એક સિંહ તો શું ડઝન સિંહને પોતાની સૂંઢમાં પકડી પછાડી ફેંકી શકે, પગતળે કચડી શકે પણ પુરૂષાર્થનો અભાવ,સાહસની ખામી,આત્મવિશ્ર્વાસની ઉણપ હોય છે. તેથી હાથી સામનો કરવાની હિંમત કરી શકતો નથી,જ્યારે સિંહ સફળ કેમ થાય છે? સિંહમાં અજાણતાં જ આત્મવિશ્ર્વાસ હોય છે.સાહસિક વૃતિ ધરાવતો સિંહ પોતાના ઉપર પૂરો ભરોસો રાખે છે. વિશાળકાય એવા ભયંકર પ્રાણીઓના ઝુંડ વચ્ચે આ નાનકડું લાગતુ પ્રાણી નિર્ભયતાની ગર્જના સાથે કેવું સફળ બને છે? કારણ? એનું આચરણ વદાન્તી છે. નિર્ભય છે. તેથી તે વનનો રાજા વનરાજ કહેવાય છે. આત્મવિશ્ર્વાસ અને નિર્ભયતા એ સફળતાની શ્રેષ્ઠ ચાવીઓ છે. સ્વામી શ્રી વિવેકાનંદ, સંત કબીર પોતાના આત્મવિશ્ર્વાસ ઉપર પ્રવચન કરી રહ્યા હતા. તમારો વિશ્ર્વાસ દ્રઢ હોય,મનોબળ મક્કમ હોય, તમારી શ્રધ્ધા પૂર્ણ હોય તો પર્વત પણ તમારી આજ્ઞા માનવા તૈયાર છે જ પણ ઉપરછલ્લી શ્રધ્ધા કે અપૂર્ણ પ્રયત્નો સંપૂર્ણ સફળતા મેળવી શકે નહિ. માટે અડગ અને અથાક પરિશ્રમ ધૈર્યને સાહસ સાથે જ તે વિષયમાં કરેલો પુરૂષાર્થ સફળતા આપે છે. નિષ્ફળતા મળે તો સમજી લેવુ જોઇએ કે તે કાર્ય જેટલો પુરૂષાર્થ અને વિશ્ર્વાસ માગે છે. તે પ્રમાણે વિશ્ર્વાસ કે પુરૂષાર્થ કરેલ નથી. સફળ થવાથી પણ નિરાશ થવુ નહિ. રાજ્યની અવ્યવસ્થા,પ્રકૃતિની અવ્યવસ્થા કે તીવ્ર પારબધ્ધના કારણે દુઃખ આવ્યુ હોય તો પણ તેમાં સમભાવે રહેવુ એ તમારો પુરૂષાર્થ છે. એ વિઘ્નોને હરાવવા બુધ્ધિપૂર્વક પ્રયત્ન કરતાં કરતાં પણ ચિતમાં સમતા રાખ્વી અનિવાર્ય આવશ્યકતા છે. વિકટ પરિસ્થિતિઓ આવે ને જાય પણ મન વિચલિત ના થાય.