Adagata Prev Next Index

-:અડગતા:-



      મેરૂ ડગે પણ જેનાં મનડાં ડાગે નહિ, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે.... (ગંગાસતી)
      આવુ મનોબળ કેવળવા સદગુરૂનો આશ્રય કરી એમના ઉપદેશ પ્રમાણે કરો. ઓમકાર ઓમકારનો જાપ કરો, અને જો સત્સંગી પુરૂશનું શરણ મળે તો ખરેખર તુરછ થવુ જેટલુ સહેલું છે. તેટલુ જ મહાન થવુ સહેલુ થઈ પડે. વિલાસી માનવોનું ભવાટવીમાં ભટકવું જેમ સ્વાભાવિક છે તેમ પરમાત્મ પદમાં સ્થિર થઈ જીવનમુક્ત થવુ પણ સ્વભાવિક પડે. દુકાનમાં ગ્રાહક આવે, ઓફીસમાં માણસ આવે તેવા દરેક માણસમાં પોતાનો જ આત્મા નિહાળો, નામદેવજી કુતરામાં આત્મા પરમાત્માને નિહાળે તો સુધરેલા માનવીઓ સાવધાન થાઓ અને માનવમાં તો આત્મા નિહાળો. માલિકને નિહાળો, મોહ સ્વાર્થ અને અહંકારમાંનો પિશાચ તમને ક્યાં સુધી નચાવશે? પ્રભુમય દ્રષ્ટિ બનાવો."સર્વ ખલીવદં બ્રહ્મ" ના મહામત્રથી તમારા તન મનને નાચવા દો. શિવોહમ્ ની સુવાસથી તામારા જીવનની ધુપસળી પ્રજળવા દો. બચાવશો નહિ. નહિ તો જીવનને વ્યર્થ ખોશો. તળાવ પાણીનો સંગ્રહ કરે છે અને નદિ વહેતી રહે એ. પરમાર્થ માટે, ગાય આવે તો ઠંડુ મીઠુ પાણી આપે અને વાઘ આવે તો ઝેર નથી આપતી પણ એજ ઠંડુ પાણી આપે છે. પૂજા કરે કે પથ્થર નાખે, બધા માટે તેની શીતળધારા સદૈવ તૈયાર હોય છે. આમ્રપાળી નામની નર્તકીને કોઇએ પૂછ્યું-બુધ્ધ તારા ઘેર વારંવાર આવે છે,તારા હાથનું જમે છે. સમાજની દ્રષ્ટિએ તુ આટલી બધી પછાત છતાં બુધ્ધ તને આટલો સ્નેહ કરે છે. તારી આ આધ્યાત્મિક ઉન્નતિનું કારણ શું છે? ત્યારે નર્તકી કહે છે-બીજું તો હું જાણાતી નથી પણ મારા નૃત્યમાં લાખોની સોગાદ આપનારા રાજાઓ અને પાંચ પૈસા પણ આપી ના શકે, તેવા ગરીબની સમક્ષ પણ હું રાગદ્રેષ કર્યા સિવાય લોલુપતા કે તિરસ્કાર કર્યા સિવાય રાય રંકનો ભેદ રાખ્યા સિવાય એવાજ ઉત્સાહથી નૃત્ય કરતી,ચિતમાં સમતા રાખતી. મને લાગે છે કે મારી આ સમતાએ પ્રસન્નતાનું ફળ મને મળ્યું છે.