Maha Kavi Kalidas Prev Next Index

-:મહાકવિ કાલિદાસ:-      સંસ્કૃત સાહિત્યના ભાસ્કર મહાકવિ કાળિદાસ જેવી રીતે મહાકવિ બન્યા એ એક પ્રચંડ પુરૂષાર્થ અને દ્રઢ સંકલ્પ બળની ગાથા છે. વિધોતમા નામની એક રાજકુવંરી બહુ વિધ્ધવાન હતી તેણે ઘોષણા કરી હતી કે મને જે પુરૂષ શાસ્ત્રાર્થમાં હરાવી દેશે તેની સાથે હું લગ્ન કરીશ અન્ય કોઇ સાથે નહિ. આ રૂપ લાવ્ણ્યવતી વિદ્રાન રાજકુમારીને મેળવવા માટે કેટલાય રાજકુમારો આવ્યા, સાશ્ત્રાર્થમાં હારીને ફિક્કા બની પાછા ગયા. કેટલાક વિદ્રાવનોના યુવાન પુત્રો જે વિદ્રાવાન હતા, તેઓ પણ આવ્યા પણ શાસ્ત્રામાં રાજકુમારીએ બધાને હરાવી દીધા.પંડિતો નામોશીભરી હારથી ગુસ્સે થયા. એક અબળાએ પંડિતો અને તેમના વિદ્રવાન પુત્રોને હરાવ્યા, તેથી આ અહંકારી નારીને અમે પાઠ ભણાવીશુ એવો પંડિતોએ નિર્ણય કર્યો અને બધાએ મળીને નક્કી કર્યુ કે આ ગર્વિષ્ઠ રાજકુવરીને કોઇ મૂર્ખ સાથે પરણાવીએ, ત્યારે જ આપણે પંડિત ખરા, તેમને મહામૂર્ખ માણસની શોધ શરૂ કરી અને તેમને મહામૂર્ખ માણસ મળી ગયો. એક વ્યક્તિ ઝાડ ઉપર ચડિને જે ડાળ ઉપર તે બેઠો હતો તેજ ડાળ થડ પાસેથી કાપી રહ્યો હતો આનાથી બીજો મૂર્ખ કોણ હોઇ શકે પંડિતોએ વિચાર્યુ કે આ મૂરતિયો બરાબર રાજકુવંરીને આ મૂરખ સાથે પરણાવી દઈએ પરંતુ કશુજ બોલવાનું નહિ. આ વાત તેને સમજાવી દીધિ વિદ્રવાનોની સભામાં મૂર્ખાનું મૌનજ ઉચિત છે. જ્યારે ભગવાનની ભક્તિમાં બધાનું મૌન આવશ્યક છે. પંડિતો આ મૂર્ખને લઈ ગયા એક વિદ્રવાનને શોભે તેવા વસ્ત્રો પહેરાવ્યા. જે કંઇ પણા વિદ્રવાન વ્યક્તિની શોભા હોય તે બધી જ વેશભૂસા કરી દીધી અને મૌન વ્રતધારી મહાન ગુરૂદેવ છે. એવો ડોળ કરી રાજકુમારી પાસે લઈ ગયા અને કહ્યું કે અમારા ગુરૂજી આપની સાથે શાસ્ત્રાત કરવા માગે છે. પરંતુ તેઓ શ્રી મૌન વ્રતધારી છે તેથી આપ ઇશારાથી પ્રશ્ર્ન પૂછો અને ઇશારાથી જ અપાયેલ ઉતર સમજો એમની સાથે શાસ્ત્રા નહિ કરો તો આપની હાર છે એવુ સ્વીકારવું પડશે રાજકુમારીએ આ પડકાર જીલી લીધો પંડિતોની સભા મળી આ અભુતપૂર્વ એવા શાસ્ત્રાર્થ સાંભળવા જોવા જનમેદની ઉમટી પડી પંડિતો પોતાના તૈયાર કરેલા ગુરૂજીને માનભેર સભામાં લઈ આવ્યા અને ઉંચા આસન ઉપર ગોઠવી દીધા. વાણી વિનાનો શાસ્ત્રાર્થ શરૂ થયો રાજકુમારીએ ગુરૂજીને એક આંગળી બતાવી ગુરૂજી સમજ્યા કે આ મારી એક આંખ તોડી નાખવાં માગે છે. તેમને બે આંગળી બતાવીને ઇશારાનો ભાવાર્થ હતો કે તુ એક ફોડીશ તો હું તારી બે આંખો ફોડી નાખીશ. પંડિતોએ ગુરૂજીની ભાઆનું અર્થઘટન કર્યું કે રાજકુમારીએ એક આંગળી બતાવી કહ્યું કે ઇશ્ર્વર એક છે. ત્યારે અમારા ગુરૂજી બે આંગળી બતાવી કહ્ય કે એક ઇશ્ર્વરથી આ જગત નથી બન્યું ઇશ્ર્વર અને ઇશ્ર્વરની માયા, પુરૂષ અને પ્રકૃતિ એમ બેથી જગત બન્યું છે. તેથી એક ઇશ્ર્વર અને બીજી માયા એમ બે છે. વાતયુક્ત પ્રયુક્ત અને શાસ્ત્ર સંમત હતી રાજકુમારીએ આ વાત કબૂલ રાખી. બીજો પ્રશ્ર્ન પૂછતાં હાથનો પંજો બતાવ્યો મુર્ખ ગુરૂજી સમજ્યાકે રાજકુમારી થપ્પડ મારવાનુ કહે છે. તેણે જવાબમાં મૂથી વાળીને ઠોસો બતાવતાં ઇશારાથી સમજાવ્યું કે તુ થપ્પડ મારીશ તો હુ તને ઠોસો મારીશ, પંડિતો એ ભાવાર્થ સમજાવતાં કહ્યું કે રાજકુમારીજી આપ કહો છો કે પાંચ ઇન્દ્રીઓ છે ત્યારે ગુરૂજી કહે છે કે પાંચ ઇન્દ્રીઓને સંયમમાં કરવાથીજ પરમાત્મા મળી શકે છે પછી રાજકુમારીએ સાત આંગળીઓ બતાવી મૂર્ખે પોતાના બે પંજા બતાવ્યા. પંડિતોએ રાજકુમારીને કહ્યું કે આપે સાત આંગળીઓ બતાવી પાં જ્ઞાનેદ્રીઓ મન અને બુધ્ધિ એમ સાત છે એમ જણાવ્યું ત્યારે અમારા ગુરૂશ્રી બે પંજા બતાવી જણાવે છે પાંચ જ્ઞાનેદ્રીઓ ચાર અંતઃકરણ અને જીવ મળી દશ થાય રાજકુમારીએ જીભ બતાવી ત્યારે મૂર્ખે મોં પર હાથ ધર્યો મૂર્ખ્નો કહેવાનો ભાવાર્થ હતો કે તુ જીભ બતાવીશ તો હું તારુ મોંઢું બંધ કરી દઈશ પંડિતોએ કહ્યું કે રાજકુમારી આપ કહો છો કે જીભથી બોલી શકાય છે ત્યારે ગુરૂજી કહે છે કે વાણીનો સંયમ કરવાથી શક્તિ વધે છે. બોલવાથી ભગવાન નથી મળતા. મૌનના અભ્યાસ દ્રારા અંતઃકરણનો ભાવ જાગે તો સાચી ભક્તિ કરી શકાય જીભ છૂપાવવાનો અને અંતરમૂખ થવાનો અભ્યાસ જોઇએ વ્યર્થ બોલવાથી અપમાન થઈ શકે છે આમ સંસ્કૃતના વિદ્રવાનોની સભામાં શાસ્ત્રાર્થ થયો પંડિતોએ પોતાના મહાન વિદ્રવાન ગુરૂજીના મૌન ઇશારાનું અર્થઘટન શાસ્ત્રોક્ત વિચારણા મુજબ કરી બતાવ્યું એમની શાસ્ત્ર સંમત અને યુક્તિ યુક્ત વાતોને રાજકુમારી એ સહર્ષ સ્વીકારી અને શરત પ્રમાણે લગ્ન થયા. રાત પડી અને બંન્ને મહેલમાં ગયા રાજકુમારીએ બારીમાંથી બહાર એક ઉંટ ઉભેલુ જોયુ તેણીને પોતાના પતિદેવને સંસ્કૃતમાં પૂછ્યું આ શું છે? સંસ્કૃતમાં ઉંટને ઉષ્ટ કહે છે મૂર્ખ વાક્યને સમજ્યો નહિ તેને સંસ્કૃતનું જ્ઞાન ક્યાંથી હોય રાજકુમારી સમજી ગઈ કે આતો મૂર્ખ છે તેથી ધક્કો મારી મૂર્ખ કહિ અપમાન કર્યું જા વિદ્રવાન બબ્નીશ આવીશ તો જ તારો સ્વીકાર કરીશ. લ્ગ્ન થઈ ગ્યા છે તેથી બીજા લગ્ન નથી કરવાની પરંતુ પતિ તરીકે મુરખનો સ્વીકાર નહિ કરી શકું . આ મૂર્ખ યુવકને ચોટ લાગી ગઈ તે જંગલમાં ચાલ્યો ગયો તેને દ્ઢ નિશ્ર્ય કર્યો કે હુ સંસ્કૃતનો મહન વિદ્રવાન બનીશ અટલ સંકલ્પ બળ આગળ પ્રતિકુળતા પોગળી બની જાય છે. ઉપાસના આરાધના,ક્ઠોર તપશ્ર્વર્યા કરતાં કરતાં કુંડલીની શક્તિ જાગૃત થઈ મા કાળી દર્શન થયાં ચિતમાં સાત્વિકતા અને સંક્લ્પ બળ હોય તો મહાકાલી આવે અને શ્રી કૃષ્ણ પણ આવે જેના આઅધારે બધા આકર્ષાઇને આવે તે આત્મજ્ઞાન પામવું હોય તો પણ ચિતની સિધ્ધિ જોઇએ ચિત શુધ્ધ થતાં મહાદેવી પ્રગટ થયા અને સંક્લ્પવાન યુવાનને વરદાન આપ્યું. કે જા બેટા તુ મહાન વિદ્રવાન થઈશ મહાકવિ તરીકે પ્રસિધ્ધ થઈશ મા કાળી સ્વયં સરસ્વતી પ્રસંન્ન થાય પછી શું બાકી રહે જે સાંભળે વાંચે શીખે તે તમામ યાદ રહિ જાય એવી રીતે જ્ઞાનને જે દેખાય તે ભ્રમ અજ્ઞાનીને જે દેખાય તે સહું મારૂ... તારૂ... પારકું એજરીતે ા યુવકને જે જોવા વાંચવા કે સાંભળવામાં આવે તે પોતાનું થઈ જાય. તેના ઉપર તેનો પોતાનો અધિકાર થઈ જાય એક વિષય ઉપર પ્રભૂત્વ પ્રભાવ જાંઈ ગયો અને મહાન વિદ્રવાન થઈ ગયો અને મહાકવિ કાળીદાસ તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે સંસ્કૃતમાં રઘુવંશ મહાકાવ્ય અને શાકુન્તલઃ નાટક લખ્યું. તેમણે અનેક સંસ્કૃતમાં રચનાઓ લખી, તેમના પુસ્તકોનું અનેક દેશ-વિદેશની ભાષાઓમાં અનુવાદન થયું. જર્મનીમાં પ્રસિધ્ધ કવિ ગેટે જ્યારે મહાકવિ કાલીદાસનું શાંકુન્તલ નાટક વાંચ્યું, ત્યારે એટલા પ્રસન્ન થઈ ગાય કે નાટકને માથા ઉપર મૂકીને સડકો ઉપર નાચ્યા હતા. આવું શાકુન્તલ નાટક મહામૂર્ખમાંથી મહાવિદ્રાન મહાકવિ કાલીદાસ દ્વારા લખાયું હતું. મહામૂર્ખને પણ જ્યારે હૈયામાં ઉંડે ચોટ લાગી જાય છે ત્યારે કમરકશીને પુરૂશાર્થ કરી મહાસિધ્ધિ પ્રાપ્ત કરી જાય છે. સમગ્ર ચેતના એ દિશા તરફ વળી જાય છે. પ્રયત્નશીલ અને દ્રઢ સંકલ્પવાન મહામૂર્ખમાંથી મહાપંડિત બની જાય છે. સાધક પણ પૂર્ણ ઉત્સાહ સાથે પોતાની પુરી ચેતનાને આત્મસ્વરૂપ જાણવા માટે લગાડી દે તો જેમાં હજારો કાલિદાસો જેવા ઉત્પન્ન થઈને વિલીન થઈ ગયા તે પરમાત્માનો સાક્ષાતકાર કરી શકે શકે. "ચાતક મીન પતંગ જબ પિય બિન નહિ રહ પાય."સાધ્યકો પાયે બિના, સાધક ક્યાં રહ જાય" કોઇ વસ્તુ કે સ્થિતિ એવી નથી કે જે સંકલ્પબળ અને પુરૂષાર્થી પ્રાપ્ત ના થાય. શાળામાંથી ભાગી છૂટેલો વેલિંગ્ટન નામનો એક કિશોર લંડનની ગલીઓમાંથી પસાર થતો એક સરકારી બગીચામાં આવી પહોંચ્યો. એવામાં ઉંચા ટાવરના ઘડિયાળમાં ડંકા વાગ્યા, ટન,ટન,ટન એ કિશોર એ નાદ સાથે તાલ મેળવીને ગાવા લાગ્યો કે ટન,ટન, વેલિંગ્ટન,મેયર ઓફ લંદન, એની મસ્તીમાં સ્વાભાવિક ગાતો હતો. અચાનક એને ખ્યાલ આપ્યો કે હું ગલીઓમાં,શેરીઓમાં રખડતો અને અજાણ્યો કોઇથી પરિચિત નહિ એવો છોકરો શુ આટલા મોટા શહેર લંડનનો મેયર? કેવી રીતે બને? તરત જ એના અંતરમનમાંથી દ્રઢતાભર્યો વિચાર ઝબુક્યો. શા માટે નહિ, જંગલની ઝાડીયોમાં જન્મ લેનાર અબ્રાહમ લિંકન જો અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બની શકે તો હું નાનકડા એવા શહેર લંડનનો મેયર કેમ ના બની શકું? મેયર થવાની લાયકાત માટે જે સદગુણો જોઇએ,શક્તિ જોઇએ જે યોગ્યતા કે કાર્યક્ષમતા જોઇએ કે જે પરોપરકાર ભાવના જોઇએ તે બધુ જ હું કેળવીશ. એ બધા જ ગુણો હું મારા જીવનમાં ઉતારીશ અને જરૂર મેયર બનીશ. તે સંકલ્પ અને પુરૂષાર્થનો સુમેળ સાધ્યો અને આખરે લંડનનો મેયર બનીને રહ્યો. વેલિંગ્ટન લંડનનો મેયર બની શક્યો એના તીવ્ર સંકલ્પ બળના આધારે, એના સંકલ્પ બળની શક્તિ અને કોઇપણ પરિસ્થિતિને યોગ્ય બનાવી શકે તેમ હતી. જો તેને ટાવરના એ ટકોરામાં ટન,ટન, વેલિંગ્ટન એન્જલ ઓફ ગોડ(ભગવાનનો દૂત) એમ સંભળાયુ હોત તો એના પ્રચંડ એવા પુરૂષાર્થ દ્રારા માત્ર લંડનનો મેયર નહિ પરંતુ આખા વિશ્ર્વનો પ્રેમાળ અને બિનહરિફ મેયર બની શક્યો હોત. મન એક મહાન કલાવૃક્ષ છે એ વાતનો ખ્યાલ રાખવા જેવો છે.