Henari Kaizar Prev Next Index

-:હેનરી કૈઝર:-



      આવો જ બીજો એક કિશોર હેનરી કૈઝર જ્યારે તેર વર્ષની એની ઉંમરે એ નોકરીની શોધમાં નીકળ્યો, ત્યારે તેને કોઇ નોકરીએ ન રાખે બધા તેને ધુત્કારી કાઢે તેને નકામો ગણે ત્યારે તેણે મહાન ઉધોગપતિ બનવાનો મનોમન સંકલ્પ કર્યો. પ્રચંડ હિંમત અને બેવડા પુરૂષાર્થથી પોતાના લક્ષને સિધ્ધ કરવા કમર કસી. એક દિવસ તે મહાન ઉધોગપતિ બન્યોજ. પંચ્યાસી વર્ષની ઉંમરે જ્યારે મૃત્યુ પામ્યો, ત્યારે તેનું ઔધોગિક સામ્રાજ્ય વિશ્ર્વના ૫૦(પચાસ) દેશોમાં ફેલાયેલુ હતું. એમાં નેવુ હજાર માણસો કામ કરતા હતા. અને ઋઉ. પંદર અજબનું તેનું વાર્ષિક ઉત્પાદન હતું. આ ચે સંકલ્પશક્તિ અને પુરૂષાર્થનું જીવંત પ્રમાણ એ હેનરી કૈઝરને તેર વર્ષની ઉંમરે નોકરીની ઠોકર લાગવાથી ઉધોગપતિ બનવાનો સંકલ્પ દ્રઢ થયો, તેના બદલે કોઇ બ્રહ્મવેતા સદગુરૂનો આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઇશારો મળી ગયો હોત તો તે કેવી અધ્યામિક ઉંચાઇએ પહોંચી શક્યો હોત. પુરૂષાર્થ અને પરિશ્રમ કરવો જ છે તો નશ્ર્વર વસ્તુ અર્થે શા માટે કરીએ? આપણી પાસે રહેલી દ્રઢ સંકલ્પ શક્તિ સ્થુળ જગતના નાશવંત ભોગો અને અહંકાર પોષાય તેવી સતાઓમાં નષ્ટના કરતાં પરમ સત્યનો સાક્ષાત્કાર કરવામાં લગાડીએ.