-:નેપોલિયન બોનાપાર્ટ:-
નેપોલિયન બોનાપાર્ટ એક ગરીબ કુંટુંબમાં જન્મેલો હતો.
એક સૈનિક તરીકે તેને નૌકરીની શરૂઆત કરી હતી. દ્રઢ સંકલ્પ બળ અને પુરૂષાર્થથી એક દિવસ
તે ફ્રાનસનો શહેનશાહ બન્યો તેને પંદર વર્ષ સુધી સમગ્ર યુરોપ ઉપર ચક્રવતી શાસન ચલાવ્યું
તે કયા બળના આધારે? તે બળ હતુ પ્રબળ પુરૂષાર્થનું અને દ્રઢ સંકલ્પનું દ્રઢ સંકલ્પ બળ
એના જીવન મંત્ર હતો. એ કહેતો ઇરચા શક્તિવાળા મન માટે કશુંજ અસંભવ નથી. અસંભવ શબ્દ મૂર્ખ
લોકોના શબ્દ કોશમાંથી મળે તેવો શબ્દ છે. નેપોલિયન તો એટલા સુધી કહેતો કે અસંભવ એ ફ્રેન્ચ
શબ્દજ નથી. નેપોલિયન પાસે દ્રઢ સંકલ્પ બળ અને અતુટ મનોબળ હતું. તે બળે એક સૈનિકમાંથી
નેપોલિયન બોનાપાર્ટ બન્યો જો તેના જીવનની શરૂઆતમાં જ તેને કોઇ સંત મળ્યા હોત અને તેને
આધ્યાત્મ માર્ગના શિખરે પહોંચવાનું ધ્યેય શીખવાડ્યું હોત તો શું તે સમગ્ર વિશ્ર્વનો
આત્મસમાર્ટ ન બની શક્યો હતો.
|