Ranjitsinh Prev Next Index

-:રણજિતસિંહ:-



      પંજાબ કેસરી રણજિતસિંહના બાળપણની વાત છે તેમનાપિતા મહાસિંહ પાસે એક ઝવેરી ઝવેરાત લઈને આવ્યો. રાજા, રાણી અને રાજકૌર ઝવેરાત જોવા બેઠા. ઝવેરી ઉત્સાહપૂર્વક એક પછી એક ઘરેણાં જરઝવેરાત બતાવતો હતો એટલામાં બાળકુંવર રણજિતસિંહનું આગમન થયું. આવતાં જ લાડકા કુંવરે કહ્યું પિતાજી મારા માટે પણ હિરાની વીંટી બનાવવા હિરો ખરીદી લેજો. મારી આ આંગળી ઉઅપર તે શોભી ઉઠશે પિતાએ પ્રેમપૂર્વક કુવરને ભેટીને કહ્યું કે મારો કુવર આવા કંઇ મામુલી હિરાની વીંટી પહેરતો હશે આ તો સામાન્ય હિરા છે. ત્યારે રાજકૌરે પૂછ્યું તો પછી તમારો એકનો એક પુત્ર કેવા હિરા પહેરશે? મહાસિંહ દ્રઢતાપૂર્વક બોલ્યા-કોહિનૂર રાજકુવરે પૂછ્યું કોહિનૂર કોની પાસે છે ખબર છે? મહાસિંહે કહ્યું હા, અત્યારે એ બહું મૂલ્ય કોહિનૂર હિરો અફઘાનિસ્થાનના એક અમીર પાસે છે. મારો કુંવર તો એજ હિરો પહેરશે કેમ બેટા પહેરીશ ને ? રણજિતસિંહે કહ્યું હા પિતાજી આવા મામૂલી હિરા કોણ પહેરે હું તો કોહિનૂરજ પહેરીશ અને આખરે મોટા થઈને રણજિતસિંહ કોહિનૂર હિરો મેળવીને પહેરીને જ રહ્યા. જો આ મહત્વકાંક્હી બાળકના મનમાં પિતાએ સંત થવના કે પરમાત્મા પામવાના ઉચ્ચ સંસ્કારો રેડ્યા હોત તો તે મહત્વકાક્ષી અને પુરૂષાર્થી બાળક માત્ર પંજાબનો સ્વામ્ીજ નહિ પરંતુ લોકોના હ્રદયનો સ્વામી બન્યો હોત લોકોના હ્રદયનો સ્વામી તે બને કે ના બને પોતાના હ્રદયનો સ્વામી બનેજ હ્રદયના મનમાં સ્વામી બનવા જેવું મોટું કાર્ય જગતમાં કોઇજ નથી. કારણકે આ મનજ આપણને નાચ નચાવે છ અહીં તહી અનેકન જનમમાં ભટકાવે છે. માટે ઉઠો જાગો પોતાના મનના સ્વામી બનીને પ્રમાત્મારૂપી કોહિનુર મેળવવાની મહત્વકાક્ષા સાથે પુરૂષાર્થ કરવા કુદી પડો. સંસાર સમૃધ્ધ ને પાર કરવા માટે સદગુરૂના શરણે પહોંચી જાઓ. સદગુરૂના જ્ઞાનરૂપી જહાજ દ્રારા ભવસાગર તરી જવાશે.