Vinoba Bhave Prev Next Index

-:વિનોબા ભાવે:-



      તમે જાણતા હશો કે વિનોભાવે સણ્ત કેવી રીતે બન્યા? એમના બાળપણનો એક પ્રસંગ છે. શેરીના બાળકો ભેગા કરતાં હતા, એમાં વાતો ચાલી કે આપણી પેઢીમાં કોણ કોણ સંત થયા. દરેક બાળકે પોતાની પેઢીમાંથી કોઇ એકાદ પૂર્વજને સંત તરીકે બતાવ્યા. વિનોબાનો વારો આવ્યો. તેઓ તો કંઈ બોલી શક્યા નહિ. તેમને મનોમન નક્કી કર્યુ અને જાહેર કર્યું કે જો મારી પેઢીમાં કોઇ સંત નથી તો હું પોતેજ સંત થઈને બતાવીશ, પોતાની એ સંકલ્પ સિધ્ધિ માટે તેમણે પ્રચંડ પુરૂષાર્થ આદરી દીધો લાગી ગયા સેવા સાધનમાં અને એની સિધ્ધિમાં અને આખરે એક મહાન સંત તરીકે પ્રસિધ્ધિ પામ્યા, સંકલ્પ શક્તિ શું નથી કરી શકતી? હમંશા ઉચ્ચ સંકલ્પ કરો અને તેને સિધ્ધ કરવા માટે પ્રબળ પુરૂષાર્થમાં લાગી જાઓ પોતાનો સંકલ્પ ઢીલો ના થવા દેવો નહિતો બીજાનો સંકલ્પ તમારા મન ઉપર ચડી બેસસે અને કાર્ય સિધ્ધિનો માર્ગ વચ્ચેજ રૂંધાઇ જશે તમે સિધ્ધિનો ખજાનો છો. સામર્થની ચાવી તમારી પાસેજ છે. તમારા મનને મજબૂત બનાવો તો તમે પૂર્ણ અને મજબૂત છો. હિંમત દ્રઢ સંકલ્પ અને પ્રબળ પુરૂશાર્થ એવો કોઇ પણ ધ્યેય તમારા માટે બાકી નહિ રાખે જે સિધ્ધ ના થાય. નશ્ર્વર પ્રાપ્તિ માટે પ્રયત્ન્ન કરશો નશ્ર્વર પ્રાપ્ત થશે અને શ્ર્વાશ્ર્વત ની પ્રાપ્તિ માટે પ્રયતન્ન કરશો તો સાશ્ર્વત ફળ મેળવી શકવાના જ. ઉતમ પ્રાપ્તિ કરવા ઉતમ વિચારો અને આચારોજ ઉતમ ફળ પ્રાપ્ત કરાવી શકે. પૂજ્ય સંતોના માર્ગદર્ષનથી ઉતમ પ્રાપ્તિ કરવાના વિચારો અને આચારો જ ઉતમ ફળ પ્રાપ્ત કરાવી શકે પૂજ્ય સંતોના માર્ગદર્શનથી જ ઉતમ દ્યેય પ્રાપ્ત કરી શકાય છે. તેથી પૂજ્ય સંતોની સેવા અનિવાર્ય છે.