Gurudroh Ek Abhishap Prev Next Index

-:ગુરૂદ્રોહ એક અભિશાપ:-      જે શિષ્ શિષ્યની મર્યાદાઓ અને ચરિત્ર્યથી અજાણ હોય છે. અહંકારથી પરિપૂર્ણ હોય છે. ગુરૂ વચનોની ઉપેક્ષા કરે છે. તેને જીવનમાં ઘણાં બધાં કષ્ટો સહેવાં પડે છે. ઘણું બધુ ખમવું પડે છે. ગુરૂભક્તિ માર્ગથી જે વિચલિત થાય છે તેને મૃત્યું અને અજ્ઞાન અંધકારમાં વારંવાર ભટકવું પડે છે. સદગુરૂશ્રીની હયાતિમાં જો કોઇ શિષ્ય સ્વાર્થ વશ એમનું ગુરૂપદ કે ગુરૂગાદી પચાવી પાડવા દાવ પેચ કરતો હોય અથવા એવી ભાવના મનમાં લાવતો હોય તો તેને શૈશવ નરકનો ભોગી બનવું પડે છે. ગુરૂ અને ઇશ્ર્વર એક રૂપ છે. ગુરૂબ્રહ્મા ગુરૂ વિષ્ણું ગુરૂ દેવો મહેશ્ર્વરમ । ગુરૂ સાક્ષાત પર બ્રહ્મ તસ્મયૈ શ્રી ગુરૂ વે નમઃ ।। માટે ગુરૂના પ્રત્યેનો દ્રોહ એ ઇશ્ર્વર દ્રોહ છે. સાંસરીક રાજ વ્યવહારમાં પણ દ્રોહ વિદ્રોહ દેશદ્રોહ કઠોરથી કઠોર સજાને દંડને પાત્ર બને છે. માટે શિષ્યે ગુરૂ દ્રોહના મહા પાપથી બચવા સહાયે જાગૃત અને પ્રયત્નશીલ રહેવું જોઇએ.
     શિષ્યોની પણ એમના આચાર, વિચાર,લગની,શ્રધ્ધા અને સાધના પ્રત્યે રૂચિ,સેવા અને બુધ્ધિના આધારે નિમનાનુસાર શ્રેણીઓ હોય છે.
      (૧) ઉતમ શિષ્યઃ- આવો શિષ્ય પેટ્રોલ જેવી પ્રકૃતિનો હોય છે જે ખુબ દૂરથી તણખાને પકડે છે તે રીતે જ તરતજ ગુરૂશ્રીના ઉપદેશને પકદી લે છે.
      (૨) મધ્યમ શિષ્યઃ- આવો શિષ્ય કપૂરની પ્રકૃતિ ધરાવે છે. ગુરૂશ્રીના સ્ર્પશ માત્રથી તેનો અંતર આત્મા જાગૃત થાય છે. અને તેમના આધ્યાત્મિકતાની જ્યોતિ પ્રજલિત કરે છે.
      (૩) સામાન્ય શિષ્યઃ- આવો શિષ્ય કોલસાની પ્રકૃતિ જેવો હોય છે. તેના અંતર આત્માને જાગૃત કરવામાં ગુરૂદેવશ્રીને પરિશ્રમ કરવો પડે છે.
      (૪) કનિષ્ઠ શિષ્યઃ- આવો શિષ્ય કેળના થડ જેવો છે. એટલેકે ઠંડો ગાર હોય છે. તેને પ્રજલિત કરવાના કોઇપણ પ્રયત્ન કામ લાગતા નથી ગુરૂશ્રી ગમે તેટલા પ્રયત્નો કરે તો પણ તે ઠંડો અને નિષ્ક્રિય રહે છે. માટે વ્હાલા સજ્જનો આપણે પણ તેજસ્વી એવા પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જેવા પેટ્રોલની પ્રકૃતિ ધરાવતા શિષ્ય બનવાના પ્રયત્ કરીએ, શિષ્ય શ્રધ્ધવાન અને નિષ્ઠાવાન હોવો જોઇએ અર્થાત ગુરૂશ્રીના આચાર વિચાર કાર્ય પ્રણાલીની કોઇપણ સંજોગોમાં ટીકા ટિપ્પણી કરવી ના જોઇએ.બીજાઓને ખોટી સલાહ આપવી જોઇએ નહિ શિષ્યની કોઇપણ વાતથી કે વ્યવહારથી ગુરૂની ભાવનાને ઠોકર લાગવી ના જોઇએ.જાણે અજાણે મન,વચન,કર્મથી પોતાને શુધ્ધ રાખવો જોઇએ, શિષ્યને મિતવયી બનવું જોઇએ. જરૂરિયાતો ઓછી કરીને જે પણ દવ્ય એકઠું થાય તેને ગુરૂ ચરણોમાં ભક્તિભાવ પૂર્વક સમર્પિત કરવું જોઇએ. આ ગુરૂભક્તિની સાચી કસોટી મનાય છે. ગુરૂદેવની સેવા દરમ્યાન કદી પણ દુન્યવી વસ્તુઓની યાચના ના કરવી. માગવું જરૂરી થઈ પડે તો એમની કૃપા દ્રષ્ટિજ માગવી જોઇએ. આવી વર્ણતુકથી ગુરૂ પ્રત્યે અત્યધિક ભક્તિભાવ અને શ્રધ્ધા જાગે છે. હોંશિયાર વૈદ જેમ નાડી દબાવવાની સાથેજ રોગનું નિદાન કરે છે હોંશિયાર માતા પારણામાં જ પુત્રનો લશણ જોઇને જેમ એનું ભાવી સમજી જાય છે તેમજ સદગુરૂ શિષ્યના વ્યવહારથી એનો સ્વભાવશીલ તથા મનની ગતિ,મતિને જાણી લે છે. માટે શિષ્યને ગુરૂની સાથે સંપત વ્યવહારસ કરતી વખ્તે નિષ્કપટ,નિર્દોષ અને પ્રેમાળ વર્તાવ કરવો જોઇએ શિષ્યમાં જ્યારે ઘાતનાકણો સમાન વિનમ્રતા આવે છે ત્યારે જ જ ગુરૂકૃપા તેના ઉપર ઉતરે છે કબીર સાહેબ કહેછે કે દાસ કહાવત કઠીન હે, મે દાસન કે દાસ, દાસ ઉ કીજીએ જ્યું પાઉ તલે કી ધાર, આરસુ શિષ્યને ગુરૂકૃપા દુર્લભ છે માટે શિષ્યે સદાય આળસને ત્યજવી જોઇએ નિર્ધન બિમાર અને નિસહાયની સેવા, મા બાપ અને સદગુરૂની સેવા, દયા તથા આત્મદાન આ બધા સદગુણો માનવતાના અલંકારરૂપ ગણાવ્યા છે. એમને ભક્ત ગુણો જ નહિ પણ મહાપુણ્ય ગણાય આવી સેવા દ્રારા પુણ્ય અને ગુરૂકૃપા પ્રાપ્ત કરવા શિષ્યે સદૈવ સજાઘ રહેવું જોઇએ.જ્ઞાની ગુરૂના મારગદર્શનમાં આધ્યાત્મિકતાનો અભ્યાસ વધારતા જવું. અભ્યાસ માર્ગ પર ચાલવું તો જ પડશે જ પોતાની આધ્યાત્મિક ગતિની જાણકારી માટે સતત ધાય રાખવું પડે છે.
      પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સતત પ્રવૃતિશીલ રહે છે કમરામાં બેઠા હોય છે પોતાના આસન પર બેસા હોય અગરતો ગાડીમાં બેઠા હોય સવારથી પૂજ્ય બાપુશ્રી સતત સદ્ફગુરૂની અને પરમાત્મા સાથે એકજ દોર બંધાયેલો જ રાખે છે. કોઇ આધ્યાત્મિક ભાવના સભળ ભજન ગાતા હોય તો તેઓશ્રીનાં રૂવાટાં પુલકિત થઈ આંખમાં હર્ષાશ્રુ વહેવા લાગે છે. આટલી જબરજસ્ત કોમલતા કોઇક વિરલ સંતમાં જોવા મળે છે. ધન્ય હો આવા ઉમાક્ષેત્રમાં ભગવાન વાળીનાથજી નગરસ્માં બિરાજમાન પરમ વંદનિય પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીને.
      -ઃ ભજન ઃ-
      ( રાગ- મુખડાની માયા લાગી રે મોહન પ્યારા )
      બ - બધા દિલના દોષ જોશે રે ........ સંતોના સંગે ...........
      ળ - બળ રૂડ સચવાશે રે .............. સંતોના સંગે ...........
      દે - દેજે તુ દાન રૂડાં ફેરો, તારો ફાવી જશે.
      વ - વખત તારો સિધ્ધ થાશે રે ......... સંતોના સંગે ..........
      ગ - ગરજ રાખો તો પ્રિત જાગે, લગની જ્યાં દિલમાં લાગે.
      ર - રહે રામ રૂદિયા માંહી રે ........... સંતોના સંગે ............
      જી - જીવન કેરી કળી ખીલી જ્યારે ગુરૂ શરણે જાવે...... સંતોના સંગે ......
      બા - બાજી તારા હાથ આવે રે ......... સંતોના સંગે .............
      પુ - પુરણ પ્રેમે જાગો સહું , વાળીનાથ નગરમાં જાઓ.
      નો - નાંખી દેજો જંજાળ જબરી રે ........ સંતોના સંગે ..........
      મ - મનડુ તારૂ શુધ્ધ થાશે, ગુરૂ મહિમા સમજાઇ જાશે.
      હિ - હિરદે રૂડુ હેત જાગે રે ............ સંતોના સંગે .............
      મા - માને તેને કહીએ વાતું, બળદેવગિરિજીના શરણે જાતુ.
      છે. - છે બધી ભારેલી વાતું રે.......... સંતોના સંગે ...........