Param Pujya Govindgiriji Maharajni Gurubhakti Prev Next Index

-:પૂજ્ય શ્રી ગોવિંદગિરિજી મહારાજની ગુરૂભક્તિ:-      ચૈતન્ય શિષ્ય એજ આંસુ લૂછયા કરે બસ પ્રેમ પ્રેમથી ખમ્યા કરે... શ્રી વાળીનાથ નગરમાં તે પુણ્ય ભૂમિમાં અનેક સંતો મહંતોએ પોતાનો પુરૂષાર્થ બહુજ કર્યો પ પહેલાના સમયમાં બહું સુવિધાના હોવાના કારણે સંતો બહુંજ મજૂરી કરીને થાકી જાય, માનવી રાજા મહારાજાઓના તાબામાં સપડાયેલા હોય ભણતર ગણતર વિનાનો બસ સવારથી સાંજ સુધી લગાતાર મજૂરી જીવ પ્રાણી માત્રની સંકલ્પ શક્તિ, ઇરછા શક્તિ ,ક્રિયા શક્તિ બહું જ ઓછી હોય અને એવા કપરા કાળમાં શ્રી વાળીનાથ નગરનું બીજ બહું સાદા સરળ પરંતુ મહાતપસ્વી, મહાતેજસ્વી, મહાપ્રતાપી પ્રમ પૂજ્ય ગુરૂદેવ શ્રી વિરમગિરિજી બાપુશ્રીએ વાવેલું, પરંતુ તે બીજને તપ સેવારૂપી પાણી ના મળે તો બીજ બળી જાય પણ સત્ય પ્રવૃતિથી રોપેલા બીજને કોઇ ઉછેરવા માટે તપ સેવાના જળ સીંચના સત્યવાન મહપુરૂષોને બ્રહ્મદેવ મોકલીપણ આપે છે અને પરમાત્માએ મોક્લ્યા પણ કેવા મહાપુરૂષોને? જગતમાં જોટો જડવો મુષ્કેલ થઈ પડે વ્હાલાના વ્હાલા લાગે સહું રે.. સદગુરૂના વ્હાલા વ્હાલા કરો કહું રે... આપણને જે વ્હાલા હોય તેનું બધુજ ગમશે, તેની સાથેતો હેત રહેવાનું જ્યારે અહીં એક નિરાળી વાત મૂકી છે શ્રી વાળીનાથ પરિવારની ભૂલેછૂકેપણ શ્રી વાળીનાથ ભગવાનનું નામ લેનાર હોય તેવા સેવકને પણ પોતાના સગા વ્હાલા જેવો જાણવો આપણે શ્રી વાળીનાથ પરિવાર અને તેનો સભ્ય આપણો કુંટુંબનો સમય આપશે સગોજ સમજવો પોતાનો જાણવો અંગત સગા વ્હાલાનું આપણે બહાર ખરાબ કેવી રીતે બોલીશું? સંત શ્રી તુલસીદાસજીએ કહ્યું છે તુલસી જાકે મુખન સે ભૂલ સે નીકલે રામ તાકે પગકી પહનીયા મેરે તનકી ચામ, અમે તો સંતોના અભિપ્રાય પ્રમાણે એમ કહીએ કે અહો શ્રી વાળીનાથ ભગવાનના ટકોરા જે કોઇ સાંભળશે તેનું પણ કલ્યાણ થઈ જશે. શ્રી વાળીનાથ ભગવાનની ઓસળિનાં પગથિયાં ચડીને જે ઉપર આવે તેને અમારી શોભા ઘણીશું એવા જ આ સંતો મહંતોની જાણ્યું હશે ને? ત્યારે જ આપવિત્ર ભૂમિને આ ભવ્ય ઉજજવળતાને પ્રાપ્ત થઈ હશે ને? તમે વિચારોકે આવી વૃતિ કેળવવા માટે શું દામ લાગે? કેટલો ભવ્ય પુરૂષાર્થ જોઇએ, વ્યાપક સ્વરૂપમાંજ પણ જે વાળિનાથજીના દર્શન કરતો રહે તેને સાચો શિષ્ય સેવક ગણાય આ એક સનાતન સિધ્ધાંત છે. પણ અહીં તો મહાપુરૂષોએ એવી પ્રણાલિકા બનાવી કે મેલાં કપડાંવાળૉ હોય કે ઉજળાં કપડાંવાળો હોય ભણેલો કે અભણ હોય ગરીબ હોય કે તવંગર હોય સૌના માટે સરખો ભાવ તારીજ લીલા સર્વત્ર દેખાય છે. સર્વમાં એક તું શ્રી હરિ, શ્રી વાળીનાથ ભગવાન સિવાય એક સૂકૂ પાંદડું પણ ફરકી ના શકે, તેવી જ રીતે વ્યાપક પરમાત્માને જોવાની આ વાત છે. પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી એમની સેવામાં પછાસ વર્ષના ઇતિહાસમાં મન મૂકી પ્રમાણે વર્ત્યા નથી સદાય મહાપુરૂષોના વચન પ્રમાણે જ વર્તન કર્યું છે. તેઓશ્રી ઉતમ કોટીની સેવા દ્રારા શ્રી વાળીનાથ સંસ્થા આગવી રીતે વિકસાવી રહ્યા છે તેમની ઉમદા સૂઝ વ્યવહારૂ બુધ્ધિ પ્રતિભા,શ્રેષ્ઠ કાર્ય પ્રણાલિકા,ચીવટ અને દરેક ભક્ત સેવકો સાથે પ્રેમ ભર્યો વ્યવ્હાર નિસ્વાર્થપણે સમાનતા પૂર્વક વર્તન, વ્યક્તિ પરખ અને નિસ્વાર્થ ભાવના જેવા ઉતમ આદર્શ ગુણોથી શ્રી વાળીનાથ ધામની શોભા સમાન પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીનો ઉતમ અને નિસ્વાર્થ વહીવટથી વાળિનાથ અખાડાને આગવી ઓળખ અપાવે છે.
      દેશને આજની દુર્શાનું કારણ એછે કે આજે સ્વાર્થ વૃતિ બેકાબૂ બની ગઈ છે અને એમાંથી જન્મેલી સતાની સાઠમારીઓ હદ વટાવી ગઈ છે અને સ્વાર્થી સતાધારી દ્રારા ભષ્ટ્રાચાર બેકાબૂ બન્યો છે. અત્યારે સૌ સમાજની અને તેના ઉધાની સેવા કરવાની વાતો કરી રહ્યા છે પરંતું સમાજ સાથે એના દુઃખ દર્દો સંતાપો સાથે સાચી સંવેદના કોણ અનુભવે છે ખરા? નરી આંખે જોતાંસ્પષ્ટ એવું જણાય છે નર્યો સ્વાર્થ છે,દંભ છે માણસ અત્યારે સ્વકેન્દ્રીત બની રહ્યો છે અને જ્યાં સુધી સંત વચન કેન્દ્રીત નહિ બને ત્યાં સુધી આજની વિષમ પરિસ્થિતિ ઉકલી નહિ શકે. જેને જેને સદગુરૂ અને સંતોને સર્વસ્વ માન્યા છે એમણે જ ભવ્ય ઉજ્જવળતા પ્રાપ્ત કરી છે આ પવિત્ર ભારત માતાની ગોદમાં મહામૂલ્યવાન રત્નો ઘણા આવે છે. પણ આપણો અહંમ તેનાથી પરત થવા દેતો નથી અને એવા મહાન સંતોને આપણે માન્ય રાખી શકતા નથી. એના કારણો જાણી તે અંગે વિચારવું પડશે અને આપણે સ્થિતિ જોઇશું આપણા હિતમાં છે તે જાણવું પડશે. (૧) મહાન સંતો જે સમાજની ચિંતા કત્રવા વાળ છે જેમણે ધર્મના રક્ષનાર્થે ત્યાગને મહત્વ આપ્યું છે સ્વાર્થ ચૉડી સમગ્ર જગતના જીવો સાથે એકતાની ભાવના દ્રઢ કરી છે એવા સંતો ઉપર આપણો કૃતજ્ઞતાપૂર્વકનો સમર્પણનો ભાવ નથી, સમર્પણનો સાચો ભાવ જાગૃત કરવો પડશે.(૨) બધી વ્યક્તિઓ મને એકલાને જ ઓળખે અને મને જ ઉપયોગી થઈ શકે આ સંકુચિત મનોવૃતિનો ભાવ બદલવો પડશે (૩) પરસ્પર ભાવનો અભાવ (તૂટો) જણાય છે ભગવાન મહાવીરની પરંપરામાં એક ઉમાસ્વાતીજી થઈ ગયા. તેમને ઘણા અદભૂત ગ્રંથ રત્નોની રચના કરી છે તેમાં એક તત્વાર્થ સૂત્ર નામના ગ્રંથમાં એક સ્ત્રોત્ર છે. " પરસ્પરોપ ગૃહો જીવનનામ " એકબીજાને ઉપયોગી થવું એ જીવ માત્રનું લક્ષણ છે જીવનો મૂલ સ્વભાવ છે. પોતાના સુખનો વિચાર કરવો. એ જીવનો ખરેખર સાચો સ્વભાવ ના હોવો જોઇએ. પરસ્પર એકબીજાને ઉપયોગી થવું તે જીવનું શ્રેયકાર્ય લક્ષણ હોવું જોઇએ. હું તમને ઉપયોગી થાઉ અને તમે મને ઉઓપયોગી થાઓ આવા એકબીજાના ઉપયોગો દ્રારાજ આ વિશ્ર્વનું તંત્ર ચાલી રહ્યું છે. કોઇ માણસ એમ માને કે હું મારા પોતાના બળ ઉપર આગળ વધી રહ્યો છું હું મારી હોશિયારીના કારણેજ હું મારા વ્યક્તિવ્યનો વિકાસ કરી રહ્યો છું તો આ એક ભૂલ ભરેલી ભ્રમણા છે. આ તેનો અહંમ છે. આત્મછલના છે. વાસ્વિક હકીકત તો એ છે કે આપણે કંઇપણ છીએ આપણા અસ્તિત્વની કે વ્યક્તિત્વનો જે કંઇ વિકાસ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ તેની પાછળ પ્રગટ કે ગુપ્ત ઘણા વ્યક્તિઓના યોગદાન પડેલા હોય છે. અનેકનો ઉપકાર રહેલો છે. અનેકનુંૃ ણ આપણા માથે ચડેલું છે રાજસ્થાનમાં રણુંજા ખાતે શ્રી વાળીનાથજી રબારી ધર્મશાળાનું પરમ પૂજ્ય કોઠારી સ્વાન્મીશ્રી ગોવિંદગિરિજી મહારાજ દ્રારા નિર્માણ થયું છે. આયોજનબધ્ધ ભવ્ય નિર્માણ, ભક્તો,સેવકો,યાત્રાળૂઓ માટે સુખદાયી, સગવડથી પરિપૂર્ણ અને આનંદ આપનારૂ હતું આથી પ્રભાવિત બનીને યાત્રાળુ ભક્તો સેવકો પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીના મુક્ત કંઠે વખાણ કરતા ત્યારે સરળ સ્વભાવવાળા કર્તવ્યનિષ્ઠ એવા પરમ પૂજ્ય શ્રી કોઠારી સ્વામીશ્રી ભક્તોને પ્રત્યુતર આપતાં કહેતાં કે આ તો પરમ કૃપાળુ શ્રી વાળીનાથની કૃપા અને ગુરૂમાશયની ભક્તિનો પ્રતાપ છે અને શ્રી ગુરૂભક્તિ ભગવદ કૃપા પછી ભક્તોની શ્રધ્ધાએ આ વિરાટ કામ કર્યું છે અને મારા ઉપર એમની જ આદયા દ્રષ્ટિ હશે ત્યારેજ મને નિમિત બનાવ્યો હશે, કેટલી વિશાળ નિર્મળતા પોતે કશું નથી કરતા એવી સરળ રજૂઆત કોઇપણ પ્રકારના અહંમ કે આડાંબરનું નિશાન ન મળે જંગલમાં મંગળ કરનાર મહાપૂરૂશ કેટલો વિવેક છે રાજસ્તાનના વિરાન પ્રદેશનું શ્રી રામદેવપીરનું યાત્રાધામ એવું રણુજા એટલે રણકદેશ જોઇલો આવા પ્રદેશની ભૂમિ ઉપર રાત અને દિવસ પડ્યા રહીને ભવ્ય રાજધાની સમાન દિવ્ય સ્વરૂપનુ સર્જન કરવું અને તે સમાજના ભ્ક્તો સેવકોની સગવડ વ્યવ્સ્થા માટે અગિયાર દિવસના ભવ્ય મેળા પહેલાં પાંચ દિવસ અગાઉથી આવનાર યાત્રાળૂની જમવા રહેવાની સુખ સગવડ માટે પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી વાળીનાથ (ગુજરાત) થી લાંબો પંથ કાપી સ્વયં સેવકોની ટુકડી સાથે રણુજા શ્રી વાળીનાથજીની ધર્મશાળામાં હાજર જ હોય વરસમાં બે ત્રણવાર જઈને રૂડી દેખરેખ રાખે ધન્ય છે આવા મહાપુરૂષોને કે વૈદિક પરંપરાની સંપૂર્ણ જાણવળી માટે કેટલો દિવ્ય પુરૂષાર્થ કરી રહ્યા છે. આવું તો સમગ્ર ભારતમાં ઘણા ઠેકાણે જંગલમાં મંગલ સર્જન થયેલું જોવા મળે છે. પરંતુ આપણો અહંમ આવા સર્જને સ્વીકારવા તૈયાર નથી, કારણ પંથા પંથીનો રોગ સંતો એકરૂપતાની ઔષધિઓ આપે તો પણ આ મહારોગ તેનો હટાગ્રહ છોડતો નથી અને અંતે આ દેહ છોડીને આત્મા ચાલ્યો જાય છે.ત્યારે આ શરીર જેમાં અહંમ હતો તેની પાસે પણ કોઇ ફરકતૂ નથી તેને વહેલાસર સ્મશાનમાં મોકલીને અંતિમક્રિયાની ઉતાવળ કરતો માનવી પોતાનું કંઇપણવિચારતો નથી. શ્રી કબીર સાહેબ કહે છે આ ગંદી દેહકા કોઇ ભરોસા નાહિ આજે દિઠા બજાર મે કાલ મશાણામાંહી તેથી જટ કરોને દેહથી બને તો દેહથી, માનવી બને તો મનથી, ધનથી બને તો ધનથી, સંત મહાપુરૂષોના વચન પ્રમાણેની સેવાનો લાભ લઈ લો હજી બાજી હાથમાં છે સુધારીલો સમગ્ર ભારતના મહાન સંતોની વાત છોડીને માત્ર એકલા ગુજરાતના મહાપુરૂષોના ગુણગાન માત્ર દસ લીટીમાં લખવાં હોય તો અનેક મોટા ગ્રંથો બને તેમ છે. લેખક તરીકેની કોઇજ ક્ષમતા નથી નહિતર આજ સેવા ઉતમ છે જે કંઇ લખાય છે તે શ્રી સદગુરૂ કૃપાને આભારી છે.
      મા ભગવતિ ઉમિયાજી ક્ષેત્રમાં ગરીબોના વિકાસ માટે ગામે ગામ શહેરે શહેરે ઉમિયારથના આયોજન દ્રારા ફરીને એકસો કરોડ રૂપિયા એકઠા કરનાર આવા શ્રધ્ધાવાન ઉત્સાહી દ્રઢ મનોબળવાળા તરવરિયાં સંચાલકો એક દિવસ અજબો રૂપિયા એકત્ર કરી શકે છે. સાચી દ્રઢ ભાવના અને પ્રબળ પુરૂશાર્થ હોવો જોઇએ.
     

।। પરમ પુજ્ય શ્રી ગુલાબનાથજી બાપુશ્રી ।।


      વિસનગર પુજ્ય શ્રી ગુલાબનાથજીના નિસ્કલંક આસ્રમના વિકાસની વાત છે. આ આશ્રમમાં આવતા જતા સંતો માટે દાન પેટીની વ્યવસ્થા અને એ રોટીના પ્રતાપે ભવ્ય પુરૂષાર્થ દ્રારા એ મંદિરના સેવાભાવી સજ્જન સંચાલકો અને પરમ પૂજ્ય ગુલાબનાથજી બાપુ સાથે મળી નાથજી મહારાજની એ જગ્યાનું સમગ્ર ભારતમાં નામ રોશન કર્યુ. તેના વિકાસ પાછળ કેટલો ભવ્ય પુરૂષાર્થ હશે. અજ્ઞાની જીવોની કાગ દ્રષ્ટિ ચોદુ શોધી ફણક મારવાની વૃતિ છોડતા નથી. પરમ પૂજ્ય શ્રી કોઠારી બાપુશ્રી એમના અનુભવોનું વર્ણન કરતાં જણાવેશે કે એક સમય એવો હતો કે અમારે શ્રી વાળીનાથની સેવામાં ટહેર માટે નીકળવું હોય ત્યારે બળદગાડું અથવા ઘોડે સવારી કરીને નીકળવું પડતું ત્યારે વાહન વ્યવહારનો વિકાસ ન હતો ઘણી વાર ચાલતા પણ એક રૂપિયાની ટેલ માટે ગામડે ગામદે ફરતા, છ છ મહિનાઓ સુધી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રખડવું પડતું અને છ મહિને શ્રી વાળીનાથજીના દર્શન થતાં આ છે ગુરૂભક્તિ આવી આ તપસ્યાવાળી, શ્રમથી ભરપૂર પુરૂષાર્થી ગુરૂભક્તિનો ઇતિહાસ લખવા સ્વયં શારદાજી અને ગણપતિજી સમૃદ્ર જેટલી શાહી અને કલ્પવૃક્ષની કલમ લઈને સદાકાળ બેસેતો પણ હરિગુણ લિખ્યો ના જાય હરિ ગુરૂ સંતો મહિમા વર્ણવવો ઘણો દુર્લભ છે. એ તો અજ્ઞાની કહે છે આ બધા ગ્રંથો અમે બનાવ્યા છે. પરંતુ એને સમજણ ક્યાં છે કે આ બધાનો પ્રેરણા દાતા કોણ છે? અને એ મહિમા જાણે સમજે તો એ જીવ આધ્યાત્મિક દશાનો જીવ કહેવાય છે. મહાત્માપુરૂષોનો મત છે કે " અસિતગિરિજી સમ સ્વાતક્જલંમ સિંધું પાત્રે, શુર તરૂવર શાખા લેખીની પત્ર મૂરવી, લીખતી અદિ રૂહિત્વા શારદા સર્વ કાલમ, તદ પિતવ ગુણાનામ પાર ન યાતી" પરમાત્માએ આ જે શરીર આપ્યું છે તે સર્વ ગુણોનો મહાસગર છે કલ્પવૃક્ષ સમાન આ શરીરના જે અવયવો છે તે દ્રારા સમગ્ર ભંદાર હરિ ગુરૂ સંતની સેવામાં આખી જીંદગી દેહમાંથી પાણી સુકાઇ જાય ત્યાં સુધી લાગ્યા રહિએ તો પણ સદગુરૂ સંત કે શ્રી હરિનો મહિમા વર્ણવી શક્તો નથી. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી ત્રણ વર્ષની ઉંમરે અખાડામાં આવ્યા પૂજ્ય કોઠારી સ્વામીશ્રી છ વર્ષની ઉંમરે સેવા માર્ગ ગ્રહણ કર્યો ત્યારથી પાંછઠ સીતેરની ઉંમર સુધી અવિરત સેવાનો પ્રવાહ વહે છે. આ છે ગુરૂભક્તિનો મહિમા. આ ગૌરવશાળી ગાથા કેમ વર્ણવી શકાય? વિસનગરના શ્રી રામદેવ મંદિરમાં પરમ પૂજ્ય બાલકનાથ્જીના શિષ્ય મહાપૂરૂષ પૂજ્ય ગુલાબનાથજી બિરાજે છે તેઓશ્રી સ્દત્સંગમાં સેવકોને કહે છે કે મનમાં સંકલ્પ વિકલ્પના વિષયનો ત્યાગ થઈ જાય તોજ આત્મસાક્ષાત્કાર થાય,મનનુંવિરામપણું એટલે આત્માનું ઉદભવપણું સદગુરૂ કરાવ્યા પછી ધ્યાન કોનું? એટલેકે સદગુરૂનૂ આખું સ્વરૂપ ધ્યાન છે. ધ્યાનમૂલં ગુરૂમૂર્તિ સદગુરૂતો એમના કહે કે આ દેવી દેવતાનો મંત્ર આપુ છું. તેનું ધ્યાન કરજે સદગુરૂદેવનો પોતાના ઇશારાથી સ્વરૂપનો અનુભવ કરાવે, સુવર્ણ પાત્રે ઢંકાયેલા હ્રદય ઉપરના આવરણને હટાવી સ્વયં પ્રકાશિત પરમાત્મા તારી અંદરજ છે તે તું પોતેજ છે એવો સદગુરૂદેવ આત્મસાક્ષાત્કાર કરાવે એક દીવાથી બીજો દીવો પ્રગટે, અંધકાર સંપૂર્ણ નાશ પામી જાય,સદગુરૂશ્રી જે સ્થિતિમાં હોય એજ સ્થિતિનો આપણને અનુભવ કરાવે, એક પારસથી પારસ બને એક પારસથી હેમ,સમાગમ સદગુરૂનો ઇયળ ભમરીના સંગે ભમર બની જાય આ તો વિખ્યાત વાત છે. આ ઇયળમાં દંખ સહન કરવાની તૈયારી હોય તો જ એકરૂપ બની શકે વળી સંતોએ તો એટલા સુધી કહ્યું છે કે ઇશ્ર્વરથી સદગુરૂ મહાન છે રતન રસ્તામાં પડ્યું હોય તો એની કિંમત નથી પણ એને ઓળખનાર ઝવેરીનું મહત્વ છે, બાકીતો મૂલ્યવાન રતન પણ ધૂળમાં રોળાતૂ હોય છે લગભગ વનસ્પ્તિમાં ઔષધનો ગુણ હોય છે પણ એનો જાણકાર હોય તો અને તે પારખી બતાવે અનુભવી વૈદ જોઇએ ઢગલાબંધ ઔષધીઓ હોય સામે રોગીઓ પણ ઘણા પ્રકારના હોય છતાં જાણકારી સિવાયે કપણ ઔષધી લેવી જોખમરૂપ ગણાય પરમાત્મા ક્યાં નથી સર્વત્ર હોવા છતાં જ્યાંસુધી સદગુરૂની દિવ્ય દ્રષ્ટિ ન મળે ત્યાં સુધી એ પરમ તત્વજ્ઞાનની પહચાન થતી નથી એ સમજણ સદગુરૂજ આપી શકે કંઇપણ પ્રાપ્ત કરવું હોય તો કંઇક ગુમાવવાની પણ તૈયારી રાખવી પડે આપણે કોઇ બલિદાન કે ભોગ આપવો નથી અને એમજ સર્વ પ્રાપ્ત કરી લેવું છે દુનિયામાં બધી વસ્તું પૈસાથી મેળવી શકાય પરંતું ગુરૂપ્રેમ્ કે ગુરૂત્વ પદ પૈસાથી ના મેળવી શકાય એ તો પ્રેમ અને સમર્પણ ત્યાગથીજ પ્રાપ્ત થાય,દુઃખનું મૂળ અજ્ઞાન છે. અજ્ઞાની લોકો એમ વિચારે કે બાવાઓને વળી આવો વૈભવ શુ કરવો છે આટલો ઠાઠમાટ સંન્યાસીને વળી શોભ? જ્યારે જ્ઞાની માણસ એવું વિચારે છે કે વાહ મહાપુરૂષોનો કેટલો મહાન પુરૂષાર્થ હશે? આપણી આખી જીંદગી કઠલા કર્યા પરંતુ ઘેર આવેલા પાંચ દસ મહેનાની પણ પૂરતી સરભરા કરી શકતા નથી જ્યારે આ મહાપુરૂષો તો રોજનો હજારો દર્શનાર્થીઓને ઉતમ પ્રકારનું ભોજન કરાવે છે અનેક ધર્મસ્થાનો ઉપર અસંખ્ય ભક્તોની ભોજન સમયે પગંત પડે છે. અને મહાપ્રસાદ ગ્રહણ કરે છે સુરેન્દ્ર નગર પાસેના કોઠારીયા ગામે પરમ પૂજ્ય વજાભગતના અન્નક્ષેત્રમાં ૨૦૦ જેટલી બહેનો રોટલા ઘડે છે. અનેચારસો જેટલા સ્વયંસેવકો એ રોટલાથી અનેક ગરીબ ભૂખ્યા માણસોના જઠરાગ્નિને શાંતિ આપે છે. વૈસ્વારનરને તૃપ્ત કરે છે. સુરેન્દ્ર નગર પાસેના દુધરેજ ગામે વડવાળા ધામમાં અનેક ભક્તો સેવકો અને સંત સાધુંકે ગરીબોને પુરતું ભોજન પીરસાય છે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના થતી આવેલી ઉતમ સેવા તો જ સંત મહાપુરૂષોજ કરી શકે, ગુજરાત સૌરાષ્ત્રની ધરતી ઉપર ઠેર ઠેર મહાપુરૂષોએ તિર્થધામો સંસ્કાર ધામો લોક સેવાર્થે સ્થાપિત કર્યા, ઉગ્ર તપશ્ર્યા અને મહાન પરિશ્રમ પૂર્વકનો પુરૂષાથ કરી, આશ્રમ મઠો જગ્યાઓ મંદિરોની સ્થાપના કરી છે. જ્યાં આધ્યાત્મિક શક્તિનું પ્રદાન થાય છે છતાંય અજ્ઞાનીઓ ભગવા ભેખધારી એવા મહાપુરૂષોની ટીકાઓ કરતા હોય છે આવા વ્યક્તિઓ માનવતાના દુશ્મન છે જે ઇર્ષાની આગમાં સતત બળતા હોય છે શક્તિહીન અને કાયર માણસો મહાપુરૂષની આવી દિવ્ય અને ભવ્ય એબ્વી મહાનતા સહન કરી શકતા નથી. પરમ પૂજ્ય ગુલાબનાથજી કહે છે સંસારના પ્રદાર્થો કોઇએ દુઃખકે દબાવ દેતાં નથી, દુઃખતો અજ્ઞાતમાં છે ઘણા મહાપુરૂષો વૈભવમાં રહેતા હોય છે. છતાં પણ જરાય આશક્તિ ના હોય પણ ઝુપડીમાં રહેતા હોય પણ લંગોટીની આશક્તિ છૂટતી નથી. માટે બહારની ભવ્યતા કે દુર્બળતા કે બહારના પદાર્થો કોઇ દુઃખ દેતાં નથી. ગુરૂપૂર્ણિમા શ્રી ગુરૂને બારમાસનો કર ભરવાનો દિવસ નથી, એ આધ્યાત્મિકતાનાં લેખાં લેવાનો દિવસ છે. આપણે શ્રી ગુરૂ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો દિવસ છે ઘણી બાબતો એવી છે કે શબ્દ દ્રારા તેનું વર્ણન થઈ શકતું નથી ગુરૂકૃપા પ્રાપ્ત થાય તો પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જેવી સ્થિતિ અવશ્ય બને જ વ્યવહારમાં પણ આનંદ વર્તાય પરમ પૂજ્ય બાપુશ્રી પણ કેવી પરખ કરી કે પરમ પૂજ્ય મહાદેવગિરીજી બાપુશ્રીના પંદર વર્ષના કારભારીપણાને જોઇને તેમના સ્વર્ગવાસ પછી તેમના સમાન વ્યક્તિને પારખીને પરમ પૂજ્ય મહંત બાપુશ્રીએ વર્તમાન પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદગિરીજી બાપુશ્રીને કોઠારી તરીકે જવાબદારી સોપીં, પરમ પૂજ્ય મહંતસ બાપુશ્રીની એ દિવ્ય કોઠાસઉઝના શ્રી વાળીનાથધામના વિકાસ દ્રારા હાલ દર્શન થઈ રહ્યા છે આટલી મોટી જવાબદારી સંભાળવી દરેક સમાજ સાથે નિસદિન સંપર્કમાં રહેવું રાજા મરૂત જેવી શાસન જેવું આ ભવ્ય કાર્ય કોણ વહન કરી શકે? પણ પરમ પૂજ્ય કોઠારી બાપુની અસામાન્ય બુધ્ધિમતાએ અખાડાનું ભવ્યમાં ભવ્ય ભવ્યતા અપાવી દીધી.