Shree Marut Prev Next Index

-:શ્રી મરૂત:-      પરમ પૂજ્ય દાદાશ્રી પાડુંરંગ આઠવલેજી કહેતા કે મરૂત જેવો મહાપુરૂષ કે મહારાજવી કોઇ ભાગ્યેજ બની શકે છે
      બાલ રવિનાં કિરણો વાતાવરણને પ્રસંન્ન બનાવતાં હતાં પરસેવાથી રેબઝેબ થયેલો એક યુવક ઘોડે સવાર રાજ મહેલના દરવાજા પાસે આવી છલાંગ મારી ઘોડા ઉપરથી નીચે ઉતરી રાજમહેલમાં પ્રવેશ કરે છે. તેજસ્વી મુખમુદ્રા અને કસાયેલો શરીરનો બાંધો તેના વ્યક્તિત્વની આગવી પ્રતિભા ઉપસાવતા હતઆં પ્રૌઢોને પણ શરમાવે તેવી ધૌર્ય અને ગાંભીર્ય તેના આર્કષક મુખ ઉપર સ્પષ્ટ વર્તાતા હતા, પ્રસ્વેદ બિદુંથી શોભતો એ યુવાન ઝડપભેર રાજમહેલમાં દાખલ થયો, એક બુલંદ અવાજ તેના કાને અથડાયો બેટા મરૂત અહીં આવોતો, વૃધ્ધ દાદાએ હાક મારી મરૂત પાસે આવ્યા, દાદાએ પ્રેમથી પીઠ ઉપર હાથ ફેવરતાં કહ્યું આજે ઘોડાને ખુબ દોડાવ્યો લાગે છે. બેટા તને એક મહત્વની જવાબદારી સોંપવાની છે આજે આ તારા વૃધ્ધ દાદા તારા ખભે આ રાજ્યની જવાબદારી સોપીને મુક્ત થવા માગે છે. રાજની ધુરા તારે વહન કરવાની છે આ યુવાન મરૂત હજું તો ખેલવા કુદવાની ઉંમર હજું તો મૂછનો દોરો પણ ફૂટ્યો નથી, ત્યાં આટલી મોટી જવાબદારી મરૂતને સપન્ને પણ ખ્યાલ હતો નહિ રાજમુગટ પહેરવો સારો લાગે છે. પણ તેની જવાબદારીનું ભાન થતાં જ તેની મુશ્કેલીઓ સહાજમાં ખ્યાલ આવે છે. મરૂતનું મન સહમત નથી થતું પરંતું વિધીની આ વિચિત્રતા છે આ માનવ જીવનની ઘટમાળ જ એવી છે સુખ દુઃખની પરંપરા ઉભી કરનાર આ ઘટમાળ થૉડીજ કોઇનો વિચાર કરે છે? જેને શ્રી રામ-કૃષ્ણને પણ છોડ્યા નથી, પોતાના તાલે નચવ્યા છે તે વળી મરૂતને કેમ ન છોડે આખ્રે મરૂત દાદાની આજ્ઞા માન્ત્ય રાખી યુવાન રાજકુમાર ઠરેલ ગંભીર બની રાજધુરા વહન કરવા રાજવી બન્યો. નગરજનોમાં આ ચર્ચાનો વિષય થઈ પડ્યો પુત્રની રાજગાદી આપવાને બદલે કરમધમ નરેશે પૌત્રને કેમ રાજગાદી કેમ સોંપી? હજી તો મરૂત નાનો છે અને નરેશ પણ એવા ક્યાં વૃધ્ધ થયા છે કે આમ એકાએક રાજગાદી ઓડીને ચાલ્યા જવાનો વિચાર કરે? કરમધન નરેશે ભારતીય પરંપરાને અનુંલક્ષીનેજ આ નિર્ણય લીધો હતો સમય પ્રમાણે નિર્ણય ના લઈ શકનાર વૃધ્ધ થયા પછી પણ જવાબદારીનો ભાર ઉંચકીને ફરે તેનું જીવન વ્યર્થક છે પોતાના કલ્યાણ માટે કંઇ કરવાનું કે પછી ભાર જ વેઠવાનો કરમધમ નરેશના પુત્ર અવિકક્ષીત રાજગાદી લેવા માટે તૈયાર ન હતા. તેમને જ્યારે અવીક્શીતને પૂછ્યું કે બેટા હવે હું ક્યાં સુધી રાજની જવાબદારી ઉપાડું તું મને મુક્ત કરે તો કોઇ તપોવનમાં જઈને આ કાયાનું કલ્યાણ કરૂ. ત્યારે અવીક્ષીતે કહ્યું કે પિતાજી હું રાજ ચલાવવા માટે અસમર્થ છું ત્યારે નરેશે કહ્યું કે બેટા તારા બાહું બળ ઉપર તો આખું રાજ નિર્ભય છે તું કેમ તારી જાતને અસમર્થ માને છે? ત્યારે અવીક્ષીત કહે છે. પિતાજી વિશાલ રાજાએ મને કેદ કર્યો અને આપના દ્રારા હું છૂટ્યો છું એ કલંકથી હજી હું મુક્ત નથી થયો તેથી રાજગાદીને હું લાયક નથી નરેશે કહ્યું કે બેટા હું અને તું ક્યાં જુદા છીએ અને બાપને સહારે દીકરો મોટો થતો આવ્યો છે એ તો સામાન્ય વાત છે આ સંભળી અવીક્ષીતે બહું તેજસ્વી જવાબ આપ્યો હે પિતાજી બાપના નામ ઉપર ફક્ત નિર્ભય રહે એ તો પુત્ર કહેવાય સુપુત્ર નહિ, જે માણસ પોતાનું રકક્ષ ના કરી શક્યો તે પ્રજાન શું રકષ કત્રી શકશે નરેશે મંત્રીઓ ,દરબારીઓ, ન્યાયધીશો વગેરેને બોલાવી નિર્ણય જાહેર કર્યો કે અવીક્ષીત રાજ્યાભિષેક માટે તૈયાર નથી તેથી તેના પુત્રને તેનો ઉતરાધિકારી બનાવવો, મરૂત નાનો હતો પરંતું તેજસ્વી,ગુણીયલ,ાને સમજદાર હતો તેથી સૌએ કરમધમ નરેશના પ્રસ્તાવને વધાવી લીધો મરૂતનો રાજ્યાભિષેક થયો બીજે દિવસે નરેશ તપોવન જવા વિદાય લીધી સૌ જનતાએ વિદાય આપી રાજા મરૂત દાદાને પગે લાગ્યા, દાદાએ આર્શીવાદ આપ્યાં અને પ્રજાને પ્રેમથી સાજવજ સંત ગુરૂજનોની સેવા કરજો આમ કહીને નરેશ અને વીરારાણી પોતાના કલ્યાણ માટે તપોવનમાં ચાલ્યા ગયા મરૂત વિચારે છે કે મારૂ રાજ સમૃધ્ધ અને સુંદર છે પણ લોકોમાં સંસ્કારોનો અભાવ છે સંતો ગુરૂજનોના સતસંગની ખામી છે સત્સંગી સંતો આવાતા જતા નથી, માટે સંતોની પધરામણી કરાવી જાતે સેવા કરી સંતોના સત્સંગનો પ્રજાને લાભ અપાવી કૃતાર્થ થવું એમ અંગીરથના પુત્ર સંવતે મરૂતને કહ્યું જેમ શ્રી વાળીનાથ ધામમાં કોઇ સંતો મહંતો પધારે ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી શ્રી જાતે સ્વાગત કરી આસનો બનાવી સતકાર કર્યો અને સંતોને જે કંઇ જોઇએ તે જાતે દોડીને હાજર કરી દે છે આ રાજા મરૂતે અને સંવતે બંન્ને મળીને વિચાર કર્યો કે આ કાર્ય એવી રીતે કરવૂ મરૂતે મોટા મોટા યજ્ઞ કરવા માંડ્યા યજ્ઞનો અર્થ વિશાળ અને વ્યાપક છે તેની સંસ્કૃતિ કાર્યની દિવ્યતાપણ છે યજ્ઞવેદી જ્યાં મૂકવામાં આવે ત્યાં વિદ્રવાનો ભેગા થાય, શ્રી ગણેશજીની પ્રતિષ્ઠા થાય, અગ્નિની પ્રતિષ્ઠા કરી આહુતિ અપાય, આજુંબાજુના લોકો આવે એમને ઉપદેશ આપવામાં આવે વિદ્રવાનો ગામડૅ ગામડે ફરીને સતસંગ સંભળાવે લોકોને સંસ્કૃતિથી સભાન કરે માનવતાના પાઠ ભણાવવામાં આવે આ પ્રમાણે રાજા મરૂતે યજ્ઞો કરયા, સંત ગુરૂજનો પોતાના રાજમાં પધારવા લાગ્યા યજ્ઞ માટે લક્ષ્મીની તો જરૂર પડે જ તેને સમાચાર મળ્યા કે મૂઝ પર્વત ઉપર લૂટરૂઓએ દાટેલ બધૂજ ધન લાવીને સતકાર્ય, સેવાયજ્ઞમાં વાપરી દીધું પશુંવત જીવન જીવતા માનવીઓને માનવ જીવનની શ્રેષ્ઠતા શીખવી લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પ્રગટાવ્યો અને લોક હ્રદયમાં પૂજ્ય ભાવનું સ્થાન જમાવ્યું. રાજ્યમાં ગુરૂજનોના વચનોમી સતા સ્થાપી. " મરૂત; વરિવેષઠારો મરુતવસ્યા વસન ગૃહે " આમ દિવ્ય મંત્રમાં પણ રાજા મરૂત સ્થાપિત થયા આવું દિવ્ય કામ શ્રી વાળીનાથજી ધામ વિશે પરમ પૂજ્ય મહંત શ્રી પરમ પૂજ્ય કોઠારી શ્રી એ કર્યું અને આ ધામની અતિ રળીયામણી શોભા વધારી દીઢી એના મૂળમાં ગુરૂજનિઓની સેવા હોવી જોઇએ, પરમ પૂજ્ય મહંત બાપુશ્રીની શાંત પરમ પૂજ્ય કોઠારી બાપુ ભારતમાં પ્રસરાવી એક આર્દશ સ્થાપિત કર્યો છે . આવા દિવ્ય ગુરૂ શિષ્યન સદભાગ્યેજ પ્રાપ્ત થાય છે. એ સદભાગ્ય પ્રાપ્ત કરવા ગુરૂશિષ્યની સરખામણીમાં આપણે આખા જીવનનું અવલોકન કરીએ, પળે પળ આપણું જીવન ઉદવેગ વાળું બની જાય છે કોઇ સહેજ મશ્કરી કરી તિરસ્કાર કરે વગર વાંકે હડધૂત કરે નિર્દોષ હોવા છતાં દોષારોપણ થા ત્યારે આપણે ધીરજ ગુમાવી બેબાકળા થઈ જઈએ છીએ સતસંગના વ્યવહારમાં એક સેવકને માન મળે અને બીજાને ના મળે , એકને પ્રેમ મળે બીજાની ઉપેક્ષા થાય, સદગુરૂ એકને યાદ કરે બીજાને ના સંભાળે ત્યારે મૂઝાઇ જવાય કોઇ ભક્ત આપણા ગમતામાં વર્તે ના વર્તે આપણે કોઇ કલ્પના કરી રાખી હોય અને સદગુરૂ સાકર ના બનાવે આવી વિચિત્રતાના શંભૂ મેળા જેવા સમાજમાં સાથે રહેવાનું થાય તો મુંઝવણ ઉભી થઈ જાય છે એ બધી જ ગુરૂભક્તિની કચાસ છે સદગુરૂને સમર્પિત બનીને સદગુરૂનાં જીવનનું દર્શન કરતા રહીએ,તો કંઇજ આ દુનિયામાં અશ્કય નથી કાંઇ જાય છે. થયું છે અને થશે. તેના પ્રેરક એક સદગુરૂજ છે તો શા માટે આનંદમાં ના રહેવું આમ વ્યાપક સ્વરૂપે જોવાં મારા શ્યામને વાસુદેવ સર્વમિતિ એ ભાવના દ્રઢ થશેતો મહાપુરૂષો પ્રસંન્ન થશે જ હું મા કરે એક તુ એમાં કરે એક તુ સૌમાં કરે એક તુ બસ તુ તુ તુ પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પ્રત્યે આ રીતે વર્ત્યા તેઓ સ્વ અને સર્વને માટે જ વર્ત્યા છે.