Bhed Drasti Rahit Na Sambandh Prev Next Index

-:ભેદ દ્રષ્ટિ રહિતનો સબંધ:-



      પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને કોઠારી બાપુશ્રીનો જે સ્નેહ સબંધ છે. તે ખુબજ ગહન છે. બન્નેનું જીવન છે. તે ભેદ દ્રષ્ટિ વિનાનુ જીવન છે. પૂજ્ય કોઠારી બાપુશ્રી પાંચ દશ દિવસ કોઇ કામને લઈને બહારગામ જાય ત્યારે પરમ પૂજ્ય મહંતબાપુશ્રીને બિલકુલ પાલવતું નથી. આવો સ્નેહનો ઉઠાવ સદગુરૂશ્રી પ્રત્યે કેળવવો એ મહાન પુરૂષાર્થ છે. જગતમાં ઘણી જગ્યાઓમાં એવાં પણ દર્શન થાય છે કે એક મહાપુરૂષના ગુણગાન બીજાથી સહન થતા નથી, આવી ઇર્ષાના ખતરનાક વૃતિ જીવને કોરી ખાય છે. પરંતુ અહી શ્રી વાળીનાથ ધામની વાત જૂદી છે. આ મહાન સંતમહાપુરૂષોની આજ્ઞામાં પંચમહાભુતો રહેતા હોય,પંચ વિષયોનો કોઇ સંક્લપ નહિ વળિ બધાની સમદ્રષ્ટિથી પ્રાર્થના પરમ પૂજ્ય મહંત બાપુશ્રી સાંભળ આનું નામ ભેદ દ્રષ્ટિ વિનાનુ જીવન હું અને તું એક અને સહુંથી વાળીનાથ ભગવાનના સ્વરૂપો એનું નામ દિવ્ય દ્રષ્ટિ, પરંતુ કોણ જાણે કેમ આવું ઝાકપણૂ સૌ ભૂલી જાય છે. આપણને સદગુરૂ નિહાળે છે. ખાય છે પીએ છે,અને બધી જ ક્રિયા કરે છે દસ ઇન્દ્રીઓ,ચાર અંતઃકરણ ગુરૂને લીધે સુખી છીએ થોડી ઘણી બુધ્ધિ શક્તિ કે ગુણ આપણા દેહમાં વૈરાગ્ય નારાયણનું ચૈતન્ય હતૂ જ પણ બ્રહ્મની એ શક્તિનો પ્રવેશ નહતો તેથી તે જડ હતો તેનું હલચન સંપુર્ણ હતું જ્યારે બ્રહ્મની શક્તિએ પ્રવેશ કર્યો,ત્યારે આ વિરાટ નારાયણનું ક્રિયા કરવાની જાણ્યા છતાં બિચારો જીવ એના હું પણામાંથી બહાર આવતો નથી એક કવિએ સરસ વાત લખી છે કે ઉંદર શુશુ કરે છે, ગુવડ ગુ ગુ કરે, ચકલી ચી ચી કરે અને અજ્ઞાની હું હૂ કરે ચારે સરખા છે અહો ઐતન્ય કેવી ક્ષુદ્રતામાં રાચી રહ્યો છે. સદગુરૂનો સબંધ થયો હોત તો આવી સમજણ કોણ આપત સદગુરૂએ કેવી દયાકરી કેવી સુઅ આપી અને છેવટે ભગવાન બનાવ્યા, આવા મહાપુરૂષો ગુઇજરાતમાં ઘણા બિરાજે છે પરમ પૂજ્ય સદગુરૂ શ્રી બળદેવગિરિજીબાપુશ્રી અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી જેવા મહારથીઓ વાળીનાથની પવિત્ર ધરતી ઉપર બિરાજે છે પરમ પૂજ્ય મહંત બાપુશ્રી પોતે અષ્ટાંગયોગી ગુરૂ છે પણ તેમનો આખો ઉઠાવ સેવા ઉપર સરભર છે. એમના દરેક સંતોને ભક્તોની સેવામાં જોડી દીધા છે પણ જો સમજણનો અભાવ ઉભો થાય તો એક અંતરય ઉભો થઈ જાય સુહ્રદય ભાવની જે મીઠાશ પ્રગટવી જોઇએ તે પ્રગટે નહિ, અને તે સમજણ જડ સંજ્ઞાને પામી જાય છે જે ધર્મ કોઇ સંત ધર્મ જ્ઞાન વૈરાગ્ય કે ભક્તિ અને સમર્પણ ભાવનું ખંડન કરાવે તો તે સર્વ અભદ્ર છે. તેના સંગ ના થાય સમર્પણ ભાવ જ જીવનું જીવન છે. સમર્પણ વિના બધા સદગુણો નકામા છે જ્યાં સુધી કોઇ સંતમાં સમજણનો ભેદ હશે તો અંદરો અંદર આત્મીયતાથી ઉઠાવ લઈ શકાશે નહિ કોઇને પોતાનો દોસ્ત કર્યો છે? શું છે ? પોતાની ભૂલ ક્યાં થાય છે તેનો થોડો પણ ખ્યાલ આવષે નહિ. સાથી સદ્ગુરુના સમાગમ વગર સમર્પણ ભાવની કચાશ રહિ જાય તેથી સંતોએ કે પરિવારના સભ્યોએ સમય મળે ત્યારે સાથે મળી બેસવું સતસંગ કરવો,તેથી આત્મીયતા દ્રઢ બને છે. નિખાલસ ચર્ચા વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સ્નેહ ગાંઠ મજબૂત બનાવે છે. પરમ પૂજ્ય પાક વંદનીય ગુરૂદે વિરમગિરીબાપુશ્રીનો દિવ્ય સંકલ્પ છે. ઘણા સંતો થકી શ્રી વાળીનાથ પ્રભુનુ કામ કરાવવું છે. જેને જે સ્વરૂપ સાથે પ્રિતી થાય તેને તે સ્વરૂપ સાથે સર્વોપરી ભાવે જોડાવાનું છે. સાધક માટે ધ્યાનનિય ચિંતનીય સદ્ગુરૂ સ્વરૂપ કોઇ એક જ હોવો જોઇએ પરંતું સાથે રહેનારા સંતો પ્રત્યે ઉપેક્ષા ભવ રાખવો તે એક મહાપાપ છે બીજા સંતો સાથે પણ પૂજ્ય ભાવ રાખ્વો એજ સાચી ગુરૂભક્તિ છે. રંજ માત્રભેદ ના રખાય જો ભેદ દ્રષ્ટિ ઉભી થશે તો ગમે તેટલી માળા ભજન કે સમર્પણ કરીશું તો પણ વ્યર્થ જશે જો સદગુરુ શરણમાં ભેદ દ્રષ્તી રાખીને ખેચતાણ કરીશું નિર્દોષ થવાશે નહિ એક કવિએ ગાયું છે કે......
      આજ સરખે સરખા ભેરૂ રે આનંદમાં ગુમે રે. આજે આખા માલધારી સમાજમાં બસ એક અવાજ છે તમે તમે મોટા, બળદેવગુરૂ તમે મોટા, બસ આજે તો આવી એક જ ભાવના વ્યાપ ક બની છે મારે મંદિરે માલે રે બસ તુ તુ તુ.... અને પૂજ્ય મહંત બાપુશ્રી તેમજ પૂજ્ય કોઠારી બાપુશ્રી દરેક નાના મોટા દોષોને માફ કરીને ઉદારતા પૂર્વક સમા દ્રષ્ટિથી દરેક સંતોને પોતાના પણાના ભાવે રાખે છે.