Guru bhakti no vikas Prev Next Index

-:શ્રી ગુરુભકતિનો વિકાસ:-


      સાચો શિષ્ય તો જાણે છે કે ગુરુભક્તિ એના માટે શ્ર્વાશ્ર્વાસની જેમ અભિન્ન અને અતિ આવશ્યક પ્રવૃતિ છે આ અતુટ શ્ર્ધ્ધા જ એના પ્રભુ પ્રાપ્તિના લક્ષ્ય પંથને સરસ અને આનંદદાયક બનાવે છે. ગુરુભક્તિ તમામ ધર્મોની સારપૂર્ણ ભક્તિ છે એના પાયા ઉપરજ આધ્યાત્મિકતાનો મહેલ તણાયો છે. અહંમ ભાવનો પરિત્યાગ ગુરૂભક્તિનુ પ્રાથમિક સોપાન છે શિષ્યની ભાવનાત્મક ઉતેજના ગુરુભક્તિમાં બાધક માનવામાં આવે છે ભક્તિમાં જો ઉંડાણ આવે તો એવી ભોળી ભક્તિભાવથી મહાપાપી પણ મુક્ત બની જાય છે ભક્તિ સાચી હોવી જોઇએ આવી ભક્તિ આપણી હિન વૃતિઓ અને આવેગોને ભસ્મ કરીનેર આપણામાં દૈવી ગુણ પ્રગટાવે છે આપણો વિકાસ કરે છે. અને ાપણને પરમ સત્યની પાસે પહોચાડી છે. ભક્તમાં સત્ય ભાવ જગાડે છે એની અભિવૃધ્ધિ કરે છે સત્ય ભાવની અભિવૃધ્ધિથી સૌ ભક્તો સદાચારી બને છે એનાથી ગુરૂભક્તિ રૂપી પુષ્પમાં સુગંધ આવે છે આ ઉચ્ચ ભક્તિભાવ માનવમાત્રનું લક્ષ્ય બની જાય છે ઇશ્ર્વર પ્રત્યે ભક્તજિવી ઉદાર ભક્તિભાવના દાખવે છે તેવીજ ભક્તિભાવના જો ગુરૂપ્રત્યે જાગી જાય તો સત્ય તત્વની અનુભૂતિ સહજ બની જાય છે ગુરૂનાં પાવન ચરાવિંદની ભક્તિજો [પુષ્પ સમાન માનીએ તો શ્રી ગુરૂનાં આર્શીવચનો અમર ફળના રૂપમાં સમજવાં જોઇએ શ્રી ગુરૂનાં મહિમાનું નિત્ય નિરંતર સ્મરણ કરતાં રહેવું જોઇએ. તમારી આ પ્રવૃતિ ગુરૂશ્રી પ્રત્યે શિષ્યની સાચી ભક્તિભાવનાથી ઓળખાણ છે. જેનું મન વિશુધ્ધ હોય તેને ગુરૂ રહસ્યનો અભ્યાસ કરાવે, પાઠ ભણાવે તો તત ક્ષણ એનું મન સ્થિર અવસ્થામાં આબ્વી જાય અને નિર્વકીલ સમાધિમાં પ્રવિષ્ઠ થઈ શકે માટે દરેક સાધકનું કર્તવ્ય છે કે એ પોતાના મનને વિષયોથી વિમુખ બનાવે ત્યારબાદ ગુરૂના આદેશથી અબ્યાસથી સંલ્ગન બને.