Bhakti Sadhana Ane Guru Sparsh Prev Next Index

-:ભક્તિ સાધના અને ગુરૂ સ્પર્શ:-


      સાધનામાં સ્થાન ગુરૂ અને ગુરૂ ભક્તિની પધ્ધ્તિ આ ત્રણેયની નિશ્ર્વિયતાથી અત્યંત મહત્વ છે. સાધના માટે એક નિશ્ર્વિત સ્થાન એક નિશ્રિત ગુરૂ અને નિશ્રિત ભક્તિ પધ્ધતિનું પોતાનું આગવું સ્થાન છે.આ પ્રમાણે થતી ભક્તિ સરસ ફળદાયી બને છે. આત્મ સાક્ષાત્કારી શ્રી સદગુરૂનું માર્ગદર્શન આ ભક્તિમાં પરિપક્વતા લાવે છે. ભક્તિમાં એકાગ્રતા લાવવી એ અનિવાર્યતા છે. ચંચળ મનને એકાગ્ર કરવા માટે પોતાના સમક્ષ ગુરૂદેવની છબી પ્રતિષ્ઠિત કરો અથવા કોઇપણ સંત મહાત્મા, સંત પુરૂષ દેવી દેવતા કે ભગવાનના અવતારોમાંથી કોઇપણ પ્રિય છબી મૂકો એમાંજ મનને કેન્દ્રિત કરવાનો અભ્યાસ કરતા રહો એકાગ્રતા લાવવા માટે જપ ધ્યાન, પૂજા,ભજન કીર્તન સ્મરણ વગેરેમાં પણ મનને સ્થિર કરી શકાય. ગુરૂ સ્તુતિ વિવિધ સ્ત્રો અને મંત્ર જાપના ઉપચાર દ્રારા પણ મ્નને એકાગ્ર કરવામાં સફળતા મળી શકે. ગુરુશિષ્ય વચ્ચે ભક્તિભાવનો પુલ બંધાયા પછી શિષ્ય ભલે ગમે ત્યાં હોય, ગમે ત્યાં રહે માત્ર ગુરૂદેવનું ધ્યાન કરીને તેમની સાથે સબંધ સ્થાપિત કરી શકે છે. પોતાની કોઇપણ સમસ્યાનું સમાધાન મેળવી શકે છે. દૂરના સ્થાને રહેલા શિષ્ય દ્રારા ધ્યાન કરવામાં આવતાં જ ગુરૂશ્રી ભાવનારૂપે એની પાસે પહોંચી જાય છે. અને પોતાની ભક્તિ તરફ બેઠેલા આસન પર શિષ્ય તરફ માર્ગદર્શક એવો પ્રત્યુતર પણ મોકલતા હોય છે. પોતાની શક્તિ દ્રારા શક્તિદાયક અને આનંદદાયક ભાવતરંગો પ્રવાહિત કરતા રહે છે. શિષ્ય ગુરૂના ચૂબંકીય દિવ્ય પ્રવાહમાં ડુબકી મારતાં સુખાનંદમાં ખોવાઇ જાય છે. શિષ્ય જ્યારે પણ શ્રી ગુરૂદેવનું ધ્યાન ધરે છે ત્યારે ગુરૂદેવને શિષ્યના ભાવતરંગો સ્પર્શી જતાં હોય છે. શિષ્ય તરફથી પ્રવાહિત પ્રાથના તીવ્ર વેગ અને તેમજ ઉન્મત વિચારધારાની ભરતી ગુરૂદેવના હ્રદયને સ્પર્શી જાય છે. જે શિષ્યોનો અંતઃચક્ષુ ખુલ્લાં હોય છે તેવાં શિષ્યો પોતાની અને ગુરૂની વચ્ચે પ્રવાહિત ઉજ્જવળ પ્રકાશ તરંગોને સ્પષ્ટરૂપે જોઇ શકે છે. આ પ્રકાશ સાત્વીક વિચારોના આંદોલનના ફળ સ્વત્રૂપે ચિતમાં ઉભરાતો રહે છે. આધ્યાત્મિક સદગુરુ શિષ્યને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. બ્રહ્મવેદતા સદગુરૂનાં રહસ્યપૂર્ણ આંદોલનો શિષ્યના મન તરફ પ્રવાહિત કરવામાં આવે છે.જેમ પરમ પૂજ્ય રામહંસે પોતાની આધ્યાત્મિક શક્તિ સ્વામીશ્રી વિવેકાનંદજીને પ્રદાન કરી હતી. તેમ પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરીજીએ પરમ પૂજ્ય કોઠારીને પ્રદાન કરી આધ્યાત્મિક શક્તિ પ્રવાહને ગુરૂના દૈવી સ્પર્શ તરીકે ઓળખવવાં આવે છે. સમર્થ ગુરૂ રામદાસના એક શિષ્યે આવી શક્તિ એક નર્તકીની પુત્રીને આપી હતી, જે એમની તરફ અત્યંત કામાશક્ત થઈ હતી અને તેની કામશક્તિ નાબૂદ થઈ ગઈ હતી.-:શ્રી ગુરૂભક્તિનાં નિયમો:-


      ગુરૂભક્તિથી ગુરૂકૃપાથી મુક્તિલાભ મળે છે. પરંતું ગુરૂભક્તિ એવી હોવી જોઇએ કે જેને તૃષ્ણાનો સ્પર્શ સુધ્ધાં ન થયો હોય. ફળની ઇર્છાનો તાપ ના લાગ્યો હોય, અને જેમાં હ્રદયનો સંપૂર્ણ આદરભાવ રેડી દેવામાં આવ્યો હોય, શોક અને ભયનો ત્યાગ કરીને પોતાના સદ્ગુરૂના ચરણમાં બેસો એ ચરણો પર પોતાને ન્યોછાવર કરી દો. પોતાની સંપતિ, પોતાનાં બધાંજ શુભકાર્યો, તપ વગેરેનો પુણ્યફળને એમના ચરણોમાં સમર્પિત કરી દો, ત્યારેજ તમારૂ હ્રદય ખરેખર શુધ્ધ થશે, સદગુરૂના ચરણના પ્રતાપથી હ્રદય પાવન બને છે.ભક્તિનો વિકાસ થાય છે.. માટે એમને પરમાત્મા માનીને પોતાની સમગ્ર અંતરતમ શ્રધ્ધા અર્પણ કરો, આદરભાવથી એમની સેવામાં પ્રવૃત થઈ જાઓ. પછી તમે અનુભવ કરી શકશો કે તમારી અંદર ભક્તિની સરીતા વહેવા લાગી છે. ગુરૂભક્તિ અને ગુરૂસેવા સાધનારૂપી નૌકાનાં બે હલેસાં છે. જે શિષ્યે સંસાર સાગરથી પાર ઉતારે છે. જેણે સદગુરૂ શરણમાં આશ્રય લઈ લીધો છે. મનોયુગપૂર્વક ગુરૂની સેવા કરે છે. એની ગુરૂભક્તિ સાર્થક બને છે. એના ઉપર શોક,પરિતાપ,ભય,પીડા અને દુઃખ વગેરેનો રજમાત્ર ખોટો ભાવ પડી શકતો નથી. એના માટે ઇશ્ર્વર સાક્ષાત્કાર સહજ બની જાય છે. એને પરમાત્મા અને ગુરૂમાં ભેદ જણાતો નથી. શિષ્યે જો ગુરૂપૂજા કરવી હોય તો પુરી શ્રધ્ધા અને ભક્તિના પુષ્પો ગુરૂચરણો પર ચડાવીને એમને ઇશ્ર્વરના સ્વરૂપે નિહાળવવા જોઇઍ. સદગુરૂના સત્સંગ આત્મસાક્ષાત્કાર રૂપી મંદિરનો ઉંબરો છે. સત્સંગમાંથી મળેલ આધ્યાત્મિક ગુરૂ ઉપદેશ તમને જીવનસંગ્રામમાં ચોક્કસ જ વિજયશ્રી અપાવશે. સંસારમાં રહો, આનંદથી રહો, પરંતું કામનાઓ અને અહંકારથી બચીને રહો, તો જ તમારા અંતરમાં સદગુરૂ પ્રત્યે ભક્તિ ભાવનાનો ઉદય થશે, હ્રદયમાં ભક્તિભાવના જાગૃત થઈ જાય તો ગુરૂદેવનાં શરણે જાઓ, સત્યનું અનુશરણ કરવાનોમ પ્રારંભ કરી દો, ગુરૂ પ્રત્યે તમારી શ્ર્ધ્ધાને વધારતા જાઓ, એને અતુટરૂપે વિકસીત કરતા જાઓ, હ્રદયમાં દ્રઢ શ્રધ્ધા ધારણ કરીલો કે સદગુરૂ પોતાના પ્રિય શિષ્ય પર સતત આશિર્બ્વાદથી વૃષ્ટિ કરતા રહે છે. માટે પ્રિયશિષ્ય તરીકેની યોગ્યતા(પૂ. કોઠારીશ્રીની જેમ) પ્રાપ્ત કરી લેવાના અભ્યાસ અને પોતાના કર્મમાં મગ્ન રહેવું પડશે.-:શ્રી ગુરૂ ધ્યાન અને પૂજા:-


      ધ્યાન અને તે પણ શ્રી ગુરૂદેવના ચરણોનું ધ્યાન મોક્ષ અને શાશ્ર્વત સુખ શાંતિ પ્રદાયક માનવામાં આવે છે. જેઓ ગુરૂના ચરણમાં ધ્યાન સ્થિર કરતા નથી, તેઓ આત્મા હવન કરે છે. વિવેકકીજનો આ ધ્યાનરૂપી તરવારથી પોતાના અહંકારનો શિરર્છેદ કરે છે. આ ધ્યાન જ માનવમાત્રને શ્રેય પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. આજ ધ્યાનના જહાજ પર ચડીને શિષ્ય શાસ્વત સુખ,ચિરંજીવી શાંતિ અને સચ્ચિદાનંદ સ્વરૂપમાં વિહાર કરવા લાગે છે. નિયમિત ધ્યાન અભ્યાસથી આત્મજ્ઞાનના અનેક પ્રદેશો ખુલી જાય છે. મન શાંત સ્વસ્થ અને સ્થિર થવા લાગે છે અંતરાઅત્મા જાગૃત થાય છે. અને બધા સંશયો વિરામ પામી જાય છે. આ પ્રયોગ અવશ્ય કરવા જેવો છે. શ્રી ગુરૂચરણોમાં સતત ધ્યાન ધરો અને પોતાના પાપ્,સંતાપથી મુક્તિ પ્રાપ્ત કરો, યાદ રાખો કે ગુરૂનું ધ્યાન માનસિક શાંતિ દાયક છે. દિવ્યલોક અને બ્રહ્મલોક સુધી પહોંચારડનાર શાસ્ત્ર સંમત અને વિશાળ શિષ્ય સમુદાય દ્રારા અનુભવાયેલ આધ્યાત્મિક માર્ગ છે. ગુરૂદેવની દિવ્યછબીને ધ્યાનમાં ધાઅરણ કરવાનો અભ્યાસ કરો આ અભ્યાસપરિપક્વ થતાં અંતર આત્માનાં જ્ઞાનચક્ષુ ખુલી જાય છે. મનની અનેક શક્તિઓનાં દ્રાર ઉગડી જાય છે. શ્રી સદગુરૂના ધ્યાન માટે બ્રહ્મમુર્હતનો સમય છે એ સમયે સદગુરૂનાં ચરણકમળમાં ચિતને જોડી શ્રી ગુરૂદેવનાં સ્વરૂપનું ધ્યાન ધરવું ,પાઠપૂજા કરવી ગુરૂમંત્રનો જાપકરવો શિષ્ય માટે આ પ્રવૃતિ અને નિયમિત ધ્યાન સાધનાખુબજ કલ્યાણકારી સિધ્ધ થયેલ છે. જેવો સદાચારે જીવન જીવવાના અભ્યાસી થયા છે જેમને ગુરૂદેવનુંનિયમિત ધ્યાન ધરવામાં કુશળતા પ્રાપ્ત કરી દીધી છે એમને જ ગુરૂત્વનો સાકાત્કાર સહેજ સુલભ બની જાય છે શ્રી ગુરૂદેવની ધ્યાન સાધનાની આત્માનુંભૂતિ જાગૃત થાય છે આત્મબોધ પ્રગટ થાય છે ધ્યાનન સમયે પોતાની સામે ગુરૂદેવનું મનભાવથ છબી રાખી તેના ઉપર પોતાનું મન એકાગ્ર કરો, પ્રથમ દ્રષ્ટિને એમના ચરણના સ્પર્શથી પાવન બનાવો તેને હ્રદય તથા મુખ તરફ લઈ જાઓ ત્યારબાદ આંખો બંધ કરી દો, આંખો દ્રારા નિહાળેલ છબીને મનની ભાવાત્મક આંખો દ્રા વારંવાર જોવાની કોશિશ કરો ધ્યાન ધરવા માટે આ શારીરિક ક્રિયા છે આ ભવસાગરમાં માઅત્ર્ર ગુરૂજ તમારા તાઅરણહાર છે ગુરૂથી મોટુ આપણા માટે બીજૂં કંઈ જ નથી માટે બહું જ અહોભાવથી ગુરૂનો આદર કરો. ગુરૂદર્શન કરતી વખતે શિષ્યે અતિ વિન્રમ ભાવથી પ્રણામ કરવા જોઈએ જપ ધ્યાન,ભજન કિર્તન તેમજ સંત સમાગમથી હ્રદયમાં ગુરૂભક્તિનો અંકુર ફૂટે છે ગુરૂમંત્રના જાપથી આપણી ચિંતાઓનું સમન થાય છે દરેક શિષ્યનું ક્ર્તવ્ય છે કે તે ગુરૂચરણોમાં આશક્તિ જગાડે ભક્તિભાવ વિકસીત કરે છે. આ બધું ત્યારેજ બને છે. જ્યારે તે પોતાની નઠારી આદતોથી પોતાનો સબંધ તોડી નાખે, મદપાન ધુમ્રપાન સિનેમા જુગાર માંસ મદિરાનું સેવન કરતા પરનિંદા વગેરેથી છૂટકારો મેળવી લે છે.
      દરેક જીવ જાણે અજાણે સુખ સ્વરીપ પરમાત્માની શોધમાં દોડી રહ્યો છે આનંદદાતા ઇશ્ર્વરની શોધમાં ભટકતો દેખાય છે એની આ ગ્રાહ્ય દોડ વ્યર્થ છે એને ગુરૂચરણોમાં જઈને ગુરૂપ્રસાદની અનાયાસ પ્રાપ્ત થતાં શાસ્વત સુખનો ઉપભોગ કરવો જોઇએ, માત્ર શ્ર્ધ્ધા અને ભક્તિરુપી પુષ્પોથીજ શ્રી ગુરૂદેવ પ્રસંન્ન થઈ જશે, તમારા નિત સ્વરૂપ આત્મદેવનો પરમાત્માદેવનો સાક્ષાત્કાર કરાવી દેશે, તેથી વ્યર્થ સમય ના બગાડો, ઉતાવળ કરો જીવનમાં ક્યારે પૂર્ણ વિરામ આવે એની ખબર નથી તેથી સમય જે સે તે સુધારી લો.