Dharmayatra Prev Next Index

-:ધર્મયાત્રા:-


      યતોડભ્યુદયનિઃ શ્રેયસ સિધિઃ સ ધર્મઃ જેનાથી અભ્યુદય સિધ્ધિ મળે અને જેનાથી નિઃ શ્રેયસ પ્રાપ્ત થાય એનું નામ ધર્મ
     ધન દો ધનાર્થિનાં પ્રોક્તઃ કામીનાં સર્વ કામદ
      ધર્મ એ વાપ વર્ગસ્ય પારમ્પર્યેણ સાધકઃ ।।
     આ શ્ર્લોકમાં પણ આજ વાત કરેલી છે. કે ધર્મ ,અભ્યુદય અને નિઃશ્રેયસ આપે છે. અર્થ અને કામ અભ્યુદય છે. અપવર્ગ એ મોક્ષ એટલે નિઃશ્રેયસ છે. ધર્મ શું છે? મન,વચન,કાયાનો એવો પુરૂષાર્થ ધર્મ છે કે જેનાથી પુણ્યકર્મ બંધાય છે અને પાપકર્મ નષ્ટ થાય છે. મનના કેટલાક વિચાર એવા હોય છે કે જેનાથી પુણ્યકર્મ બંધાય છે. અને કેટલાક વિચારો એવા હોય છે કે જેનાથી કર્મોન નાશ થાય છે તે તમામ વિચાર ધર્મ છે. કેટલાક વાણી વ્યવહાર એવા હોય છે કે જેનાથી પુણ્ય બંધન બંધાય છે. અને કેટલાક એવા હોય છે કે તેનાથી પાપકર્મ બંધાય છે. પાંચ ઇન્દ્રિઓ,શરીરની કેટલીક પ્રવૃતિઓ એવી હોય છે કે તેનાથી કર્મોનો નાશ થાય છે જે પ્રવૃતિથી પુણ્યબંધ થાય એ અને કર્મોનો નાશ થાય છે. એ પ્રવૃતિ ધર્મ છે. જીવાત્માએ પુર્વજન્મોમાં ધર્મ કરીને જે પુણ્ય ઉપાર્જન કર્યું છે એ પુણ્ય કર્મોના ઉદય થવાથી માણસનો અભ્યુદય થાય છે.તેને ધન્ય ,ધાન્ય આરોગ્ય ઉતમ ફળ યશ કિર્તિ ગેરે સુખો મળે છે. આ વરતમાન જીવનમાં જીવાત્મા જે પુણ્ય કર્મ ઉપાર્જન કરે છે . તેનાથી જે પુણ્યકર્મ બંધાય છે તે આવતા ભવમાં ઉદયમાં આવેલી અભ્યુદય થાય છે. તમામ કર્મોના ક્ષય(નાશ) થાય છે ત્યારે નિઃશ્રેયપ્રાપ્તિ થાય છે મોક્ષ મળે છે. તપસ્યાથી તમામ કર્મોનો નાસ્ધ થાય છે. સમભાવે કરેલી તપસ્યા કર્મોનો નાશ કરે છે. લોભ લાલચથી માન,ધનની પ્રાપ્તિના હેતુથી કરેલું તપ કર્મ ક્ષય નથી કરતું, તપસ્યા કે ધર્મયાત્રાના વ્યાપક સ્વરૂપનું સદગુરૂ પાસેથી જ્ઞાન મેળવવું જોઇએ. બાહ્ય અને ભીતર તપનું જ્ઞનમાં બાહ્યસ તપ કરતાં કરતાં આંતર તપસ્યા તરફ આગળ વધવું જોઇએ.પ્રાયશ્રિત વિનય સ્વાધ્યાય ધ્યાન કાર્યોત્સર્ગ છે આ છે ભીતર તપ આંતર તપશ્ર્યા છે.કર્મ ક્ષય કરવામાં આ આંતર તપશ્ર્યા અસાધારણ કારણ છે. ગૃહસ્થ જીવનમાં બાહ્ય અને આંતર તપશ્ર્યાની અથોચિત આરાદહના થવી જોઇએ ધર્મ ના હોય અને પૈસા મેળવવાની ધૂન હોય એ ધર્મયાત્રા ના કહેવાય
     મુમંબઈના એક ડૉક્ટર કહેતા કે હુ માણસોની સેવા કરૂ છું પરંતું સેવા તો માત્ર કહેવા પૂરતી જ હતી તેમનું લક્ષ્ય ધન હતું, ધન સંપતિ ભેગી કરવી , સવારે છ વાગે ઉઠી દવાખાને જાય,રાત્રના દસ વાગે ઘરે પાછા આવે તેમને ત્રણ ચાર સંતાન આ સંતાનો તેમના પિતાને માત્ર રવિવારે જ જોતાં કારણ કે રવિવારે દવાખાનું બંધ રાખતા પરંતું ઘરે પ્રેક્ટિસ ચાલું દર્દિઓ ઘરે આવતા, ડૉક્ટર પોતાનાં બાળકો સાથે બેસી વાતો પણ ના કરી શકે બાળકોનો અસંતોષ પત્નીનો અસંતોષ પત્ની સાથે વાતો કરવાનો ડૉક્ટર પાસે સમય ન હતો ડૉક્ટરની ધૂન હતી પૈસો પૈસો હિમાલય જેટલો પૈસો ભેગો કરી લેવો પત્નીને ઘરમાં પુષ્કળ પૈસા આપતાં પરંતું શું ઘર એકલા પૈસાથી ચાલે છે? ડૉક્ટર ઘરના સભ્યોની લાગણીને પૈસાની લાલચમાં ભૂળી ગયા. છી ધર્મની વાતજ ક્યાંથી હોય ડૉક્ટર ન મંદિરે જતાં ન ધર્મોપદેશ સાંભળવા ધર્મગુરૂઓ પાસે ના જતા , ન કદી સત્સંગ કરતા કે ન કદી આધ્યાત્મિક લક્ષ્ય આપતા તેમનું મન ધર્મ કાર્યમાં લાગી જ ના શકે, એટલે ધર્મ યાત્રા કહેવાય નહિ, જ્યાં સુધી ધર્મ યાત્રા સાધ્ય નથી ત્યાં સુધી દેવયાત્રા સાધ્ય નથી . પૈસા જ સર્વસ્વ છે આ માન્યતા આજે કેટલી બધી વ્યાપક બની ગઈ છે? તમારા હૈયાને ઢંઢોળો, જે દેશની પ્રજાને હજારો વિદ્દ્વાન મહાન સાધુ સંતોનો ઉપદેશ સાંભળવ મળે છે એ દેશની પ્રજા આજે કેટલી બધી અર્થપ્રધાન બની ગઈ છે. તમારા હ્રદયને સંતોના ઉપદેશની શું કોઇ અસર નથી અર્થપ્રધાન હૈયું ધન દોલતનું તરસ્યું હૈયું ક્રૂર કઠોર અને નઠોર હોય છે. ન તેને ધર્મ સાથે સબંધ હોય છે. ન તેને આત્મા સાથે, આવ લોકો ધર્મથી વિમુખ અને દેવોથી વિરુઢ્ધ હોય છે અને આવા લોકો જો દુરાગ્રહી હોય તો તેમને કોઇ સાચી વાત સમજાવી શકતું નથી. એવા લોકો ઠોકર ખાઈને સમજે તો ઠીક નહોતો જીવન વ્યર્થ ગુમાવીને તેમને કોઇ સાચી વાત સમજાવી શકતું નથી . દુરગતિમાં જાય છે અને ધર્મ યાત્રા અને દેવ યાત્રાવિના ફોગટ ફેરા જાય છે કારણ કે ધર્મ વગર દેવયાત્રા પણ શાની?
      પરમ પૂ. મહંત બાપુશ્રી અને પૂ. કોઠારી બાપુશ્રી એ તિર્થયાત્રાના મહિમાને એક મહાન ભગીરથ કાર્યનો સંકલ્પ કર્યો. ગમે તે મહાન તિર્થયાત્રામાં સતીસેવકોને ખુબજ સુવિધા રહે તે માટે તે એવા ક્ષેત્રમાં વ્યવસ્થા ઉભી કરવી કે જ્યાં સમાજની વધૂને વધૂ સેવા થાય એ માટે એ ક્ષેત્રને અનુરૂપ ત્યાં ભવ્ય આશ્રમરૂપી ધર્મશાળા ઉભી કરવી જેથી આપણી અને સમાજની લક્ષ્મી મહાલક્ષ્મી બને, અને ધન્યવાદ છે. પરમ પુજ્ય કોઠારી બાપુની કે જેમની આ વિરાટ જવાબદારી પોતે ઉપાડી લીધી અને ધન્ય છે માલધારી સમાજને કે જેણે તન મન ધનથી પરમ પૂજ્ય બાપુશ્રીના આ પ્રસ્તાવને ઝીલી લીધો અને ભવ્ય તિર્થ ધામ જે રાજસ્થાનમાં જેસલમેર જિલ્લામાં પોકરણ પાસે રૂણિયા રણુજા રામદેવડાંના નામે ઓળખાતા શ્રી નકલંક અવતાર રામાપીરની પુણ્યભૂમિના પવિત્ર તિર્થધામ ખાતે ધર્મશાળાનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું તે સમયે ત્યાં ખાસ કોઇ સુવિધા હતી નહિ. ત્યાં બે રાત રહેવું એ લોઢાના ચણાચાવવા જેવું કઠણ કામ હતું અને એ પવિત્ર અને કસોટી કારક રણુજાની ભોમકામાં પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રીએ ધુણી ધખાવી અને ધર્મશાળ માટે જમીન સંપાદન કરી ભૂમિ પૂજન કર્યું. છ સો પચાસ વર્ષ પહેલાં શ્રી રામદેવજી ભગવાનનું ત્યાં પ્રાગ્ટય થયેલું ભગવાને તરૂણા પણ કરી હશે કે સારી એવી રણિયામણી ભૂમિમાં તો સૌ કોઇ વસવાટ કરે છે પણ આવી અગવડવાળી ભૂમિ ઉપર દિનદુખિયાની વચ્ચે રહીને માનવીનું કલ્યાણ કરવું છે અને એવી વિકટ કાંટાળિ ભૂમિકાને મંગલમય બનાવવામાં જ શ્રી રામદેવજી મહારાજ ત્યા પધાર્યા હશે. ભગવાન શ્રી રામદેવજીની જીવનલીલાથી વિશ્ર્વમાં કોઇ અજાણ નથી. એમને પંચભૂતનો દેહ ધરીને કેટલાય મહાન કાર્યો કર્યા હતા.અનેક ભક્તોને તાર્યા અને અનેક ભક્તોના વ્હારે ધાયા અને હાલમાં પણ દેહ ધરીને કેટલાય કર્યા. હાલમાં અનેક ભક્તોની શ્રધ્ધાથી ભક્તોના મનોરથો પૂર્ણ કરે છે.
      સમગ્ર ભારતની પવિત્ર ભૂમિ ઉપર ભગવા ને ચોવી અવતારો ધરીને ભારતભમીની ભવ્યતા વધારી કે દુનિયાના દેશોમાં ભારતની શ્રેષ્ઠ ગણના કરાવી ભારતની દિવ્ય સંસ્કૃતિ દુનિયાના દેશોમાં ફેલાવી દીઢી પરંતુ આપણી મોટી કમનસીબી છે કે ચૌદભૂવનનો નથ પધારે તોય આપણે એને ઓળખતા નથી ભગવાન રામદેવજી મહારાજના સમયમાં લોકો ઉંઘતાજ રહી ગયા ન તો ભગવાનનો ભાવ સમજ્યા ન તો ભગવાનને ભજ્યા આ એક કર્યૂં. ભગવાનને પણ હેરાસ્ન કરવામાં પણ ક્લ્હામી ના રાખી પરંતુ એ ચૌદભૂવનનો નાથ જેવો ના માણસ થયો. છોરૂ કછોરૂ ના થાય પણ માવતર કમાવતર ના થાય છેવટે બાબાની સમાધી પણ ખોદાવી તોયે કરૂણાના સાગર એવા રામદેવ બાબા સૌને જીવતદાન આપી સુખી કરી રહ્યા છે. જેણે જેણે જાણ્યા તે ન્યાલ થઈ ગયા અને ૬૫૦ વર્ષ પછી પણ બાબાની કરૂણતા મેળવ્વા ભાદરવામાં એકમથી એકાદસી સુધી ૨૦ ૨૦ લાખની જનમેદની ઉમટે છે. અને બાબાના ચરણે આવી અરજ ગુજારે છે. અને એની પવિત્ર ભોમકામાં ફકીરી લગાવી પરમ પૂ. કોઠારી બાપુશ્રી ત્યાં ભાવિક એવાં સમાજનાં યાત્રાળુંઓ અમે સંતોની સુવિધા માટે શ્રી વાળિનાથ ગુજરાતી ધર્મશાળાનું નિર્માણ કરવા માટે રાત દિવસ ત્યાંજ તપ કરીને અલગ જગાવી . કારણકે પૂજ્ય બાપુશ્રી એ આવી તિર્થયાત્રાની સુવિધા જાણિને પરમ પૂ. કોઠારી બાપુશ્રીને ત્યાં મોકલ્યા હશેને તમારૂ મન તેમાં તન્મય બની ગયું હોય પછી તમાત્રૂ અજ્ઞાત મન તમને ખબર ના પડે તે રીતે તેનું અનુસરણ કરવા પ્રેરણા કરે છે. પછી ઉઠતાં બેસતાં એ જ વિચારો આવે એમાંથી સ્થાયીભાવ બંધાય તેમાંથી આપણું સ્વપન્ન ચિત્ર અંકિત થાય કોઇપણ મહાપુરૂષો જ્યારે કોઇપણ કાર્યનો સુભારંભ કરે છે ત્યારે દ્રઢતા સાથે તે કાર્યને ધાર્યા કરતાં ઘણા વિષાળ ફલક ઉપર લઈ જાય છે. મહાપુરૂષોના આત્માની ધગસના કારણે ધારે તે કરતાં પણ વધારે સુંદર અને વિશાળ કાર્ય થાય છે. પરમ પૂ. મહંત બાપુશ્રી એક એવા પારસમણિ છે કે જેનો સ્પર્શ થયો છે . એના અનેક ભક્ત સેવકો સો ટચના સુવર્ણની જેમ પ્રકાશિત થઈ ઝળકી ઉઠ્યા છે પરમ પૂજ્ય બાપુશ્રીના આ પ્રભાવ વિષે જેમ જેમ વિચારી એ તેમ તેમ વધું ભક્તિમય આચાર્ય પ્રગટે છે. અને આવા મહાપુરૂષે પૂજ્ય કોઠારી બાપુને આવું વિશાળ કાર્ય ભરાવ્યું આવા મહાન અને ભવ્ય માનવીરૂપી દિવ્યવિભૂતિઓથી આપણે સૌ ઉજળાં છીએ આપણો સંસ્કૃતિક વારસો જળવાઇ રહેલો છે. તે તેમના તપના પૂણ્ય પ્રતાપે રાષ્ટ્રની ધર્મ સંસ્કૃતિને ટકાવવા માટે શ્રી વાળીનાથ ધામ જેવા અક્ષય પાત્રો છે અને તેમાં નવા નવા મહાપુરૂષો તૈયાર થતા રહે છે. તુલસી દાસજી કહે છે કે જડ ચેતન ગુણદોષમય,વિશ્ર્વ કિધં કિરતાર।। સંત હંસ ગુનગ્રહહી પયપરીહરી વારી વિકાર. કિરતારે સંસારની રચના એવી કરી છે જેમાં સારૂ નરસું ગુણ અવગુણ બધુ જ છે પણ જે સંતો છે સત્યના ઉપાસકો છે તેઓ હંસની માફક દૂધરૂપી ગુણને ગ્રહણ કરી પાણિરૂપી અવગુણનોત્યાગ કરીને જે સત્યમ શિવમ સુન્દરમ ની જ ઉપાસનાજ કરે છે પરમ પૂજ્ય બાપુશ્રી નું માનવું એમ છે કે સંત પોતાની શક્તિનો ઉપયોગ પોતા માટે ના કરે પણ જેને જરૂર છે તેના માટે કરે ખલપુરૂષ અને સાધુંપુરૂષ એમ બંન્નેની પાસે જ્ઞાન હોય ધન પણ હોય અને સતા પણ હોય પણ ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? જ્ઞાન વહેચવા માટે ધન દાન આપવા માટે છે સતા બીજાનું રક્ષણ કરવા માટે છે. સાધુનું લક્ષણ એ છે કે બીજાનો વિચાર પહેલાં કરે એટલેજ કહેવાય છે કે જ્ઞાનાય, દાનાય, ચ રક્ષણાય અને એવી રીતે પરમ પૂ. બાપુ અને પૂ. કોઠારી શ્રી ને સમાજ મૂલ્યવાન રત્નો તરીકે માને છે. આ વા મૂલ્યવાન એવા દિવ્યરત્નોથી સમાજ ઉજ્જવળ છે. આવા સંતો થી ગુજરાત રળીયાત છે . કવિ અબ્દુલ રહીમ ખાન ની પંક્તિ છે
      જો રહીમ મલહાતે હે, મનુવા કહું કિત મહીં । જલમે જ્યાં છાયા પરી કાયા ભીતર નહિ,
     કબીર સાહેબ કહે છે .
     કબીર સોહિ પીર હે, જો જાને પર પીર, જો પર પીર ન જાનહિ, સો કાફિર દેહ પીર. ।।
     કબીર સાહેબ કહે છે કે જે પીર છે સંત છે તે બીજાની પીડા જાણે છે. યાત્રાળુઓની પીડા જાણીને શ્રી વાળીનાથ અને રણુજામાં જે ભવ્ય પરિશ્રમ દ્રારા સમાજ માટે સુદર સેવાની સુવિધા ઉભી કરી એનું નામ પીરકબીર સાહેબ કહે છે જે બીજાની પીડા નથી જાણતો તે કાફિર છે. આજે જ્ઞાન છે તે ગુરૂનું કે કરીને કોઇ અજબ વાતસ્લય અને મમતાના અનુપાન સાથે શિષ્યના અંતઃકરણમાં સોંસરુ ઉતરી જાય છે. પરમ પૂ. મહંતબાપુશ્રી તથા પરમ પૂ. કોથારી બાપુશ્રી આ બંન્ને મહાપુરૂષોમાં અરસપરસ ગુરૂશિષ્યભાવ પરાકાષ્ઠાએ છે. આવા મહાપુરૂષોને મન સમાજનો વિકાસ એક ઉતમ ભાવના છે એના કારણે આખા માલધારી સમાજની આશ્રમની કેળવણી દ્રારા સંસ્કૃતિક સામાજીક કાયાકલ્પ થયો સમાજમાં , આશ્રમમાં સાસ્ત્રય સાદાઇ જાત મહેનત સંસ્કાર જીવન વિકાસનું સાચૂ શિક્ષણ મળતું રહે પ્રવૃતિ સર્વની સ્વાલંબી બની રહે એવી અસ્મિતાથી શ્રી વાળીનાથ નગર અને શ્રી રામદેવ નગરમાં ભવ્ય સુશોભિત ઇમારતો સતત્ જાગૃત સેવાના પ્રતિકરૂપે શોભી રહી છે. એમાં બધુંજ નિર્માણકાર્ય પરમ પૂ. કોઠારી સ્વામીશ્રી ગોવિંદગીરીજી બાપુશ્રીની સૂઝ પ્રમાણે થયું છે. પરમ પૂ. વંદનીય મહંત બાપુશ્રીતો એમ માને છે કે આ માનવ જીવનન્તો પ્રમાત્માનો દિવ્ય પ્રકાશ છે. એ પ્રકાશથી જીવનમાં અંતરંગ અને જીવનનાં સમગ્ર કાર્યો ઉજ્જવળ થતા રહે એ જ જીવનની સાર્થકતા છે.
     ઇશાભવન છે આ સચરાચર સ્વર્ણનિયમ ત્યાં આવે
     કમાઓ તે દઈ દઈને ખાઓ, પરધન પર ના ધાઓ
     ખાઇ ભોગવીશું ખુશ થાઓ, માણસ છો પછી ગીધ
     ત્યાગમાં છે ભોગ ખરોને , ખરૂખાધૂ જે ગીધ,
      આ સચરાચર જગત ભગવાનનું ધામ છે તેમાં તમે જે કંઇ કમાવો તેમાંથી બીજાને આપીને ખાઓ પારકા ધન ઉપર હુમલો ના કરશો ખાઈ ને ભોગવી ખુશ થાય તે માણસ નહિ પણ ગીધ છે. ત્યાગમાં જ સાચો ભોગ છે. સાચો સ્વાદ છે. અને બીજાને ખવડાવીએ એમાં ખરૂ ખાવાનો આનંદ છે. બીજાને આપવામાંજ મહાસંતો રાજી રહેતાં હોય છે. પરમ પૂ. કોઠારી બાપુશ્રીની સૂઝ ખૂબજ મહાન છે. રણુજામાં ધર્મશાળાના નિર્માણ સમયે અનેક લોકો અને અનેક સંત મહાત્માઓનો પરિચય ગાઢ બનાવ્યો અનેક સેવકો ભક્તો એ એમની વિશાળ સર્જન શક્તિનાં દર્શન કર્યા એમની વ્યવ્હાર દ્રષ્ટિ આગવી છે . મૌલિક છે . એમના વિચારો સમૃધ્ધ અને પરમાર્થ હિતના છે. તેમની સમાન દ્રષ્ટિ નાના મોટા સૌને પ્રેમભીના અને લાગણી સભર બનાવે છે. હસતાં હસતાં સામા વ્યક્તિની ભૂલ કે દોષ ઉપરની એમની માર્મિક ટકોર સંપર્કમાં આવનાર સેવકને દોષવિહીન બનાવી દે તેવી હોય છે.
     પૂજ્ય કોઠારી બાપુનું જીવન સરળ , સદાચારી અને પ્રેરણાત્મક છે. મહાન કર્મયોગને સિધ્ધ કર્યો છે. સર્જનાત્મક એવો મહાન પુરૂષાર્થ સ્થાપિત કર્યો છે. તેમનું માનવું છે કે -
     (૧) આપણે જ્યાં રહેતા હોઇએ, ત્યાંના વાતાવરણનો, ત્યાંના શાસકનો ત્યાં રહેનાર અન્ય લોકોનો પૂરો વિચાર કરી, એમને અનુકૂળ બનીને આપણિ જાતને અનુકુળ બનાવવાની ખુબજ જરૂર છે. સમજી વિચારીને કામ કરવું જોઇએ. જેથી નિર્વિઘ્ને સૌના સહકારથી કાર્ય સફળ થાય.
      (૨) યોગી અને સિધ્ધપુરૂષોની સેવા કરતી વખતે પોતાના સ્વાર્થ કે પોતાના દુઃખનો વિચાર ના કરવો જોઇએ.
      (૩) નાની અમથી સગવડતા માટે વાત વાતમાં પ્રતિજ્ઞાઓ ના લેવી જોઇએ અને સારા કાર્ય માટે લીધેલી પ્રતિજ્ઞા સામાન્ય વાતમાં તોડી નાખવી નહિ, લીધેલી પ્રતિજ્ઞાનું પાલન અવશ્ય કરવું જોઇએ.
      (૪) બીજાની સંપતિ જોઇને એને ઝૂંટવી કે છીનવી કે ચોરી લેવી ના જોઇએ. આવી અનિતિથી મેળવેલી સંપતિ સાથે દુઃખો લઈને આવે છે અને તે સંપતિ દુઃખોની કાયમી ભેટ આપીને જલ્દી ભાગી જાય છે. તેથી અણહક્કનું કંઇ લેવું ના જોઇએ. તેનાથી વિકારો વધે છે.
      (૫) આજેય તો બધાને ધનવાન બનવું છે. ચારિત્ર્યવાન કે ગુણવાન બનવાની કોઇ નોંધ લેતું નથી અને ચારિત્ર્ય એ સાચૂ ધન છે એ વાત કોઇને સમજાતી નથી.
      (૬) ગમેતે કાર્ય કરો પણ સમયને સમજીને દેશ,કાળ સમાજ, લોકોઅને આજુબાજુની પરિસ્થિતિને ઓળખીને કાર્ય કરો તો કદાપી નિષ્ફળ નહિ થવાય
      પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી એ રણુજામાં વસતા બધાજ કર્મચારી ગણ વેપારી ગણ શેઠ સહુકાર આગેવાન નેતાગણ મજૂરી વર્ગ યાત્રાળુઓ અને શ્રધ્ધાળુંગણ સૌને સાથે રાખી તેમના અંતરનો ભાવ જીતી લીધો છે. આજેય સૌ પ્રથમ પ્રમ પૂ. કોઠારી બાપુની સેવા માટે યાજ્ઞા કરે એની આતુરતાપૂર્વક ઝંખના કરતા હોય છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે પારલૌકિક પ્રયોજનો સિધ્ધ કરનારા ધર્મ પુરૂષાર્થને અને ઇઃલૌકિક પ્રયોજનોને સિધ્ધ કરનારા અર્થ પુરૂષાર્થની ભૂમિને માણસમાત્ર વૈશ્ર્વિક સુખોમાં રાચે છે એવા આળસુઓ પોતાનો વિનાશ કરે છે . અને પોતાના સાથી દારોને પણ મુષ્કેલીમાં મૂકી દે છે વળી તેઓશ્રી નું માનવું છે કે માણસે આર્થિક અને ધાર્મિક દ્રષ્ટિએ જાગૃત રહેવું જોઇએ પૈસાવિના વૈશ્ર્વિક સુખો મળતાં નથી એ સુખો મેળવવા એટલો ખર્ચ કરવો જેથી મર્યાદા જળવાઇ રહે. ધાર્મિક દ્રષ્ટિએ જે વૈશ્ર્વિક સુખો આવતા હોય તેવા સુખો ભોગવવા જોઇએ
      (૧) એવી રચનાઓ કે વાતો સાંભળવી કે જેથી તમારા મનમાં પવિત્ર અને નિર્મળભાવ જાગે જે વાતો કે ગીતો સાંભળવાથી મન મલિન કે દુષ્ટ બને તેવી વાતો અને ગીતોનો ત્યાગ કરવો જોઇએ
     (૨) એવા દશ્ય અને ચિત્રો જોવા જોઇએ કે શ્રધ્ધા વિશ્ર્વાસ દ્રઢ બને જ્ઞાનની વૃધ્ધિ થાય ચારિત્ર્ય ઉજ્જવળ બને એવા ચિત્રો કે દ્શ્યો ના જોવાકે જેનાથી શ્રધ્ધા ભક્તિ જ્ઞાન કે ચારિટ્ર્યમાં ઉણપ આવે
     (૩) લોકો સંસ્કારી કાર્યક્રમો જુએ સાંભળે અને બોલે સુરૂચિવાળા સંસ્કારી કાર્યક્રમ જોનાર સંભળનાર માણસો લોકરૂપીને સ્વીકારવાનો વિચાર કરે છે. ઘણા માણસો અવળા રવાડે છડતાં હોય છે. એટલેજ જે પરિવારોને પોતાના સારા સંસ્કારો સુરક્ષિત રાખવા હોય અને એ સંસ્કારોને સંવર્ધિત કરવાં હોય એ પરિવારોએ સાચા સંતોને વધુને વધુ સંપર્ક અને સંગ રાખવો જોઇએ પરંતું વિવેક ગુમાવી દેવાય તેવું કોઇપણ કાર્ય કરવું ના જોઇએ ધર્મની આજ્ઞાઓની અવહેલના થાય તેવુ વર્ત ના કરવું જોે. પોતાની આર્થિક હાલતને અનુરૂપ વ્યવ્હાર કરવો જોઇએ અન્ય અઓશીકે આધારે આર્થિક વધારે સ્થિતિવાળાઓનું અનુકરણ ના કરવું પોતાની સંપતિ પ્રમાણે ચાલવું જોઇએ પરમ પૂ. બાપુશ્રી સેવકોને વ્યવ્હારનું પણ ભાન કરાવે છે. અત્યારે મોટા કે નાના શહેરોમાં ખાનપાનની લારીઓ ઉપર ભાજીપાઉં વગેરેનો નાસ્તો કરવાની ફેશસ્ન ચાલે છે. તે પણ રાત્રિ દરમ્યાન થતા આવા ખર્ચ આર્થિક દ્રષ્ટિએ બિલકુલ નકામા છે. ધાર્મિક દ્રષ્ટિ એ તો બિલકુલ ઉચિત નથી પરમ પૂ. કોઠારી બાપુનો સ્પષ્ટ મત છે કે ફાલતુ જીવન વિનાશ નોતરે છે. પ્રજન વિષેશ શબ્દ ડૉ જ્હોન મૈકલાઇડની ગણતરી પ્રમાઅણે સ્વસ્થમાણસના એક મિલી વીર્યમાં એક કરોડ સીતેર લાખ શુક્રાણુઓ હોવા જોઇએ પરંતું હાલના સંજોગોમાં ઘટિને ૬૦ થી ૭૦ લાખ જેટલા દેખાય છે. અને અત્યારે એથી પણ ઘટીને ૪૦ લાખથી પણ ઓછા જોવા મળે છે. એની અસર માત્ર પ્રજનન ઉપરજ નહિ પણ શારીરિક માનસિક અને ધાર્મિક ક્ષમતા ઉપર વધારે અસર કરતી હોય છે. કોઇપણ મહાન કાર્ય વીર્યવાન વ્યક્તિ કરી છે. અને વીર્યવાન ઉપરથી વીરપુરૂષ એવો શબ્દ પ્રયોજાયો છે. શ્રીમંતોના બહારના ભભકાઓ ભવ્ય દેખાય છે. એનાથી લઘુતાગ્રંથી બાંધી પીડાવાની જરૂર નથી એમની ભીતરની નર્ક સમાન જીંદગી જોવા મળશે કે તેઓ વ્યસન વિકૃતિના કિચડમાં કેટલીય દયનિક રીતે ફસાયેલા છે અને કામના માધ્યમથી તમે બહારથી શ્રીમંત બની શકશો પરંતું ભીતરની દરિયાવદીની શ્રીમંતાઇતો તમને સંતો મહાપુરૂષોના અને ધર્મ પાલનના માધ્યમથી જ પ્રાપ્ત થશે તેથી ગમે તેવા સંજોગોમાં ધર્મ અને સંતોનો સહવાસ છોડવો નહિ. ધર્મ જો સલામત રહેશે તો , બીજું બધું સલામત મળિ રહેશે ધર્મ નહિ બચે તો બીજું રહેશે પણ શું? માટે સંતોનું સાનુધ્ય સેવીને ધર્મનું પાલન કરવું જોઇએ. આવા સંતો સંસાર સાગરમાં નાવ સમાન છે ભવસાગરને તરવા નાવની જરૂર પડે જ અને તે પણ લાકડાની જ
      પર પૂ. શ્રી ગુલાબનાથજી વિસનગરના મહંતશ્રી એ રણુજા ધર્મશાળાના ઉટઘાતન સમયે કહ્યું હતું કે આવા જે મહાન સદગુરૂ છે તેઓ સમાજનું સર્વ પ્રકારે કલ્યાણ કરી શકે છે. તેમણે કહ્યું હતૂ કે ધર્મગુરૂઓ ત્રણ પ્રકારના હોય છે (૧) પથ્થર સમાન પોતે ડૂબી બીજાને ડૂબાડે (૨) પાંદડાં સમાન પોતે તરી શકે પણ બીજાને ના તારવી શકે (૩) લાકડા સમાન પોતે તરે છે અને બીજાને તારે છે. લાકડાની નાવ અને સાગરને ખાસ સબંધ હોય છે. માટેજ મહાપુરૂષોતો નાવ સમાન છે સમાજરૂપી સાગરમાંથી તરીને ઉપર આવેલાં મહા સંતો પોતે તરીને માલધારી સમાજને પણ તાર્વ્યો છે બીજા જે એમના જોગમાં આવ્યા એ સૌએ તાર્યુઆ છે . એ રણુજા નગરમાં ભાદરવા સુદ્ફ એકમથી પંદર સુધી ભવ્યમેળાનું આયોજન થાય છે. સહકારશ્રી એ પ્રિશ્રમ પૂર્વક સગવડો આપી છે ગામ પંચાયતના સભ્યો સેવકો ખડાપગે સેવા કરે છે તેમની સાથે સાથે શ્રી વાળિનાથ નગરના સંતો પરમ પૂ. કોઠારી શ્રીની ધગસ અને પરમ પૂ. મહંત બાપુશ્રીના આર્શીવાદથી એકમથી અગિયારસ સુધી યાત્રાળુ ભક્તો માટે ધર્મશાળામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા થાય છે. ધન્ય છે માલધારી સમાજને પણ કે જે પહેલીથીજ ભોજન પ્રસાદ માટેની તિથીઓ નોધાવૂઈને પુણ્ય પરમાર્થ કરી લે છે. પૂજ્ય કોઠારી બાપુશ્રી એ પણ સૌ કોઇ ગરીબ તવંગર લાભ લઈ શકે એરીતે જ ભ્જોજન પ્રસાદની દાન વ્યવસ્થા કરે છે. દરેક મહિનાની સુદ બીજના યાત્રાળુ આવે છે . તેના માટે પણ સેવા સુવિધા જળવાઇ રહે તે માટે ત્યાં ખાસ સેવકોની પણ વ્યવસ્થા કરેલ છે . આ ધર્મશાળાનું નામ કર્મવિધી પરમ પૂ. મહંત બાપુશ્રીની સૂચનાથી શ્રી રબારી સમાજ વાળીનાથજી ગુજરાતી ધર્મશાળા રાખવામાં આવેલ છે. એ ધર્મશાળા લગભગ વીસહજાર સમચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલી છે. એનું ભવ્ય બાંધકામ પરમ પૂ. કોઠારી બાપુશ્રીના ચિવટપૂર્વકના આયોજન દ્રારા રજવાડી ઠાઠથી થયેલ છે. તેઓશ્રી એ પવિત્ર ભોમકામાં ઘણી અગવડો વેઠીને ત્રણ ત્રણ વર્ષ સુધી દુણિ ધખાવીને સમાજ માટે સુંદર સગવડતાવાળિ બે મંજલાની ભવ્ય ઇમારતનું નિર્માણ કાર્ય પૂરૂ કર્યૂ હતું ૪૪ રૂમો બે મોટા રસોડા જમવા માટેની તરસાણની રચના પાણિની પૂરતી વ્યવસ્થા સાથે બાથરૂમ સંડાસની વ્યવસ્થા છે તે પણ સ્ત્રી પુરૂષો માટે અલગ અલગ આધુનિકતાના ધોરણે કરેલ છે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કોઇપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવે છે.પરમ પૂજ્ય કોઠારીબાપુએ વ્યસની અને ખરાબ માણસને પ્રવેશ આપવાની મનાઇ ફરમાવેલ છે. તેઓશ્રી સ્પષ્ટ રીતે કહે છે કે જેમની સાથે આપણે જીવવાનું છે. જીંદગીની સફરમાં તેઓ આપણા સંગી સાથી છે. એમની સાથે દુરવ્યવ્હાર કર્વો ઉચિત નથી એમને દુખી કરીને આપણે સુખ શાંતિ કે પ્રસંન્તાની અનુભૂતિ ના કરીજ શકીએ, જો આપણા પરિવારમાં જૂના જમાનાથી કેટલીય અનુચિત પરંપરાઓ ચાલી આવતી હોય એવી લોકવિરુધ્ધ સમાજ વિરુધ્ધ અને ધર્મને પ્રતિકૂળ હોય તેવી માન્યતાઓની વળગણને હિમંતપૂર્વક ખંખેરી તેનાથી છૂટવું જોઇએ રાગ દ્રેષથી બચવા માટે મનને વારંવાર પરેશાન કરી પીડ કે ખુશી નાખુષી, નારાજીની લાગણિઓથી મુક્તિમાટે કર્મના તત્વજ્ઞાનને આત્મજ્ઞાત કરવા સંતોનો સહવાસ કેળવવો, કર્મોની કરામત જાણ્યા પછી આપણે વ્યક્તિગત રાગ દ્રેશના કુડાલાઅમાંથી બહાર જરૂર આવી શસ્કીએ . દરેક વાતનો દરેક સમયે સામનો નથી કરી શકાતો ક્યારે સમજૂતી કે સમાધાનનું વલણ અપનાવવું પડે છે બીજાને સમજવાની મથામણ કરવા કરતાં ક્યારેક આપણિ જાતને સમજાવવી પડતી હોય છે. તમે બીજાની નિંદા બુરાઇ કરવાનું છોડી દો તો બીજા પણ આજ નહિ તો કાલે તમારી નિંદા બુરાઇ કરતા હશે તો છોડી દેશે. આવી આપણે લોકયાત્રાજ ધર્મયાત્રા તિર્થયાત્રાની જે જે વાતો જોઇ અને આવા મહાપુરૂષોના માર્ગ અનુસાર જીવન જીવે છે અને આ યાત્રાઓની ઉચિત યાત્રા કરે છે તેઓ અવશ્ય યશ નામ કર્મ ઉપાર્જન કરે છે કારણ કે આવો માણસ કોઇની નિંદા કરતો નથી કોઇના ઉપર આરોપ મૂકતો નથી કોઇના ઉપર દોષારોપણ ના કરીને ગુણીજન મહાપુરૂષોના ગુણાનુવાદ કરે છે. બીજાનું સુખ જોઇ રાજી થાય છે. પરમાત્મા અને સદગુરૂ આચાર્યોની સ્થવન કરે છે . આ બધુ કરવાથી યશ નામ કર્મ બંધાય છે. આપણે શું આવા મહાપુરૂષોનીમ કહેલી વાતોનું પાલન ના કરી શકીએ ? મનમાં દ્રઢ નિર્ણય કરી એ તો એમ કરવું જરાય ઘરૂ નથી સફળ જીવન જીવવા માટે જીવનમાં થોડું પરિવર્તન કરવું પડશે બીજાને નિંદા કરવાનો રસ છોડવો પડશે તમારી કોઇ નિંદા કરે તો તે તરફ ધ્યાન આપશો નહિ તેનાથી તમારી નિંદા થતી બંધ થશે તમે આવા સંત મહાપુરૂષો ગુણગાનની વાતો કરો તમે કોઇના સુખની ઇર્ષા કરશો નહિ આવા સંતો મહાપુરૂષો બોધ આપતાં સમજાવે છે કે એક વચની બનો ઉધ્ધાર બનો સિલવાનસ બનો વિનયી અને વિવેકી બનો તો દુનિયા જરૂરથી આપણને સાથ આપશે જ
     ગુજરાતમાં ભીમદેવનું રાજ હતું . તે સમયે એકવાર વરસાદ પડ્યો નહિ અને બે વર્ષ ખેડૂતો કંઇ પકવી શક્યા નહિ તેથી રાજાને કર ભરી શક્યા નહિ, તેથ્જી રાજાના માણસોએ ખેડુતોને જેલમાં પૂરી રંજાડવા લાગ્યા રાજકુમારે હાલત જાણિ તેમને દુખ થયું તેમનું કોમળ હ્રદય દ્રવી ઉઠ્યું એમને ખેડૂતોને આ ત્રાસમાંથી મુક્ત કરવા અશ્ર્વખેલ બતાવી રસજાને ખુશ કર્યા રાજાએ પ્રસંન્ન થઈ ને કુમારને જે જોઇએ તે માગી લેવા કહ્યું એટલે કુમાર બોલ્યા કે વરદાન હમણાં અનામત રહેવા દો ભીમદેવે પૂરછુ કેમ અનામત રાખવું છે. ત્યારે કુમાર બોલ્યા કે હાલ વરદાન મળવાની આશા નથી , ત્યારે રાજા બોલ્યા કે એવી કૈ વાત છે કે તુ માગે અને હું ના આપુ ત્યારે રાજકુમારે કહ્યું કે ખેડૂતો પાસેથી કર લેવાનું બંધ કરી તેમને મુક્ત કરી દો . મારાથી તેમની હાલત જોઇ શકાતી નથી કરૂણા સભર વાક્યો સાંભળિ રાજા કુમાર ઉપર વધુ ખુશ થયા અને ખેડુતોને મુક્ત કર્યા ખેડુતો અને સમગ્ર પ્રજા ખુશ થઈ અને મુક્ત કંઠે રાજકુમઅરની પ્રસંશા કરવા લાગી પરંતું રાજ અને પ્રજાનું દુરભાગ્ય કે પરદુખભંજન એવા રાજકુમારનું થોડાજ સમયમાં અવસાન થયું સમગ્ર ગુર્જર રાજ્યમાં ઘેરો શોક છવાઇ ગયો આવી આપણિ ભારત ભૂમિમાં પરદુખભંજન રાજવીઓ અને સમગ્ર માનવીની સેવા અર્થે આવો ભવ્ય પુરૂષાર્થ કરી આખી જીદંગીને સતકાર્યમાં કામે લગાડનાર એવા પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને પરમ પૂજ્ય કોઠારી બાપુશ્રી તેમજ શ્રી વાળીનાથ સંતો ભક્તો સેવકો આ સૌએ સેવા યજ્ઞમાં ભોગ આપનારમહાઓપુઋઊશોનું આપણે શું રૂણ ચૂકવી શકવાના ? તેથી અહોભાવે આભાર તો માણિએ જ્.
      - રાગ - હંસલો હરી ભજનનો આળસું રે -
      મા માનવી ફોગટ શાને ફૂલાય છે રે .
      ફી ફીરસ્તા સાચાનો કરજે સંગાથ ... માનવી .....
      મા મારૂ મિથ્યા છે. એવું જાણજે રે .
      ગુ ગુરૂગમ કેરો લેજે સાથ ... માનવી .....
      છું છૂટશે પ્રાણ જ્યારે આ પીંડથી રે .
      તો તોલ બધો કર્મ તણો ત્યાં થાય ... માનવી .....
      તુ તુ તો આવ્યો હરિ ને આરાઘવારે .
      આ આવીને અવળું માડ્યું તોફાન ... માનવી ......
      પ પળ આ સુધારી લે જે પ્રાણિયા રે .
      જે જેલ તારી ભવની છૂટી જાય ... માનવી ......
      એ એકવાર અવસર હાથમાં આવીયો રે .
      વી વીતી જતાં ના લાગે વાર ... માનવી .....
      આ આ વાતો ગણેશદાસની વિચારજો રે .
      શા શાળળા અને બળદેવગિરિજીનો લેજે સાથ ... માનવી .....
      -ભજન-
      ગુરૂદયાળુ દેવારે
      ( રાગ- મને લગની તમારી )
      ગો ગોવિન્દ દીન દયાળુ દેવારે તારી દયાતણી બલીહારી છે.
      વિં વિઠલા સુખના સાગર જેવા રે, તારી દયાતણી બલીહારી છે. ..... ટેક
      દ દઈને ચરણ મહિ ચિર શાન્તિ છે. વચનો સુંદર વેદાન્તી છે.
      ગિ ગિરજા અખંડ અને અવિનાશી છે. તારી દયાતણી બલિહારી છે. ..... ૧
      રિ રિધ્ધિ જ્યોતસમ જગમાંહિ, ગુરૂ તુજ જ્યોતિ વિણ કોઇ નાહી,
      જી જીવન જ્યોતના દર્શન કાજે રે, તારી દયાતણી બલિહારી છે. ....... ૨
      અ અપાર કૃપા ગુરૂજીની થઈ જાય રે, જીવન ધ્યેયો બધા સમજાય રે,
      મ મહિ ભ્રાન્તિ ભેદ નિવારી રે , તારી દયાતણી બલિહારી છે . ......૩
      ર રહે કૃપા તણાં બિન્દું મળતાં રે, જનમોનાં પાપો પ્રજવળતાં રે,
      ર રહેના દોષ બધા વિદાર્યા રે, તારી દયાતણી બલિહારી છે. .......૪
      હો હોજો ગણેશદાસના મન પ્યારારે, નિતજ્ઞાન ગંગામાં નાહ્યા રે,
     બાપા બાપા બળદેવગિરિજીના ચરણોમાં રહેવારે, તારી દયાતણી બલિહારી છે. ....૫
      - ભજન -
      હે શરણગતના કિનારા
      ( રાગ - મને લગની તમારી )
     હે હે શરણાગતના કિનારા
     સ સદાય ચરણોમાં સ્થાન રહે ..... ૧
     દ દર્શન દિલમાં હું નિત્ય કરૂ,
      પણ પલપલ ધ્યાન તુજ ચરણ ધરૂ .....૨
     ગુ ગુરૂજન થાય એ હરિ નામ તણું,
      મુજ રોમે રમતા રામ રમે ....૩
     રૂ રૂપદેખુ તુજ દુનિયાની મહી,
      જ્યાં વિષયો કેરો સ્થાન નહી ....૪
     દે દેજો દિવ્ય દ્રષ્ટિ આપ મુજને,
      ઝરણાં ભક્તિ તણાં મૂજ દિલ વહે ....૫
     વ વર્ત સમ્યક ભાવ રહેને,
      સમ્યક દર્શન મને નિત્ય રહે .....૬
     સ સમ્યક દર્શન હરદમ વ્હાલાં ,
      મુજ અંતર ભાનું ઉદય રહે ......૭
     દ દમન ઇન્દ્રીઓ કેરૂ અને,
      શમન રહે મુજ અંતરમાં ........ ૮
     બુ બુધ્ધીની સબંધના નિશ્ર્યમાં ,
      જલકમલના આદર્શોને રહે .......૯
     ધી ધીરતા, સ્થિરતા અને નિર્મળતા,
      નિર્મોહિ જીવન નિત્ય રહે .........૧૦
     આ આદર્શ રૂડાં આ અંતરમાં,
      વેગ કરીને વહેતું રહે ............૧૧
     પ પરમાર્થ વૃતિને જ્ઞાન સદા ,
      નિષ્કામી સદા કામ રહે ............૧૨
     જો જોતાં ગણેશદાસ મૂર્તિને ,
      બળદેવગિરિજીને જોતાં હર્શ વહે ....૧૩