Divya Samajni Divya Chetana Shradhdhanu Pavitra Pratik Valinathji Prev Next Index

દિવ્ય સમાજની દિવ્ય ચેતનાની શ્રધ્ધાનુ પવિત્ર


પ્રતિક શ્રી વાળીનાથ


      ભારતીય દિવ્ય સંસ્ક્રૃતિના મહાન સંતનો સંકલ્પ છે. સૌને પ્રભુના અખંદડ ધામમાં સુખમાંરહેતા કરવાનો તેથી તે ભગવાને પરબ્રહ્મ સ્વઋપ સંતાન પૃથ્વી ઉપર અખંદ વિચારતા રાખ્યા છે.અને આવા સંતો ને જીવન સમપિત થાય અને સંતોના અભિપ્રાય પ્રમાણેની ભક્તિમાં લીન થાય તો તે સંતોના સંક્લ્પ પ્રમાણે હ્દયાકાશને વિષે અંતઃકરણ માં સહૅજે પરમાત્માનું પ્રાગટ્ય થાય પછી તે સેવક આનંદ-સુખ માં રહેતો થઇ જાય આવો સંત માગૅ-સનાતન માગૅ માનવ-જીવન માટે ઉત્તમ-અનિવાર્ય છે.
      ગીતા ભાગવત, ઉપનિષદ જેવા શાસ્ત્રોમાં જીવ-ઈસ્વર માયા-બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ અનાદિ પરમ તત્વો છે તે વાત ગુહરુપે શાસ્ત્રોમાં છુપાયેલી છે. પરંતુ ધન્ય છે પરમ પૂ. પ્રાતઃ સ્મણીય ગુરુવયૅ આદિ દિવ્ય સિધ્ધસંત સ્વામી શ્રી વિરમગિરિજી મહારાહજશ્રીને કે જેમણે બ્રહ્મ અને પરબ્રહ્મની શ્રેષ્ડ ઉપસના કરીને પરમ ક્રુપાળુ એવા શ્રી વાળીનાથ ભગવાન અને ભક્તો ની કલ્યાણકરી એવી સ્વયંભુવ અખંડધુણીને પ્રગટ ક્રી લોકહિતાર્થે દશૅનીય રીતે પ્રસ્થાપિત ક્રીઆ સનાતન સત્ય સંઘ નિષ્થા સ્વરુપે પ્રગટ છે.
      શ્રી વાળીનાથજી ભગવાનના આ દિવ્ય અને પુનિત ધામના ઇતિહાસમાં મનુષ્યના સવૅ ધમૉ અને સિધ્ધાન્તોનો સમાવેશ થઇ જાય છે. તંત્ર શાસ્ત્રના આધારે શ્રી શિવશક્તિ અને વર્તમાન સમયના પ્રગટ મહાપુરુષોની યુગલ ઉપાસના શ્રેષ્ડ અને અનિવાયૅ છે. શ્રી વાળીનાથજી ભગવાનની યુગલ ઉપાસનાના પ્રતિક સમા બે મહાપુરુષોની આધ્યાત્મિક અને પ્રેરણાત્મક દ્રષ્ટિ અહી લખવામાં આવી છે. બન્ને ભિન્ન છતાં સરખા છે. બન્ને ના ઉત્તમ કાર્યો એક્બીજામાં ઓતપ્રોત છે. સંસ્થાના વિકાસ સમા બ્ન્ને મહાપુરુષો તપ અને શ્રમ આયોજન દ્વારા ઉત્તમોત્તમ છે. એક શ્રી ગુરુ પદે સ્થાપિત છે જ્યારે બીજા શ્રેષ્ડ શિષ્ય ત્રિકે શોભાયમાન છે.
      પરમ પૂ. પ્રાતઃ સ્મણ્રિય ગુરુદેવ અનંત વિભુષણ શ્રી ૧૦૮ મહંત શ્રી બળદેવગીરીજી બાપુશ્રી સદગુરુ છે અને પૂ. કોઠારી સ્વામી શ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રી આદ્શૅ શિષ્ય સ્થાને પ્રતિષ્ઠિત છે.પણ બ્ન્ને મહાનુભાવ મહાત્માઓ એકરુપાને અખંડ છે. બેય મહાપુરુષો ભગવાન શ્રી વાળીનાથજીની શ્રધ્ધા ભક્તિનુ સુચન કરે છે. અને આ જાગ્રત દિવ્ય ધુણીને પ્રગટ કરનાર મહાપુરુષોની ચેત્ના દ્રષ્ટિની સમાજ ને ઓળખાણ આપે છે. આવા મહાન સંતો સ્મ્રાટ છે.સેવક બ્ન્નેમાં અવિભાજ્ય એક્તા ના દશૅન થાય છે. સ્વામિ નુ શરીર પરમ પુજ્ય મહંત શ્રી બળદેવગિરિજી બાપુશ્રી નુ છે. જ્યારે સેવકનુ શરીર પૂ. સ્વામિ શ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રીનુ છે એટલે સહેજે બ્ન્નેના સહીયારા ધમૅકાર્યને અલાગ કરી શકાય તેમ નથી.
      આવી શ્રી વાળીનાથજી ભગવાનની શુધ્ધ ઉપાસનાની પ્રણાલિકામાં સામર્થ્ય પામેલા સંતોના જીવન દશૅનનો લ્હાવો ભક્તો માટે પ્રકાશિત સુર્ય સમાન છે. આવા મહાન સંતો સંતમાર્ગની અનિવર્યતા સુચવે છે. આવા સંતો નો ખરેખરો આશરો હોય તો જ શસ્ત્રોમાં કહેલા ષડરિપુઓનો પ્રલય થાય છે.અથવા ષડઐસ્વ્ર્યના રાગ નો પ્રલય થાય છે. ષડરિપુઓ અને ષડઐસ્વ્ર્ય માં કોણ ફસાયુ નથી ? તેથી ભક્તો માટે અજ્ઞાન રાગને દુર કરવા માટે સાચા સંત નો સત્સંગનો પ્રસંગ અનિવાર્ય બને છે. સંતોની પ્રસન્નતા માટે સમપૅણભાવ અનિવાયૅ છે. જેમ ડાબુ અને જમણું અંગ એકત્વથી વર્તે છે. શરીરના સમગ્ર તંત્ર સંચાલન માટે સમપૅણ ભાવથી ઉન્ન્ત થાય છે. અને તંત્ર વ્યવસ્થિત ચાલે છે. તેમજ હ્ર્દય સમપૅણ ભાવથી એકરુપ બને છે. સંત મહાપુરુષો સાથે ખરેખરા એકરુપ બનીએ અને સમર્પિત બનીએ તેમજ તેમની સૂચના પ્રમાણે મરનિયા બનીને વર્ત્અનમાં મૂકીએ તો સંપુણૅ આનંદરુપ શ્રી વાળીનાથજી મહારાજશ્રીના ક્રુપાપાત્ર થઈ જવાય, અને અખંડ આનંદપ્રાપ્ત થાય તેથી જીવન ન્યાલ થઈ જાય, શીવરુપ બની જાય,એવી ઉચ ભાવના સંતોના સતસંગને વતૅનમાં ઉતારવાથી પ્રાપ્ત થાય છે.
      બ્રહ્મરુપમાં એક થઈ પરબ્રહ્મની ઉપાસના કરે અને કરાવે એવા સંતોનો આ ઉત્તમ ધર્મ આદશૅ છે. બ્રહ્મરુપ એવા આ વંદનીય સંતો શ્રી વાળીનાથજી મહારાજશ્રીના પ્રતિક સમા છે. એવા તપસ્વી સંતો સાથે સમર્પિત બની સમપૅણ ભાવથી વર્તે તો કોઈ વ્યક્તિને એ સંતોની અંતરની ક્રુપા પ્રપ્ત થતાંજ સહજ આનંદ પ્રાપ્ત થાય છે દિવ્ય આનંદની અનુભુતિ કરાવતા સંતો સંસારના ઉધ્ધારક હોય છે.પરમ પૂજ્ય પ્રાતઃસ્મર્ણિય શ્રી રામક્રુષ્ણ પરમહંસના આર્શીવાદ-ક્રુપા-અંતરપૂર્વકના મળતાંજ પરમ પૂ સ્વામીશ્રી વિવેકાનંદજી મહારાજશ્રીને દિવ્યશક્તિ અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. અને તેઅઓ વિસ્વના શ્રેષ્ઠ મહાસંત ત્રીકે પ્રતિષ્થિત બન્યા અને એવા કેટ્લાય તપસ્વી જીવનમૂક્તો, પરનહંસો નો ભારતીય હિન્દુધર્મની પરંપરામાં અનુભવ પ્રસ્થાપિત છે. એવા આ સંતો શ્રી વાળીનાથજી ભગવાનની ઉપાસના-સાધના-તપનું સિધ્ધાન્ત રુપે દશૅને કરાવે છે. જીવન ને તપનો ઘડતરનો અથવા તો સુખિયા થવાનો સુંદર અને સરળ શ્રેષ્ઠ માર્ગ સૂચવી જાય છે માટે આ કોઈ લૌકિક આક્રુતિ જ નથી, પણ સનાતન સિધ્ધાન્તની પ્રણાલિકાનિં દર્શન કરાવનાર પરમ પૂજ્ય આદર્ણીય અનંત વિભુષિત મ્હંતશ્રી ૧૦૦૮ શ્રી બળદેવગિરિજી મહારાજશ્રી બાપુ તથા પરમ પૂ. વંદનીય સ્વામિ શ્રી ગોવિન્દગિરિજી મહારાજશ્રી સનાતન ધર્મના મૂલ્યવાન ધર્મભૂષણ ત્રીકે બિરાજમાન છે. જે અનુયાયી વર્ષના ભાસ્ક્ર્ર સમાન પ્રકશિત છે.