Yodi Brahmanand Prev Next Index

-:યોગી બ્રહ્માનંદ:-


      પરમ પૂજ્ય વંદનીય યોગીરાજ શ્રી ગુરૂદેવ યોગી શ્રેષ્ઠશ્રી વિરમગિરિજી બાપુશ્રી શ્રી વાળીનાથની પવિત્રભૂમિ ઉપર લગભગ ત્રણસો વર્ષ તપ કર્યું હતું. કદાચ વરતમાન સમયના ઉપમેડક બુધ્ધિવાળાની બુધ્ધિ આ વાત ના સ્વીકારી શકે અથવા શંકા કરે પરંતું સાશ્ત્રોમાં હજારો વર્ષ સુધીનાં આયુષ્ય બતાવેલા છે. તેથી તેમનો ભ્રમ મિથ્યા છે. કારણકે મહાપુરૂષોના કાર્યો એવાં હોય છે કે અશ્ક્ય વસ્તું પણ શક્ય બની શકે છે.
      યોગી બ્રહ્માનંદની દ્રષ્ટિ સામી વ્યક્તિની તેના હ્રદયની આરપાર જોઇ શકતી. યોગી અરવિંદના જીવનની સાથે યોગી અરવિંદ અને અવધૂત બ્રહ્માનંદ બંન્નેનો મેળાપ ઘણો બન્યો. યોગીશ્રી અરવિંદ વિષે" વડોદરામાં પાવન પગલાં" એ નામનો અત્યંત પાવન ગ્રંધશ્રી ઉપાધ્યાએ લખેલો છે એમાં નોધ્યું છે કે શ્રી અરવિંદ જ્યારે નોકરીમાં જોડાયા ત્યારે બેરિસ્ટર કે.જી. દેશપાંડે, અનંત બાલાજી દેવધર(એન્જીનિયર) અને દતાત્રેય ચીંતામની સરદાર મજૂમદાર અવધૂત બ્રહ્માનંદના શિષ્ય હતા. અને વારંવાર એમની પાસે ગંગાનાથ જતા. તેમને શ્રી અરવિંદને યોગી બ્રહ્માનંદની વાત કરી. અને તેમની ભક્તિવિષે પ્રસંસા કરી તેમના દર્શન કરવાની ભલામણ કરી તેથી કુતુહલવશ શ્રી અરવિંદ કે.જી. દેશપાંડેની સાથે શ્રી ગંગાનાથ ગયા. લભગ સવંત ૧૯૦૩ની આવાત છે. ત્યાં એ ચમત્કારિક ઘટના બની જ્યારે બ્રહ્માનંદને પગે લાગવા હરોળમાં ભાવિક ભક્તો ઉભા હતા. ત્યારે શ્રી ભ્રમાનંદની આંખો મીંચાયેલી હતિ. સૌ નમીનમીને આગળ વધતા જતા હતા. જ્યારે શ્રી અરવિંદનો વારો આવ્યો ત્યારે શ્રી બ્રહ્માનંદે પોતાની આખો ઉઘાદી નાખી અને અરવિંદની એકાગ્ર બની જોવા લાગ્યા આ ઘટના અપવાદરૂપ વિરલ ઘટના હતી. શ્રી અરવિંદ તેમના અનુભવોની વાત કહેતાં ક યોગી બ્રહ્માનંદની દ્રષ્ટિ ઘણિજ અસાધારણ હતી. સામાન્ય રીતે તો તે આંખો બંધજ રાખતા અથવા તો અર્ધખુલ્લી રાખતા શ્રી અરવિંદ કહે છે કે હું જ્યારે એમને મળવા જતો અને વિદાય લેતો ત્યારે તેઓ પૂરેપૂરી આંખો ખોલતા અને મારા તરફ જોતાં આપણને એમ લાગે કે આપણિ અંદર પહોંચીને ત્યાંની આ[પણી પરિસ્થિતિ સ્પષ્ટ રીતે જોઇ જાણી શકે છે. ઉપરયુક્ત લખાણના સંદર્ભમાં શ્રી નિરોદબરન નોધે છે કે આ યોગીને અરવિંદનાં અસાધારણ તત્વ જાણાવ્યું હશે . અને તેથી તેમની સાથે અપવાદરૂપે તેઓ આંખો પૂરી ખોલીને તેમના તરફ જોતાં હશે. શ્રી અરવિંદે તારીખ ૧-૨-૧૯૩૬ના રોજ શ્રી રજનિતકાન્તને ચાણોદના સ્વામી બ્રહ્માનંદ આ શીર્ષકથી એક પત્ર લખ્યો હતો શ્રી સુંદરને નવેબ્મર ૧૯૬૨ના બાલદક્ષિણના અંકમાં તેનું ગુજરાતી ભાષાંતર પ્રગટ થયું હતું. તે અત્રે પ્રસ્તુત ચાણોદના સ્વામી બ્રહ્માનંદની ઉંમર વિષે ચોક્કસ સાબીતી મળતી નથી. એવાત જાણિતિ છે કે નર્મદા કિનારે તેઓ ૮૦ વર્ષ રહ્યા હતા. અને ત્યાં તે આવ્યા ત્યારે પ્રૌઢ અવસ્થા વટાવીને વૃધ્ધા અવસ્થા દેખાતી હતી. અતિષય વૃધ્ધા અવસ્થાના સમયે પણ તેમનું શરીર સફેદ દાઢી અને સફેદવાળ સિવાય સરસ હતા. તેઓ ખૂબજ ઉંચા અને રૂષ્ટપૃષ્ઠ હતા. રોજના કેટલાય માઇલ ચાલી શકતા હતા. તેટલું ચાલવામાં તેમના યુવાન શિષ્યો પણ થાકી જતા. એમનું મોટું મસ્તક અને ભવ્ય ચહેરો પ્રાચીન રૂષિઓની યાદ અપાવતો હતો. તેઓ પોતાની ઉંમર વિષે કદાપી કંઇ બોલતા નહિ. કોઇવાર પ્રસંગોપાત કોઇ ઉટઘાતના મુખેથી નિકળિ જતો આવી એક વાત તેમના શિષ્યે સાંભળેલી એ શિષ્યે વડોદરાના સરદાર મજૂમદાર હતા. સ્વામી બ્ર્હ્માનંદની એકવાર દંતમાં દુખાવો થયેલો ત્યારે મજૂમદાર ક્લોરિનની એક દવાની બાટલી આપવા ગયેલા ત્યારે યોગી બ્રહ્માનંદે કહ્યું કે હું કોઇ દવા લેતો નથી મારે તો નર્મદાનું પાણિ દવા સમાન છે.
      અને આ દાંતનો દુખાવો તો ભાઉંગિરડીના સમયથી ચાલે છે. આ ભાઉંગિરડી એ મરાઠા સેનાપ્તિ શ્રી સદાશિવરાવ ભાઉં પોતેજ હતા. તે પાણિપતની લડાઇમાં જાન્યુંઆરી ૧૪- ૧૭૬૧માં અદ્રશ્ય થઈ ગયા હતા. અને તેમનું શરીર કદી હાથ લાગ્યું ના હતું. તેથી કેટલાક લોકો તેમ માનવા લાગ્યા કે બ્રહ્માનંદ પોતેજ ભાઉંગિરડી છે. એવું લોકોનો અભિપ્રાય કે કલ્પના સાચીપણ હોઇ શકે છે. શ્રી ભ્રહ્માનંદજીને જાણનાર કોઇપણ ત્તેમની વિષે શંકા કરે તેમ નહતુ તેઓ બહું સરળ અને સત્ય વક્તા હતા. આ સત્ય પરાયણ વ્યક્તિને કોઇ કિર્તિકે સત્તાની લાલસા ન હતી. એમના મૃત્યુ સુધી તેમની શારીરિક શક્તિ અખંદ હતી. તેઓ એકવાર નર્મદા કિનારે ફરતા હતા. તે દરમિયાન એક કાટવાળો ખીલો વાગવાથી ધનુંર થઈ જવાથી તેમનું મૃત્યું થયું હતું, શ્રી અરવિંદજીએ શ્રી માતાજીને એમના વિષે વાત કરેલી શ્રી અરવિંદજી અને માતાજીના વાર્તાલાપમાં શ્રી બ્રહ્નમાનંદ સ્વામીનું ૨૦૦વર્ષથી વધારે આયુષ્ય હશે એવો ઉલ્લેખ થયો છે. એ વાતનો આધાર એમના એક સહજભાવે નીકળેલા શબ્દો ઉપરથી મળિ આવે છે. અને એ વાતને એમના શબ્દોમાં આપણે કેવી શ્રધ્ધા અને વિશ્ર્વાસ રાખીએ છીએ. એ ઉપરજ માની શકીએ. તેમના ગ્ત્રણ શિષ્યો પણ ખુબ મોટી ઉંમર સુધી ખુબજ અસાધરણ તંદુરસ્ત હતા. તેઓ યુવાન અને શક્તિશાળિ દેખાતા હતા. રાજયોગ કે હઠ યોગ કરતા હશે. ઍટલે તેમના માટે શારીરિક શક્તિ સાધારણ જેવી નહિ હોય.
     પરમ પૂ.વિરમગિરિજી બાપુશ્રીએ પણ વર્શૉસુધ્જી તપસ્ર્યા કરીને શ્રી વાળીનાથની ભૂમિને ચેતનવંતિ અને જાગૃત બનાવી છે. અને પરંપરાગત થતા આવેલા અન્ય સૌ સંત મહાપુરૂષોના સતકર્મો અને ભક્તિથી દિનપ્રતિદિન વધુનેવધુ જાગૃત બની રહિછે. પરમ પૂજ્ય મહંત બાપુશ્રી અને પૂજ્ય કોઠારી સ્વામીશ્રી અને અન્ય સંતો પણ ભક્તિ સેવા પુરૂષાર્થ પરિશ્રમ અને પરમાર્થ દ્રારા શ્રી વાળિનાથ ધામની કિર્તિને ઉજ્જવળ બનાવી રહ્યા છે અનેક સિધ્ધીઓને સર કરીને સંસ્થા સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધારાવે છે. અનેક ભક્તો અનુયાયી વર્ગ સેવકો સૌ શ્રી વાળિનાથ ભગવાન શ્રી ચામુંડા માતાજી અને શ્રી ગોગા મહારાજમાં અન્ન્ય શ્રધ્ધા ધરાવે છે.અને પૂર્ણ ભક્તિભાવે માને છે. સમગ્ર સેવક સમાજ જે વાળીનાથ ભગવાનને માને છે તે સૌના સુખ માટે રાત દિવસ સતત પ્રભુમય જીવન જીવતા પરમ પરમાર્થી એવા પરમ વંદનીય પરમ પૂ. મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજના સમગ્ર સેવક સમાજને ભાવપૂર્વક આર્ષીવાદ છે અને તેમના એ આર્શીવાદ અને પમ કૃપાળું શ્રી વાળિનાથજીની અસીમ મદદથી સમાજ આજે સોળે કળાએ વિકાસના માર્ગે છે. સમાજ પણ શ્રી વાળીનાથધામ માટે અતિ શ્રધ્ધા ધરાવે છે. અને શ્રી વાળીનાથજીના કોઇપણ પ્રકારના વિકાસ માટે પરમ પૂ. મહંત બાપુશ્રી અને પરમ પૂ. કોઠારી બાપુશ્રીની યાજ્ઞા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ સમાજ ખડેપગે ઉભો છે. પૂજ્ય સંતોની ઉપાસના કર્મયોગ અને સમાજની દાનસેવા માટેની ત્તપરતા આ બંનેનો સમન્વય એક અભૂતપૂર્વ પ્રસંગ છે. આ પ્રસંગ દ્રારા સમાજ અને સંસ્થા નવીન પ્રગતિના શીખરો સર કરી રહ્યા છે. પરમ પૂ. મહંત બાપુશ્રી તથા પરમ પૂ. કોઠારી બાપુશ્રી તથા અન્ય સંતોનો અનેરો ઉત્સાહ અને સામે સમાજપણ સેવા દાન માટેની ત્રીવ્ર ઉઅત્કંઠા સાથે એકબીજાના વિચારોનો સમન્વય સાધીને ઉચ્ચતમ એવા વૈદિક સંસ્કારો દ્રારા ઘેર ઘેર ધર્મ ભક્તિભાવનાની જ્યોતને પ્રગટાવવા સમર્થ થાય છે.
      શ્રી ગુરૂધામમાં રહેનારા સૌ સંતો જ્ગ્યાને અને ગુરૂને પૂર્ણભાવે સમર્પિત હોય છે. દરેક શિષ્યો શ્રી ગુરૂની આજ્ઞમાં રહી પોતાની પવિત્ર ફરજ બજાવે છે. શ્રી ગુરૂધામને વફાદાર રહિને દિવ્ય સંતોની વૈદિક પરંપરાનું પૂર્ણભાવે પાલન અને પોષણ કરતા હોય એવા સંતો નિત નિયમનુસાર સવારે વહેલા ઉઠીને નિતકર્મથી પળવાળિ ગુરૂશ્રીની આજ્ઞા અનુસાર સેવામાં લાગી જાય છે.
      શ્રી ગુરૂજીના પવિત્ર સાનિધ્યમાં બેસીને બધા શિષ્યો શ્રી ગુરૂઆજ્ઞાને શિરોમાન્ય ઘણે છે. સવાર સાંજ આરતી સ્તુતિમાં બધા શિષ્યો ભાવપૂર્વક જોડાઇને સમૂહમાંસ્તુતિ પાઠ કરીને ભક્તિભાવનાનું સુદર વાતાવરણ પ્રેરક બનાવે છે શ્રી ગુરુજીની કચેરીમાં સભારૂપે બધા શિષ્યો સાથે બેસી ગુરૂવચનોનું શ્રવણ કરે છે.સતસંગ ભજનમાં સૌ સંતો સાથે બેસી જીવન ધન્ય બનાવે છે. સાથે બેસીને સર્વ સંતો મહસત્માઓ ભોજન ગ્રહણ કરે છે એકબીજાસાથે તન્મયતાથી વાતો કરી સ્તસંગનું વાતાવરણ બનાવે છે. એકજ કુંટુંબની ભાવનાથી એકબીજા સાથે ખુબજ સુંદર વ્યવહાર રાખે છે.સંતો એકબીજાની મર્યાદાનું ખુબજ સારી રીતે પાલન કરી વિવેકપૂર્ણ વાતાવરણ બનાવી ભક્તો સેવક સમાજમાં ખુબ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતા હોય જે શિષ્ય ગુરૂશ્રીનો દ્રોહ કરે અથવા તે ગુરૂની નિંદા કરે એવો શિષ્ય ભ્રષ્ટ્ર બને અને સેવક સમાજમાં અપ્રિય બને તે વાત સૌ સંતો જાણે છે. અને તેથીજ શ્રી ગુરૂને અને શ્રી ગુરૂગાદીને સંપૂર્ણ વફાદાર રહેનાર શિષ્ય સંતો ખુબ સારી પ્રતિષ્ઠા માન મેળવી જીવન સાર્થક કરે છે અને સેવક સમાજમાં પૂજ્ય સ્થાન પ્રાપ્ત કરે છે. જે શિષ્ય મંદિરના નિતિનિયમનું પાલન નથી કરતો તેવો શિષ્ય લાંબા સમય મંદિરમાં રહી શકતો નથી . તે સેવક સમાજમાંથી માન ગુમાવે છે. અને ભટકતો થઈ દુખી દુખી થઈ જાય છે.જે સંપૂર્ણ વફાદારી સાથે શ્રી ગુરૂને અને મંદિરને સમર્પિત થાય છે. સર્વસ્વશ્રી ગુરૂને ચરણે ધરી પોતાના દેહને શ્રી ગુરૂની અને મંદિરની સેવામાં જોડી દે છે તેવા શિષ્ય મહાન સંતોની પંક્તિમાં બેસી શકે છે. અભિમાન છોડીને સેવકભાવ ધારણ કરી જગ્યામાં સર્વ સાથે સમભાવે વર્ત કરનાર વિવેકપૂર્વક જીવન જીવનાર સંતો શુધ્ધભાવથી સમાજમાં પૂજાય છે. જે સંતો સંસ્થાને સંપૂર્ણ સમર્પિત બને છે તેનો સંપૂર્ણ નિર્વાહ સંસ્થા ચલાવે છે. સંસ્થામાં કામચોરી કરનાર આળસું પ્રમાદી વ્યક્તિ રહી શકતો નથી . શ્રી ગુરૂધામમાં ;પૂજ્યભાવનાથી સેવા કરવાના હેતુંથી ભક્તો આગળ આવતા હોય છે. અને એવા ભક્ત સેવક સમાજમાં માન મેળવીને જીવનને સાર્થક બનાવે છે. અને એવા સમર્પિત સેવાભાવી શિષ્યની ગુરૂજીના પ્રિય બની માન પ્રતિષ્ઠા મેળવે છે.જે શ્રી ગુરૂને પ્રિય છે તે સારાય જગતમાં પ્રિય છે શ્રી ગુરૂ જેનાઅ ઉપર પૂર્ણ કૃપા કરે છે એવો સર્વને પ્રિય શિષ્ય તેનો આ લોક અને પરલોક બંન્ને સુધરી જાય છે. ધન્ય છે એવા વફાદાર શિષ્યને જેને પોતાના જીવનને સદભાગી બનાવી આધ્યાત્મિક ક્ષેત્રે મહાન કિર્તિને પ્રાપ્ત કરી ધન્ય છે એવા શિષ્યને કે જે પોતાના શ્રી ગુરૂજીના ગુણોનું ગાન ગાતાંગાતાં જીવનને ભક્તિમય બનાવ્યું ભગવાન શ્રી વાળીનાથને પ્રિય બને છે. અહોભાગ્ય છે એવા શિષ્યને કે સેવાદ્રારા ગુરૂને પ્રિય બને છે વેદો સાસ્ત્રો પુરાણોમ ઉઅપનિષદોએ જેનો મહિમા પૂર્ણભાવે ગાયો છે.એવા શ્રી ગુરૂના મહિમાનો પાર પામી શકાય તેમ નથી શ્રી રામ શ્રી કૃષ્ણ વગેરે ભગવાનના અવતારોએ પણ શ્રી ગુરૂમહિમાને ભાવપૂર્વક ગાયો છે. શ્રી ગુરૂમહિમા વિશે સંપૂર્ણ લખી શકાય તેમ નથી બુધ્ધિદાતા શ્રી ગુરૂ છે તેમની કરૂના કરીને આપેલી બુધ્ધિથી જે ગુણો ગાઈ શકાય તે ઓછા છે ભગવાન શ્રી વાળિનાથજીની કૃપાથી તેમના કૃપાપાત્ર સંતોના અલ્પ બુધ્ધિ વડે જે કંઇ ગુણોનું ગાન કરવામાં આવ્યું તે ઘણું ઓછું છે . શ્રી ગુરૂ ઘુણોનો પાર પામી શકાય તેમ નથી .
      શ્રી વાળીનાથ ગૌરવ ગાથામાં પારંભમાં શ્રી વાળીનાથ અષ્ટક છે. આ શ્રી વાળિનાથ અષ્ટકનો પૂર્ણભાવે રોજ સવારે સાંજે ઘરમાં પાઠ થાય તો ઘરના સંસ્કારો સાથે વધુને વધું સમૃધ્ધિનો વિકાસ થાશે. વૈદિક રીતે રન્હાયેલા આ અષ્ટકમાં પરમ કૃપાળું પરમાત્માને અન્ન્ય ભક્તિ દર્શાવાઈ છે, પરમાત્માની શક્તિનો ભાવઊર્ણ નિરૂપણ થયેલ છે.
      - આભારવંદના -
     પરમ કૃપાળુ શ્રી વાળિનાથજીની અસીમ કૃપાથી શ્રી વાળીનાથ ગૌરવ ગાથાનો આખરી ઓપ આપવાનો મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે હું શ્રી વાળીનાથજીની અસીમ કૃપા અને પરમ પૂ. ગુરૂવર્ શ્રી બળદેવગિરિજી બાપુઅને પરમ પૂ. કોઠારી સ્વામી શ્રી ગોવિંદગિરિજી બાપુની કૃતજ્ઞતાપૂર્વક આભાર માનું છું. કારણકે આ શ્રી વાળીનાથ ધામની ગૌરવગાથા અને વિચારકો દ્રારા લખાઇ હતી. શ્રી રત્નાકર દેસાઇ ખાખડી તથા સ્વામી શ્રી સોનગિરિજી દ્રારા પ્રથમ પ્રયત્નથી સંકલન કરવામાં આવેલું. ત્યારબાદ પરમ પૂ. શ્રી ગણેસદાસજી મહારાજ કબીર આશ્રમ ખેરોજ ત્તાલુકો ખ્રેડબ્રહ્માવાળાએ ખુબજ પરિશ્રમપૂર્વક શ્રી વાળીનાથ ગૌરવ ગાથાને સંતો મહાપુરૂષો અને સાશ્ત્રોના પ્રેરક દ્રષ્ટાંતો સાથે સુમેળ સાધી ગ્રંથનુંરૂપ આપવા પોતાના આધ્યાત્મિક વિચારો અને જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કર્યો . ત્યારબાદ આ ગ્રંથના આલેખનને સંપૂર્ણ ન્યાય મળે અને લોકરૂચી પ્રમાણે ગ્રંથ પ્રેરણાત્મક બને એવા ઉતમ વિચારો સાથે પરમ પૂજ્ય કોઠારી બાપું સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાજ સતત પ્રયન્તશીલ રહ્યા તેઓશ્રીની ધગસ અને પરમ પૂ. પ્રાતઃવંદનીય શ્રી ગુરૂવર્ય મહંતશ્રી બળદેવગિરિજી બાપુની તીવ્ર યાદશક્તિ દ્રારા મળેલી સંપૂર્ણ માહિતિ દ્રારા આગ્રંથમાંની ક્ષતિઓ દૂ કરવાનો અને ગ્રંથને નવેસરથી નવું રૂપ આપી સરળ છતાં સમૃધ્ધ આધ્યાત્મિક અને ભક્તિસભર ભાવનાત્મકરૂપ આપવાની જવાબદારી મને આપવામાં આવી જે મારી બુધ્ધિની મર્યાદાથી ઘણિ વધારે હતી. છતાં પરમ કૃપાળું શ્રી વાળિનાથજીની અસીમ કૃપા અને પરમ પૂજ્ય ગુરૂવર્યીય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીના આર્શીવાદથી આ શુભ કાર્ય પૂર્ણ કરવાની યોગ્યતા ના હોવા છતં તેનો યશ મને અપાવવા પાછળ પરમ પૂજ્ય કોઠારી બાપું સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રીનો ફાળો હતો તે ખરેખર અમૂલ્ય ઘણાય
      આ સંતોના પવિત્ર જીવન ચરિત્ર્યના ગુણ માનવાવાળા ગ્રંથનું લખાણ તો પૂર્ણ કર્યું . પરંતું ત્યારબાદ આ સંત ગ્રંથમાં પૂજ્ય સંતોની યાદગાર તસવીરો મૂકવાનો નિર્ણય લેવાયો પરમ પૂજ્યકોઠારી બાપુશ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રીએ સંતોની નવી જૂની નેક તસવીરો જુદી તારવી અને મને આપવામાં આવી . અને આ તસવીરોને વ્યવસ્થિત કરી ગોઠવવાની જવાબદારી આપી આ તસવીરોને કોમ્યુટરમાં શ્રી નિલેશભાઇ પંચાલ દ્રારા ખંત પૂર્વક વ્યવસ્થિત ઓપ આપવામાં આવ્યો. દીપ ઓપસેકના માલિકશ્રી હિતેષભાઇ પ્રીખે પૂરી ભાવના સાથે આ ગ્રંથને રમણિય ને સુંદર બનાવવા પૂરતા સમય સાથે સહકાર આપ્યો રસપૂર્વક આ ગ્રંથને શુસોભિત બનાવવાની તેમની ભાવનાથી ટાઇપ સેતિંગ કરનાર શ્રી કમલેશભાઈ મોડીએ પણ પૂરતા સમય સાથે સહકાર આપ્યો આ સૌના ઉમદા સહકારથી એક દિવ્ય ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો. આ ગ્રંથ જ્યારે મારા લખવામાં આવી રહ્યો હતો ત્યારે અવારનવાર શ્રી રત્નાકર દેસાઇ ખાખદી તેમજ શ્રી શકરાભાઇ દેસાઈ સૂચનો આપી સહકાર આપતા રહ્યા. અંતમાં પૂજ્ય વંદનીય ગુરૂવર્ય મહંતબાપુશ્રી બળદેવ ગિરિજી મહારાજશ્રીની યાદશક્તિ દ્રારા ગ્રંથમાંની ક્ષતિ ઉજ્જવળ કરવામાં આવી અને પૂજ્ય કોઠારી બાપુશ્રી ગોવિંદગિરિજી મહારાજના દિર્ઘદરશનથી શ્રી વાળીનાથ ગૌરવગાથા એક આધ્યાત્મિક ભક્તિ સભર ભાવનાત્મક ગ્રંથ સાકાર પામ્યો. શ્રી વાળિનાથ અખાડામાં શ્રી વાળિનાથની ક્ષત્ર છાયામાં અને શ્રી પરમ પૂજ્ય ગુરૂવર્ય મહંતબાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રી તથા પરમ પૂજ્ય કોઠારી બાપુ સ્વામી ગોવિંદગિરિજી મહારાજશ્રીના પવિત્ર સાનિધ્યમાં જ્યારે વિદ્ધાઅભ્યાસ કરી રહ્યો હતો ત્યારની એકમનોકામના અંતરમાં હતી તે આજે સાકાર બની છે. આ ગ્રંથમાં જેને જેને જાણે અજાણે જે કંઇ થોડો ઘણો સહકાર આપ્યો તે સહુંનું અંતકરણ પૂર્વક ,માનું છું ઘણા મહાન બુધ્ધિશાળી શિષ્યોનો સમુદાય ધરાવતો હોવા છતાં એક મારા જેવા સામાન્ય માણસને આ એક પવિત્ર અને ઉતમ કાર્ય કરવાનો અમૂલ્ય લાહ્વો આપવા બદલ પરમ પૂજ્ય મહંત બાપુશ્રી બળદેવગિરિજી મહારાજશ્રીનો તથા પરમ પૂજ્ય કોઠારી બાપુ સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાજશ્રીનો હુંઋણિ છું. પરમ કૃપાળું શ્રી વાળિનાથજીની અસીમ કૃપાથી મહાન ઋષિ સમાન પૂજ્ય સંતોનું પવિત્ર સાનિધ્ય અને આર્શીવાદ પ્રાપ્ત થતા તેવી શુભેરછા સહ.
     આભાર
     વિષેશ શ્રી વાચકભાઇઓ આ ગ્રંથની સંપૂર્ણ ભાવાત્મક દ્રષ્ટિથી વાંચશો તો જરૂરથી જીવના મૂલ્યો સમજાશે. જીવન જીવવાની ઉતમ કલા અને માર્ગદર્શન મળશે વિધેયાત્મક દ્રષ્ટિ કેળવીને સંત ચરિત્રોનું માન કરવાથી પરમ કૃપાળું શ્રી વાળીનાથજી ભગવાન જરૂરથી કૃપા કરશે ગુરૂશિષ્ય માતા પિતા અને પુત્ર પરિવારના સ્નેહ સબંધોની મર્યાદાઓ સમજા છે. સ્તસંગનો મહિમા જીવનને સમૃધ્ધ બનાવશે પરમાત્માની અનુભુતિનો પરંમાનંદ પ્રાપ્ત થશે. જીવન સફળ બનશે . શ્રી વાળિનાથ ભગવાનના ભક્તો અનુયાયીઓ આ ગ્રંથને ભક્તિભાવ પૂર્વક ઘરમાં રાખવો અને પૂજ્યભાવે વાંચન નમન કરવાથી ભવસાગરના દુખો તરી જવાશે. આવા ધર્મગ્રંથોના વાંચનથી આત્મા પરમશાંતિનો અનુભવ કરી પરમ સુખને પામે છે.
      લિ.
      સંત ચરણરજ સેવક
      ઘુડાભાઇ મશાભાઇ દેસાઇ
      મુ. પો. ધારણોજ, તા. પાટણ
      ના
     
      જય વાળીનાથ
      Thanks