Swabhav Prev Next Index

-:સ્વભાવ :-      ભગવાનનો કોઈ સ્વભાવ હોય ખરો ? હા સહહ્દયભાવ સમભાવ એ ભગવાનનો સહજ સ્વભાવ છે સહુ સુખિયા થાય, સહુને સદબુધ્ધિ પ્રાપ્ત થાય સૌ પ્રકૃતિથી પ્રેમ કરે. સૌ એક બીજાના સહાયક અને પ્રેરક બ્ન્ને એવો ઉત્તમભાવ એજ પરમાત્માનો સ્વભાવ અને એજ ઉત્તમ સ્વભાવની ભાવનાથી પરમાત્મા સમગ્ર વિસ્વમાં અદ્દશ્ય રહી વિચરણ કરે છે અને સમગ્ર પ્રાણીઓના પોષાક બની જળ, વાયુ, તેજ, અગ્નિ,પ્રુથ્વી રૂપે પ્રગટ રહી સમગ્ર જીવો-આત્માઓનુ જતન કરે છે. પરમાત્મા નો સ્વભાવ સમગ્ર વિસ્વ માટે કલ્યણકારી છે અને આવા કલ્યણકરી પરમાત્મની ઓળખાણ જગતના માનવીઓને મહાન સંતો દ્વારા થાય છે. અને તેથી સંતો સમાજના સદ્ ગુરૂ તરીકે સર્વોપરી છે એમને નથી કોઈ અપેક્ષા કે નથી કોઈ ઉપેક્ષા વિના કારણ કેવળ સહુનું રૂડુ થાય સહુનું રૂદુ કરવા માટે સુર્ય સમાન ર્હિ ભેદ રહિત અવિરત પણે માનવ ચૈતન્યનું પરમ ક્લ્યાણ કરવા માટે જે પ્રિશ્રમરૂપ તપ ક્રી ર્હ્યા છે. તે સંતો ભગવાનનું સ્વરૂપ કહેવાય.
     અનાદિ કાળથી દરેક જીવને મનધાર્યુ કરવાનો સ્વભાવ છે. જીવમાત્ર પ્રકૃતિને આધિન છે. બોલે છે ચાલે છે, ખાય છે, પીએ છે કે જે કંઈ ક્રર્મ કરે છે તે તમામ પ્રકૃતિને આધિન રહીને કરે છે. જીવનું અહમની વૃતિ ઉપરજ હલન ચલન છે તેથી તો કરોડો વર્ષોથી જગતના સૌ જીવો દુઃખિયા છે.
      ધન્ય હો પરમ પૂજ્ય મહંતશ્રી અને સિધ્ધસંત તપસ્વી મહાવંદનીય શ્રી વિરમગિરિજી મહારાજશ્રી ને કે જેમણે પ્રુથ્વી ઉપર અવતાર ધારણ કરીને તપ-જ્ઞાન-ભક્તિ દ્વારા સમાજને ઉત્તમ સંસ્કારોનું દર્શન કરવ્યુ. કેવુ નિર્મળ નિર્મોહી જીવન અનેક ઐસ્વર્યો છતાં ઉત્તમ સંતધર્મ સાદાઈપૂર્વકનું જીવન, ભગવાનશ્રી વાળીનાથજી આગળ શુન્ય અવસ્થામાં રહી મહર્ષિ સમાન જીવન સમાજ માટે પ્રેરક બનાવ્યુ, એજ રીતે વ્રતમાન સમયમાં પણ અનેક ઐસ્વર્યોથી નિર્લેપ રહીને સાદાઈ પૂર્વકનું હિતલક્ષમાં રાખીને જીવનને પ્રેરણાત્મક બનાવનાર વિરલ મહાપુરૂષ વંદનીય પ્રાતઃ સ્મર્ણિય મહંતશ્રી બળદેવગિરિજી બાપુશ્રી ભક્તિ દ્વારા સમગ્ર સમાજને પ્રભાવિત કરી રહ્યા છે. નિર્મળ વ્યક્તિત્વ અને ભગવાનશ્રી વાળીનાથજીના ચિંતનમાં ચોવીસે કલાક જેની તાલાવેલી સાથે પરિશ્રમમાં રત રહેતા હશે તેમની પરાભક્તિ કેવી હશે ? પરમ પૂજ્ય્શ્રી ગોવિન્દગિરિજી મહારાજ્શ્રીની ગુરૂભાવમાં પૂર્ણ સમર્પિત નિષ્ઠા શિવાય બીજી વાત નથી આ કેવી મહાન વિભુતિઓ, હું શ્રી ગુરૂનો અને શ્રી ગુરૂ મારા દેહના અને આત્માના માલિક છે એવું સ્પષ્ટ માનીને વર્તન કરતા.